વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • હઝકિયેલ ૨૪
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

હઝકિયેલ મુખ્ય વિચારો

      • યરૂશાલેમ કટાયેલા દેગ જેવું (૧-૧૪)

      • હઝકિયેલની પત્નીનું મરણ એક નિશાની (૧૫-૨૭)

હઝકિયેલ ૨૪:૧

ફૂટનોટ

  • *

    રાજા યહોયાખીન, હઝકિયેલ અને બીજા યહૂદીઓની ગુલામીનું નવમું વર્ષ બતાવે છે. (હઝ ૧:૨ જુઓ.)

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૧/૧/૧૯૮૮, પાન ૧૬

હઝકિયેલ ૨૪:૨

એને લગતી કલમો

  • +૨રા ૨૫:૧; યર્મિ ૩૯:૧; ૫૨:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૧/૧/૧૯૮૮, પાન ૧૬

હઝકિયેલ ૨૪:૩

ફૂટનોટ

  • *

    અથવા, “કહેવત.”

એને લગતી કલમો

  • +હઝ ૧૧:૩

હઝકિયેલ ૨૪:૪

એને લગતી કલમો

  • +હઝ ૧૧:૭

હઝકિયેલ ૨૪:૫

એને લગતી કલમો

  • +યર્મિ ૩૯:૬

હઝકિયેલ ૨૪:૬

ફૂટનોટ

  • *

    અથવા, “એના માટે ચિઠ્ઠીઓ નાખશો નહિ.”

એને લગતી કલમો

  • +૨રા ૨૧:૧૬; મીખ ૭:૨; માથ ૨૩:૩૫
  • +હઝ ૧૧:૭, ૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧/૨૦૦૭, પાન ૧૪

    ૧૧/૧/૧૯૮૮, પાન ૧૬

હઝકિયેલ ૨૪:૭

એને લગતી કલમો

  • +યર્મિ ૨:૩૪
  • +લેવી ૧૭:૧૩; પુન ૧૨:૧૬

હઝકિયેલ ૨૪:૮

એને લગતી કલમો

  • +૨રા ૨૪:૩, ૪

હઝકિયેલ ૨૪:૯

એને લગતી કલમો

  • +માથ ૨૩:૩૭

હઝકિયેલ ૨૪:૧૧

એને લગતી કલમો

  • +યર્મિ ૨૧:૧૦; ૩૨:૨૯; હઝ ૨૨:૧૫

હઝકિયેલ ૨૪:૧૨

એને લગતી કલમો

  • +યર્મિ ૫:૩; ૬:૨૯

હઝકિયેલ ૨૪:૧૩

એને લગતી કલમો

  • +૨કા ૩૬:૧૪; હઝ ૨૨:૯
  • +હઝ ૫:૧૨, ૧૩; ૮:૧૮

હઝકિયેલ ૨૪:૧૪

ફૂટનોટ

  • *

    અથવા, “પસ્તાવો.”

એને લગતી કલમો

  • +યર્મિ ૧૩:૧૪; હઝ ૫:૧૧

હઝકિયેલ ૨૪:૧૬

ફૂટનોટ

  • *

    અથવા, “છાતી કૂટવી નહિ.”

એને લગતી કલમો

  • +હઝ ૨૪:૧૮, ૨૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૧/૧/૧૯૮૮, પાન ૧૬

હઝકિયેલ ૨૪:૧૭

ફૂટનોટ

  • *

    અથવા, “મૂછ.”

એને લગતી કલમો

  • +યર્મિ ૧૬:૫
  • +લેવી ૧૦:૬
  • +૨શ ૧૫:૩૦
  • +મીખ ૩:૭
  • +યર્મિ ૧૬:૭

હઝકિયેલ ૨૪:૧૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૧/૧/૧૯૮૮, પાન ૧૬

હઝકિયેલ ૨૪:૨૧

એને લગતી કલમો

  • +ગી ૭૪:૭; ૭૯:૧; યર્મિ ૭:૧૪; યવિ ૧:૧૦; ૨:૭; હઝ ૯:૭
  • +૨કા ૩૬:૧૭; યર્મિ ૬:૧૧

હઝકિયેલ ૨૪:૨૨

ફૂટનોટ

  • *

    અથવા, “મૂછ.”

એને લગતી કલમો

  • +હઝ ૨૪:૧૭

હઝકિયેલ ૨૪:૨૩

એને લગતી કલમો

  • +લેવી ૨૬:૩૯; હઝ ૩૩:૧૦

હઝકિયેલ ૨૪:૨૪

એને લગતી કલમો

  • +યશા ૮:૧૮; ૨૦:૩; હઝ ૪:૩

હઝકિયેલ ૨૪:૨૫

એને લગતી કલમો

  • +પુન ૨૮:૩૨; યર્મિ ૧૧:૨૨

હઝકિયેલ ૨૪:૨૬

એને લગતી કલમો

  • +હઝ ૩૩:૨૧

હઝકિયેલ ૨૪:૨૭

એને લગતી કલમો

  • +હઝ ૩:૨૬; ૩૩:૨૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧/૨૦૦૭, પાન ૧૩-૧૪

    ૧૨/૧/૨૦૦૩, પાન ૨૯

    ૧૧/૧/૧૯૮૮, પાન ૧૬

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

હઝકિ. ૨૪:૨૨રા ૨૫:૧; યર્મિ ૩૯:૧; ૫૨:૪
હઝકિ. ૨૪:૩હઝ ૧૧:૩
હઝકિ. ૨૪:૪હઝ ૧૧:૭
હઝકિ. ૨૪:૫યર્મિ ૩૯:૬
હઝકિ. ૨૪:૬૨રા ૨૧:૧૬; મીખ ૭:૨; માથ ૨૩:૩૫
હઝકિ. ૨૪:૬હઝ ૧૧:૭, ૯
હઝકિ. ૨૪:૭યર્મિ ૨:૩૪
હઝકિ. ૨૪:૭લેવી ૧૭:૧૩; પુન ૧૨:૧૬
હઝકિ. ૨૪:૮૨રા ૨૪:૩, ૪
હઝકિ. ૨૪:૯માથ ૨૩:૩૭
હઝકિ. ૨૪:૧૧યર્મિ ૨૧:૧૦; ૩૨:૨૯; હઝ ૨૨:૧૫
હઝકિ. ૨૪:૧૨યર્મિ ૫:૩; ૬:૨૯
હઝકિ. ૨૪:૧૩૨કા ૩૬:૧૪; હઝ ૨૨:૯
હઝકિ. ૨૪:૧૩હઝ ૫:૧૨, ૧૩; ૮:૧૮
હઝકિ. ૨૪:૧૪યર્મિ ૧૩:૧૪; હઝ ૫:૧૧
હઝકિ. ૨૪:૧૬હઝ ૨૪:૧૮, ૨૧
હઝકિ. ૨૪:૧૭યર્મિ ૧૬:૫
હઝકિ. ૨૪:૧૭લેવી ૧૦:૬
હઝકિ. ૨૪:૧૭૨શ ૧૫:૩૦
હઝકિ. ૨૪:૧૭મીખ ૩:૭
હઝકિ. ૨૪:૧૭યર્મિ ૧૬:૭
હઝકિ. ૨૪:૨૧ગી ૭૪:૭; ૭૯:૧; યર્મિ ૭:૧૪; યવિ ૧:૧૦; ૨:૭; હઝ ૯:૭
હઝકિ. ૨૪:૨૧૨કા ૩૬:૧૭; યર્મિ ૬:૧૧
હઝકિ. ૨૪:૨૨હઝ ૨૪:૧૭
હઝકિ. ૨૪:૨૩લેવી ૨૬:૩૯; હઝ ૩૩:૧૦
હઝકિ. ૨૪:૨૪યશા ૮:૧૮; ૨૦:૩; હઝ ૪:૩
હઝકિ. ૨૪:૨૫પુન ૨૮:૩૨; યર્મિ ૧૧:૨૨
હઝકિ. ૨૪:૨૬હઝ ૩૩:૨૧
હઝકિ. ૨૪:૨૭હઝ ૩:૨૬; ૩૩:૨૨
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
હઝકિયેલ ૨૪:૧-૨૭

હઝકિયેલ

૨૪ નવમા વર્ષનો* દસમો મહિનો હતો. એ મહિનાના દસમા દિવસે ફરીથી યહોવાનો સંદેશો મારી પાસે આવ્યો: ૨ “હે માણસના દીકરા, આ તારીખ અને આ દિવસ નોંધી લે. બાબેલોનના રાજાએ આજના દિવસે યરૂશાલેમ પર હુમલો શરૂ કરી દીધો છે.+ ૩ બંડખોર પ્રજા વિશે એક ઉદાહરણ* જણાવ. તેઓ વિશે કહે,

“‘વિશ્વના માલિક યહોવા કહે છે:

“દેગ ચઢાવો, એને ચૂલા પર ચઢાવો અને એમાં પાણી રેડો.+

 ૪ એમાં માંસના સારા સારા ટુકડા નાખો,+

જાંઘ અને ખભાના ટુકડા નાખો. દેગને સારાં સારાં હાડકાંથી ભરી દો.

 ૫ ટોળામાંથી સૌથી સારું ઘેટું લો,+ દેગની નીચે ચારે બાજુ લાકડાં ગોઠવી દો.

દેગમાં ટુકડા ઉકાળો, હાડકાં પણ બફાઈ જાય ત્યાં સુધી ઉકાળો.”’

૬ “વિશ્વના માલિક યહોવા કહે છે:

‘ખૂની શહેરને,+ કટાયેલા દેગને અફસોસ! એનો કાટ કાઢવામાં આવ્યો નથી.

એમાંથી એક પછી એક બધા ટુકડા કાઢી લો,+ પણ પસંદ કરી કરીને કાઢશો નહિ.*

 ૭ એ શહેરે વહાવેલું લોહી હજુ એમાં છે,+ જે એણે સપાટ ખડક પર રેડી દીધું, જેથી બધા એ જોઈ શકે.

એણે એ જમીન પર રેડ્યું નહિ કે માટીથી ઢાંકી દેવાય.+

 ૮ એનું વેર વાળવા મારો કોપ સળગી ઊઠ્યો.

મેં એનું લોહી ચળકતા, સપાટ ખડક પર રહેવા દીધું,

જેથી એ માટીથી ઢાંકવામાં ન આવે.’+

૯ “વિશ્વના માલિક યહોવા કહે છે:

‘ખૂની શહેરને અફસોસ!+

હું લાકડાંનો મોટો ઢગલો કરીશ.

૧૦ લાકડાંનો ઢગલો કરો અને આગ ચાંપો.

માંસને બરાબર બાફો, રસો બહાર રેડી દો અને હાડકાં પણ ઓગાળી નાખો.

૧૧ ખાલી દેગને તપાવવા અંગારા પર મૂકો,

એટલે એનું તાંબું તપી તપીને લાલ થઈ જશે.

એની ગંદકી ઓગળી જશે+ અને કાટ બળી જશે.

૧૨ કાટ એટલો જામેલો છે કે નીકળતો જ નથી.

એને કાઢતાં કાઢતાં હેરાન થઈ જવાય, થાકી જવાય.+

એ કટાયેલા દેગને જ આગમાં ફેંકી દો!’

૧૩ “‘તારી ગંદકી તારાં નીચ કામોને લીધે હતી.+ મેં તને સાફ કરવાની કોશિશ કરી, પણ તું તારી ગંદકીમાંથી બહાર આવ્યું નહિ. તારા પર મારો કોપ શમી ન જાય ત્યાં સુધી તું ચોખ્ખું થવાનું નથી.+ ૧૪ હું યહોવા પોતે એ બોલ્યો છું અને એ ચોક્કસ થશે. હું જરાય પીછેહઠ કરીશ નહિ. હું જરાય દયા રાખીશ નહિ કે અફસોસ* કરીશ નહિ.+ તેઓ તારાં માર્ગો અને કામો પ્રમાણે તને સજા કરશે,’ એવું વિશ્વના માલિક યહોવા કહે છે.”

૧૫ ફરીથી યહોવાનો સંદેશો મારી પાસે આવ્યો: ૧૬ “હે માણસના દીકરા, તને ખૂબ વહાલી છે, તેને હું અચાનક તારી પાસેથી છીનવી લઈશ.+ તારે શોક પાળવો નહિ,* આંસુ વહાવવાં નહિ કે વિલાપ કરવો નહિ. ૧૭ તું ચૂપચાપ નિસાસો નાખજે. ગુજરી ગયેલા માટેના કોઈ રીતરિવાજ પાળતો નહિ.+ તારી પાઘડી બાંધજે+ અને ચંપલ પહેરજે.+ તું મોં* ઢાંકતો નહિ+ અને બીજા લોકોએ આપેલું ખાવાનું ખાતો નહિ.”+

૧૮ મેં સવારે લોકો સાથે વાત કરી અને સાંજે તો મારી પત્ની ગુજરી ગઈ. બીજા દિવસે સવારે મેં એવું જ કર્યું, જેવું મને કહેવામાં આવ્યું હતું. ૧૯ લોકો મને પૂછતા: “કહે તો ખરો, તું આમ કેમ કરે છે? એનો શું અર્થ થાય?” ૨૦ મેં કહ્યું, “યહોવાનો આ સંદેશો મારી પાસે આવ્યો છે: ૨૧ ‘ઇઝરાયેલના લોકોને જણાવ, “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘હું મારું મંદિર અશુદ્ધ કરવાનો છું.+ એ મંદિર જેના પર તમને બહુ ગર્વ છે, જે તમને બહુ વહાલું છે અને જે તમારાં દિલમાં વસે છે. તમારાં જે દીકરા-દીકરીઓ તમારી સાથે નથી આવ્યાં, તેઓ તલવારથી માર્યાં જશે.+ ૨૨ આવું થશે ત્યારે તમારે પણ હઝકિયેલની જેમ કરવું પડશે. તમે મોં* ઢાંકશો નહિ અને બીજા લોકોએ આપેલું ખાવાનું ખાશો નહિ.+ ૨૩ તમારે માથે પાઘડી બાંધેલી હશે અને પગમાં ચંપલ પહેરેલાં હશે. તમે શોક કે વિલાપ કરશો નહિ. તમે તમારાં પાપમાં ઝૂરી ઝૂરીને મરશો+ અને એકબીજા આગળ નિસાસા નાખશો. ૨૪ હઝકિયેલ તમારા માટે નિશાની છે.+ તેણે જેવું કર્યું છે એવું તમે પણ કરશો. એમ થાય ત્યારે તમારે સ્વીકારવું પડશે કે હું વિશ્વનો માલિક યહોવા છું.’”’”

૨૫ “હે માણસના દીકરા, હું તેઓ પાસેથી તેઓનો ગઢ લઈ લઈશ. એ ગઢ જે તેઓને મન ખૂબસૂરત છે, જેનાથી તેઓને ખુશી મળે છે, જે તેઓને બહુ વહાલો છે, જે તેઓનાં દિલમાં વસે છે. હું તેઓનાં દીકરા-દીકરીઓ પણ લઈ લઈશ.+ જે દિવસે એમ થશે, ૨૬ એ દિવસે બચી જનાર એક માણસ તને એની ખબર આપશે.+ ૨૭ એ દિવસે તું તારું મોં ખોલીશ અને બચી ગયેલા એ માણસ સાથે વાત કરીશ. તું મૂંગો રહીશ નહિ.+ તું તેઓ માટે નિશાની બનીશ અને તેઓએ સ્વીકારવું પડશે કે હું યહોવા છું.”

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો