વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૧ કાળવૃત્તાંત ૧૭
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

૧ કાળવૃત્તાંત મુખ્ય વિચારો

      • દાઉદ મંદિર નહિ બાંધે (૧-૬)

      • દાઉદ સાથે રાજ્યનો કરાર (૭-૧૫)

      • આભાર માનવા દાઉદે કરેલી પ્રાર્થના (૧૬-૨૭)

૧ કાળવૃત્તાંત ૧૭:૧

એને લગતી કલમો

  • +૧રા ૧:૮; ૧કા ૨૯:૨૯
  • +૧કા ૧૪:૧
  • +૨શ ૭:૧-૩; ૧કા ૧૫:૧; ૨કા ૧:૪

૧ કાળવૃત્તાંત ૧૭:૪

એને લગતી કલમો

  • +૨શ ૭:૪-૭; ૧રા ૮:૧૭-૧૯; ૧કા ૨૨:૭, ૮

૧ કાળવૃત્તાંત ૧૭:૫

ફૂટનોટ

  • *

    કદાચ એનો અર્થ, “હું તંબુઓના એક પડાવથી બીજા પડાવે અને એક ઘરેથી બીજા ઘરે ફર્યો છું.”

એને લગતી કલમો

  • +નિર્ગ ૪૦:૨; ગણ ૪:૨૪, ૨૫; ૨શ ૬:૧૭; ગી ૭૮:૬૦

૧ કાળવૃત્તાંત ૧૭:૬

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

૧ કાળવૃત્તાંત ૧૭:૭

એને લગતી કલમો

  • +૧શ ૧૬:૧૧, ૧૨; ૧૭:૧૫; ૨૫:૩૦; ૨શ ૭:૮-૧૧; ગી ૭૮:૭૦, ૭૧

૧ કાળવૃત્તાંત ૧૭:૮

એને લગતી કલમો

  • +૧શ ૧૮:૧૪; ૨શ ૮:૬
  • +૧શ ૨૫:૨૯; ૨૬:૧૦; ગી ૮૯:૨૦, ૨૨
  • +૧શ ૧૮:૩૦

૧ કાળવૃત્તાંત ૧૭:૯

એને લગતી કલમો

  • +નિર્ગ ૨:૨૩

૧ કાળવૃત્તાંત ૧૭:૧૦

ફૂટનોટ

  • *

    અથવા, “રાજવંશ સ્થાપશે.”

એને લગતી કલમો

  • +ન્યા ૨:૧૬
  • +ગી ૧૮:૪૦

૧ કાળવૃત્તાંત ૧૭:૧૧

ફૂટનોટ

  • *

    મૂળ, “તું તારા પિતાઓની સાથે ઊંઘી જશે.”

એને લગતી કલમો

  • +૧રા ૮:૨૦; ગી ૧૩૨:૧૧
  • +૨શ ૭:૧૨-૧૭; ૧રા ૯:૫; ૧કા ૨૮:૫; યર્મિ ૨૩:૫

૧ કાળવૃત્તાંત ૧૭:૧૨

એને લગતી કલમો

  • +૧રા ૫:૫; ૧કા ૨૨:૧૦
  • +ગી ૮૯:૩, ૪; યશા ૯:૭; દા ૨:૪૪

૧ કાળવૃત્તાંત ૧૭:૧૩

ફૂટનોટ

  • *

    અથવા, “મારો અતૂટ પ્રેમ.”

એને લગતી કલમો

  • +૨શ ૭:૧૪; લૂક ૯:૩૫; હિબ્રૂ ૧:૫
  • +યશા ૫૫:૩
  • +૧શ ૧૫:૨૪, ૨૮; ૧કા ૧૦:૧૩, ૧૪

૧ કાળવૃત્તાંત ૧૭:૧૪

એને લગતી કલમો

  • +દા ૨:૪૪; યોહ ૧:૪૯; ૨પિ ૧:૧૧
  • +ગી ૮૯:૩૬; યર્મિ ૩૩:૨૦, ૨૧; લૂક ૧:૩૨, ૩૩; હિબ્રૂ ૧:૮; પ્રક ૩:૨૧

૧ કાળવૃત્તાંત ૧૭:૧૬

એને લગતી કલમો

  • +૨શ ૭:૮, ૧૮-૨૦

૧ કાળવૃત્તાંત ૧૭:૧૭

ફૂટનોટ

  • *

    અથવા, “તમે મને ઊંચી પદવીનો માણસ.”

એને લગતી કલમો

  • +માથ ૨૨:૪૨; પ્રેકા ૧૩:૩૪; પ્રક ૨૨:૧૬

૧ કાળવૃત્તાંત ૧૭:૧૮

એને લગતી કલમો

  • +ગી ૧૩૯:૧

૧ કાળવૃત્તાંત ૧૭:૧૯

એને લગતી કલમો

  • +૨શ ૭:૨૧-૨૪

૧ કાળવૃત્તાંત ૧૭:૨૦

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૫:૧૧
  • +યશા ૪૩:૧૦

૧ કાળવૃત્તાંત ૧૭:૨૧

એને લગતી કલમો

  • +પુન ૪:૭; ગી ૧૪૭:૨૦
  • +નિર્ગ ૧૯:૫; ગી ૭૭:૧૫
  • +પુન ૪:૩૪; નહે ૯:૧૦; યશા ૬૩:૧૨; હઝ ૨૦:૯
  • +પુન ૭:૧; યહો ૧૦:૪૨; ૨૧:૪૪

૧ કાળવૃત્તાંત ૧૭:૨૨

એને લગતી કલમો

  • +૧શ ૧૨:૨૨
  • +ઉત ૧૭:૭; પુન ૭:૬, ૯

૧ કાળવૃત્તાંત ૧૭:૨૩

એને લગતી કલમો

  • +૨શ ૭:૨૫-૨૯

૧ કાળવૃત્તાંત ૧૭:૨૪

ફૂટનોટ

  • *

    અથવા, “ભરોસાપાત્ર સાબિત થાય.”

એને લગતી કલમો

  • +૨કા ૬:૩૩; ગી ૭૨:૧૯; માથ ૬:૯; યોહ ૧૨:૨૮
  • +ગી ૮૯:૩૫, ૩૬

૧ કાળવૃત્તાંત ૧૭:૨૫

ફૂટનોટ

  • *

    અથવા, “રાજવંશ સ્થાપશો.”

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

૧ કાળ. ૧૭:૧૧રા ૧:૮; ૧કા ૨૯:૨૯
૧ કાળ. ૧૭:૧૧કા ૧૪:૧
૧ કાળ. ૧૭:૧૨શ ૭:૧-૩; ૧કા ૧૫:૧; ૨કા ૧:૪
૧ કાળ. ૧૭:૪૨શ ૭:૪-૭; ૧રા ૮:૧૭-૧૯; ૧કા ૨૨:૭, ૮
૧ કાળ. ૧૭:૫નિર્ગ ૪૦:૨; ગણ ૪:૨૪, ૨૫; ૨શ ૬:૧૭; ગી ૭૮:૬૦
૧ કાળ. ૧૭:૭૧શ ૧૬:૧૧, ૧૨; ૧૭:૧૫; ૨૫:૩૦; ૨શ ૭:૮-૧૧; ગી ૭૮:૭૦, ૭૧
૧ કાળ. ૧૭:૮૧શ ૧૮:૧૪; ૨શ ૮:૬
૧ કાળ. ૧૭:૮૧શ ૨૫:૨૯; ૨૬:૧૦; ગી ૮૯:૨૦, ૨૨
૧ કાળ. ૧૭:૮૧શ ૧૮:૩૦
૧ કાળ. ૧૭:૯નિર્ગ ૨:૨૩
૧ કાળ. ૧૭:૧૦ન્યા ૨:૧૬
૧ કાળ. ૧૭:૧૦ગી ૧૮:૪૦
૧ કાળ. ૧૭:૧૧૧રા ૮:૨૦; ગી ૧૩૨:૧૧
૧ કાળ. ૧૭:૧૧૨શ ૭:૧૨-૧૭; ૧રા ૯:૫; ૧કા ૨૮:૫; યર્મિ ૨૩:૫
૧ કાળ. ૧૭:૧૨૧રા ૫:૫; ૧કા ૨૨:૧૦
૧ કાળ. ૧૭:૧૨ગી ૮૯:૩, ૪; યશા ૯:૭; દા ૨:૪૪
૧ કાળ. ૧૭:૧૩૨શ ૭:૧૪; લૂક ૯:૩૫; હિબ્રૂ ૧:૫
૧ કાળ. ૧૭:૧૩યશા ૫૫:૩
૧ કાળ. ૧૭:૧૩૧શ ૧૫:૨૪, ૨૮; ૧કા ૧૦:૧૩, ૧૪
૧ કાળ. ૧૭:૧૪દા ૨:૪૪; યોહ ૧:૪૯; ૨પિ ૧:૧૧
૧ કાળ. ૧૭:૧૪ગી ૮૯:૩૬; યર્મિ ૩૩:૨૦, ૨૧; લૂક ૧:૩૨, ૩૩; હિબ્રૂ ૧:૮; પ્રક ૩:૨૧
૧ કાળ. ૧૭:૧૬૨શ ૭:૮, ૧૮-૨૦
૧ કાળ. ૧૭:૧૭માથ ૨૨:૪૨; પ્રેકા ૧૩:૩૪; પ્રક ૨૨:૧૬
૧ કાળ. ૧૭:૧૮ગી ૧૩૯:૧
૧ કાળ. ૧૭:૧૯૨શ ૭:૨૧-૨૪
૧ કાળ. ૧૭:૨૦નિર્ગ ૧૫:૧૧
૧ કાળ. ૧૭:૨૦યશા ૪૩:૧૦
૧ કાળ. ૧૭:૨૧પુન ૪:૭; ગી ૧૪૭:૨૦
૧ કાળ. ૧૭:૨૧નિર્ગ ૧૯:૫; ગી ૭૭:૧૫
૧ કાળ. ૧૭:૨૧પુન ૪:૩૪; નહે ૯:૧૦; યશા ૬૩:૧૨; હઝ ૨૦:૯
૧ કાળ. ૧૭:૨૧પુન ૭:૧; યહો ૧૦:૪૨; ૨૧:૪૪
૧ કાળ. ૧૭:૨૨૧શ ૧૨:૨૨
૧ કાળ. ૧૭:૨૨ઉત ૧૭:૭; પુન ૭:૬, ૯
૧ કાળ. ૧૭:૨૩૨શ ૭:૨૫-૨૯
૧ કાળ. ૧૭:૨૪૨કા ૬:૩૩; ગી ૭૨:૧૯; માથ ૬:૯; યોહ ૧૨:૨૮
૧ કાળ. ૧૭:૨૪ગી ૮૯:૩૫, ૩૬
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
૧ કાળવૃત્તાંત ૧૭:૧-૨૭

પહેલો કાળવૃત્તાંત

૧૭ દાઉદ પોતાના મહેલમાં સુખચેનથી રહેતો હતો. તેણે નાથાન+ પ્રબોધકને કહ્યું: “જો, હું દેવદારનાં લાકડાંથી બનેલા મહેલમાં રહું છું,+ જ્યારે કે યહોવાનો કરારકોશ કાપડના મંડપમાં છે.”+ ૨ નાથાને દાઉદને જવાબ આપ્યો: “તમારા દિલની જે તમન્‍ના હોય એ કરો, કેમ કે સાચા ઈશ્વર તમારી સાથે છે.”

૩ એ જ રાતે, નાથાન પાસે ઈશ્વરનો આવો સંદેશો આવ્યો: ૪ “જા અને મારા સેવક દાઉદને કહે, ‘યહોવા આમ જણાવે છે: “મારા માટે રહેવાનું મંદિર તું નહિ બાંધે.+ ૫ ઇઝરાયેલીઓને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યો ત્યારથી લઈને આજ સુધી હું કોઈ મંદિરમાં રહ્યો નથી. હું એક તંબુથી બીજા તંબુમાં અને એક મંડપથી બીજા મંડપમાં ફર્યો છું.*+ ૬ બધા ઇઝરાયેલીઓ સાથે હું ફર્યો એ દરમિયાન શું મેં કંઈ કહ્યું હતું? મારા લોકોની સંભાળ રાખવા મેં ઇઝરાયેલના ન્યાયાધીશોને* પસંદ કર્યા હતા. શું મેં તેઓને ક્યારેય કહ્યું હતું, ‘તમે મારા માટે દેવદારનાં લાકડાંનું મંદિર કેમ નથી બાંધ્યું?’”’

૭ “હવે મારા સેવક દાઉદને કહે, ‘સૈન્યોના ઈશ્વર યહોવા જણાવે છે કે “તું ઘેટાં ચરાવતો હતો, ત્યાંથી મેં તને મારા ઇઝરાયેલી લોકો પર આગેવાન થવા બોલાવ્યો.+ ૮ તું જ્યાં જ્યાં જઈશ, ત્યાં ત્યાં હું તારી સાથે રહીશ.+ તારી આગળથી તારા બધા દુશ્મનોનો હું સફાયો કરી નાખીશ.+ દુનિયામાં જે મહાન માણસો થઈ ગયા છે, તેઓની જેમ હું તારું નામ પણ મહાન કરીશ.+ ૯ હું મારા ઇઝરાયેલી લોકો માટે રહેવાની જગ્યા પસંદ કરીશ અને તેઓ એમાં ઠરીઠામ થશે. તેઓ ત્યાં રહેશે અને હેરાન-પરેશાન થશે નહિ. અગાઉની જેમ તેઓ પર દુષ્ટ માણસો જુલમ કરશે નહિ.+ ૧૦ મારા ઇઝરાયેલી લોકો પર મેં ન્યાયાધીશો ઠરાવ્યા+ ત્યારે પણ દુષ્ટો જુલમ કરતા હતા. હું તારા બધા દુશ્મનો પર જીત મેળવીશ.+ હું તને જણાવું છું કે ‘યહોવા તારા માટે ઘર બાંધશે.’*

૧૧ “‘“જ્યારે તારા દિવસો પૂરા થશે અને તારું મરણ થશે,* ત્યારે હું તારા વંશજને ઊભો કરીશ. હા, તારા દીકરાઓમાંથી એકને ઊભો કરીશ.+ હું તેનું રાજ્ય કાયમ માટે ટકાવી રાખીશ.+ ૧૨ તે જ મારા નામના મહિમા માટે મંદિર બાંધશે.+ હું તેની રાજગાદી કાયમ ટકાવી રાખીશ.+ ૧૩ હું તેનો પિતા થઈશ અને તે મારો દીકરો થશે.+ હું તેના પરથી મારી કૃપા* હટાવી લઈશ નહિ,+ જેમ તારી અગાઉ જે હતો એના પરથી હટાવી લીધી હતી.+ ૧૪ મારા મંદિરમાં અને મારા રાજ્યમાં હું તેને હંમેશ માટે અડગ બનાવીશ.+ તેની રાજગાદી કાયમ માટે ટકી રહેશે.”’”+

૧૫ નાથાને દાઉદને એ સંદેશો આપ્યો અને આખા દર્શન વિશે જણાવ્યું.

૧૬ એ સાંભળીને દાઉદ રાજા યહોવાની આગળ આવીને બેઠો અને બોલ્યો: “હે યહોવા ઈશ્વર, હું કોણ અને મારું ઘર કોણ કે તમે મને અહીં સુધી લઈ આવ્યા છો?+ ૧૭ હે ઈશ્વર, એટલું જ નહિ, તમે મને એ પણ જણાવ્યું કે તમારા સેવકનું ઘર લાંબા સમય સુધી ટકશે.+ હે યહોવા ઈશ્વર, તમારી કેટલી મહેરબાની કે તમે મને હજુ વધારે મોટો* બનાવો છો. ૧૮ તમે આપેલા માન વિશે તમારો સેવક દાઉદ તમને બીજું શું કહે? તમે તમારા સેવકને સારી રીતે જાણો છો.+ ૧૯ હે યહોવા, તમારા સેવકને લીધે અને તમારા દિલની ઇચ્છાને લીધે, તમે આ મોટાં મોટાં કામો કર્યાં છે. તમે બતાવી આપ્યું છે કે તમે કેટલા મહાન છો!+ ૨૦ હે યહોવા, અમે જે જે સાંભળ્યું છે, એ સાબિતી આપે છે કે તમારા જેવું કોઈ જ નથી+ અને તમારા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી.+ ૨૧ ધરતી પર તમારા ઇઝરાયેલી લોકો જેવા શું કોઈ બીજા લોકો છે?+ હે સાચા ઈશ્વર, તમે પોતે જઈને તેઓને છોડાવ્યા અને પોતાના લોકો બનાવ્યા.+ તમે મોટા મોટા ચમત્કારો કરીને તમારું નામ મોટું મનાવ્યું.+ તમે તેઓને ઇજિપ્તમાંથી છોડાવી લાવ્યા. તમારા લોકો આગળથી તમે બીજી પ્રજાઓને હાંકી કાઢી.+ ૨૨ તમે ઇઝરાયેલીઓને હંમેશ માટે તમારા લોકો તરીકે અપનાવી લીધા.+ હે યહોવા, તમે તેઓના ઈશ્વર બન્યા.+ ૨૩ હે યહોવા, તમારા સેવક અને તેના ઘર વિશે આપેલું વચન તમે હંમેશ માટે નિભાવજો. તમે જે વચન આપ્યું છે, એ પ્રમાણે જ થવા દેજો.+ ૨૪ તમારું નામ કાયમ ટકી રહે* અને સદાને માટે મોટું મનાય,+ જેથી લોકો કહે કે ‘સૈન્યોના ઈશ્વર યહોવા ઇઝરાયેલના ઈશ્વર છે, સાચે જ ઇઝરાયેલીઓના ઈશ્વર છે.’ તમારી આગળ તમારા સેવક દાઉદનું ઘર કાયમ ટકી રહે+ એવું થવા દો. ૨૫ હે મારા ઈશ્વર, તમે તમારા સેવકને જણાવ્યું છે કે તમે તેના માટે ઘર બાંધશો.* એ કારણે તમારા સેવકે તમને આવી પ્રાર્થના કરવાની હિંમત કરી છે. ૨૬ હે યહોવા, તમે જ સાચા ઈશ્વર છો અને તમે તમારા સેવકને આ આશીર્વાદોનું વચન આપ્યું છે. ૨૭ એટલે કૃપા કરીને તમારા સેવકના ઘરને આશીર્વાદ આપો. એ કાયમ માટે તમારી આગળ ટકી રહે. હે યહોવા, તમે જ આશીર્વાદ આપ્યો છે અને તમારો આશીર્વાદ આ ઘર પર કાયમ રહે.”

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો