યશાયા
૬૨ સિયોનને લીધે હું ચૂપચાપ બેસી રહીશ નહિ,+
યરૂશાલેમને લીધે હું છાનો બેસી રહીશ નહિ.
જ્યાં સુધી તેની સચ્ચાઈ ઝગમગતી રોશનીની જેમ પ્રકાશી ન ઊઠે+
અને તેનો ઉદ્ધાર સળગતી મશાલની જેમ ઝળહળી ન ઊઠે,+ ત્યાં સુધી હું શાંત રહીશ નહિ.
ખુદ યહોવાના મોંમાંથી નીકળેલા
નવા નામથી તું ઓળખાશે.+
૩ તું યહોવાના હાથમાં સુંદર તાજ બનીશ,
હા, તારા ઈશ્વરના હાથમાં રાજમુગટ બનીશ.
પણ ‘તેનામાં મારો આનંદ છે’ એમ તને બોલાવવામાં આવશે.+
તારી ભૂમિ ‘પરણેલી’ કહેવાશે.
યહોવા તારા લીધે આનંદ કરશે
અને તારી ભૂમિ પરણેલી સ્ત્રી જેવી કહેવાશે.
૫ જેમ કોઈ વરરાજા કુંવારી કન્યા સાથે લગ્ન કરે,
તેમ તારા રહેવાસીઓ તારી સાથે લગ્ન કરશે.
જેમ કુંવારી કન્યાને પરણેલો વરરાજા ફૂલ્યો ન સમાય,
તેમ તારા ઈશ્વર તારા લીધે ફૂલ્યા નહિ સમાય.+
૬ હે યરૂશાલેમ, મેં તારી દીવાલો પર ચોકીદાર ઠરાવ્યા છે.
તેઓ રાત-દિવસ જરાય ચૂપ નહિ રહે.
હે યહોવાનો જયજયકાર કરનારાઓ,
તમે છાના રહેશો નહિ.
૭ તે યરૂશાલેમને મજબૂત ન કરે ત્યાં સુધી,
હા, પૃથ્વી પર એની વાહ વાહ ન થાય ત્યાં સુધી તેમને પોકારતા રહો.”+
૮ યહોવાએ જમણા હાથે, પોતાના શક્તિશાળી હાથે સમ ખાધા છે:
“હવેથી હું તારું અનાજ તારા દુશ્મનોને ખોરાક તરીકે નહિ આપું,
તેં જે નવા દ્રાક્ષદારૂ માટે સખત મહેનત કરી છે, એ પરદેશીઓને પીવા નહિ દઉં.+
૯ પણ અનાજ ભેગું કરનારા એ ખાશે અને યહોવાની સ્તુતિ કરશે.
દ્રાક્ષો ભેગી કરનારા મારા પવિત્ર આંગણામાં એનો દ્રાક્ષદારૂ પીશે.”+
૧૦ બહાર જાઓ, દરવાજામાંથી બહાર જાઓ.
લોકો માટે રસ્તો તૈયાર કરો.+
બાંધો, રાજમાર્ગ બાંધો.
પથ્થરો હટાવી દો.+
૧૧ જુઓ, યહોવાએ ધરતીને ખૂણે ખૂણે આવું જાહેર કર્યું છે:
“સિયોનની દીકરીને કહો,
‘જો, તારો ઉદ્ધાર કરવામાં આવે છે.+
જો, ઈશ્વર ઇનામ આપવા તૈયાર છે,
તે જે મજૂરી આપવાના છે, એ સાથે લઈને આવે છે.’”+
૧૨ તેઓ પવિત્ર લોકો કહેવાશે, જેઓને યહોવાએ છોડાવી લીધા છે.+
તું ‘ત્યાગ કરેલી નહિ, શોધી કાઢેલી નગરી’ કહેવાશે.+