વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૨ રાજાઓ ૨૦
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

૨ રાજાઓ મુખ્ય વિચારો

      • હિઝકિયાની બીમારી અને સાજો કરાયો (૧-૧૧)

      • બાબેલોનથી આવેલા માણસો (૧૨-૧૯)

      • હિઝકિયાનું મરણ (૨૦, ૨૧)

૨ રાજાઓ ૨૦:૧

ફૂટનોટ

  • *

    અથવા, “મહેલ.”

એને લગતી કલમો

  • +૨કા ૩૨:૨૪
  • +યશા ૩૮:૧-૩

૨ રાજાઓ ૨૦:૩

એને લગતી કલમો

  • +૨કા ૩૧:૨૦, ૨૧; ગી ૨૫:૭; ૧૧૯:૪૯

૨ રાજાઓ ૨૦:૪

એને લગતી કલમો

  • +યશા ૩૮:૪-૬

૨ રાજાઓ ૨૦:૫

એને લગતી કલમો

  • +ગી ૩૯:૧૨
  • +પુન ૩૨:૩૯; ગી ૪૧:૩; ૧૦૩:૩; ૧૪૭:૩
  • +ગી ૬૬:૧૩; ૧૧૬:૧૨-૧૪

૨ રાજાઓ ૨૦:૬

એને લગતી કલમો

  • +૨કા ૩૨:૨૨; યશા ૧૦:૨૪
  • +૨રા ૧૯:૩૪; યશા ૩૭:૩૫

૨ રાજાઓ ૨૦:૭

એને લગતી કલમો

  • +યશા ૩૮:૨૧, ૨૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧૫/૨૦૦૩, પાન ૨૫

૨ રાજાઓ ૨૦:૮

એને લગતી કલમો

  • +ન્યા ૬:૧૭; યશા ૭:૧૧

૨ રાજાઓ ૨૦:૯

ફૂટનોટ

  • *

    કદાચ આ દાદર સૂર્ય-ઘડિયાળની જેમ સમય જોવા વપરાતો હતો.

એને લગતી કલમો

  • +યશા ૩૮:૭, ૮

૨ રાજાઓ ૨૦:૧૧

એને લગતી કલમો

  • +યહો ૧૦:૧૨; ૨કા ૩૨:૩૧

૨ રાજાઓ ૨૦:૧૨

એને લગતી કલમો

  • +યશા ૩૯:૧, ૨

૨ રાજાઓ ૨૦:૧૩

ફૂટનોટ

  • *

    અથવા, “માણસોનું સાંભળ્યું.”

  • *

    શબ્દસૂચિમાં “સુગંધી દ્રવ્ય” જુઓ.

એને લગતી કલમો

  • +૨કા ૩૨:૨૭

૨ રાજાઓ ૨૦:૧૪

એને લગતી કલમો

  • +યશા ૩૯:૩, ૪

૨ રાજાઓ ૨૦:૧૬

એને લગતી કલમો

  • +યશા ૩૯:૫-૭

૨ રાજાઓ ૨૦:૧૭

એને લગતી કલમો

  • +૨રા ૨૪:૧૨, ૧૩; ૨૫:૧૩; ૨કા ૩૬:૭, ૧૮; યર્મિ ૨૭:૨૧, ૨૨; દા ૧:૨

૨ રાજાઓ ૨૦:૧૮

એને લગતી કલમો

  • +૨રા ૨૪:૧૨
  • +દા ૧:૧૯; ૨:૪૯

૨ રાજાઓ ૨૦:૧૯

ફૂટનોટ

  • *

    અથવા, “સચ્ચાઈ.”

એને લગતી કલમો

  • +ગી ૧૪૧:૫
  • +યશા ૩૯:૮

૨ રાજાઓ ૨૦:૨૦

એને લગતી કલમો

  • +૨કા ૩૨:૩૦
  • +યોહ ૯:૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧૫/૧૯૯૭, પાન ૯-૧૦

    ૮/૧૫/૧૯૯૬, પાન ૪

    સજાગ બનો!,

    ૭/૮/૧૯૯૬, પાન ૨૯

૨ રાજાઓ ૨૦:૨૧

એને લગતી કલમો

  • +૧રા ૨:૧૦
  • +૨રા ૨૧:૧૬; ૨૩:૨૬; ૨કા ૩૩:૧૧-૧૩
  • +૨કા ૩૨:૩૩

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

૨ રાજા. ૨૦:૧૨કા ૩૨:૨૪
૨ રાજા. ૨૦:૧યશા ૩૮:૧-૩
૨ રાજા. ૨૦:૩૨કા ૩૧:૨૦, ૨૧; ગી ૨૫:૭; ૧૧૯:૪૯
૨ રાજા. ૨૦:૪યશા ૩૮:૪-૬
૨ રાજા. ૨૦:૫ગી ૩૯:૧૨
૨ રાજા. ૨૦:૫પુન ૩૨:૩૯; ગી ૪૧:૩; ૧૦૩:૩; ૧૪૭:૩
૨ રાજા. ૨૦:૫ગી ૬૬:૧૩; ૧૧૬:૧૨-૧૪
૨ રાજા. ૨૦:૬૨કા ૩૨:૨૨; યશા ૧૦:૨૪
૨ રાજા. ૨૦:૬૨રા ૧૯:૩૪; યશા ૩૭:૩૫
૨ રાજા. ૨૦:૭યશા ૩૮:૨૧, ૨૨
૨ રાજા. ૨૦:૮ન્યા ૬:૧૭; યશા ૭:૧૧
૨ રાજા. ૨૦:૯યશા ૩૮:૭, ૮
૨ રાજા. ૨૦:૧૧યહો ૧૦:૧૨; ૨કા ૩૨:૩૧
૨ રાજા. ૨૦:૧૨યશા ૩૯:૧, ૨
૨ રાજા. ૨૦:૧૩૨કા ૩૨:૨૭
૨ રાજા. ૨૦:૧૪યશા ૩૯:૩, ૪
૨ રાજા. ૨૦:૧૬યશા ૩૯:૫-૭
૨ રાજા. ૨૦:૧૭૨રા ૨૪:૧૨, ૧૩; ૨૫:૧૩; ૨કા ૩૬:૭, ૧૮; યર્મિ ૨૭:૨૧, ૨૨; દા ૧:૨
૨ રાજા. ૨૦:૧૮૨રા ૨૪:૧૨
૨ રાજા. ૨૦:૧૮દા ૧:૧૯; ૨:૪૯
૨ રાજા. ૨૦:૧૯ગી ૧૪૧:૫
૨ રાજા. ૨૦:૧૯યશા ૩૯:૮
૨ રાજા. ૨૦:૨૦૨કા ૩૨:૩૦
૨ રાજા. ૨૦:૨૦યોહ ૯:૧૧
૨ રાજા. ૨૦:૨૧૧રા ૨:૧૦
૨ રાજા. ૨૦:૨૧૨રા ૨૧:૧૬; ૨૩:૨૬; ૨કા ૩૩:૧૧-૧૩
૨ રાજા. ૨૦:૨૧૨કા ૩૨:૩૩
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
૨ રાજાઓ ૨૦:૧-૨૧

બીજો રાજાઓ

૨૦ એ સમયમાં હિઝકિયા બીમાર પડ્યો અને મરવાની અણીએ હતો.+ આમોઝના દીકરા યશાયા પ્રબોધકે આવીને તેને કહ્યું: “યહોવા કહે છે, ‘તારા કુટુંબ* માટે બધી ગોઠવણ કરી લે. તું સાજો થવાનો નથી, તારું મરણ થશે.’”+ ૨ એ સાંભળીને હિઝકિયાએ દીવાલ તરફ મોં ફેરવીને યહોવાને પ્રાર્થના કરી: ૩ “હે યહોવા, હું તમને કાલાવાલા કરું છું. કૃપા કરીને યાદ કરો કે હું પૂરી વફાદારીથી અને પૂરા દિલથી તમારી આગળ ચાલ્યો છું. તમારી નજરમાં જે ખરું છે, એ જ મેં કર્યું છે.”+ એમ કહીને હિઝકિયા ધ્રૂસકે ને ધ્રૂસકે રડવા લાગ્યો.

૪ યશાયા હજુ તો મહેલના વચલા આંગણામાં પહોંચે એ પહેલાં યહોવાએ તેને આ સંદેશો આપ્યો:+ ૫ “મારા લોકોના આગેવાન હિઝકિયા પાસે પાછો જા અને તેને કહે, ‘તારા પૂર્વજ દાઉદના ઈશ્વર યહોવા આમ કહે છે: “મેં તારી પ્રાર્થના સાંભળી છે. મેં તારાં આંસુ જોયાં છે.+ હું તને સાજો કરું છું.+ ત્રીજા દિવસે તું યહોવાના મંદિરે જઈશ.+ ૬ હું તારા જીવનમાં ૧૫ વર્ષ ઉમેરીશ. હું તને અને આ શહેરને આશ્શૂરના રાજાના હાથમાંથી બચાવીશ.+ મારા માટે અને મારા સેવક દાઉદ માટે હું આ શહેરની રક્ષા કરીશ.”’”+

૭ પછી યશાયાએ કહ્યું: “અંજીરનું એક ચકતું લાવો.” તેના સેવકો એ લાવ્યા અને હિઝકિયાના ગૂમડા પર લગાડ્યું. પછી તે ધીમે ધીમે સાજો થઈ ગયો.+

૮ હિઝકિયાએ યશાયાને પૂછ્યું હતું: “યહોવા મને સાજો કરશે અને ત્રીજા દિવસે હું યહોવાના મંદિરે જઈશ એની નિશાની શું છે?”+ ૯ યશાયાએ જવાબ આપ્યો હતો: “યહોવા જે બોલ્યા છે એ પૂરું કરશે જ, એની યહોવા તરફથી આ નિશાની છે: બોલ, દાદર* પરનો પડછાયો દસ પગથિયાં આગળ જાય કે પાછળ?”+ ૧૦ હિઝકિયાએ જવાબ આપ્યો હતો: “પડછાયો દસ પગથિયાં આગળ જાય એ તો સહેલું છે, પણ એ પાછો હટી શકતો નથી.” ૧૧ યશાયા પ્રબોધકે યહોવાને વિનંતી કરી. એટલે તેમણે આહાઝના દાદર પરનો પડછાયો પગથિયાં પર જ્યાં હતો, ત્યાંથી દસ પગથિયાં પાછો હટાવ્યો.+

૧૨ એ સમયે બાલઅદાનના દીકરા, એટલે કે બાબેલોનના રાજા બરોદાખ-બાલઅદાને સાંભળ્યું હતું કે હિઝકિયા બીમાર હતો. એટલે તેણે હિઝકિયાને પત્રો અને ભેટ મોકલ્યાં.+ ૧૩ હિઝકિયાએ તેના માણસોનો આવકાર કર્યો* અને તેઓને પોતાનો આખો ભંડાર બતાવી દીધો.+ તેણે સોનું-ચાંદી, સુગંધી તેલ,* મૂલ્યવાન તેલ, હથિયારોનો ભંડાર અને પોતાના ભંડારોમાં જે કંઈ હતું એ બધું જ બતાવી દીધું. હિઝકિયાના મહેલમાં અને તેના આખા રાજમાં એવું કંઈ ન હતું, જે બતાવવાનું તેણે બાકી રાખ્યું હોય.

૧૪ યશાયા પ્રબોધકે હિઝકિયા રાજા પાસે આવીને પૂછ્યું: “એ માણસોએ શું કહ્યું? તેઓ ક્યાંથી આવ્યા હતા?” હિઝકિયાએ કહ્યું: “તેઓ દૂર દેશ બાબેલોનથી આવ્યા હતા.”+ ૧૫ યશાયાએ પૂછ્યું: “તેઓએ તમારા મહેલમાં શું જોયું?” હિઝકિયાએ જવાબ આપ્યો: “તેઓએ મારા મહેલમાં બધું જ જોયું. મારા ભંડારોમાં એવું કશું જ નથી જે મેં બતાવ્યું ન હોય.”

૧૬ યશાયાએ હિઝકિયાને કહ્યું, “યહોવાનો આ સંદેશો સાંભળો:+ ૧૭ ‘એવો સમય આવે છે જ્યારે તમારા મહેલમાંથી બધું જ બાબેલોન લઈ જવાશે. તમારા બાપદાદાઓએ આજ સુધી જે કંઈ ભેગું કર્યું છે, એ બધું પણ લઈ જવાશે.+ હા, કંઈ જ બાકી રહેશે નહિ,’ એવું યહોવા કહે છે. ૧૮ ‘તમને જે દીકરાઓ થશે, એમાંના અમુકને બાબેલોન લઈ જવાશે.+ તેઓ બાબેલોનના રાજાના મહેલમાં દરબારીઓ બનશે.’”+

૧૯ હિઝકિયાએ યશાયાને કહ્યું: “યહોવાનો જે સંદેશો તમે જણાવ્યો એ યોગ્ય છે.”+ પછી તેણે કહ્યું: “હું જીવું ત્યાં સુધી શાંતિ અને સલામતી* રહે તો બસ છે.”+

૨૦ હિઝકિયાનો બાકીનો ઇતિહાસ યહૂદાના રાજાઓના ઇતિહાસના પુસ્તકમાં લખેલો છે. તેનાં બધાં પરાક્રમી કામો વિશે ને શહેરમાં પાણી લાવવા+ તેણે બનાવેલાં તળાવ+ અને નહેર વિશે એમાં જણાવ્યું છે. ૨૧ પછી હિઝકિયા ગુજરી ગયો.+ તેનો દીકરો મનાશ્શા+ તેની જગ્યાએ રાજા બન્યો.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો