વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ઉત્પત્તિ ૯
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ઉત્પત્તિ મુખ્ય વિચારો

      • આખી માણસજાત માટે સૂચનાઓ (૧-૭)

        • લોહી વિશે નિયમ (૪-૬)

      • મેઘધનુષ્યનો કરાર (૮-૧૭)

      • નૂહના વંશજો વિશે ભવિષ્યવાણીઓ (૧૮-૨૯)

ઉત્પત્તિ ૯:૧

એને લગતી કલમો

  • +ઉત ૧:૨૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૬/૧/૧૯૮૬, પાન ૧૫

ઉત્પત્તિ ૯:૨

ફૂટનોટ

  • *

    હિબ્રૂમાં વપરાયેલો શબ્દ પાંખવાળાં બીજાં જીવજંતુઓને પણ રજૂ કરી શકે.

એને લગતી કલમો

  • +ઉત ૧:૨૬; યાકૂ ૩:૭

ઉત્પત્તિ ૯:૩

એને લગતી કલમો

  • +૧તિ ૪:૩
  • +ઉત ૧:૨૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧૫/૨૦૦૪, પાન ૧૪-૧૫

    સજાગ બનો!,

    ૯/૮/૧૯૯૭, પાન ૧૮-૨૦

ઉત્પત્તિ ૯:૪

એને લગતી કલમો

  • +લેવી ૩:૧૭; ૭:૨૬; ૧૭:૧૦, ૧૩; પુન ૧૨:૧૬, ૨૩; પ્રેકા ૧૫:૨૦, ૨૯; ૨૧:૨૫
  • +લેવી ૧૭:૧૧, ૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૩૯

    ઈશ્વરનો પ્રેમ, પાન ૮૫

    ચોકીબુરજ,

    ૬/૧૫/૨૦૦૪, પાન ૧૪-૧૫, ૨૦

    ૪/૧/૧૯૯૨, પાન ૨૪

    ૫/૧/૧૯૮૭, પાન ૨૨

ઉત્પત્તિ ૯:૫

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિમાં “નેફેશ; સાઈકી” જુઓ.

  • *

    અથવા, “લોહી વહાવશે.”

એને લગતી કલમો

  • +ઉત ૪:૮, ૧૦; નિર્ગ ૨૧:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈશ્વરનો પ્રેમ, પાન ૮૫

    ચોકીબુરજ,

    ૬/૧૫/૨૦૦૪, પાન ૧૫

    ૧૧/૧૫/૧૯૯૫, પાન ૧૦

    ૪/૧/૧૯૯૨, પાન ૨૪

ઉત્પત્તિ ૯:૬

ફૂટનોટ

  • *

    મૂળ, “પોતાના સ્વરૂપ પ્રમાણે બનાવ્યો છે.”

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૦:૧૩; ગણ ૩૫:૩૦; માથ ૨૬:૫૨
  • +ઉત ૧:૨૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧૫/૨૦૦૪, પાન ૧૫

    ૧૧/૧૫/૧૯૯૫, પાન ૧૦

    ૩/૧/૧૯૮૭, પાન ૧૦

ઉત્પત્તિ ૯:૭

એને લગતી કલમો

  • +ઉત ૧:૨૮; ૧૦:૩૨

ઉત્પત્તિ ૯:૯

એને લગતી કલમો

  • +ઉત ૯:૧૫; યશા ૫૪:૯

ઉત્પત્તિ ૯:૧૦

એને લગતી કલમો

  • +ઉત ૮:૧૭

ઉત્પત્તિ ૯:૧૧

એને લગતી કલમો

  • +ઉત ૮:૨૧

ઉત્પત્તિ ૯:૧૫

એને લગતી કલમો

  • +ઉત ૮:૨૧

ઉત્પત્તિ ૯:૧૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૧૩, પાન ૧૩

ઉત્પત્તિ ૯:૧૭

એને લગતી કલમો

  • +ઉત ૯:૧૨, ૧૩

ઉત્પત્તિ ૯:૧૮

એને લગતી કલમો

  • +ઉત ૫:૩૨; ૭:૭; ૧૦:૧
  • +ઉત ૧૦:૬

ઉત્પત્તિ ૯:૧૯

એને લગતી કલમો

  • +ઉત ૧૦:૩૨

ઉત્પત્તિ ૯:૨૫

ફૂટનોટ

  • *

    મૂળ, “દાસોનો દાસ.”

એને લગતી કલમો

  • +પુન ૭:૧
  • +યહો ૧૭:૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧/૨૦૦૪, પાન ૩૧

ઉત્પત્તિ ૯:૨૬

એને લગતી કલમો

  • +ન્યા ૧:૨૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પગલે ચાલો, પાન ૨૬

ઉત્પત્તિ ૯:૨૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧૫/૧૯૯૮, પાન ૨૯

ઉત્પત્તિ ૯:૨૮

એને લગતી કલમો

  • +ઉત ૭:૬

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ઉત. ૯:૧ઉત ૧:૨૮
ઉત. ૯:૨ઉત ૧:૨૬; યાકૂ ૩:૭
ઉત. ૯:૩૧તિ ૪:૩
ઉત. ૯:૩ઉત ૧:૨૯
ઉત. ૯:૪લેવી ૩:૧૭; ૭:૨૬; ૧૭:૧૦, ૧૩; પુન ૧૨:૧૬, ૨૩; પ્રેકા ૧૫:૨૦, ૨૯; ૨૧:૨૫
ઉત. ૯:૪લેવી ૧૭:૧૧, ૧૪
ઉત. ૯:૫ઉત ૪:૮, ૧૦; નિર્ગ ૨૧:૧૨
ઉત. ૯:૬નિર્ગ ૨૦:૧૩; ગણ ૩૫:૩૦; માથ ૨૬:૫૨
ઉત. ૯:૬ઉત ૧:૨૭
ઉત. ૯:૭ઉત ૧:૨૮; ૧૦:૩૨
ઉત. ૯:૯ઉત ૯:૧૫; યશા ૫૪:૯
ઉત. ૯:૧૦ઉત ૮:૧૭
ઉત. ૯:૧૧ઉત ૮:૨૧
ઉત. ૯:૧૫ઉત ૮:૨૧
ઉત. ૯:૧૭ઉત ૯:૧૨, ૧૩
ઉત. ૯:૧૮ઉત ૫:૩૨; ૭:૭; ૧૦:૧
ઉત. ૯:૧૮ઉત ૧૦:૬
ઉત. ૯:૧૯ઉત ૧૦:૩૨
ઉત. ૯:૨૫પુન ૭:૧
ઉત. ૯:૨૫યહો ૧૭:૧૩
ઉત. ૯:૨૬ન્યા ૧:૨૮
ઉત. ૯:૨૮ઉત ૭:૬
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ઉત્પત્તિ ૯:૧-૨૯

ઉત્પત્તિ

૯ ઈશ્વરે નૂહ અને તેના દીકરાઓને આશીર્વાદ આપ્યો અને કહ્યું: “તમને ઘણાં બાળકો થાઓ, તમે પુષ્કળ વધો અને પૃથ્વીને ભરી દો.+ ૨ પૃથ્વીનાં બધાં પ્રાણીઓ, આકાશનાં પક્ષીઓ,* જમીન પર હરતાં-ફરતાં પ્રાણીઓ અને સમુદ્રની માછલીઓ તમારાથી ડરશે અને ખૂબ ગભરાશે. તેઓને મેં તમારા હાથમાં સોંપ્યાં છે.+ ૩ પૃથ્વી પરનું દરેક પ્રાણી તમારો ખોરાક થશે.+ લીલોતરીની જેમ એ બધાં પણ હું તમને ખોરાક તરીકે આપું છું.+ ૪ પણ માંસ સાથે લોહી ન ખાવું,+ કેમ કે લોહી+ જીવન છે. ૫ તમારું જીવન તમારા લોહીમાં છે. જે કોઈ તમારો જીવ* લેશે,* એની પાસેથી હું હિસાબ માંગીશ, પછી ભલે એ મનુષ્ય હોય કે પ્રાણી. દરેક માણસ પાસે હું તેના ભાઈના જીવનો હિસાબ માંગીશ.+ ૬ જે કોઈ માણસનું લોહી વહાવશે, તેનું લોહી પણ માણસના હાથે વહાવવામાં આવશે,+ કેમ કે ઈશ્વરે માણસને પોતાના જેવો બનાવ્યો છે.”*+ ૭ પછી ઈશ્વરે કહ્યું: “તમને ઘણાં બાળકો થાઓ, તમે પુષ્કળ વધો અને તમારી સંખ્યા પૃથ્વી પર ખૂબ વધતી જાઓ.”+

૮ ઈશ્વરે નૂહ અને તેના દીકરાઓને કહ્યું: ૯ “હું તમારી સાથે અને તમારા વંશજો સાથે કરાર કરું છું.+ ૧૦ તમારી સાથે વહાણમાંથી બહાર આવેલાં બધાં પક્ષીઓ, જાનવરો અને પૃથ્વી પરનાં બધાં પ્રાણીઓ+ સાથે પણ હું કરાર કરું છું. ૧૧ હા, તમારી સાથે આ કરાર કરું છું: હું ફરી ક્યારેય પૂરથી બધા જીવોનો નાશ નહિ કરું. ફરી ક્યારેય પૂરના પાણીથી પૃથ્વીનો વિનાશ નહિ કરું.”+

૧૨ ઈશ્વરે કહ્યું: “એ કરાર પેઢી દર પેઢી રહેશે. તમારી સાથે અને દરેક પ્રાણી સાથે કરેલા મારા કરારની નિશાની આ છે: ૧૩ મેઘધનુષ્ય. એ મેઘધનુષ્ય હું વાદળમાં મૂકીશ. એ મારી અને પૃથ્વી વચ્ચેના મારા કરારની નિશાની થશે. ૧૪ જ્યારે પણ હું પૃથ્વી પર વાદળ લાવીશ, ત્યારે એમાં મેઘધનુષ્ય દેખાશે. ૧૫ એ વખતે હું મારો કરાર જરૂર યાદ કરીશ, જે મેં તમારી સાથે અને બધા જીવો સાથે કર્યો છે. હું ફરી ક્યારેય પૂર લાવીને બધા જીવોનો નાશ નહિ કરું.+ ૧૬ જ્યારે જ્યારે વાદળમાં મેઘધનુષ્ય દેખાશે, ત્યારે ત્યારે હું એને જોઈને મારો કરાર જરૂર યાદ કરીશ, જે મેં પૃથ્વીના બધા જીવો સાથે કાયમ માટે કર્યો છે.”

૧૭ ઈશ્વરે ફરીથી નૂહને કહ્યું: “મારી અને પૃથ્વી પરના દરેક જીવ વચ્ચે હું જે કરાર કરું છું, એની એ નિશાની છે.”+

૧૮ નૂહની સાથે તેના દીકરાઓ શેમ, હામ અને યાફેથ+ વહાણમાંથી બહાર આવ્યા. સમય જતાં હામને એક દીકરો થયો, તેનું નામ કનાન+ હતું. ૧૯ નૂહના એ ત્રણ દીકરાઓથી આખી પૃથ્વી પર વસ્તી થઈ.+

૨૦ નૂહ ખેતીકામ કરવા લાગ્યો અને તેણે એક દ્રાક્ષાવાડી રોપી. ૨૧ એક દિવસે તે દ્રાક્ષદારૂ પીને નશામાં ચકચૂર થયો. તે કપડાં ઉતારીને તંબુમાં નગ્‍ન પડ્યો હતો. ૨૨ કનાનના પિતા હામે પોતાના પિતાની નગ્‍નતા જોઈ. તેણે બહાર જઈને પોતાના બે ભાઈઓને એ વિશે જણાવ્યું. ૨૩ પછી શેમ અને યાફેથે એક કપડું લીધું. તેઓ એને ખભા પાછળ પકડીને ઊંધા પગે ચાલીને અંદર ગયા. તેઓએ પોતાનાં મોં બીજી તરફ ફેરવીને પિતાની નગ્‍નતા ઢાંકી. તેઓએ પિતાની નગ્‍નતા જોઈ નહિ.

૨૪ જ્યારે નૂહનો નશો ઊતરી ગયો અને તે ઊંઘમાંથી જાગ્યો, ત્યારે તેને ખબર પડી કે તેના સૌથી નાના દીકરાએ શું કર્યું હતું. ૨૫ તેણે કહ્યું:

“કનાન+ પર શ્રાપ ઊતરી આવે.

તે તેના ભાઈઓનો દાસ* બને.”+

૨૬ તેણે એમ પણ કહ્યું:

“શેમના ઈશ્વર યહોવાની સ્તુતિ થાય

અને કનાન શેમનો દાસ બને.+

૨૭ યાફેથને ઈશ્વર મોટો વિસ્તાર આપે

અને તે શેમના તંબુઓમાં રહે.

કનાન યાફેથનો પણ દાસ થાય.”

૨૮ પૂર+ પછી નૂહ ૩૫૦ વર્ષ જીવ્યો. ૨૯ આમ નૂહ ૯૫૦ વર્ષ જીવ્યો અને પછી તેનું મરણ થયું.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો