વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • પ્રેરિતોનાં કાર્યો ૨૨
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

પ્રેરિતોનાં કાર્યો મુખ્ય વિચારો

      • પાઉલ લોકો આગળ પોતાના બચાવમાં બોલે છે (૧-૨૧)

      • પાઉલ પોતાની રોમન નાગરિકતાનો લાભ લે છે (૨૨-૨૯)

      • યહૂદી ન્યાયસભા ભેગી થઈ (૩૦)

પ્રેરિતોનાં કાર્યો ૨૨:૧

એને લગતી કલમો

  • +ફિલિ ૧:૭

પ્રેરિતોનાં કાર્યો ૨૨:૩

એને લગતી કલમો

  • +રોમ ૧૧:૧
  • +પ્રેકા ૨૧:૩૯
  • +પ્રેકા ૫:૩૪
  • +પ્રેકા ૨૬:૪, ૫
  • +ગલા ૧:૧૪; ફિલિ ૩:૪-૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૧૯૯૬, પાન ૨૬

પ્રેરિતોનાં કાર્યો ૨૨:૪

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +પ્રેકા ૮:૩; ૯:૧, ૨; ૨૬:૯-૧૧; ૧તિ ૧:૧૨, ૧૩

પ્રેરિતોનાં કાર્યો ૨૨:૬

એને લગતી કલમો

  • +પ્રેકા ૯:૩-૮; ૨૬:૧૩-૧૫

પ્રેરિતોનાં કાર્યો ૨૨:૧૦

એને લગતી કલમો

  • +પ્રેકા ૨૬:૧૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૧૨, પાન ૨૯

પ્રેરિતોનાં કાર્યો ૨૨:૧૩

એને લગતી કલમો

  • +પ્રેકા ૯:૧૭, ૧૮

પ્રેરિતોનાં કાર્યો ૨૨:૧૪

ફૂટનોટ

  • *

    એટલે કે, ઈસુ.

એને લગતી કલમો

  • +૧કો ૯:૧; ૧૫:૮; ગલા ૧:૧૫, ૧૬

પ્રેરિતોનાં કાર્યો ૨૨:૧૫

એને લગતી કલમો

  • +પ્રેકા ૨૩:૧૧; ૨૬:૧૬

પ્રેરિતોનાં કાર્યો ૨૨:૧૬

એને લગતી કલમો

  • +પ્રેકા ૧૦:૪૩
  • +૧કો ૬:૧૧; ૧યો ૧:૭; પ્રક ૧:૫

પ્રેરિતોનાં કાર્યો ૨૨:૧૭

એને લગતી કલમો

  • +પ્રેકા ૯:૨૬; ગલા ૧:૧૮

પ્રેરિતોનાં કાર્યો ૨૨:૧૮

એને લગતી કલમો

  • +પ્રેકા ૯:૨૮, ૨૯

પ્રેરિતોનાં કાર્યો ૨૨:૧૯

એને લગતી કલમો

  • +પ્રેકા ૮:૩

પ્રેરિતોનાં કાર્યો ૨૨:૨૦

એને લગતી કલમો

  • +પ્રેકા ૭:૫૮; ૮:૧; ૧તિ ૧:૧૩, ૧૫

પ્રેરિતોનાં કાર્યો ૨૨:૨૧

એને લગતી કલમો

  • +પ્રેકા ૯:૧૫; ૧૩:૨; રોમ ૧:૫; ૧૧:૧૩; ગલા ૨:૭; ૧તિ ૨:૭

પ્રેરિતોનાં કાર્યો ૨૨:૨૩

એને લગતી કલમો

  • +૨શ ૧૬:૧૩

પ્રેરિતોનાં કાર્યો ૨૨:૨૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧૫/૨૦૦૧, પાન ૨૧-૨૨

    ૨/૧/૧૯૯૧, પાન ૧૨

પ્રેરિતોનાં કાર્યો ૨૨:૨૫

ફૂટનોટ

  • *

    અથવા, “ગુનેગાર ઠરાવ્યા વગર.”

એને લગતી કલમો

  • +પ્રેકા ૧૬:૩૭, ૩૮; ૨૩:૨૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧૫/૨૦૦૧, પાન ૨૨

પ્રેરિતોનાં કાર્યો ૨૨:૨૮

એને લગતી કલમો

  • +પ્રેકા ૧૬:૩૭

પ્રેરિતોનાં કાર્યો ૨૨:૨૯

એને લગતી કલમો

  • +પ્રેકા ૨૫:૧૬

પ્રેરિતોનાં કાર્યો ૨૨:૩૦

એને લગતી કલમો

  • +માથ ૧૦:૧૭, ૧૮; લૂક ૨૧:૧૨

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

પ્રે.કા. ૨૨:૧ફિલિ ૧:૭
પ્રે.કા. ૨૨:૩રોમ ૧૧:૧
પ્રે.કા. ૨૨:૩પ્રેકા ૨૧:૩૯
પ્રે.કા. ૨૨:૩પ્રેકા ૫:૩૪
પ્રે.કા. ૨૨:૩પ્રેકા ૨૬:૪, ૫
પ્રે.કા. ૨૨:૩ગલા ૧:૧૪; ફિલિ ૩:૪-૬
પ્રે.કા. ૨૨:૪પ્રેકા ૮:૩; ૯:૧, ૨; ૨૬:૯-૧૧; ૧તિ ૧:૧૨, ૧૩
પ્રે.કા. ૨૨:૬પ્રેકા ૯:૩-૮; ૨૬:૧૩-૧૫
પ્રે.કા. ૨૨:૧૦પ્રેકા ૨૬:૧૬
પ્રે.કા. ૨૨:૧૩પ્રેકા ૯:૧૭, ૧૮
પ્રે.કા. ૨૨:૧૪૧કો ૯:૧; ૧૫:૮; ગલા ૧:૧૫, ૧૬
પ્રે.કા. ૨૨:૧૫પ્રેકા ૨૩:૧૧; ૨૬:૧૬
પ્રે.કા. ૨૨:૧૬પ્રેકા ૧૦:૪૩
પ્રે.કા. ૨૨:૧૬૧કો ૬:૧૧; ૧યો ૧:૭; પ્રક ૧:૫
પ્રે.કા. ૨૨:૧૭પ્રેકા ૯:૨૬; ગલા ૧:૧૮
પ્રે.કા. ૨૨:૧૮પ્રેકા ૯:૨૮, ૨૯
પ્રે.કા. ૨૨:૧૯પ્રેકા ૮:૩
પ્રે.કા. ૨૨:૨૦પ્રેકા ૭:૫૮; ૮:૧; ૧તિ ૧:૧૩, ૧૫
પ્રે.કા. ૨૨:૨૧પ્રેકા ૯:૧૫; ૧૩:૨; રોમ ૧:૫; ૧૧:૧૩; ગલા ૨:૭; ૧તિ ૨:૭
પ્રે.કા. ૨૨:૨૩૨શ ૧૬:૧૩
પ્રે.કા. ૨૨:૨૫પ્રેકા ૧૬:૩૭, ૩૮; ૨૩:૨૭
પ્રે.કા. ૨૨:૨૮પ્રેકા ૧૬:૩૭
પ્રે.કા. ૨૨:૨૯પ્રેકા ૨૫:૧૬
પ્રે.કા. ૨૨:૩૦માથ ૧૦:૧૭, ૧૮; લૂક ૨૧:૧૨
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો વાંચો
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
પ્રેરિતોનાં કાર્યો ૨૨:૧-૩૦

પ્રેરિતોનાં કાર્યો

૨૨ “ભાઈઓ અને પિતાઓ, હવે મારા બચાવમાં હું જે કહું એ સાંભળો.”+ ૨ જ્યારે તેઓએ તેને હિબ્રૂ ભાષામાં બોલતા સાંભળ્યો, ત્યારે તેઓ બધા એકદમ શાંત થઈ ગયા. તેણે કહ્યું: ૩ “હું યહૂદી છું.+ મારો જન્મ કિલીકિયાના તાર્સસમાં થયો હતો,+ પણ હું આ શહેરમાં ગમાલિયેલના ચરણે ભણ્યો છું.+ મને પૂર્વજોના નિયમશાસ્ત્રનું શિક્ષણ ચુસ્ત રીતે પાળવાનું શીખવવામાં આવ્યું હતું.+ હું ઈશ્વર માટે ઉત્સાહી હતો, જેવા આજે તમે બધા છો.+ ૪ સત્યના માર્ગે* ચાલનારાં સ્ત્રી-પુરુષોને બાંધીને હું કેદખાનામાં નંખાવતો.+ તેઓ મરી જાય એ હદે હું તેઓ પર ત્રાસ ગુજારતો. ૫ પ્રમુખ યાજક અને વડીલોની આખી સભા એ વિશે સાક્ષી આપી શકે છે. દમસ્કના યહૂદી ભાઈઓની ધરપકડ કરવા મેં તેઓ પાસેથી પત્રો પણ લીધા. હું પત્રો લઈને નીકળી પડ્યો, જેથી સત્યના માર્ગે ચાલનારા શિષ્યોને બાંધીને યરૂશાલેમ લઈ આવું અને તેઓને સજા કરાવું.

૬ “હું મુસાફરી કરતો કરતો ભરબપોરે દમસ્ક નજીક પહોંચ્યો ત્યારે, અચાનક આકાશમાંથી તેજસ્વી પ્રકાશ મારી ચારે બાજુ ઝળહળી ઊઠ્યો.+ ૭ હું જમીન પર પડી ગયો અને મને એક અવાજ સંભળાયો: ‘શાઉલ, શાઉલ, તું કેમ મારા પર જુલમ કરે છે?’ ૮ મેં જવાબ આપ્યો: ‘માલિક, તમે કોણ છો?’ તેમણે મને કહ્યું: ‘હું નાઝરેથનો ઈસુ છું, જેના પર તું જુલમ કરી રહ્યો છે.’ ૯ મારી સાથેના માણસોએ પ્રકાશ જોયો, પણ મારી સાથે વાત કરનારનો અવાજ તેઓને સંભળાયો નહિ. ૧૦ મેં કહ્યું: ‘માલિક, હું શું કરું?’ તેમણે મને કહ્યું: ‘ઊભો થા અને દમસ્ક જા. તારે શું કરવું એ નક્કી થયેલું છે.+ એ બધું તને ત્યાં જણાવવામાં આવશે.’ ૧૧ પણ એ પ્રકાશના તેજને લીધે હું આંધળો થઈ ગયો હતો. એટલે મારી સાથેના માણસો મારો હાથ પકડીને મને દમસ્ક લઈ ગયા.

૧૨ “ત્યાં અનાન્યા નામનો એક માણસ હતો. તે નિયમશાસ્ત્ર પ્રમાણે ધાર્મિક હતો અને ત્યાં રહેતા બધા યહૂદીઓમાં તેની શાખ સારી હતી. ૧૩ તે મારી પાસે આવ્યો અને મારી બાજુમાં ઊભો રહીને બોલ્યો: ‘મારા ભાઈ શાઉલ, તું પાછો દેખતો થા!’ એ જ ઘડીએ મને દેખાવા લાગ્યું અને તે મારી નજરે પડ્યો.+ ૧૪ તેણે કહ્યું: ‘આપણા બાપદાદાઓના ઈશ્વરે તને પસંદ કર્યો છે, જેથી તું તેમની ઇચ્છા જાણે, સત્યતાથી ચાલનારને* જુએ+ અને તેમની વાણી સાંભળે, ૧૫ કેમ કે તેં જે બધું જોયું અને સાંભળ્યું, એ બધા માણસો આગળ જાહેર કરવા તારે ઈસુના સાક્ષી બનવાનું છે.+ ૧૬ તું કેમ મોડું કરે છે? ઊભો થા, બાપ્તિસ્મા લે અને તેમના નામમાં વિનંતી કરીને+ તારાં પાપ ધોઈ નાખ.’+

૧૭ “જ્યારે હું યરૂશાલેમ પાછો આવ્યો+ અને મંદિરમાં પ્રાર્થના કરતો હતો, ત્યારે મને દર્શન થયું. ૧૮ મેં માલિક ઈસુને જોયા અને તેમણે મને કહ્યું: ‘જલદી કર, યરૂશાલેમમાંથી હમણાં જ નીકળી જા, કેમ કે મારા વિશેની તારી સાક્ષી તેઓ સ્વીકારશે નહિ.’+ ૧૯ મેં કહ્યું: ‘માલિક, તેઓ સારી રીતે જાણે છે કે હું એક પછી એક સભાસ્થાનમાં જતો અને તમારા પર શ્રદ્ધા રાખનારને પકડીને કેદમાં નાખતો અને માર મારતો.+ ૨૦ જ્યારે તમારા સાક્ષી સ્તેફનનું ખૂન થઈ રહ્યું હતું, ત્યારે હું ત્યાં જ ઊભો હતો. હું એમાં સહમત હતો અને તેને મારી નાખનારાઓનાં કપડાં સાચવતો હતો.’+ ૨૧ તોપણ તેમણે મને કહ્યું: ‘જા, કેમ કે હું તને દૂર બીજી પ્રજાઓ પાસે મોકલીશ.’”+

૨૨ અહીં સુધી લોકો તેની વાત સાંભળી રહ્યા હતા. પછી તેઓ પોકારી ઊઠ્યા: “આ માણસ જીવવાને લાયક નથી, તેને મારી નાખો!” ૨૩ તેઓ બૂમો પાડીને પોતાનાં કપડાં ફેંકી રહ્યાં હતાં અને હવામાં ધૂળ ઉડાવી રહ્યા હતા.+ ૨૪ એટલે લશ્કરી ટુકડીના સેનાપતિએ પાઉલને સૈનિકોના રહેઠાણમાં લઈ જવાનો હુકમ કર્યો. તેણે કહ્યું કે કોરડા મારીને પાઉલની પૂછપરછ કરવામાં આવે, જેથી ખબર પડે કે લોકો તેની વિરુદ્ધ આટલા બૂમબરાડા કેમ પાડી રહ્યા છે. ૨૫ પણ જ્યારે તેઓએ પાઉલને કોરડા મારવા માટે બાંધ્યો, ત્યારે તેણે ત્યાં ઊભેલા લશ્કરી અધિકારીને કહ્યું: “કોઈ મુકદ્દમો ચલાવ્યા વગર* એક રોમન નાગરિકને તમે કોરડા મારો, એ શું નિયમ પ્રમાણે યોગ્ય છે?”+ ૨૬ અધિકારીએ આ વાત સાંભળી ત્યારે, તેણે જઈને સેનાપતિને એ જણાવી અને કહ્યું: “તમે શું કરવા ચાહો છો? આ માણસ તો રોમન છે.” ૨૭ સેનાપતિએ પાઉલ પાસે આવીને કહ્યું: “બોલ, શું તું રોમન છે?” તેણે કહ્યું: “હા.” ૨૮ સેનાપતિએ જણાવ્યું: “મેં રોમન નાગરિક થવા મોટી રકમ ચૂકવી છે.” પાઉલે કહ્યું: “પણ હું તો જન્મથી રોમન છું.”+

૨૯ એ સાંભળીને સૈનિકો તરત જ દૂર ખસી ગયા, જેઓ પાઉલને રિબાવીને તેની પૂછપરછ કરવાના હતા. સેનાપતિને ખબર પડી કે પાઉલ રોમન નાગરિક છે ત્યારે તે ગભરાયો, કેમ કે તેણે તેને સાંકળોથી બાંધ્યો હતો.+

૩૦ બીજા દિવસે તેણે પાઉલની સાંકળો કાઢી નાખી. તે ખાતરી કરવા માંગતો હતો કે યહૂદીઓ તેના પર કેમ આરોપ મૂકે છે, એટલે તેણે મુખ્ય યાજકોને અને યહૂદીઓની આખી ન્યાયસભાને ભેગા થવાનો હુકમ કર્યો. પછી તેણે પાઉલને તેઓની વચ્ચે ઊભો રાખ્યો.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો