વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૧ રાજાઓ ૨૧
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

૧ રાજાઓ મુખ્ય વિચારો

      • આહાબને નાબોથની દ્રાક્ષાવાડી જોઈએ છે (૧-૪)

      • ઇઝેબેલ નાબોથને મારી નંખાવે છે (૫-૧૬)

      • આહાબ વિરુદ્ધ એલિયાનો સંદેશો (૧૭-૨૬)

      • આહાબ નમ્ર બને છે (૨૭-૨૯)

૧ રાજાઓ ૨૧:૧

એને લગતી કલમો

  • +યહો ૧૯:૧૭, ૧૮

૧ રાજાઓ ૨૧:૩

એને લગતી કલમો

  • +લેવી ૨૫:૨૩; ગણ ૩૬:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૪/૨૦૧૭, પાન ૨૪

    ચોકીબુરજ,

    ૮/૧/૧૯૯૭, પાન ૧૩

૧ રાજાઓ ૨૧:૫

એને લગતી કલમો

  • +૧રા ૧૬:૩૧; ૧૮:૪; ૧૯:૨; ૨૧:૨૫

૧ રાજાઓ ૨૧:૭

એને લગતી કલમો

  • +મીખ ૨:૧; ૭:૩

૧ રાજાઓ ૨૧:૮

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +નહે ૯:૩૮; એસ્તે ૮:૮
  • +પુન ૧૬:૧૮

૧ રાજાઓ ૨૧:૧૦

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૦:૧૬; પુન ૧૭:૬
  • +નિર્ગ ૨૨:૨૮
  • +લેવી ૨૪:૧૬; યોહ ૧૦:૩૩

૧ રાજાઓ ૨૧:૧૩

એને લગતી કલમો

  • +આમ ૫:૧૨; હબા ૧:૪
  • +૨રા ૯:૨૫, ૨૬; સભા ૪:૧

૧ રાજાઓ ૨૧:૧૪

એને લગતી કલમો

  • +સભા ૫:૮; ૮:૧૪; હબા ૧:૧૩

૧ રાજાઓ ૨૧:૧૫

એને લગતી કલમો

  • +૧રા ૨૧:૭

૧ રાજાઓ ૨૧:૧૭

એને લગતી કલમો

  • +૧રા ૧૭:૧

૧ રાજાઓ ૨૧:૧૮

એને લગતી કલમો

  • +૧રા ૧૬:૨૯

૧ રાજાઓ ૨૧:૧૯

એને લગતી કલમો

  • +ઉત ૪:૮, ૧૦
  • +પુન ૫:૨૧; હબા ૨:૯
  • +૧રા ૨૨:૩૭, ૩૮; ૨રા ૯:૨૫, ૨૬

૧ રાજાઓ ૨૧:૨૦

એને લગતી કલમો

  • +૧રા ૧૮:૧૭; આમ ૫:૧૦
  • +૧રા ૧૬:૩૦

૧ રાજાઓ ૨૧:૨૧

ફૂટનોટ

  • *

    એમાં છોકરાઓનો પણ સમાવેશ થઈ શકે.

એને લગતી કલમો

  • +૨રા ૧૦:૭, ૧૭
  • +૨રા ૯:૭-૯

૧ રાજાઓ ૨૧:૨૨

એને લગતી કલમો

  • +૧રા ૧૫:૨૫-૨૯; ૧૬:૩, ૧૧

૧ રાજાઓ ૨૧:૨૩

એને લગતી કલમો

  • +૨રા ૯:૧૦, ૩૫

૧ રાજાઓ ૨૧:૨૪

એને લગતી કલમો

  • +૧રા ૧૪:૧૧; ૧૬:૪

૧ રાજાઓ ૨૧:૨૫

એને લગતી કલમો

  • +૧રા ૧૬:૩૧; ૨કા ૨૨:૨, ૩; પ્રક ૨:૨૦
  • +૧રા ૧૬:૩૦

૧ રાજાઓ ૨૧:૨૬

ફૂટનોટ

  • *

    આના માટેનો હિબ્રૂ શબ્દ કદાચ “મળ” કે “છાણ” માટેના શબ્દ સાથે સંકળાયેલો છે, જે તિરસ્કાર બતાવવા વપરાય છે.

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૩:૨૮; પુન ૯:૫

૧ રાજાઓ ૨૧:૨૯

એને લગતી કલમો

  • +ગી ૭૮:૩૪
  • +૨રા ૯:૨૫, ૨૬; ૧૦:૭, ૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૦/૨૦૨૧, પાન ૩

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

૧ રાજા. ૨૧:૧યહો ૧૯:૧૭, ૧૮
૧ રાજા. ૨૧:૩લેવી ૨૫:૨૩; ગણ ૩૬:૭
૧ રાજા. ૨૧:૫૧રા ૧૬:૩૧; ૧૮:૪; ૧૯:૨; ૨૧:૨૫
૧ રાજા. ૨૧:૭મીખ ૨:૧; ૭:૩
૧ રાજા. ૨૧:૮નહે ૯:૩૮; એસ્તે ૮:૮
૧ રાજા. ૨૧:૮પુન ૧૬:૧૮
૧ રાજા. ૨૧:૧૦નિર્ગ ૨૦:૧૬; પુન ૧૭:૬
૧ રાજા. ૨૧:૧૦નિર્ગ ૨૨:૨૮
૧ રાજા. ૨૧:૧૦લેવી ૨૪:૧૬; યોહ ૧૦:૩૩
૧ રાજા. ૨૧:૧૩આમ ૫:૧૨; હબા ૧:૪
૧ રાજા. ૨૧:૧૩૨રા ૯:૨૫, ૨૬; સભા ૪:૧
૧ રાજા. ૨૧:૧૪સભા ૫:૮; ૮:૧૪; હબા ૧:૧૩
૧ રાજા. ૨૧:૧૫૧રા ૨૧:૭
૧ રાજા. ૨૧:૧૭૧રા ૧૭:૧
૧ રાજા. ૨૧:૧૮૧રા ૧૬:૨૯
૧ રાજા. ૨૧:૧૯ઉત ૪:૮, ૧૦
૧ રાજા. ૨૧:૧૯પુન ૫:૨૧; હબા ૨:૯
૧ રાજા. ૨૧:૧૯૧રા ૨૨:૩૭, ૩૮; ૨રા ૯:૨૫, ૨૬
૧ રાજા. ૨૧:૨૦૧રા ૧૮:૧૭; આમ ૫:૧૦
૧ રાજા. ૨૧:૨૦૧રા ૧૬:૩૦
૧ રાજા. ૨૧:૨૧૨રા ૧૦:૭, ૧૭
૧ રાજા. ૨૧:૨૧૨રા ૯:૭-૯
૧ રાજા. ૨૧:૨૨૧રા ૧૫:૨૫-૨૯; ૧૬:૩, ૧૧
૧ રાજા. ૨૧:૨૩૨રા ૯:૧૦, ૩૫
૧ રાજા. ૨૧:૨૪૧રા ૧૪:૧૧; ૧૬:૪
૧ રાજા. ૨૧:૨૫૧રા ૧૬:૩૧; ૨કા ૨૨:૨, ૩; પ્રક ૨:૨૦
૧ રાજા. ૨૧:૨૫૧રા ૧૬:૩૦
૧ રાજા. ૨૧:૨૬નિર્ગ ૨૩:૨૮; પુન ૯:૫
૧ રાજા. ૨૧:૨૯ગી ૭૮:૩૪
૧ રાજા. ૨૧:૨૯૨રા ૯:૨૫, ૨૬; ૧૦:૭, ૧૧
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
૧ રાજાઓ ૨૧:૧-૨૯

પહેલો રાજાઓ

૨૧ એ પછી યિઝ્રએલના નાબોથની દ્રાક્ષાવાડીને લઈને એક બનાવ બન્યો. એ દ્રાક્ષાવાડી યિઝ્રએલમાં+ હતી, જે સમરૂનના રાજા આહાબના મહેલની બાજુમાં હતી. ૨ આહાબે નાબોથને કહ્યું: “તારી દ્રાક્ષાવાડી મારા મહેલની નજીક છે. તું એ દ્રાક્ષાવાડી મને શાકભાજી ઉગાડવા આપી દે. એના બદલામાં હું તને વધારે સારી દ્રાક્ષાવાડી આપીશ. તું ચાહે તો હું તને એની કિંમત ચૂકવી આપીશ.” ૩ નાબોથે આહાબને કહ્યું: “એવો વિચાર પણ મારા મનમાં ન આવે. એ તો યહોવાની નજરે ખોટું છે. આ વાડી તો મારા બાપદાદાઓ પાસેથી મને વારસામાં મળી છે.”+ ૪ આહાબ ઊતરેલા મોઢે નિરાશ થઈને પોતાના મહેલમાં પાછો આવ્યો, કારણ કે યિઝ્રએલના નાબોથે કહ્યું: “મારા બાપદાદાઓનો વારસો હું તમને નહિ આપું.” આહાબ મોં ફેરવીને પથારીમાં સૂઈ ગયો અને તેણે ખાવાની ના પાડી દીધી.

૫ આહાબની પત્ની ઇઝેબેલે+ તેની પાસે આવીને પૂછ્યું: “શું થયું? તમારું મોઢું કેમ ઊતરી ગયું છે ને ખાવાની પણ ના પાડો છો?” ૬ આહાબે તેને કહ્યું: “મેં યિઝ્રએલના નાબોથને પૂછ્યું કે, ‘મને તારી દ્રાક્ષાવાડી વેચાતી આપીશ? તું ચાહે તો એના બદલામાં હું તને વધારે સારી દ્રાક્ષાવાડી આપીશ.’ પણ તેણે કહ્યું: ‘હું મારી દ્રાક્ષાવાડી નહિ આપું.’” ૭ તેની પત્ની ઇઝેબેલે કહ્યું: “તમે ઇઝરાયેલના રાજા છો કે કોણ? ઊઠો, ખાઈ-પીને મજા કરો. યિઝ્રએલના નાબોથની દ્રાક્ષાવાડી હું તમને મેળવી આપીશ.”+ ૮ ઇઝેબેલે આહાબના નામે પત્રો લખ્યા અને એના પર આહાબની મહોર* મારી.+ એ પત્રો તેણે નાબોથના શહેરના વડીલો+ અને રાજવી અધિકારીઓને મોકલી આપ્યા. ૯ તેણે પત્રોમાં લખ્યું હતું: “ઉપવાસનો ઢંઢેરો પિટાવો. નાબોથને બધા લોકોની આગળ બેસાડો. ૧૦ બે બદમાશોને નાબોથની સામે બેસાડો. તેઓ તેની વિરુદ્ધ સાક્ષી પૂરે કે+ ‘તેં ઈશ્વર અને રાજાને શ્રાપ આપ્યો છે!’+ પછી તેને શહેરની બહાર લાવીને પથ્થરે મારી નાખો.”+

૧૧ નાબોથના શહેરના માણસોએ, એટલે કે વડીલો અને રાજવી અધિકારીઓએ ઇઝેબેલના પત્રોમાં લખ્યું હતું એવું જ કર્યું. ૧૨ તેઓએ ઉપવાસનો ઢંઢેરો પિટાવ્યો અને નાબોથને બધા લોકોની આગળ બેસાડ્યો. ૧૩ એવામાં બે બદમાશો આવીને નાબોથની સામે બેઠા. તેઓએ લોકો આગળ તેની વિરુદ્ધ સાક્ષી પૂરી કે “નાબોથે ઈશ્વર અને રાજાને શ્રાપ આપ્યો છે!”+ એટલે લોકો તેને શહેરની બહાર લાવ્યા અને પથ્થરો મારીને મારી નાખ્યો.+ ૧૪ તેઓએ ઇઝેબેલને સંદેશો મોકલ્યો કે “નાબોથ પથ્થરે માર્યો ગયો છે.”+

૧૫ નાબોથને પથ્થરે મારી નાખવામાં આવ્યો છે, એ સાંભળતાં જ ઇઝેબેલે આહાબને કહ્યું: “જાઓ! યિઝ્રએલના નાબોથે જે દ્રાક્ષાવાડી વેચાતી આપવાની ના પાડી હતી, એનો કબજો લઈ લો.+ નાબોથ હવે જીવતો રહ્યો નથી, તે મરી ગયો છે.” ૧૬ આહાબે સાંભળ્યું કે નાબોથનું મરણ થયું છે. તે તરત જ યિઝ્રએલના નાબોથની દ્રાક્ષાવાડીનો કબજો લેવા નીકળી પડ્યો.

૧૭ યહોવાનો સંદેશો તિશ્બેના વતની એલિયા+ પાસે આવ્યો: ૧૮ “તું ઊઠીને સમરૂનમાં ઇઝરાયેલના રાજા આહાબ પાસે જા.+ તે નાબોથની દ્રાક્ષાવાડીમાં છે, જ્યાં તે એનો કબજો લેવા ગયો છે. ૧૯ તારે તેને જણાવવું કે ‘યહોવા આમ કહે છે: “તેં એક માણસનું ખૂન કર્યું છે,+ હવે તેની મિલકત પણ પચાવી પાડવી છે?”’+ તેને કહેજે કે ‘યહોવા કહે છે: “જે જગ્યાએ કૂતરાઓએ નાબોથનું લોહી ચાટ્યું હતું, એ જ જગ્યાએ કૂતરાઓ તારું લોહી ચાટશે.”’”+

૨૦ આહાબે એલિયાને કહ્યું: “મારા દુશ્મન, તેં મને શોધી કાઢ્યો ખરો!”+ એલિયાએ જવાબ આપ્યો: “હા, મેં તને શોધી કાઢ્યો. ‘યહોવાની નજરમાં જે ખરાબ છે એ જ કરવાનું તેં નક્કી કર્યું છે.+ ૨૧ એટલે હું તારા પર આફત લાવીશ. હું તારા વંશજોનો સફાયો કરી નાખીશ અને આહાબના ઘરના દરેક પુરુષને* મારી નાખીશ.+ અરે, ઇઝરાયેલના લાચાર અને કમજોર માણસોના પણ હું એવા જ હાલ કરીશ.+ ૨૨ હું તારા ઘરને નબાટના દીકરા યરોબઆમ અને અહિયાના દીકરા બાશાના ઘર જેવું કરી નાખીશ.+ તેં મને કોપાયમાન કર્યો છે અને ઇઝરાયેલ પાસે પાપ કરાવ્યું છે.’ ૨૩ ઇઝેબેલ વિશે યહોવાએ આમ કહ્યું છે: ‘યિઝ્રએલની ભૂમિ પર કૂતરાઓ ઇઝેબેલને ખાશે.+ ૨૪ આહાબના કુટુંબમાંથી જે કોઈ શહેરની અંદર મરશે, તેને કૂતરાઓ ખાશે; જે કોઈ શહેરની બહાર મરશે તેને આકાશનાં પક્ષીઓ ખાશે.+ ૨૫ આહાબ પોતાની પત્નીના ઇશારે ચાલ્યો છે. તેણે જાણે નક્કી કર્યું છે કે યહોવાની નજરે જે ખરાબ હોય એ જ કરશે.+ અરે, આહાબ જેવો કોઈ પાક્યો નથી.+ ૨૬ યહોવાએ જે અમોરીઓને ઇઝરાયેલીઓ આગળથી હાંકી કાઢ્યા હતા,+ તેઓના જેવું આહાબે કર્યું છે. તેણે પણ ધિક્કાર ઊપજે એવી મૂર્તિઓની* પૂજા કરીને સખત નફરત થાય એવાં કામો કર્યાં છે.’”

૨૭ એ સાંભળીને આહાબે પોતાનાં કપડાં ફાડ્યાં અને શરીરે કંતાન વીંટાળ્યું. તે ઉપવાસ પર ઊતરી ગયો. તે કંતાન પહેરીને સૂઈ જતો અને ઉદાસ ચહેરે ચાલતો. ૨૮ યહોવાનો સંદેશો તિશ્બેના વતની એલિયા પાસે આવ્યો: ૨૯ “શું તેં જોયું કે મારી આગળ આહાબ કેવો નમ્ર બની ગયો છે?+ તે મારી આગળ નમ્ર બન્યો હોવાથી, તે જીવશે ત્યાં સુધી હું એ આફત લાવીશ નહિ. તેના ઘર પર એ આફત તેના દીકરાના સમયમાં લાવીશ.”+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો