એઝરા
૨ બાબેલોનનો રાજા નબૂખાદનેસ્સાર પ્રાંતના* જે લોકોને ગુલામીમાં લઈ ગયો હતો,+ તેઓમાંથી આ લોકો બાબેલોનથી પાછા ફર્યા.+ તેઓ યરૂશાલેમ અને યહૂદામાં પોતપોતાનાં શહેરોમાં પાછા આવ્યા.+ ૨ તેઓ ઝરુબ્બાબેલ,+ યેશૂઆ,+ નહેમ્યા, સરાયા, રએલાયા, મોર્દખાય, બિલ્શાન, મિસ્પાર, બિગ્વાય, રહૂમ અને બાઅનાહ સાથે આવ્યા.
ઇઝરાયેલી માણસોની ગણતરી આ પ્રમાણે હતી:+ ૩ પારોશના દીકરાઓ,* ૨,૧૭૨; ૪ શફાટિયાના દીકરાઓ, ૩૭૨; ૫ આરાહના દીકરાઓ,+ ૭૭૫; ૬ પાહાથ-મોઆબના*+ કુટુંબના યેશૂઆ અને યોઆબના દીકરાઓ, ૨,૮૧૨; ૭ એલામના દીકરાઓ,+ ૧,૨૫૪; ૮ ઝાત્તુના દીકરાઓ,+ ૯૪૫; ૯ ઝાક્કાયના દીકરાઓ, ૭૬૦; ૧૦ બાનીના* દીકરાઓ, ૬૪૨; ૧૧ બેબાયના દીકરાઓ, ૬૨૩; ૧૨ આઝ્ગાદના દીકરાઓ, ૧,૨૨૨; ૧૩ અદોનીકામના દીકરાઓ, ૬૬૬; ૧૪ બિગ્વાયના દીકરાઓ, ૨,૦૫૬; ૧૫ આદીનના દીકરાઓ, ૪૫૪; ૧૬ હિઝકિયાના વંશજોમાંથી આટેરના દીકરાઓ, ૯૮; ૧૭ બેઝાયના દીકરાઓ, ૩૨૩; ૧૮ યોરાહના* દીકરાઓ, ૧૧૨; ૧૯ હાશુમના દીકરાઓ,+ ૨૨૩; ૨૦ ગિબ્બારના* દીકરાઓ, ૯૫; ૨૧ બેથલેહેમના દીકરાઓ, ૧૨૩; ૨૨ નટોફાહના માણસો, ૫૬; ૨૩ અનાથોથના માણસો,+ ૧૨૮; ૨૪ આઝ્માવેથના દીકરાઓ, ૪૨; ૨૫ કિર્યાથ-યઆરીમના, કફીરાહના અને બએરોથના દીકરાઓ, ૭૪૩; ૨૬ રામાના અને ગેબાના દીકરાઓ,+ ૬૨૧; ૨૭ મિખ્માસના માણસો, ૧૨૨; ૨૮ બેથેલના અને આયના માણસો,+ ૨૨૩; ૨૯ નબોના દીકરાઓ,+ ૫૨; ૩૦ માગ્બીશના દીકરાઓ, ૧૫૬; ૩૧ એલામ નામના બીજા એક માણસના દીકરાઓ, ૧,૨૫૪; ૩૨ હારીમના દીકરાઓ, ૩૨૦; ૩૩ લોદના, હાદીદના અને ઓનોના દીકરાઓ, ૭૨૫; ૩૪ યરીખોના દીકરાઓ, ૩૪૫; ૩૫ સનાઆહના દીકરાઓ, ૩,૬૩૦.
૩૬ યાજકોની+ ગણતરી આ પ્રમાણે હતી: યેશૂઆના+ કુટુંબના યદાયાના+ દીકરાઓ, ૯૭૩; ૩૭ ઇમ્મેરના દીકરાઓ,+ ૧,૦૫૨; ૩૮ પાશહૂરના દીકરાઓ,+ ૧,૨૪૭; ૩૯ હારીમના દીકરાઓ,+ ૧,૦૧૭.
૪૦ લેવીઓની+ ગણતરી આ પ્રમાણે હતી: હોદાવ્યાના દીકરાઓમાંથી યેશૂઆ અને કાદમીએલના+ દીકરાઓ, ૭૪. ૪૧ ગાયકોની+ ગણતરી આ પ્રમાણે હતી: આસાફના+ દીકરાઓ, ૧૨૮. ૪૨ દરવાનોના+ દીકરાઓની ગણતરી આ પ્રમાણે હતી: શાલ્લૂમના દીકરાઓ, આટેરના દીકરાઓ, ટાલ્મોનના+ દીકરાઓ, આક્કૂબના+ દીકરાઓ, હટીટાના દીકરાઓ અને શોબાયના દીકરાઓ, કુલ ૧૩૯.
૪૩ મંદિરના સેવકો*+ આ હતા: સીહાના દીકરાઓ, હસૂફાના દીકરાઓ, ટાબ્બાઓથના દીકરાઓ, ૪૪ કેરોસના દીકરાઓ, સીઆના દીકરાઓ, પાદોનના દીકરાઓ, ૪૫ લબાનાહના દીકરાઓ, હગાબાહના દીકરાઓ, આક્કૂબના દીકરાઓ, ૪૬ હાગાબના દીકરાઓ, સાલ્માયના દીકરાઓ, હાનાનના દીકરાઓ, ૪૭ ગિદ્દેલના દીકરાઓ, ગાહારના દીકરાઓ, રઆયાના દીકરાઓ, ૪૮ રસીનના દીકરાઓ, નકોદાના દીકરાઓ, ગાઝ્ઝામના દીકરાઓ, ૪૯ ઉઝ્ઝાના દીકરાઓ, પાસેઆહના દીકરાઓ, બેસાયના દીકરાઓ, ૫૦ આસ્નાહના દીકરાઓ, મેઉનીમના દીકરાઓ, નફીસીમના દીકરાઓ, ૫૧ બાકબૂકના દીકરાઓ, હાકૂફાના દીકરાઓ, હાર્હૂરના દીકરાઓ, ૫૨ બાસ્લૂથના દીકરાઓ, મહિદાના દીકરાઓ, હાર્શાના દીકરાઓ, ૫૩ બાર્કોસના દીકરાઓ, સીસરાના દીકરાઓ, તેમાહના દીકરાઓ, ૫૪ નસીઆના દીકરાઓ અને હટીફાના દીકરાઓ.
૫૫ સુલેમાનના સેવકોના દીકરાઓ આ હતા: સોટાયના દીકરાઓ, સોફેરેથના દીકરાઓ, પરૂદાના દીકરાઓ,+ ૫૬ યાઅલાના દીકરાઓ, દાર્કોનના દીકરાઓ, ગિદ્દેલના દીકરાઓ, ૫૭ શફાટિયાના દીકરાઓ, હાટ્ટીલના દીકરાઓ, પોખેરેશ-હાસ્બાઈમના દીકરાઓ અને આમીના દીકરાઓ.
૫૮ મંદિરના સેવકો* અને સુલેમાનના સેવકોના દીકરાઓ બધા મળીને ૩૯૨ હતા.
૫૯ તેલ-મેલાહ, તેલ-હાર્શા, કરૂબ, આદ્દોન અને ઇમ્મેરથી અમુક લોકો આવ્યા હતા. પણ તેઓ એ સાબિત કરી શક્યા નહિ કે પોતે ઇઝરાયેલીઓ છે અને તેઓના પિતાનું કુટુંબ ઇઝરાયેલમાંથી છે. તેઓની ગણતરી આ પ્રમાણે હતી:+ ૬૦ દલાયાના દીકરાઓ, ટોબિયાના દીકરાઓ અને નકોદાના દીકરાઓ, ૬૫૨. ૬૧ યાજકોના દીકરાઓ આ હતા: હબાયાના દીકરાઓ, હાક્કોસના દીકરાઓ+ અને બાર્ઝિલ્લાયના દીકરાઓ. બાર્ઝિલ્લાયે ગિલયાદી બાર્ઝિલ્લાયની+ દીકરીઓમાંથી એકની સાથે લગ્ન કર્યું હતું અને તે પોતાના સસરાના નામથી ઓળખાતો હતો. ૬૨ તેઓએ પોતાની વંશાવળી સાબિત કરવા યાદીમાં પોતાનાં નામ શોધ્યાં, પણ મળ્યાં નહિ. એટલે તેઓને યાજકપદ પરથી હટાવી દેવામાં આવ્યા.*+ ૬૩ રાજ્યપાલે* તેઓને જણાવ્યું કે જ્યાં સુધી કોઈ યાજક ન મળે જે ઉરીમ અને તુમ્મીમ*+ દ્વારા ઈશ્વરની સલાહ માંગે, ત્યાં સુધી તેઓએ ખૂબ પવિત્ર વસ્તુઓમાંથી કંઈ ખાવું નહિ.+
૬૪ બધા લોકો* મળીને કુલ ૪૨,૩૬૦ થતા હતા.+ ૬૫ એ ઉપરાંત, તેઓ સાથે ૭,૩૩૭ દાસ-દાસીઓ હતાં. તેઓ સાથે ૨૦૦ ગાયક-ગાયિકાઓ પણ હતાં. ૬૬ તેઓ પાસે ૭૩૬ ઘોડા, ૨૪૫ ખચ્ચર,* ૬૭ ૪૩૫ ઊંટ અને ૬,૭૨૦ ગધેડાં હતાં.
૬૮ આખરે તેઓ યરૂશાલેમમાં એ જગ્યાએ આવી પહોંચ્યા, જ્યાં યહોવાનું મંદિર હતું. તેઓના પિતાનાં કુટુંબોમાંથી અમુક વડાઓએ સ્વેચ્છા-અર્પણો આપ્યાં,+ જેથી સાચા ઈશ્વરનું મંદિર એની જગ્યાએ પાછું બંધાય.*+ ૬૯ દરેકે પોતપોતાની શક્તિ પ્રમાણે એ કામ માટે ભંડારમાં ૬૧,૦૦૦ ડ્રાક્મા* સોનું અને ૫,૦૦૦ મીના* ચાંદી+ આપ્યાં તેમજ યાજકો માટે ૧૦૦ ઝભ્ભા આપ્યા. ૭૦ પછી યાજકો, લેવીઓ, બીજા અમુક લોકો, ગાયકો, દરવાનો અને મંદિરના સેવકો* પોતાનાં શહેરોમાં રહેવા લાગ્યા. બાકીના બધા ઇઝરાયેલીઓ પણ પોતપોતાનાં શહેરોમાં રહેવા લાગ્યા.+