વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૨ કાળવૃત્તાંત ૨૫
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

૨ કાળવૃત્તાંત મુખ્ય વિચારો

      • યહૂદાનો રાજા અમાઝ્યા (૧-૪)

      • અદોમ સાથે યુદ્ધ (૫-૧૩)

      • અમાઝ્યાએ કરેલી મૂર્તિપૂજા (૧૪-૧૬)

      • ઇઝરાયેલના રાજા યહોઆશ સામે યુદ્ધ (૧૭-૨૪)

      • અમાઝ્યાનું મરણ (૨૫-૨૮)

૨ કાળવૃત્તાંત ૨૫:૧

એને લગતી કલમો

  • +૨રા ૧૪:૧-૬

૨ કાળવૃત્તાંત ૨૫:૩

એને લગતી કલમો

  • +૨કા ૨૪:૨૬

૨ કાળવૃત્તાંત ૨૫:૪

એને લગતી કલમો

  • +પુન ૨૪:૧૬

૨ કાળવૃત્તાંત ૨૫:૫

ફૂટનોટ

  • *

    મૂળ, “પસંદ કરેલા.”

એને લગતી કલમો

  • +૧શ ૮:૧૧, ૧૨
  • +ગણ ૧:૨, ૩

૨ કાળવૃત્તાંત ૨૫:૬

ફૂટનોટ

  • *

    એક તાલંત એટલે ૩૪.૨ કિ.ગ્રા. વધારે માહિતી ખ-૧૪ જુઓ.

૨ કાળવૃત્તાંત ૨૫:૭

એને લગતી કલમો

  • +૨કા ૧૯:૨

૨ કાળવૃત્તાંત ૨૫:૮

એને લગતી કલમો

  • +૨કા ૧૪:૧૧; ૨૦:૬

૨ કાળવૃત્તાંત ૨૫:૯

એને લગતી કલમો

  • +૧શ ૨:૭; ની ૧૦:૨૨; હાગ ૨:૮

૨ કાળવૃત્તાંત ૨૫:૧૧

એને લગતી કલમો

  • +૨શ ૮:૧૩; ગી ૬૦:મથાળું
  • +૨રા ૧૪:૭; ૨કા ૨૦:૧૦, ૧૧

૨ કાળવૃત્તાંત ૨૫:૧૩

એને લગતી કલમો

  • +૨કા ૨૫:૯
  • +૧રા ૧૬:૨૯
  • +૨કા ૮:૩, ૫

૨ કાળવૃત્તાંત ૨૫:૧૪

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૦:૩, ૫; પુન ૭:૨૫; ૨કા ૨૮:૨૨, ૨૩

૨ કાળવૃત્તાંત ૨૫:૧૫

એને લગતી કલમો

  • +૨કા ૨૪:૨૦; ગી ૧૧૫:૮; યર્મિ ૨:૫; ૧૦:૫

૨ કાળવૃત્તાંત ૨૫:૧૬

એને લગતી કલમો

  • +યશા ૩૦:૧૦
  • +૨કા ૧૬:૧૦; ૧૮:૨૫, ૨૬
  • +૧શ ૨:૨૫; ની ૨૯:૧

૨ કાળવૃત્તાંત ૨૫:૧૭

એને લગતી કલમો

  • +૨રા ૧૪:૮-૧૦

૨ કાળવૃત્તાંત ૨૫:૧૯

ફૂટનોટ

  • *

    અથવા, “મહેલમાં.”

એને લગતી કલમો

  • +૨કા ૨૫:૧૧

૨ કાળવૃત્તાંત ૨૫:૨૦

એને લગતી કલમો

  • +૨રા ૧૪:૧૧-૧૪
  • +૨કા ૨૫:૧૪
  • +૨કા ૨૨:૭

૨ કાળવૃત્તાંત ૨૫:૨૧

એને લગતી કલમો

  • +યહો ૨૧:૮, ૧૬; ૧શ ૬:૧૯

૨ કાળવૃત્તાંત ૨૫:૨૨

ફૂટનોટ

  • *

    મૂળ, “તંબુએ.”

૨ કાળવૃત્તાંત ૨૫:૨૩

ફૂટનોટ

  • *

    અહાઝ્યા પણ કહેવાતો.

  • *

    આશરે ૧૭૮ મી. (૫૮૪ ફૂટ). વધારે માહિતી ખ-૧૪ જુઓ.

એને લગતી કલમો

  • +નહે ૮:૧૬; ૧૨:૩૮, ૩૯
  • +૨કા ૨૬:૯; યર્મિ ૩૧:૩૮; ઝખા ૧૪:૧૦

૨ કાળવૃત્તાંત ૨૫:૨૪

ફૂટનોટ

  • *

    અથવા, “ઓબેદ-અદોમની દેખરેખ નીચેનાં.”

એને લગતી કલમો

  • +૧રા ૭:૫૧; ૧૫:૧૮; ૨રા ૨૪:૧૨, ૧૩; ૨૫:૧૩-૧૫; ૨કા ૧૨:૯

૨ કાળવૃત્તાંત ૨૫:૨૫

એને લગતી કલમો

  • +૨રા ૧૪:૧૭-૨૦
  • +૨રા ૧૩:૧૦
  • +૨રા ૧૪:૧

૨ કાળવૃત્તાંત ૨૫:૨૭

એને લગતી કલમો

  • +૨રા ૧૨:૨૦; ૧૫:૮, ૧૦; ૨૧:૨૩

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

૨ કાળ. ૨૫:૧૨રા ૧૪:૧-૬
૨ કાળ. ૨૫:૩૨કા ૨૪:૨૬
૨ કાળ. ૨૫:૪પુન ૨૪:૧૬
૨ કાળ. ૨૫:૫૧શ ૮:૧૧, ૧૨
૨ કાળ. ૨૫:૫ગણ ૧:૨, ૩
૨ કાળ. ૨૫:૭૨કા ૧૯:૨
૨ કાળ. ૨૫:૮૨કા ૧૪:૧૧; ૨૦:૬
૨ કાળ. ૨૫:૯૧શ ૨:૭; ની ૧૦:૨૨; હાગ ૨:૮
૨ કાળ. ૨૫:૧૧૨શ ૮:૧૩; ગી ૬૦:મથાળું
૨ કાળ. ૨૫:૧૧૨રા ૧૪:૭; ૨કા ૨૦:૧૦, ૧૧
૨ કાળ. ૨૫:૧૩૨કા ૨૫:૯
૨ કાળ. ૨૫:૧૩૧રા ૧૬:૨૯
૨ કાળ. ૨૫:૧૩૨કા ૮:૩, ૫
૨ કાળ. ૨૫:૧૪નિર્ગ ૨૦:૩, ૫; પુન ૭:૨૫; ૨કા ૨૮:૨૨, ૨૩
૨ કાળ. ૨૫:૧૫૨કા ૨૪:૨૦; ગી ૧૧૫:૮; યર્મિ ૨:૫; ૧૦:૫
૨ કાળ. ૨૫:૧૬યશા ૩૦:૧૦
૨ કાળ. ૨૫:૧૬૨કા ૧૬:૧૦; ૧૮:૨૫, ૨૬
૨ કાળ. ૨૫:૧૬૧શ ૨:૨૫; ની ૨૯:૧
૨ કાળ. ૨૫:૧૭૨રા ૧૪:૮-૧૦
૨ કાળ. ૨૫:૧૯૨કા ૨૫:૧૧
૨ કાળ. ૨૫:૨૦૨રા ૧૪:૧૧-૧૪
૨ કાળ. ૨૫:૨૦૨કા ૨૫:૧૪
૨ કાળ. ૨૫:૨૦૨કા ૨૨:૭
૨ કાળ. ૨૫:૨૧યહો ૨૧:૮, ૧૬; ૧શ ૬:૧૯
૨ કાળ. ૨૫:૨૩નહે ૮:૧૬; ૧૨:૩૮, ૩૯
૨ કાળ. ૨૫:૨૩૨કા ૨૬:૯; યર્મિ ૩૧:૩૮; ઝખા ૧૪:૧૦
૨ કાળ. ૨૫:૨૪૧રા ૭:૫૧; ૧૫:૧૮; ૨રા ૨૪:૧૨, ૧૩; ૨૫:૧૩-૧૫; ૨કા ૧૨:૯
૨ કાળ. ૨૫:૨૫૨રા ૧૪:૧૭-૨૦
૨ કાળ. ૨૫:૨૫૨રા ૧૩:૧૦
૨ કાળ. ૨૫:૨૫૨રા ૧૪:૧
૨ કાળ. ૨૫:૨૭૨રા ૧૨:૨૦; ૧૫:૮, ૧૦; ૨૧:૨૩
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
૨ કાળવૃત્તાંત ૨૫:૧-૨૮

બીજો કાળવૃત્તાંત

૨૫ અમાઝ્યા રાજા બન્યો ત્યારે ૨૫ વર્ષનો હતો. તેણે યરૂશાલેમમાં ૨૯ વર્ષ રાજ કર્યું. તેની માનું નામ યહોઆદ્દાન હતું અને તે યરૂશાલેમની હતી.+ ૨ યહોવાની નજરમાં જે ખરું હતું એ અમાઝ્યા કરતો રહ્યો, પણ પૂરા દિલથી નહિ. ૩ અમાઝ્યાના હાથમાં રાજ્ય સ્થિર થયું કે તરત તેણે પોતાના પિતાની, એટલે કે રાજાની કતલ કરનારા તેના ચાકરોને મારી નાખ્યા.+ ૪ પણ તેણે તેઓના દીકરાઓને મારી નાખ્યા નહિ, કેમ કે મૂસાના નિયમશાસ્ત્રમાં યહોવાએ આ આજ્ઞા આપી હતી: “દીકરાઓનાં પાપ માટે પિતાઓને મારી ન નાખો અને પિતાઓનાં પાપ માટે દીકરાઓને મારી ન નાખો. જે માણસ પાપ કરે, તે જ માર્યો જાય.”+

૫ અમાઝ્યાએ યહૂદાના લોકોને ભેગા કર્યા. તેણે યહૂદા અને બિન્યામીનના લોકોને પિતાનાં કુટુંબો પ્રમાણે ઊભા રાખ્યા. હજાર હજારના મુખીઓ અને સો સોના મુખીઓ તેઓના આગેવાનો હતા.+ તેણે ૨૦ વર્ષ કે એનાથી વધારે ઉંમરના બધાની ગણતરી કરી.+ તેઓ લશ્કરની તાલીમ પામેલા* ૩,૦૦,૦૦૦ લડવૈયાઓ હતા. તેઓ ભાલા અને મોટી ઢાલ વાપરી શકતા હતા. ૬ તેણે ઇઝરાયેલને ૧૦૦ તાલંત* ચાંદી આપીને ૧,૦૦,૦૦૦ શૂરવીર યોદ્ધાઓ ભાડે રાખ્યા. ૭ પણ સાચા ઈશ્વરના એક ભક્તે આવીને તેને કહ્યું: “હે રાજા, તમારી સાથે ઇઝરાયેલના લશ્કરને ન લઈ જતા. યહોવા ઇઝરાયેલ સાથે નથી,+ એફ્રાઈમના એકેય માણસ સાથે નથી. ૮ તમે એકલા યુદ્ધમાં જાઓ અને હિંમતથી લડો. એમ નહિ કરો તો સાચા ઈશ્વર તમારા દુશ્મન આગળ તમને હરાવશે. તેમની પાસે મદદ કરવાની અને હરાવવાની તાકાત છે.”+ ૯ આ સાંભળીને અમાઝ્યાએ સાચા ઈશ્વરના માણસને કહ્યું: “પણ મેં ઇઝરાયેલના લશ્કરને ૧૦૦ તાલંત આપ્યા એનું શું?” સાચા ઈશ્વરના માણસે જવાબ આપ્યો: “યહોવા પાસે તમને એનાથી પણ ઘણું વધારે આપવાની શક્તિ છે.”+ ૧૦ એટલે અમાઝ્યાએ એફ્રાઈમથી આવેલા લશ્કરને પાછું પોતપોતાનાં ઘરે મોકલી દીધું. પણ તેઓને યહૂદા પર ભારે ગુસ્સો ચઢ્યો. તેઓ ક્રોધથી તપી ઊઠીને પોતપોતાનાં ઘરે પાછા આવ્યા.

૧૧ પછી અમાઝ્યા હિંમત ભેગી કરીને પોતાના લશ્કર સાથે મીઠાની ખીણ તરફ ચાલી નીકળ્યો.+ ત્યાં તેણે સેઈરના ૧૦,૦૦૦ માણસોની કતલ કરી.+ ૧૨ યહૂદાના માણસોએ બીજા ૧૦,૦૦૦ને જીવતા પકડ્યા અને તેઓને ખડકની ટોચ પર લઈ ગયા. તેઓએ ખડકની ટોચ પરથી તેઓને નીચે ફેંકી દીધા. તેઓ ખડકો પર પછડાઈને મરી ગયા. ૧૩ અમાઝ્યાએ લશ્કરના જે માણસોને યુદ્ધમાં લઈ જવાને બદલે પાછા મોકલી આપ્યા હતા,+ તેઓ યહૂદાનાં શહેરોમાં લૂંટફાટ કરવા લાગ્યા. તેઓએ સમરૂનથી+ છેક બેથ-હોરોન+ સુધી લૂંટ ચલાવી. તેઓએ ૩,૦૦૦ માણસોને મારી નાખ્યા અને ઘણી લૂંટ લઈ ગયા.

૧૪ પણ અમાઝ્યા જ્યારે અદોમીઓનો સંહાર કરીને પાછો આવ્યો, ત્યારે પોતાની સાથે સેઈરના માણસોના દેવો પણ લેતો આવ્યો. એ દેવોને તેણે પોતાના દેવો બનાવ્યા.+ તે તેઓને નમન કરવા લાગ્યો, તેઓની આગળ આગમાં બલિદાનો ચઢાવવા લાગ્યો. ૧૫ એટલે અમાઝ્યા પર યહોવાનો કોપ ભભૂકી ઊઠ્યો. તેમણે એક પ્રબોધકને મોકલીને કહ્યું: “જે દેવો પોતાના લોકોને તારા હાથમાંથી બચાવી શક્યા નથી, એવા દેવોને તું કેમ ભજે છે?”+ ૧૬ હજુ તે બોલતો હતો એવામાં રાજા વચ્ચે તાડૂકી ઊઠ્યો: “ચૂપ રહે!+ રાજાને સલાહ આપવાનું તને કોણે કહ્યું?+ શું તારે મરવું છે?” પ્રબોધકે કહ્યું: “તું મૂર્તિઓને ભજે છે અને તેં મારી સલાહ માની નથી. એટલે ઈશ્વરે તારો વિનાશ કરવાનું નક્કી કર્યું છે.”+ પછી પ્રબોધક કંઈ બોલ્યો નહિ.

૧૭ યહૂદાના રાજા અમાઝ્યાએ પોતાના સલાહકારો સાથે વાતચીત કરી. પછી તેણે ઇઝરાયેલના રાજા યહોઆશને સંદેશો મોકલ્યો, જે યહોઆહાઝનો દીકરો અને યેહૂનો પૌત્ર હતો. અમાઝ્યાએ કહ્યું: “આવી જા યુદ્ધના મેદાનમાં!”+ ૧૮ ઇઝરાયેલના રાજા યહોઆશે યહૂદાના રાજા અમાઝ્યાને જવાબ આપ્યો: “લબાનોનના ઝાંખરાએ લબાનોનના દેવદારને સંદેશો મોકલ્યો: ‘મારા દીકરા સાથે તારી દીકરી પરણાવ.’ પણ લબાનોનનું એક જંગલી જાનવર ત્યાંથી પસાર થયું અને ઝાંખરાને કચડી નાખ્યું. ૧૯ તેં ધાર્યું કે ‘મેં તો અદોમને હરાવી દીધું છે!’+ એટલે તું ફુલાઈ ગયો છે અને પોતાને કંઈક સમજી બેઠો છે. પણ છાનોમાનો તારા ઘરમાં* બેસી રહે. શા માટે તું આફત વહોરી લે છે અને તારી સાથે યહૂદાનો પણ વિનાશ નોતરે છે?”

૨૦ પણ અમાઝ્યા માન્યો નહિ.+ તે અને તેના લોકો અદોમના દેવોને ભજતા હોવાથી,+ સાચા ઈશ્વર તેઓને દુશ્મનોના હાથમાં સોંપી દેવાના હતા.+ ૨૧ એટલે ઇઝરાયેલનો રાજા યહોઆશ લડવા નીકળી પડ્યો. તે અને યહૂદાનો રાજા અમાઝ્યા યહૂદાના બેથ-શેમેશમાં સામસામે યુદ્ધે ચઢ્યા.+ ૨૨ ઇઝરાયેલીઓએ યહૂદાના લોકોને હરાવ્યા અને એના સૈનિકો પોતપોતાનાં ઘરે* નાસી છૂટ્યા. ૨૩ ઇઝરાયેલના રાજા યહોઆશે યહૂદાના રાજા અમાઝ્યાને બેથ-શેમેશમાં પકડ્યો. અમાઝ્યા યહોઆશનો દીકરો અને યહોઆહાઝનો* પૌત્ર હતો. પછી યહોઆશ તેને યરૂશાલેમ લઈ આવ્યો. યહોઆશે યરૂશાલેમની દીવાલનો અમુક ભાગ તોડી પાડ્યો. એ ભાગ એફ્રાઈમના દરવાજાથી+ ખૂણાના દરવાજા+ સુધી ૪૦૦ હાથ* હતો. ૨૪ યહોઆશે સાચા ઈશ્વરના મંદિરમાંથી ઓબેદ-અદોમની સાથે સાથે* સોના-ચાંદી અને બધાં વાસણો લઈ લીધાં. તે રાજમહેલના ભંડારો પણ લૂંટી ગયો.+ પછી તે કેદીઓને લઈને સમરૂન ચાલ્યો ગયો.

૨૫ ઇઝરાયેલના રાજા યહોઆહાઝના દીકરા+ યહોઆશના+ મરણ પછી, યહૂદાનો રાજા યહોઆશનો દીકરો અમાઝ્યા+ ૧૫ વર્ષ જીવ્યો. ૨૬ શરૂઆતથી લઈને અંત સુધીનો અમાઝ્યાનો બાકીનો ઇતિહાસ યહૂદાના અને ઇઝરાયેલના રાજાઓના પુસ્તકમાં લખેલો છે. ૨૭ અમાઝ્યા યહોવાના માર્ગમાંથી ભટકી ગયો ત્યારથી, યરૂશાલેમમાં લોકોએ તેની વિરુદ્ધ કાવતરું ઘડ્યું.+ એટલે તે લાખીશ શહેર ભાગી ગયો. તેઓએ ત્યાં પણ તેની પાછળ માણસો મોકલ્યા અને તેને મારી નાખ્યો. ૨૮ તેઓ તેને ઘોડા પર નાખીને લઈ આવ્યા અને તેને તેના બાપદાદાઓની જેમ યહૂદામાં દફનાવવામાં આવ્યો.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો