વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • નિર્ગમન ૩૩
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

નિર્ગમન મુખ્ય વિચારો

      • ઈશ્વર ઠપકો આપે છે (૧-૬)

      • છાવણી બહાર મુલાકાતમંડપ (૭-૧૧)

      • યહોવાનું ગૌરવ જોવા મૂસા વિનંતી કરે છે (૧૨-૨૩)

નિર્ગમન ૩૩:૧

એને લગતી કલમો

  • +ઉત ૧૨:૭; ૨૬:૩

નિર્ગમન ૩૩:૨

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૩:૨૦; ૩૨:૩૪
  • +પુન ૭:૧, ૨૨; યહો ૨૪:૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૨૦૪-૨૦૫

નિર્ગમન ૩૩:૩

એને લગતી કલમો

  • +નિર્ગ ૩:૮; પુન ૮:૭-૯
  • +નિર્ગ ૩૨:૯; પુન ૯:૬; પ્રેકા ૭:૫૧
  • +નિર્ગ ૩૨:૧૦; ગણ ૧૬:૨૧

નિર્ગમન ૩૩:૫

એને લગતી કલમો

  • +નિર્ગ ૩૪:૯; પુન ૯:૬; પ્રેકા ૭:૫૧
  • +ગણ ૧૬:૪૫

નિર્ગમન ૩૩:૭

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૮:૨૫, ૨૬; ગણ ૨૭:૧-૫

નિર્ગમન ૩૩:૯

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૩:૨૧; ગી ૯૯:૭
  • +ગણ ૧૧:૧૬, ૧૭; ૧૨:૫

નિર્ગમન ૩૩:૧૧

એને લગતી કલમો

  • +નિર્ગ ૩૩:૨૨, ૨૩; ગણ ૧૨:૮; પુન ૩૪:૧૦; યોહ ૧:૧૮; ૬:૪૬; પ્રેકા ૭:૩૮
  • +ગણ ૧૧:૨૮; પુન ૧:૩૮; યહો ૧:૧
  • +નિર્ગ ૧૭:૯; ૨૪:૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧૫/૨૦૦૪, પાન ૨૭

    ૧૨/૧/૨૦૦૨, પાન ૧૦-૧૧

    ૧૦/૧/૧૯૯૭, પાન ૪-૫

નિર્ગમન ૩૩:૧૨

ફૂટનોટ

  • *

    અથવા, “મેં તને પસંદ કર્યો છે.”

નિર્ગમન ૩૩:૧૩

એને લગતી કલમો

  • +ગી ૨૫:૪; ૨૭:૧૧; ૮૬:૧૧; ૧૧૯:૩૩; યશા ૩૦:૨૧
  • +પુન ૯:૨૬

નિર્ગમન ૩૩:૧૪

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૩:૨૧; ૪૦:૩૪; યહો ૧:૫, ૧૭; યશા ૬૩:૯
  • +યહો ૨૧:૪૪; ૨૩:૧

નિર્ગમન ૩૩:૧૬

એને લગતી કલમો

  • +ગણ ૧૪:૧૩, ૧૪
  • +પુન ૪:૩૪; ૨શ ૭:૨૩; ગી ૧૪૭:૨૦

નિર્ગમન ૩૩:૧૯

એને લગતી કલમો

  • +નિર્ગ ૩:૧૩; ૬:૩; ૩૪:૬
  • +રોમ ૯:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૩/૨૦૧૯, પાન ૨૬

    ચાકીબુરજ,

    ૨/૧/૧૯૯૧, પાન ૪

નિર્ગમન ૩૩:૨૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૬/૧૫/૧૯૯૯, પાન ૧૯-૨૦

નિર્ગમન ૩૩:૨૩

એને લગતી કલમો

  • +યોહ ૧:૧૮

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

નિર્ગ. ૩૩:૧ઉત ૧૨:૭; ૨૬:૩
નિર્ગ. ૩૩:૨નિર્ગ ૨૩:૨૦; ૩૨:૩૪
નિર્ગ. ૩૩:૨પુન ૭:૧, ૨૨; યહો ૨૪:૧૧
નિર્ગ. ૩૩:૩નિર્ગ ૩:૮; પુન ૮:૭-૯
નિર્ગ. ૩૩:૩નિર્ગ ૩૨:૯; પુન ૯:૬; પ્રેકા ૭:૫૧
નિર્ગ. ૩૩:૩નિર્ગ ૩૨:૧૦; ગણ ૧૬:૨૧
નિર્ગ. ૩૩:૫નિર્ગ ૩૪:૯; પુન ૯:૬; પ્રેકા ૭:૫૧
નિર્ગ. ૩૩:૫ગણ ૧૬:૪૫
નિર્ગ. ૩૩:૭નિર્ગ ૧૮:૨૫, ૨૬; ગણ ૨૭:૧-૫
નિર્ગ. ૩૩:૯નિર્ગ ૧૩:૨૧; ગી ૯૯:૭
નિર્ગ. ૩૩:૯ગણ ૧૧:૧૬, ૧૭; ૧૨:૫
નિર્ગ. ૩૩:૧૧નિર્ગ ૩૩:૨૨, ૨૩; ગણ ૧૨:૮; પુન ૩૪:૧૦; યોહ ૧:૧૮; ૬:૪૬; પ્રેકા ૭:૩૮
નિર્ગ. ૩૩:૧૧ગણ ૧૧:૨૮; પુન ૧:૩૮; યહો ૧:૧
નિર્ગ. ૩૩:૧૧નિર્ગ ૧૭:૯; ૨૪:૧૩
નિર્ગ. ૩૩:૧૩ગી ૨૫:૪; ૨૭:૧૧; ૮૬:૧૧; ૧૧૯:૩૩; યશા ૩૦:૨૧
નિર્ગ. ૩૩:૧૩પુન ૯:૨૬
નિર્ગ. ૩૩:૧૪નિર્ગ ૧૩:૨૧; ૪૦:૩૪; યહો ૧:૫, ૧૭; યશા ૬૩:૯
નિર્ગ. ૩૩:૧૪યહો ૨૧:૪૪; ૨૩:૧
નિર્ગ. ૩૩:૧૬ગણ ૧૪:૧૩, ૧૪
નિર્ગ. ૩૩:૧૬પુન ૪:૩૪; ૨શ ૭:૨૩; ગી ૧૪૭:૨૦
નિર્ગ. ૩૩:૧૯નિર્ગ ૩:૧૩; ૬:૩; ૩૪:૬
નિર્ગ. ૩૩:૧૯રોમ ૯:૧૫
નિર્ગ. ૩૩:૨૩યોહ ૧:૧૮
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
નિર્ગમન ૩૩:૧-૨૩

નિર્ગમન

૩૩ યહોવાએ મૂસાને કહ્યું: “તું જે લોકોને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યો હતો, તેઓને લઈને આગળ વધ. એ દેશ તરફ મુસાફરી કર, જે વિશે મેં ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબ આગળ સમ ખાધા હતા કે, ‘હું એ તારા વંશજને આપીશ.’+ ૨ જુઓ, હું તમારા લોકો આગળ મારો દૂત મોકલીશ.+ હું એ દેશમાંથી કનાનીઓ, અમોરીઓ, હિત્તીઓ, પરિઝ્ઝીઓ, હિવ્વીઓ અને યબૂસીઓને હાંકી કાઢીશ.+ ૩ તમે દૂધ-મધની રેલમછેલવાળા દેશમાં જાઓ.+ પણ હું તમારી સાથે નહિ આવું, કેમ કે તમે હઠીલા લોકો છો+ અને કદાચ માર્ગમાં જ હું તમારો નાશ કરી નાખું.”+

૪ જ્યારે લોકોએ એ કડક શબ્દો સાંભળ્યા, ત્યારે તેઓ શોક કરવા લાગ્યા અને કોઈએ પણ પોતાનાં ઘરેણાં પહેર્યાં નહિ. ૫ યહોવાએ મૂસાને કહ્યું: “ઇઝરાયેલીઓને કહે, ‘તમે હઠીલા લોકો છો.+ હું આંખના પલકારામાં તમારી વચ્ચેથી પસાર થઈને તમારો સર્વનાશ કરી શકું છું.+ જ્યાં સુધી હું નક્કી ન કરું કે તમારી સાથે શું કરવું, ત્યાં સુધી પોતાનાં ઘરેણાં પહેરશો નહિ.’” ૬ તેથી ઇઝરાયેલીઓએ હોરેબ પર્વત આગળ પોતાનાં ઘરેણાં કાઢી નાખ્યાં અને ફરી એ પહેર્યાં નહિ.

૭ હવે મૂસાએ પોતાનો તંબુ ઉઠાવ્યો અને છાવણીની બહાર થોડે દૂર લગાવ્યો. તેણે એ તંબુને મુલાકાતમંડપ કહ્યો. લોકો યહોવાની સલાહ લેવા+ છાવણીની બહાર આવેલા એ મુલાકાતમંડપે જતા. ૮ મૂસા એ મંડપ તરફ જતો ત્યારે, લોકો પોતાના તંબુના બારણે ઊભા રહેતા. મૂસા મંડપની અંદર જતો ત્યાં સુધી લોકો તેને જોયા કરતા. ૯ મૂસા જ્યારે મંડપની અંદર જતો અને ઈશ્વર સાથે વાત કરતો, ત્યારે વાદળનો સ્તંભ+ નીચે ઊતરતો અને મંડપના પ્રવેશદ્વાર આગળ ઊભો રહેતો.+ ૧૦ લોકો વાદળના સ્તંભને મંડપના પ્રવેશદ્વાર આગળ જોતા ત્યારે, તેઓ પોતાના તંબુના બારણે જમીન સુધી માથું ટેકવીને નમન કરતા. ૧૧ જેમ એક માણસ બીજા માણસ સાથે વાત કરે, તેમ યહોવાએ મૂસા સાથે મોઢામોઢ વાત કરી.+ મૂસા છાવણીમાં પાછો આવતો ત્યારે, નૂનનો દીકરો યહોશુઆ+ મંડપ આગળથી ખસતો નહિ. યહોશુઆ મૂસાનો સેવક અને મદદગાર હતો.+

૧૨ મૂસાએ યહોવાને કહ્યું: “જુઓ, તમે મને કહો છો કે, ‘આ લોકોને દોર.’ પણ હજી સુધી તમે મને જણાવ્યું નથી કે, તમે મારી સાથે કોને મોકલશો. તમે મને કહ્યું હતું, ‘હું તને નામથી ઓળખું છું* અને તું મારી નજરમાં કૃપા પામ્યો છે.’ ૧૩ હવે જો હું તમારી નજરમાં કૃપા પામ્યો હોઉં, તો મને તમારા માર્ગો વિશે જણાવો,+ જેથી હું તમને ઓળખી શકું અને તમારી નજરમાં કૃપા પામતો રહું. મહેરબાની કરીને યાદ રાખજો કે, આ પ્રજા તમારા જ લોકો છે.”+ ૧૪ એટલે ઈશ્વરે કહ્યું: “હું તારી સાથે આવીશ+ અને હું તને શાંતિ આપીશ.”+ ૧૫ મૂસાએ કહ્યું: “જો તમે અમારી સાથે ન આવવાના હો, તો અમને અહીંથી આગળ મોકલશો નહિ. ૧૬ મને અને તમારા લોકોને કઈ રીતે ખબર પડશે કે અમે તમારી નજરમાં કૃપા પામ્યા છીએ? જો તમે અમારી સાથે આવશો,+ તો જ અમને ખબર પડશે. આ રીતે, અમે જાણી શકીશું કે હું અને તમારા લોકો પૃથ્વી પરની બીજી બધી પ્રજાઓ કરતાં અલગ છીએ.”+

૧૭ યહોવાએ મૂસાને કહ્યું: “તારા કહ્યા પ્રમાણે હું એ પણ કરીશ, કેમ કે તું મારી નજરમાં કૃપા પામ્યો છે અને હું તને નામથી ઓળખું છું.” ૧૮ પછી મૂસાએ કહ્યું: “કૃપા કરીને મને તમારું ગૌરવ બતાવો.” ૧૯ પણ ઈશ્વરે કહ્યું: “હું તને મારી બધી ભલાઈ બતાવીશ અને મારું નામ યહોવા હું તારી આગળ જાહેર કરીશ.+ જેને હું કૃપા બતાવવા ચાહું છું, તેને કૃપા બતાવીશ અને જેને હું દયા બતાવવા ચાહું છું, તેને દયા બતાવીશ.”+ ૨૦ ઈશ્વરે એ પણ કહ્યું: “તું મારું મોં નહિ જોઈ શકે, કેમ કે મારું મોં જોઈને કોઈ માણસ જીવતો રહી શકતો નથી.”

૨૧ યહોવાએ કહ્યું: “મારી નજીક એક ખડક છે, એના પર તું ઊભો રહેજે. ૨૨ જ્યારે મારું ગૌરવ તારી આગળથી પસાર થશે, ત્યારે હું તને ખડકની ફાટમાં રાખીશ. હું પસાર થઈ જાઉં ત્યાં સુધી મારા હાથથી તને ઢાંકી રાખીશ. ૨૩ પછી હું મારો હાથ લઈ લઈશ અને તું મારી પીઠ જોઈ શકીશ. પણ તું મારું મોં નહિ જોઈ શકે.”+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો