ગીતશાસ્ત્ર
માસ્કીલ.* ગુફામાં+ દાઉદની પ્રાર્થના.
૧૪૨ હું મદદ માટે યહોવાને પોકાર કરું છું,+
કૃપા પામવા યહોવાને આજીજી કરું છું.
૨ તેમની આગળ હું મારી ચિંતાઓ ઠાલવું છું
અને તેમને મારી મુશ્કેલીઓ જણાવું છું.+
૩ હું કમજોર થઈ જાઉં ત્યારે, તમને વિનંતી કરું છું.
તમે મારા માર્ગ પર ધ્યાન આપો છો.+
હું ચાલું છું એ રસ્તે
દુશ્મનો મારા માટે જાળ બિછાવે છે.
એવી કોઈ જગ્યા નથી જ્યાં હું નાસી જઈ શકું.+
કોઈને મારી પડી નથી.
૫ હે યહોવા, હું મદદ માટે તમને કાલાવાલા કરું છું.
હું કહું છું: “તમે જ મારો આશરો છો,+
મારા જીવનમાં તમે જ બધું છો.”
૬ મદદ માટેની મારી અરજને ધ્યાન આપો,
કેમ કે હું આફતોના બોજ નીચે કચડાઈ ગયો છું.
સતાવણી કરનારાઓથી મને બચાવો,+
કેમ કે તેઓ મારાથી વધારે બળવાન છે.
૭ અંધારી કોટડીમાંથી મને બહાર કાઢી લાવો,
જેથી હું તમારા નામની સ્તુતિ કરું.
નેક જનો મારી સાથે આનંદ મનાવો,
કેમ કે તમે મારા પર કૃપા કરો છો.