વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતોનું ગીત ૧
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ગીતોનું ગીત મુખ્ય વિચારો

    • રાજા સુલેમાનની છાવણીમાં શૂલ્લામી છોકરી (૧:૧–૩:૫)

        • ગીતોમાં સૌથી સુંદર ગીત (૧)

        • યુવતી (૨-૭)

        • યરૂશાલેમની દીકરીઓ (૮)

        • રાજા (૯-૧૧)

          • ‘અમે તારા માટે સોનાનાં આભૂષણો ઘડાવીશું’ (૧૧)

        • યુવતી (૧૨-૧૪)

          • “મારો સાજન સુગંધીદાર બોળની થેલી જેવો છે” (૧૩)

        • ઘેટાંપાળક (૧૫)

          • “ઓ મારી પ્રેમિકા, તું અતિ સુંદર છે”

        • યુવતી (૧૬, ૧૭)

          • ‘ઓ મારા વહાલા, તું ખૂબ દેખાવડો છે’ (૧૬)

ગીતોનું ગીત ૧:૧

ફૂટનોટ

  • *

    અથવા, “ગીતોનું ગીત.”

એને લગતી કલમો

  • +૧રા ૪:૨૯, ૩૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧/૨૦૦૬, પાન ૩

ગીતોનું ગીત ૧:૨

એને લગતી કલમો

  • +ગીગી ૪:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧૫/૨૦૧૫, પાન ૩૦

    ૧૨/૧/૨૦૦૬, પાન ૪

ગીતોનું ગીત ૧:૩

એને લગતી કલમો

  • +ની ૨૭:૯; સભા ૯:૮; ગીગી ૫:૫
  • +સભા ૭:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧૫/૨૦૧૫, પાન ૩૦

    ૧૨/૧/૨૦૦૬, પાન ૪

ગીતોનું ગીત ૧:૪

ફૂટનોટ

  • *

    મૂળ, “ખેંચીને લઈ જા.”

  • *

    એટલે કે, યુવતીઓ.

ગીતોનું ગીત ૧:૫

ફૂટનોટ

  • *

    મૂળ, “કાળી.”

એને લગતી કલમો

  • +ગી ૧૨૦:૫; હઝ ૨૭:૨૧
  • +નિર્ગ ૩૬:૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧/૨૦૦૬, પાન ૪

ગીતોનું ગીત ૧:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧૫/૨૦૧૫, પાન ૩૨

ગીતોનું ગીત ૧:૭

ફૂટનોટ

  • *

    અથવા, “વિલાપની ઓઢણીથી.”

એને લગતી કલમો

  • +ગીગી ૬:૩

ગીતોનું ગીત ૧:૯

ફૂટનોટ

  • *

    અથવા, “ઇજિપ્તના રાજાના; ફારુનના.”

એને લગતી કલમો

  • +૧રા ૧૦:૨૮; ૨કા ૧:૧૬, ૧૭; ગીગી ૬:૪

ગીતોનું ગીત ૧:૧૦

ફૂટનોટ

  • *

    અથવા કદાચ, “તારી લટો.”

ગીતોનું ગીત ૧:૧૧

ફૂટનોટ

  • *

    અથવા, “સોનાની દામણી.”

ગીતોનું ગીત ૧:૧૨

ફૂટનોટ

  • *

    મૂળ, “જટામાંસીના તેલની.” શબ્દસૂચિમાં “જટામાંસી” જુઓ.

એને લગતી કલમો

  • +ગીગી ૪:૧૩, ૧૪

ગીતોનું ગીત ૧:૧૩

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    મૂળ, “મારાં સ્તનોની વચ્ચે.”

એને લગતી કલમો

  • +નિર્ગ ૩૦:૨૩, ૨૫; એસ્તે ૨:૧૨; ગી ૪૫:૮; ગીગી ૪:૬; ૫:૧૩

ગીતોનું ગીત ૧:૧૪

એને લગતી કલમો

  • +યહો ૧૫:૨૦, ૬૨; ૧શ ૨૩:૨૯; ૨કા ૨૦:૨
  • +ગીગી ૪:૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૭/૧/૧૯૯૦, પાન ૧૦

ગીતોનું ગીત ૧:૧૫

એને લગતી કલમો

  • +ગીગી ૪:૧; ૫:૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧/૨૦૦૬, પાન ૪

ગીતોનું ગીત ૧:૧૬

એને લગતી કલમો

  • +ગીગી ૫:૧૦

ગીતોનું ગીત ૧:૧૭

ફૂટનોટ

  • *

    અથવા, “આલીશાન ઘરનો.”

  • *

    દેવદારની જાતનું એક ઝાડ.

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ગી.ગી. ૧:૧૧રા ૪:૨૯, ૩૨
ગી.ગી. ૧:૨ગીગી ૪:૧૦
ગી.ગી. ૧:૩ની ૨૭:૯; સભા ૯:૮; ગીગી ૫:૫
ગી.ગી. ૧:૩સભા ૭:૧
ગી.ગી. ૧:૫ગી ૧૨૦:૫; હઝ ૨૭:૨૧
ગી.ગી. ૧:૫નિર્ગ ૩૬:૧૪
ગી.ગી. ૧:૭ગીગી ૬:૩
ગી.ગી. ૧:૯૧રા ૧૦:૨૮; ૨કા ૧:૧૬, ૧૭; ગીગી ૬:૪
ગી.ગી. ૧:૧૨ગીગી ૪:૧૩, ૧૪
ગી.ગી. ૧:૧૩નિર્ગ ૩૦:૨૩, ૨૫; એસ્તે ૨:૧૨; ગી ૪૫:૮; ગીગી ૪:૬; ૫:૧૩
ગી.ગી. ૧:૧૪યહો ૧૫:૨૦, ૬૨; ૧શ ૨૩:૨૯; ૨કા ૨૦:૨
ગી.ગી. ૧:૧૪ગીગી ૪:૧૩
ગી.ગી. ૧:૧૫ગીગી ૪:૧; ૫:૨
ગી.ગી. ૧:૧૬ગીગી ૫:૧૦
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ગીતોનું ગીત ૧:૧-૧૭

ગીતોનું ગીત

૧ ગીતોમાં સૌથી સુંદર ગીત,* સુલેમાનનું ગીત:+

 ૨ “તારા હોઠોથી મને ચુંબન કર,

કેમ કે તારો પ્રેમ દ્રાક્ષદારૂ કરતાં ઉત્તમ છે.+

 ૩ તારા અત્તરની મહેક મન મોહી લે છે.+

તારું નામ માથા પર રેડાયેલા ખુશબોદાર તેલ જેવું છે.+

એટલે જ તો યુવતીઓ તને ચાહે છે.

 ૪ રાજા મને તેના શયનખંડમાં લાવ્યો છે!

તું મને અહીંથી લઈ જા.* ચાલ, આપણે દૂર ભાગી જઈએ.

સાથે મળીને આનંદ કરીએ, હા, ખુશી મનાવીએ.

ચાલ, તારા પ્રેમની વાતો કરીએ, તારો પ્રેમ દ્રાક્ષદારૂ કરતાં ઉત્તમ છે.

એટલે તો તેઓ* તારા પર મોહી પડી છે.

 ૫ હે યરૂશાલેમની દીકરીઓ, હું કેદારના તંબુઓ+ જેવી શ્યામ* છું,

પણ સુલેમાનના તંબુઓ+ જેવી રૂપાળી છું.

 ૬ હું શ્યામ છું, એટલે મને જોયા ન કરો,

કેમ કે સૂર્યના તાપે મને દઝાડી છે.

મારા ભાઈઓ મારા પર ગુસ્સે હતા;

તેઓએ મને દ્રાક્ષાવાડીઓની રખેવાળ ઠરાવી હતી,

એટલે હું મારી પોતાની દ્રાક્ષાવાડી સંભાળી ન શકી.

 ૭ હે મારા વાલમ, મને કહે,

તું તારાં ટોળાંને ક્યાં ચરાવે છે?+

બપોરના સમયે તેઓને ક્યાં સુવડાવે છે?

તારા સાથીદારોનાં ટોળાંમાં

હું કેમ ઓઢણીથી* મારું મોં ઢાંકીને ફરું?”

 ૮ “હે યુવતીઓમાં સૌથી ખૂબસૂરત યુવતી, જો તને ખબર ન હોય,

તો ટોળાંને પગલે પગલે ચાલી જા,

અને ભરવાડોના તંબુની બાજુમાં તારી બકરીઓ ચરાવ.”

 ૯ “મારી પ્રિયતમા, મારી નજરમાં તું રાજાના* રથોએ જોડેલી ઘોડી જેવી સુંદર છે.+

૧૦ ઘરેણાં* તારા સુંદર ગાલની,

હા, મોતીની માળા તારા ગળાની શોભા વધારે છે.

૧૧ અમે તારા માટે ચાંદી જડેલાં

સોનાનાં આભૂષણો* ઘડાવીશું.”

૧૨ “રાજા પોતાની મેજ પર બેઠો છે,

પણ મારા અત્તરની*+ ખૂશબૂ મારા વાલમને પોકારે છે.

૧૩ મારો સાજન સુગંધીદાર બોળની*+ થેલી જેવો છે,

જે આખી રાત મારી છાતીને વળગી* રહે છે.

૧૪ મારો પ્રીતમ એન-ગેદીની+ દ્રાક્ષાવાડીમાં ઊગેલા

મેંદીના ગુચ્છા જેવો છે.”+

૧૫ “ઓ મારી પ્રેમિકા, તું અતિ સુંદર છે.

તું રૂપ રૂપનો અંબાર છે. તારી આંખો કબૂતરની આંખો જેવી છે.”+

૧૬ “ઓ મારા વહાલા, તું ખૂબ દેખાવડો અને સોહામણો છે.+

આ લીલું ઘાસ આપણું બિછાનું છે.

૧૭ દેવદારનું ઝાડ આપણા ઘરનો* મોભ છે,

ગંધતરુનું* ઝાડ આપણી છત છે.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો