વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતોનું ગીત ૨
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ગીતોનું ગીત મુખ્ય વિચારો

    • રાજા સુલેમાનની છાવણીમાં શૂલ્લામી છોકરી (૧:૧–૩:૫)

ગીતોનું ગીત ૨:૧

ફૂટનોટ

  • *

    અથવા, “શારોનનું.”

  • *

    મૂળ, “કેસરનું ફૂલ.”

એને લગતી કલમો

  • +ગીગી ૨:૧૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧૫/૨૦૧૫, પાન ૩૧

ગીતોનું ગીત ૨:૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧૫/૨૦૧૫, પાન ૩૧

ગીતોનું ગીત ૨:૪

ફૂટનોટ

  • *

    મૂળ, “દ્રાક્ષદારૂના ઘરમાં.”

ગીતોનું ગીત ૨:૫

એને લગતી કલમો

  • +૧શ ૩૦:૧૧, ૧૨

ગીતોનું ગીત ૨:૬

એને લગતી કલમો

  • +ગીગી ૮:૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧/૨૦૦૬, પાન ૪

ગીતોનું ગીત ૨:૭

એને લગતી કલમો

  • +૨શ ૨:૧૮
  • +ગીગી ૩:૫; ૮:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧૫/૨૦૧૫, પાન ૩૧

    ૧૨/૧/૨૦૦૬, પાન ૪-૫

ગીતોનું ગીત ૨:૯

એને લગતી કલમો

  • +ગીગી ૨:૧૭; ૮:૧૪

ગીતોનું ગીત ૨:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧૫/૨૦૧૫, પાન ૩૨

ગીતોનું ગીત ૨:૧૧

ફૂટનોટ

  • *

    અથવા, “ચોમાસું.”

ગીતોનું ગીત ૨:૧૨

એને લગતી કલમો

  • +ગીગી ૬:૧૧
  • +યશા ૧૮:૫; યોહ ૧૫:૨
  • +યર્મિ ૮:૭

ગીતોનું ગીત ૨:૧૩

એને લગતી કલમો

  • +યશા ૨૮:૪; નાહૂ ૩:૧૨

ગીતોનું ગીત ૨:૧૪

એને લગતી કલમો

  • +ગીગી ૫:૨; યર્મિ ૪૮:૨૮
  • +ગીગી ૮:૧૩
  • +ગીગી ૧:૫; ૬:૧૦

ગીતોનું ગીત ૨:૧૬

એને લગતી કલમો

  • +ગીગી ૭:૧૦
  • +ગીગી ૧:૭; ૨:૧; ૬:૩

ગીતોનું ગીત ૨:૧૭

ફૂટનોટ

  • *

    અથવા, “બેથેર પહાડોને.” અથવા કદાચ, “ફાટવાળા પહાડોને.”

એને લગતી કલમો

  • +૨શ ૨:૧૮
  • +ગીગી ૨:૯; ૮:૧૪

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ગી.ગી. ૨:૧ગીગી ૨:૧૬
ગી.ગી. ૨:૫૧શ ૩૦:૧૧, ૧૨
ગી.ગી. ૨:૬ગીગી ૮:૩
ગી.ગી. ૨:૭૨શ ૨:૧૮
ગી.ગી. ૨:૭ગીગી ૩:૫; ૮:૪
ગી.ગી. ૨:૯ગીગી ૨:૧૭; ૮:૧૪
ગી.ગી. ૨:૧૨ગીગી ૬:૧૧
ગી.ગી. ૨:૧૨યશા ૧૮:૫; યોહ ૧૫:૨
ગી.ગી. ૨:૧૨યર્મિ ૮:૭
ગી.ગી. ૨:૧૩યશા ૨૮:૪; નાહૂ ૩:૧૨
ગી.ગી. ૨:૧૪ગીગી ૫:૨; યર્મિ ૪૮:૨૮
ગી.ગી. ૨:૧૪ગીગી ૮:૧૩
ગી.ગી. ૨:૧૪ગીગી ૧:૫; ૬:૧૦
ગી.ગી. ૨:૧૬ગીગી ૭:૧૦
ગી.ગી. ૨:૧૬ગીગી ૧:૭; ૨:૧; ૬:૩
ગી.ગી. ૨:૧૭૨શ ૨:૧૮
ગી.ગી. ૨:૧૭ગીગી ૨:૯; ૮:૧૪
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ગીતોનું ગીત ૨:૧-૧૭

ગીતોનું ગીત

૨ “હું દરિયા કિનારાનું* જંગલી ફૂલ* છું,

અને ખીણોનું મામૂલી પુષ્પ છું.”+

 ૨ “કાંટાઓ વચ્ચે ફૂલ ખીલ્યું હોય,

તેમ બધી યુવતીઓમાં મારી સજની છે.”

 ૩ “વનનાં વૃક્ષોમાં સફરજનનું વૃક્ષ હોય,

તેમ બધા યુવાનોમાં મારો સાજન છે.

હું તેની છાયામાં બેસવા ઝંખું છું,

તેના ફળનો મીઠો સ્વાદ હજી મારી જીભે છે.

 ૪ તે મને મિજબાનીના ઘરમાં* લાવ્યો,

તેણે મારા પર પ્રીતની ધજા લહેરાવી.

 ૫ સૂકી દ્રાક્ષોથી મને તાજી કરો;+

સફરજનથી મને નિભાવી રાખો,

કેમ કે મને પ્રેમરોગ થયો છે.

 ૬ તેનો ડાબો હાથ મારા માથા નીચે છે,

તેના જમણા હાથે મને બાથમાં લીધી છે.+

 ૭ હે યરૂશાલેમની દીકરીઓ,

તમને હરણીઓના+ અને જંગલમાં ફરતી સાબરીઓના સમ:

મારા દિલમાં પ્રેમ ન જાગે ત્યાં સુધી, મારામાં પ્રેમ જગાડવાની કોશિશ કરશો નહિ.+

 ૮ જુઓ! મારો વાલમ આવી રહ્યો છે!

તેનાં પગલાંનો સાદ મારા કાને પડી રહ્યો છે!

તે પહાડો ચઢીને, હા, ટેકરીઓ ઓળંગીને ઊછળતો-કૂદતો આવી રહ્યો છે.

 ૯ મારો પ્રેમી હરણ જેવો છે, સાબર જેવો છે.+

તે આપણી ભીંત પાછળ ઊભો રહીને

બારીમાંથી ડોકિયું કરે છે,

ઝરૂખામાંથી નજર કરે છે.

૧૦ મારો પ્રીતમ મને કહે છે:

‘હે મારી પ્રિયતમા, ઊભી થા,

મારી રૂપસુંદરી, મારી સાથે ચાલ.

૧૧ જો! શિયાળો* વીતી ગયો છે,

વરસાદ આવીને જતો રહ્યો છે.

૧૨ સીમમાં ફૂલો ખીલવા લાગ્યાં છે,+

દ્રાક્ષાવેલાની કાપકૂપ કરવાની મોસમ આવી છે,+

હોલાનાં સુરીલાં ગીતોથી સીમ ગુંજી રહી છે.+

૧૩ અંજીરનાં પહેલાં ફળ પાક્યાં છે;+

દ્રાક્ષાવેલા પર ફૂલો આવ્યાં છે અને એની મહેક ચોતરફ ફેલાઈ છે.

મારી પ્રેમિકા, મારી સુંદરી, ઊઠ,

ચાલ, મારી સાથે ચાલ.

૧૪ હે મારી કબૂતરી, ગુફાની બખોલમાંથી,+

હા, ખડકના ગોખલામાંથી બહાર આવ,

મને તારા રૂપની એક ઝલક માણવા દે, તારો અવાજ સાંભળવા દે,+

તારો કંઠ મધુર ને તારું મુખડું ખૂબસૂરત છે.’”+

૧૫ “શિયાળનાં બચ્ચાં દ્રાક્ષાવાડીને ખેદાન-મેદાન કરી દે

એ પહેલાં તમે તેઓને પકડો,

કેમ કે આપણી વાડીઓ ફૂલોથી લહેરાઈ રહી છે.”

૧૬ “મારો સાજન ફક્ત મારો છે અને હું તેની જ છું.+

તે પોતાનાં ટોળાંને ફૂલોની વચ્ચે ચરાવે છે.+

૧૭ ઠંડી ઠંડી લહેર શરૂ થાય અને પડછાયો ધીરે ધીરે વિદાય લે,

એ પહેલાં, મારા વાલમ જલદી આવ,

આપણી વચ્ચે ઊભેલા આ પહાડોને* ઓળંગીને, હરણની જેમ,+ હા, સાબરની જેમ દોડીને આવ.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો