ગીતશાસ્ત્ર
સંગીત સંચાલક માટે સૂચન: તારવાળાં વાજિંત્રો સાથે ગાવું. દાઉદનું ગીત.
૬૧ હે ઈશ્વર, મદદ માટેનો મારો પોકાર સાંભળો.
મારી પ્રાર્થના પર ધ્યાન આપો.+
તમે મને ઊંચા ખડક પર દોરી જજો.+
૩ તમે મારો આશરો છો,
તમે મજબૂત કિલ્લો છો અને દુશ્મનોથી મારી રક્ષા કરો છો.+
૪ હું તમારા મંડપમાં કાયમ માટે મહેમાન બનીશ.+
હું તમારી પાંખોની છાયામાં આશરો લઈશ.+ (સેલાહ)
૫ હે ભગવાન, તમે મારી માનતાઓ સાંભળી છે.
તમે મને એ વારસો આપ્યો છે, જે તમારા નામનો ભય રાખનારાઓને મળે છે.+
૬ તમે રાજાને લાંબી ઉંમર આપશો.+
તે પેઢીઓની પેઢીઓ જીવશે.
૭ ઈશ્વરની આગળ તે સદાને માટે રાજગાદીએ બેસશે.+
તમારો અતૂટ પ્રેમ અને તમારી વફાદારી રાજાનું રક્ષણ કરો.+