વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ન્યાયાધીશો ૧૧
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ન્યાયાધીશો મુખ્ય વિચારો

      • ન્યાયાધીશ યિફતા કાઢી મુકાયો, પછી આગેવાન બનાવાયો (૧-૧૧)

      • યિફતા આમ્મોનીઓને સમજાવે છે (૧૨-૨૮)

      • યિફતાની માનતા અને તેની દીકરી (૨૯-૪૦)

        • દીકરી જીવનભર કુંવારી રહી (૩૮-૪૦)

ન્યાયાધીશો ૧૧:૧

એને લગતી કલમો

  • +ન્યા ૧૨:૭; ૧શ ૧૨:૧૧; હિબ્રૂ ૧૧:૩૨

ન્યાયાધીશો ૧૧:૨

ફૂટનોટ

  • *

    દેખીતું છે, તેની બીજી એક પત્ની હતી.

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો, ૧૧/૨૦૨૧, પાન ૯-૧૦

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૪/૨૦૧૬, પાન ૬

ન્યાયાધીશો ૧૧:૪

એને લગતી કલમો

  • +ન્યા ૧૦:૧૭

ન્યાયાધીશો ૧૧:૭

ફૂટનોટ

  • *

    દેખીતું છે, યિફતાના પિતરાઈ ભાઈઓ ગિલયાદના વડીલોમાં આગળ પડતા હતા.

એને લગતી કલમો

  • +ન્યા ૧૧:૨

ન્યાયાધીશો ૧૧:૮

એને લગતી કલમો

  • +ન્યા ૧૦:૧૮

ન્યાયાધીશો ૧૧:૧૦

ફૂટનોટ

  • *

    મૂળ, “તે સાંભળનાર છે.”

ન્યાયાધીશો ૧૧:૧૧

એને લગતી કલમો

  • +ન્યા ૧૦:૧૭; ૧૧:૩૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૪/૨૦૧૬, પાન ૬-૭

ન્યાયાધીશો ૧૧:૧૨

એને લગતી કલમો

  • +ઉત ૧૯:૩૬, ૩૮

ન્યાયાધીશો ૧૧:૧૩

એને લગતી કલમો

  • +ગણ ૨૧:૨૩, ૨૪
  • +ગણ ૨૧:૨૬
  • +પુન ૩:૧૬, ૧૭

ન્યાયાધીશો ૧૧:૧૫

એને લગતી કલમો

  • +ઉત ૧૯:૩૬, ૩૭; પુન ૨:૯
  • +પુન ૨:૧૯, ૩૭

ન્યાયાધીશો ૧૧:૧૬

એને લગતી કલમો

  • +ગણ ૧૪:૨૫
  • +ગણ ૨૦:૧

ન્યાયાધીશો ૧૧:૧૭

એને લગતી કલમો

  • +ઉત ૩૬:૧; ગણ ૨૦:૧૪; પુન ૨:૪
  • +ઉત ૧૯:૩૬, ૩૭
  • +ગણ ૨૦:૨૨

ન્યાયાધીશો ૧૧:૧૮

એને લગતી કલમો

  • +ગણ ૨૧:૪
  • +ગણ ૨૧:૧૧
  • +ગણ ૨૧:૧૩

ન્યાયાધીશો ૧૧:૧૯

એને લગતી કલમો

  • +ગણ ૨૧:૨૧-૨૬; પુન ૨:૨૬, ૨૭

ન્યાયાધીશો ૧૧:૨૦

એને લગતી કલમો

  • +પુન ૨:૩૨, ૩૩

ન્યાયાધીશો ૧૧:૨૧

એને લગતી કલમો

  • +યહો ૧૩:૧૫, ૨૧

ન્યાયાધીશો ૧૧:૨૨

એને લગતી કલમો

  • +પુન ૨:૩૬

ન્યાયાધીશો ૧૧:૨૩

એને લગતી કલમો

  • +નહે ૯:૨૨

ન્યાયાધીશો ૧૧:૨૪

એને લગતી કલમો

  • +૧રા ૧૧:૭
  • +નિર્ગ ૨૩:૨૮; ૩૪:૧૧; ગણ ૩૩:૫૩; પુન ૯:૫; ૧૮:૧૨

ન્યાયાધીશો ૧૧:૨૫

એને લગતી કલમો

  • +ગણ ૨૨:૨, ૩; યહો ૨૪:૯

ન્યાયાધીશો ૧૧:૨૬

એને લગતી કલમો

  • +ગણ ૨૧:૨૫
  • +ગણ ૨૧:૨૬

ન્યાયાધીશો ૧૧:૨૭

એને લગતી કલમો

  • +યશા ૩૩:૨૨

ન્યાયાધીશો ૧૧:૨૯

એને લગતી કલમો

  • +ન્યા ૩:૯, ૧૦; ઝખા ૪:૬
  • +ન્યા ૧૦:૧૭

ન્યાયાધીશો ૧૧:૩૦

એને લગતી કલમો

  • +પુન ૨૩:૨૧

ન્યાયાધીશો ૧૧:૩૧

એને લગતી કલમો

  • +૧શ ૧:૧૧
  • +૧શ ૧:૨૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૪/૨૦૧૭, પાન ૪

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૪/૨૦૧૬, પાન ૭-૮

    ચોકીબુરજ,

    ૨/૧/૨૦૦૮, પાન ૧૩-૧૪

    ૧/૧૫/૨૦૦૫, પાન ૨૬

ન્યાયાધીશો ૧૧:૩૪

એને લગતી કલમો

  • +ન્યા ૧૦:૧૭; ૧૧:૧૧

ન્યાયાધીશો ૧૧:૩૫

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિમાં “શોક” જુઓ.

એને લગતી કલમો

  • +ગણ ૩૦:૨; ગી ૧૫:૪; સભા ૫:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૪/૨૦૧૭, પાન ૪

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૪/૨૦૧૬, પાન ૭-૮

ન્યાયાધીશો ૧૧:૩૬

એને લગતી કલમો

  • +ન્યા ૧૧:૩૦, ૩૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૪/૨૦૧૬, પાન ૮-૯

ન્યાયાધીશો ૧૧:૩૭

ફૂટનોટ

  • *

    મૂળ, “જેથી હું મારી સખીઓ સાથે કુંવારાપણાનો શોક કરું.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૪/૨૦૧૭, પાન ૪

ન્યાયાધીશો ૧૧:૩૯

ફૂટનોટ

  • *

    મૂળ, “તેણે કદી કોઈ પુરુષ સાથે જાતીય સંબંધ બાંધ્યો નહિ.”

  • *

    અથવા, “નિયમ.”

એને લગતી કલમો

  • +૧શ ૧:૨૨, ૨૪

ન્યાયાધીશો ૧૧:૪૦

ફૂટનોટ

  • *

    અથવા, “શાબાશી.”

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ન્યા. ૧૧:૧ન્યા ૧૨:૭; ૧શ ૧૨:૧૧; હિબ્રૂ ૧૧:૩૨
ન્યા. ૧૧:૪ન્યા ૧૦:૧૭
ન્યા. ૧૧:૭ન્યા ૧૧:૨
ન્યા. ૧૧:૮ન્યા ૧૦:૧૮
ન્યા. ૧૧:૧૧ન્યા ૧૦:૧૭; ૧૧:૩૪
ન્યા. ૧૧:૧૨ઉત ૧૯:૩૬, ૩૮
ન્યા. ૧૧:૧૩ગણ ૨૧:૨૩, ૨૪
ન્યા. ૧૧:૧૩ગણ ૨૧:૨૬
ન્યા. ૧૧:૧૩પુન ૩:૧૬, ૧૭
ન્યા. ૧૧:૧૫ઉત ૧૯:૩૬, ૩૭; પુન ૨:૯
ન્યા. ૧૧:૧૫પુન ૨:૧૯, ૩૭
ન્યા. ૧૧:૧૬ગણ ૧૪:૨૫
ન્યા. ૧૧:૧૬ગણ ૨૦:૧
ન્યા. ૧૧:૧૭ઉત ૩૬:૧; ગણ ૨૦:૧૪; પુન ૨:૪
ન્યા. ૧૧:૧૭ઉત ૧૯:૩૬, ૩૭
ન્યા. ૧૧:૧૭ગણ ૨૦:૨૨
ન્યા. ૧૧:૧૮ગણ ૨૧:૪
ન્યા. ૧૧:૧૮ગણ ૨૧:૧૧
ન્યા. ૧૧:૧૮ગણ ૨૧:૧૩
ન્યા. ૧૧:૧૯ગણ ૨૧:૨૧-૨૬; પુન ૨:૨૬, ૨૭
ન્યા. ૧૧:૨૦પુન ૨:૩૨, ૩૩
ન્યા. ૧૧:૨૧યહો ૧૩:૧૫, ૨૧
ન્યા. ૧૧:૨૨પુન ૨:૩૬
ન્યા. ૧૧:૨૩નહે ૯:૨૨
ન્યા. ૧૧:૨૪૧રા ૧૧:૭
ન્યા. ૧૧:૨૪નિર્ગ ૨૩:૨૮; ૩૪:૧૧; ગણ ૩૩:૫૩; પુન ૯:૫; ૧૮:૧૨
ન્યા. ૧૧:૨૫ગણ ૨૨:૨, ૩; યહો ૨૪:૯
ન્યા. ૧૧:૨૬ગણ ૨૧:૨૫
ન્યા. ૧૧:૨૬ગણ ૨૧:૨૬
ન્યા. ૧૧:૨૭યશા ૩૩:૨૨
ન્યા. ૧૧:૨૯ન્યા ૩:૯, ૧૦; ઝખા ૪:૬
ન્યા. ૧૧:૨૯ન્યા ૧૦:૧૭
ન્યા. ૧૧:૩૦પુન ૨૩:૨૧
ન્યા. ૧૧:૩૧૧શ ૧:૧૧
ન્યા. ૧૧:૩૧૧શ ૧:૨૪
ન્યા. ૧૧:૩૪ન્યા ૧૦:૧૭; ૧૧:૧૧
ન્યા. ૧૧:૩૫ગણ ૩૦:૨; ગી ૧૫:૪; સભા ૫:૪
ન્યા. ૧૧:૩૬ન્યા ૧૧:૩૦, ૩૧
ન્યા. ૧૧:૩૯૧શ ૧:૨૨, ૨૪
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
  • ૩૧
  • ૩૨
  • ૩૩
  • ૩૪
  • ૩૫
  • ૩૬
  • ૩૭
  • ૩૮
  • ૩૯
  • ૪૦
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ન્યાયાધીશો ૧૧:૧-૪૦

ન્યાયાધીશો

૧૧ ગિલયાદમાં રહેતો યિફતા+ બહાદુર લડવૈયો હતો. તેની મા અગાઉ વેશ્યા હતી. યિફતાના પિતાનું નામ ગિલયાદ હતું. ૨ ગિલયાદની પત્નીને* પણ દીકરાઓ થયા. એ દીકરાઓ મોટા થયા ત્યારે, તેઓએ યિફતાને આમ કહીને કાઢી મૂક્યો: “તને અમારા પિતાના ઘરમાંથી કોઈ વારસો નહિ મળે, કેમ કે તું તો બીજી સ્ત્રીનો દીકરો છે.” ૩ એટલે યિફતા પોતાના ભાઈઓ પાસેથી નાસી છૂટ્યો અને ટોબ દેશમાં જઈને રહ્યો. કામધંધા વિનાના માણસોએ યિફતાની દોસ્તી કરી. તેઓ તેની સાથે દુશ્મનો સામે લડવા જતા.

૪ થોડા સમય પછી, આમ્મોનીઓ ઇઝરાયેલીઓ સામે લડ્યા.+ ૫ આમ્મોનીઓ ઇઝરાયેલીઓ સામે લડ્યા ત્યારે, ગિલયાદના વડીલો તરત જ યિફતાને ટોબ દેશથી પાછો લાવવા દોડી ગયા. ૬ તેઓએ યિફતાને કહ્યું: “અમારી સાથે ચાલ અને અમારો સેનાપતિ થા, જેથી આપણે આમ્મોનીઓ સામે લડી શકીએ.” ૭ પણ યિફતાએ ગિલયાદના વડીલોને* કહ્યું: “તમે તો મને નફરત કરતા હતા ને! તમે મારા પિતાના ઘરમાંથી મને કાઢી મૂક્યો હતો.+ હવે તમારા પર આફત આવી પડી, એટલે મારી પાસે દોડી આવ્યા.” ૮ એ સાંભળીને ગિલયાદના વડીલોએ યિફતાને કહ્યું: “એટલે જ તો અમે તારી પાસે પાછા આવ્યા છીએ. જો તું અમારી સાથે આવે અને આમ્મોનીઓ સામે લડે, તો અમે તને ગિલયાદના બધા લોકોનો આગેવાન બનાવીશું.”+ ૯ યિફતાએ ગિલયાદના વડીલોને કહ્યું: “જો હું આમ્મોનીઓ સામે લડવા પાછો આવું અને યહોવા મને તેઓ પર જીત અપાવે, તો હું તમારો આગેવાન બનીશ.” ૧૦ ગિલયાદના વડીલોએ યિફતાને કહ્યું: “તું જે કહે એ અમે ચોક્કસ કરીશું. યહોવા આપણી વચ્ચે સાક્ષી થાઓ.”* ૧૧ યિફતા ગિલયાદના વડીલો સાથે ગયો. લોકોએ તેને પોતાનો આગેવાન અને સેનાપતિ બનાવ્યો. યિફતાએ મિસ્પાહમાં યહોવા આગળ બધી શરતો ફરીથી કહી સંભળાવી.+

૧૨ યિફતાએ સંદેશવાહકો મોકલીને આમ્મોનીઓના+ રાજાને કહ્યું: “તારે મારી જોડે શી દુશ્મની છે કે તું મારા દેશ પર ચઢી આવ્યો?” ૧૩ આમ્મોનીઓના રાજાએ યિફતાના સંદેશવાહકોને જવાબ આપ્યો: “ઇઝરાયેલીઓ ઇજિપ્તમાંથી નીકળ્યા ત્યારે,+ તેઓએ આર્નોનથી+ યાબ્બોક અને છેક યર્દન સુધીનો+ મારો દેશ પચાવી પાડ્યો હતો. હવે એ મને પાછો આપી દે, જેથી લડવાની જરૂર ન પડે.” ૧૪ યિફતાએ સંદેશવાહકોને આમ્મોનીઓના રાજા પાસે પાછા મોકલ્યા. ૧૫ તેણે આ સંદેશો મોકલ્યો:

“યિફતા આમ કહે છે: ‘ઇઝરાયેલીઓએ મોઆબ દેશ+ અને આમ્મોન દેશ+ પચાવી પાડ્યા નથી. ૧૬ ઇઝરાયેલીઓ ઇજિપ્તમાંથી નીકળ્યા ત્યારે, વેરાન પ્રદેશમાં થઈને છેક લાલ સમુદ્ર સુધી+ ચાલ્યા અને કાદેશ+ આવ્યા. ૧૭ ઇઝરાયેલીઓએ અદોમના રાજાને+ આમ કહેવા સંદેશવાહકો મોકલ્યા: “કૃપા કરીને તમારા દેશમાંથી પસાર થવાની રજા આપો.” પણ અદોમનો રાજા માન્યો નહિ. તેઓએ મોઆબના રાજાને+ પણ સંદેશો મોકલ્યો. તેણે પણ ના પાડી. એટલે ઇઝરાયેલીઓ કાદેશમાં જ રહ્યા.+ ૧૮ તેઓ વેરાન પ્રદેશમાંથી જતા હતા ત્યારે, તેઓએ અદોમ દેશ+ અને મોઆબ દેશની બહારથી જવું પડ્યું. તેઓ મોઆબ દેશની પૂર્વ તરફ ગયા+ અને આર્નોનના વિસ્તારમાં છાવણી નાખી. આર્નોન મોઆબની હદ હોવાથી, તેઓ આગળ મોઆબમાં ગયા નહિ.+

૧૯ “‘એ પછી ઇઝરાયેલીઓએ સંદેશવાહકો મોકલીને હેશ્બોનમાં રાજ કરતા અમોરીઓના રાજા સીહોનને કહ્યું: “અમારી મંજિલે પહોંચવા કૃપા કરીને તમારા દેશમાંથી પસાર થવા દો.”+ ૨૦ સીહોનને ઇઝરાયેલીઓ પર ભરોસો ન હોવાથી, તેણે પોતાના વિસ્તારમાંથી તેઓને પસાર થવા દીધા નહિ. તેણે પોતાના લોકોને ભેગા કરીને યાહાસમાં છાવણી નાખી અને તે ઇઝરાયેલીઓ સામે લડ્યો.+ ૨૧ ઇઝરાયેલના ઈશ્વર યહોવાએ સીહોન અને તેના બધા લોકોને ઇઝરાયેલીઓના હાથમાં સોંપી દીધા. ઇઝરાયેલીઓએ તેઓને હરાવી દીધા. અમોરીઓ રહેતા હતા એ આખો વિસ્તાર તેઓએ કબજે કરી લીધો.+ ૨૨ તેઓએ આર્નોનથી યાબ્બોક સુધી અને વેરાન પ્રદેશથી યર્દન સુધી, અમોરીઓનો આખો વિસ્તાર કબજે કરી લીધો.+

૨૩ “‘એ તો ઇઝરાયેલના ઈશ્વર યહોવા હતા, જેમણે પોતાના લોકો આગળથી અમોરીઓને હાંકી કાઢ્યા.+ તો હવે તું કેમ ઇઝરાયેલીઓને અહીંથી હાંકી કાઢવા માંગે છે? ૨૪ જો તારો દેવ કમોશ+ તને કોઈ દેશ આપે, તો શું તું એ કબજે નહિ કરે? એ જ રીતે અમારા ઈશ્વર યહોવાએ અમને આ દેશ આપ્યો છે અને અમે એ રાખીશું.+ ૨૫ શું તું સિપ્પોરના દીકરા, મોઆબના રાજા બાલાકથી+ ચઢિયાતો છે? શું તેણે પોતાનો દેશ પાછો મેળવવા ક્યારેય ઇઝરાયેલનો વિરોધ કર્યો અથવા તેઓ સામે લડાઈ કરી? ૨૬ ઇઝરાયેલીઓ ૩૦૦ વર્ષથી હેશ્બોન અને એની આસપાસનાં નગરો,+ અરોએર અને એની આસપાસનાં નગરો તથા આર્નોનને કિનારે આવેલાં શહેરોમાં રહેતા આવ્યા છે. એ દરમિયાન તેં કેમ એ પાછા લેવાની કોશિશ ન કરી?+ ૨૭ મેં તારી વિરુદ્ધ કોઈ અપરાધ કર્યો નથી. તું મારી સામે ચઢી આવીને ખોટું કરે છે. મહાન ન્યાયાધીશ યહોવા+ આજે ઇઝરાયેલીઓ અને આમ્મોનીઓ વચ્ચે ન્યાય કરે.’”

૨૮ આમ્મોનીઓના રાજાએ યિફતાના સંદેશા પર ધ્યાન આપ્યું નહિ.

૨૯ યહોવાની શક્તિ યિફતા પર ઊતરી.+ તે ગિલયાદ અને મનાશ્શા થઈને ગિલયાદના મિસ્પેહ ગયો+ અને ત્યાંથી આમ્મોનીઓ સામે લડવા ગયો.

૩૦ યિફતાએ યહોવા આગળ માનતા લીધી+ અને કહ્યું: “જો તમે આમ્મોનીઓને મારા હાથમાં સોંપી દેશો ૩૧ અને જો હું આમ્મોનીઓ પર જીત મેળવીને પાછો ફરું, તો મારા ઘરમાંથી જે કોઈ મને પહેલું મળવા આવે તે યહોવાનું થાય.+ હું તેને અગ્‍નિ-અર્પણ તરીકે ઈશ્વરને ચઢાવીશ.”+

૩૨ યિફતા આમ્મોનીઓ સામે લડવા ગયો અને યહોવાએ તેઓને તેના હાથમાં સોંપી દીધા. ૩૩ યિફતાએ અરોએરથી લઈને મિન્‍નીથ સુધીનાં ૨૦ શહેરો અને આબેલ-કરામીમ સુધીના લોકોનો મોટો સંહાર કર્યો. ઇઝરાયેલીઓ આગળ આમ્મોનીઓ હારી ગયા.

૩૪ આખરે યિફતા મિસ્પાહમાં પોતાના ઘરે પાછો આવ્યો.+ જુઓ! તેની દીકરી ખંજરી વગાડતી વગાડતી, નાચતી-કૂદતી તેને સામે મળવા આવી. તે યિફતાની એકની એક દીકરી હતી. તેના સિવાય યિફતાને બીજાં કોઈ બાળકો ન હતાં. ૩૫ યિફતાની નજર પોતાની દીકરી પર પડી ત્યારે, તે દુઃખી દુઃખી થઈ ગયો. તેણે પોતાનાં કપડાં ફાડ્યાં* અને કહ્યું: “અરેરે, મારી દીકરી! તેં તો મારું હૈયું વીંધી નાખ્યું. હું મારા કાળજાના ટુકડાને કઈ રીતે દૂર કરીશ? પણ યહોવાને આપેલું વચન હું કઈ રીતે તોડી શકું?”+

૩૬ યિફતાને તેની દીકરીએ કહ્યું: “પિતાજી, યહોવાએ તમારા દુશ્મન આમ્મોનીઓ પર વેર વાળ્યું છે. તેથી તમે યહોવાને મારા વિશે જે વચન આપ્યું છે એ પ્રમાણે કરો.”+ ૩૭ તેણે પિતાને કહ્યું: “મને આટલું કરવા દો. બે મહિના પર્વતો પર જવાની મને રજા આપો. મારી બહેનપણીઓ સાથે શોક પાળવા દો, કારણ કે હું આખી જિંદગી લગ્‍ન નહિ કરી શકું.”*

૩૮ એ સાંભળીને યિફતાએ કહ્યું: “જા દીકરી!” યિફતાએ તેને બે મહિના તેની સખીઓ સાથે પર્વતો પર જવા દીધી, જેથી તે જીવનભર કુંવારા રહેવાનો શોક મનાવે. ૩૯ બે મહિના પછી તે પોતાના પિતા પાસે પાછી ફરી. યિફતાએ તેના વિશે જે માનતા લીધી હતી એ પૂરી કરી.+ તે જીવનભર કુંવારી રહી.* ત્યારથી ઇઝરાયેલમાં આ રિવાજ* પડી ગયો: ૪૦ ઇઝરાયેલી છોકરીઓએ વર્ષમાં ચાર દિવસ ગિલયાદના યિફતાની દીકરીને ઉત્તેજન* આપવા જવું.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો