વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૨ કાળવૃત્તાંત ૨૨
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

૨ કાળવૃત્તાંત મુખ્ય વિચારો

      • યહૂદાનો રાજા અહાઝ્યા (૧-૯)

      • અથાલ્યા રાજગાદી પચાવી પાડે છે (૧૦-૧૨)

૨ કાળવૃત્તાંત ૨૨:૧

ફૂટનોટ

  • *

    આ ૨કા ૨૧:૧૭નો “યહોઆહાઝ” છે.

એને લગતી કલમો

  • +૨કા ૨૧:૧૬, ૧૭
  • +૨રા ૮:૨૪-૨૬

૨ કાળવૃત્તાંત ૨૨:૨

ફૂટનોટ

  • *

    મૂળ, “દીકરી.”

એને લગતી કલમો

  • +૨રા ૧૧:૧, ૧૩, ૧૬; ૨કા ૨૪:૭
  • +૧રા ૧૬:૨૮

૨ કાળવૃત્તાંત ૨૨:૩

એને લગતી કલમો

  • +૧રા ૧૬:૩૩; ૨રા ૮:૨૭, ૨૮; મીખ ૬:૧૬

૨ કાળવૃત્તાંત ૨૨:૫

એને લગતી કલમો

  • +૨રા ૮:૧૫; ૧૦:૩૨
  • +૧રા ૨૨:૩; ૨કા ૧૮:૧૪

૨ કાળવૃત્તાંત ૨૨:૬

ફૂટનોટ

  • *

    રામોથ-ગિલયાદનું ટૂંકું નામ.

  • *

    અથવા, “બીમાર.”

  • *

    અમુક હિબ્રૂ હસ્તપ્રતોમાં “અઝાર્યા.”

એને લગતી કલમો

  • +૨રા ૯:૧૫
  • +યહો ૧૯:૧૮, ૨૩
  • +૨રા ૮:૧૬
  • +૨રા ૯:૧૬
  • +૨રા ૩:૧

૨ કાળવૃત્તાંત ૨૨:૭

ફૂટનોટ

  • *

    મૂળ, “દીકરા.”

એને લગતી કલમો

  • +૧રા ૧૯:૧૬; ૨રા ૯:૨૦, ૨૧
  • +૨રા ૯:૬, ૭

૨ કાળવૃત્તાંત ૨૨:૮

એને લગતી કલમો

  • +૨રા ૧૦:૧૦-૧૪

૨ કાળવૃત્તાંત ૨૨:૯

એને લગતી કલમો

  • +૨રા ૯:૨૭, ૨૮
  • +૨કા ૧૭:૩, ૪

૨ કાળવૃત્તાંત ૨૨:૧૦

એને લગતી કલમો

  • +૨કા ૨૨:૨
  • +૨રા ૧૧:૧-૩

૨ કાળવૃત્તાંત ૨૨:૧૧

એને લગતી કલમો

  • +૨રા ૮:૧૬
  • +૨રા ૧૧:૨૧
  • +૨શ ૭:૧૨, ૧૩; ૧રા ૧૫:૪; ૨કા ૨૧:૭
  • +૨કા ૨૩:૧

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

૨ કાળ. ૨૨:૧૨કા ૨૧:૧૬, ૧૭
૨ કાળ. ૨૨:૧૨રા ૮:૨૪-૨૬
૨ કાળ. ૨૨:૨૨રા ૧૧:૧, ૧૩, ૧૬; ૨કા ૨૪:૭
૨ કાળ. ૨૨:૨૧રા ૧૬:૨૮
૨ કાળ. ૨૨:૩૧રા ૧૬:૩૩; ૨રા ૮:૨૭, ૨૮; મીખ ૬:૧૬
૨ કાળ. ૨૨:૫૨રા ૮:૧૫; ૧૦:૩૨
૨ કાળ. ૨૨:૫૧રા ૨૨:૩; ૨કા ૧૮:૧૪
૨ કાળ. ૨૨:૬૨રા ૯:૧૫
૨ કાળ. ૨૨:૬યહો ૧૯:૧૮, ૨૩
૨ કાળ. ૨૨:૬૨રા ૮:૧૬
૨ કાળ. ૨૨:૬૨રા ૯:૧૬
૨ કાળ. ૨૨:૬૨રા ૩:૧
૨ કાળ. ૨૨:૭૧રા ૧૯:૧૬; ૨રા ૯:૨૦, ૨૧
૨ કાળ. ૨૨:૭૨રા ૯:૬, ૭
૨ કાળ. ૨૨:૮૨રા ૧૦:૧૦-૧૪
૨ કાળ. ૨૨:૯૨રા ૯:૨૭, ૨૮
૨ કાળ. ૨૨:૯૨કા ૧૭:૩, ૪
૨ કાળ. ૨૨:૧૦૨કા ૨૨:૨
૨ કાળ. ૨૨:૧૦૨રા ૧૧:૧-૩
૨ કાળ. ૨૨:૧૧૨રા ૮:૧૬
૨ કાળ. ૨૨:૧૧૨રા ૧૧:૨૧
૨ કાળ. ૨૨:૧૧૨શ ૭:૧૨, ૧૩; ૧રા ૧૫:૪; ૨કા ૨૧:૭
૨ કાળ. ૨૨:૧૧૨કા ૨૩:૧
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
૨ કાળવૃત્તાંત ૨૨:૧-૧૨

બીજો કાળવૃત્તાંત

૨૨ યરૂશાલેમના લોકોએ યહોરામ રાજાની જગ્યાએ તેના સૌથી નાના દીકરા અહાઝ્યાને* રાજા બનાવ્યો. કારણ, જ્યારે અરબી લોકો સાથે લુટારાઓની ટોળકી યહૂદાની છાવણીમાં આવી હતી, ત્યારે તેઓએ યહોરામના મોટા દીકરાઓને મારી નાખ્યા હતા.+ આમ યહોરામનો દીકરો અહાઝ્યા યહૂદા પર રાજ કરવા લાગ્યો.+ ૨ અહાઝ્યા રાજા બન્યો ત્યારે ૨૨ વર્ષનો હતો. તેણે યરૂશાલેમમાં એક વર્ષ રાજ કર્યું. તેની માનું નામ અથાલ્યા હતું,+ જે ઓમ્રીની+ પૌત્રી* હતી.

૩ અહાઝ્યા આહાબના કુટુંબના માર્ગે ચાલ્યો,+ કેમ કે તેની મા તેને દુષ્ટ કામો કરવાની સલાહ આપતી હતી. ૪ અહાઝ્યાના પિતાના મરણ પછી આહાબના કુટુંબના લોકો તેના સલાહકાર બની બેઠા. એટલે આહાબના કુટુંબની જેમ તેણે પણ યહોવાની નજરમાં જે ખરાબ હતું એ જ કર્યું. એના લીધે તેનો નાશ થયો. ૫ તેઓની સલાહ માનીને તે આહાબના દીકરા ઇઝરાયેલના રાજા યહોરામ સાથે ગયો. તેઓ બંને મળીને સિરિયાના રાજા હઝાએલ+ સામે લડવા રામોથ-ગિલયાદ+ ગયા. પણ તીરંદાજોએ યહોરામને ઘાયલ કર્યો. ૬ સિરિયાના રાજા હઝાએલ+ સામે લડતી વખતે તેઓએ યહોરામને રામામાં* ઘાયલ કર્યો હતો. એટલે તે સાજો થવા યિઝ્રએલ+ પાછો ગયો.

આહાબનો દીકરો યહોરામ+ ઘાયલ* થયો હોવાથી,+ યહૂદાના રાજા યહોરામનો દીકરો અહાઝ્યા* તેને મળવા યિઝ્રએલ ગયો.+ ૭ અહાઝ્યા યહોરામને મળવા ગયો હોવાથી ઈશ્વર તેની પડતી લાવ્યા. રાજા અહાઝ્યા આવીને યહોરામ સાથે નિમ્શીના પૌત્ર* યેહૂને મળવા ગયો.+ યહોવાએ યેહૂને આહાબના કુટુંબનો નાશ કરવા પસંદ કર્યો હતો.+ ૮ એટલે યેહૂએ આહાબના કુટુંબને મારી નાખવાનું શરૂ કર્યું. તેને યહૂદાના આગેવાનો અને અહાઝ્યાના ભાઈઓના દીકરાઓ, એટલે કે અહાઝ્યાના સેવકો મળ્યા. તેણે તેઓને મારી નાખ્યા.+ ૯ પછી તેણે અહાઝ્યાની શોધ કરી. તે સમરૂનમાં સંતાઈ ગયો હતો, ત્યાંથી યેહૂના માણસો તેને પકડીને યેહૂ પાસે લાવ્યા. તેઓએ તેને મારી નાખ્યો અને તેને દફનાવ્યો.+ તેઓએ કહ્યું: “તે તો યહોશાફાટનો પૌત્ર છે, જેમણે પૂરા દિલથી યહોવાની ભક્તિ કરી હતી.”+ હવે અહાઝ્યાના કુટુંબમાંથી રાજસત્તા ચલાવી શકે એવું કોઈ ન હતું.

૧૦ અહાઝ્યાની મા અથાલ્યાને+ ખબર પડી કે તેના દીકરાનું મરણ થયું છે. એટલે તેણે જઈને યહૂદાના આખા રાજવંશનો સંહાર કરી નાખ્યો.+ ૧૧ પણ રાજકુમારોની કતલ થતી હતી ત્યારે, યહોરામ+ રાજાની દીકરી યહોશાબઆથે અહાઝ્યા રાજાના દીકરાઓમાંથી યહોઆશને+ ચોરીછૂપીથી લઈ લીધો. તેણે યહોઆશ અને તેની ધાવ માને સૂવાના ઓરડામાં છુપાવી દીધા. તેણે તેને અથાલ્યાથી સંતાડી રાખ્યો અને મોતના મોંમાંથી બચાવી લીધો.+ (યહોશાબઆથ યહોયાદા+ યાજકની પત્ની અને અહાઝ્યાની બહેન હતી.) ૧૨ યહોઆશ છ વર્ષ તેઓ સાથે રહ્યો. તેને સાચા ઈશ્વરના મંદિરમાં સંતાડી રાખવામાં આવ્યો. એ સમયે દેશમાં અથાલ્યા રાણી રાજ કરતી હતી.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો