વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૨ રાજાઓ ૨૧
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

૨ રાજાઓ મુખ્ય વિચારો

      • યહૂદાનો રાજા મનાશ્શા, તેણે નિર્દોષને મારી નાખ્યા  (૧-૧૮)

        • યરૂશાલેમનો નાશ થશે (૧૨-૧૫)

      • યહૂદાનો રાજા આમોન (૧૯-૨૬)

૨ રાજાઓ ૨૧:૧

એને લગતી કલમો

  • +૧કા ૩:૧૩; માથ ૧:૧૦
  • +૨કા ૩૩:૧

૨ રાજાઓ ૨૧:૨

એને લગતી કલમો

  • +૨કા ૩૩:૨-૬
  • +પુન ૧૨:૩૦, ૩૧; ૨કા ૩૬:૧૪; હઝ ૧૬:૫૧

૨ રાજાઓ ૨૧:૩

ફૂટનોટ

  • *

    મૂળ, “આકાશના આખા સૈન્યને.”

એને લગતી કલમો

  • +૨રા ૧૮:૧, ૪
  • +૨રા ૨૩:૪
  • +૧રા ૧૬:૩૦, ૩૨
  • +પુન ૪:૧૯

૨ રાજાઓ ૨૧:૪

એને લગતી કલમો

  • +યર્મિ ૩૨:૩૪
  • +પુન ૧૨:૫; ૨શ ૭:૧૨, ૧૩; ૧રા ૮:૨૯; ૯:૩

૨ રાજાઓ ૨૧:૫

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +હઝ ૮:૧૬
  • +૧રા ૬:૩૬; ૭:૧૨

૨ રાજાઓ ૨૧:૬

ફૂટનોટ

  • *

    મૂળ, “આગમાં ચલાવ્યો.”

એને લગતી કલમો

  • +લેવી ૧૯:૨૬
  • +લેવી ૨૦:૨૭; પુન ૧૮:૧૦, ૧૧

૨ રાજાઓ ૨૧:૭

એને લગતી કલમો

  • +૨રા ૨૩:૬
  • +૨કા ૩૩:૭-૯

૨ રાજાઓ ૨૧:૮

એને લગતી કલમો

  • +૧કા ૧૭:૯
  • +પુન ૨૮:૧

૨ રાજાઓ ૨૧:૯

એને લગતી કલમો

  • +પુન ૭:૧

૨ રાજાઓ ૨૧:૧૦

એને લગતી કલમો

  • +૨કા ૩૩:૧૦; ૩૬:૧૫, ૧૬; યર્મિ ૭:૨૫; માથ ૨૩:૩૭

૨ રાજાઓ ૨૧:૧૧

ફૂટનોટ

  • *

    આના માટેનો હિબ્રૂ શબ્દ કદાચ “મળ” કે “છાણ” માટેના શબ્દ સાથે સંકળાયેલો છે, જે તિરસ્કાર બતાવવા વપરાય છે.

એને લગતી કલમો

  • +લેવી ૧૮:૨૪, ૨૫; ૨રા ૨૩:૨૬; ૨૪:૩; યર્મિ ૧૫:૪
  • +ઉત ૧૫:૧૬

૨ રાજાઓ ૨૧:૧૨

ફૂટનોટ

  • *

    મૂળ, “તેના કાન ઝણઝણશે.”

એને લગતી કલમો

  • +૨રા ૨૨:૧૬, ૧૭; મીખ ૩:૧૨
  • +યર્મિ ૧૯:૩

૨ રાજાઓ ૨૧:૧૩

ફૂટનોટ

  • *

    અથવા, “ઓળંબાથી.” દીવાલ સીધી છે કે નહિ, એ માપવાનું સાધન.

એને લગતી કલમો

  • +યશા ૨૮:૧૭; યવિ ૨:૮
  • +૨રા ૧૭:૬; હઝ ૨૩:૩૩
  • +૧રા ૨૧:૨૧; ૨રા ૧૦:૧૧
  • +યર્મિ ૨૫:૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો, ૧૧/૨૦૨૨, પાન ૯-૧૦

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૬૧

૨ રાજાઓ ૨૧:૧૪

એને લગતી કલમો

  • +પુન ૩૨:૯; ૨રા ૧૭:૧૮
  • +લેવી ૨૬:૨૫; પુન ૨૮:૬૩

૨ રાજાઓ ૨૧:૧૫

એને લગતી કલમો

  • +પુન ૯:૨૧; ૩૧:૨૯; ન્યા ૨:૧૧, ૧૩

૨ રાજાઓ ૨૧:૧૬

એને લગતી કલમો

  • +૨રા ૨૪:૩, ૪; યર્મિ ૨:૩૪; માથ ૨૩:૩૦; હિબ્રૂ ૧૧:૩૭

૨ રાજાઓ ૨૧:૧૮

એને લગતી કલમો

  • +૨રા ૨૧:૨૩, ૨૬

૨ રાજાઓ ૨૧:૧૯

એને લગતી કલમો

  • +માથ ૧:૧૦
  • +૨કા ૩૩:૨૧

૨ રાજાઓ ૨૧:૨૦

એને લગતી કલમો

  • +૨કા ૩૩:૨૨, ૨૩

૨ રાજાઓ ૨૧:૨૧

એને લગતી કલમો

  • +૨રા ૨૧:૧, ૩

૨ રાજાઓ ૨૧:૨૨

એને લગતી કલમો

  • +૨રા ૨૨:૧૬, ૧૭; યર્મિ ૨:૧૩

૨ રાજાઓ ૨૧:૨૪

એને લગતી કલમો

  • +૨કા ૩૩:૨૫

૨ રાજાઓ ૨૧:૨૬

એને લગતી કલમો

  • +૨રા ૨૧:૧૮
  • +માથ ૧:૧૦

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

૨ રાજા. ૨૧:૧૧કા ૩:૧૩; માથ ૧:૧૦
૨ રાજા. ૨૧:૧૨કા ૩૩:૧
૨ રાજા. ૨૧:૨૨કા ૩૩:૨-૬
૨ રાજા. ૨૧:૨પુન ૧૨:૩૦, ૩૧; ૨કા ૩૬:૧૪; હઝ ૧૬:૫૧
૨ રાજા. ૨૧:૩૨રા ૧૮:૧, ૪
૨ રાજા. ૨૧:૩૨રા ૨૩:૪
૨ રાજા. ૨૧:૩૧રા ૧૬:૩૦, ૩૨
૨ રાજા. ૨૧:૩પુન ૪:૧૯
૨ રાજા. ૨૧:૪યર્મિ ૩૨:૩૪
૨ રાજા. ૨૧:૪પુન ૧૨:૫; ૨શ ૭:૧૨, ૧૩; ૧રા ૮:૨૯; ૯:૩
૨ રાજા. ૨૧:૫હઝ ૮:૧૬
૨ રાજા. ૨૧:૫૧રા ૬:૩૬; ૭:૧૨
૨ રાજા. ૨૧:૬લેવી ૧૯:૨૬
૨ રાજા. ૨૧:૬લેવી ૨૦:૨૭; પુન ૧૮:૧૦, ૧૧
૨ રાજા. ૨૧:૭૨રા ૨૩:૬
૨ રાજા. ૨૧:૭૨કા ૩૩:૭-૯
૨ રાજા. ૨૧:૮૧કા ૧૭:૯
૨ રાજા. ૨૧:૮પુન ૨૮:૧
૨ રાજા. ૨૧:૯પુન ૭:૧
૨ રાજા. ૨૧:૧૦૨કા ૩૩:૧૦; ૩૬:૧૫, ૧૬; યર્મિ ૭:૨૫; માથ ૨૩:૩૭
૨ રાજા. ૨૧:૧૧લેવી ૧૮:૨૪, ૨૫; ૨રા ૨૩:૨૬; ૨૪:૩; યર્મિ ૧૫:૪
૨ રાજા. ૨૧:૧૧ઉત ૧૫:૧૬
૨ રાજા. ૨૧:૧૨૨રા ૨૨:૧૬, ૧૭; મીખ ૩:૧૨
૨ રાજા. ૨૧:૧૨યર્મિ ૧૯:૩
૨ રાજા. ૨૧:૧૩યશા ૨૮:૧૭; યવિ ૨:૮
૨ રાજા. ૨૧:૧૩૨રા ૧૭:૬; હઝ ૨૩:૩૩
૨ રાજા. ૨૧:૧૩૧રા ૨૧:૨૧; ૨રા ૧૦:૧૧
૨ રાજા. ૨૧:૧૩યર્મિ ૨૫:૯
૨ રાજા. ૨૧:૧૪પુન ૩૨:૯; ૨રા ૧૭:૧૮
૨ રાજા. ૨૧:૧૪લેવી ૨૬:૨૫; પુન ૨૮:૬૩
૨ રાજા. ૨૧:૧૫પુન ૯:૨૧; ૩૧:૨૯; ન્યા ૨:૧૧, ૧૩
૨ રાજા. ૨૧:૧૬૨રા ૨૪:૩, ૪; યર્મિ ૨:૩૪; માથ ૨૩:૩૦; હિબ્રૂ ૧૧:૩૭
૨ રાજા. ૨૧:૧૮૨રા ૨૧:૨૩, ૨૬
૨ રાજા. ૨૧:૧૯માથ ૧:૧૦
૨ રાજા. ૨૧:૧૯૨કા ૩૩:૨૧
૨ રાજા. ૨૧:૨૦૨કા ૩૩:૨૨, ૨૩
૨ રાજા. ૨૧:૨૧૨રા ૨૧:૧, ૩
૨ રાજા. ૨૧:૨૨૨રા ૨૨:૧૬, ૧૭; યર્મિ ૨:૧૩
૨ રાજા. ૨૧:૨૪૨કા ૩૩:૨૫
૨ રાજા. ૨૧:૨૬૨રા ૨૧:૧૮
૨ રાજા. ૨૧:૨૬માથ ૧:૧૦
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
૨ રાજાઓ ૨૧:૧-૨૬

બીજો રાજાઓ

૨૧ મનાશ્શા+ રાજા બન્યો ત્યારે ૧૨ વર્ષનો હતો. તેણે યરૂશાલેમમાં ૫૫ વર્ષ રાજ કર્યું.+ તેની માનું નામ હેફસીબા હતું. ૨ યહોવાની નજરમાં જે ખરાબ હતું એ જ મનાશ્શાએ કર્યું. યહોવાએ જે પ્રજાઓને ઇઝરાયેલ આગળથી હાંકી કાઢી હતી+ તેઓના રીતરિવાજો તેણે પાળ્યા. એ પ્રજાઓ એવા રિવાજો પાળતી હતી જેનાથી સખત નફરત થાય.+ ૩ તેના પિતા હિઝકિયાએ જે ભક્તિ-સ્થળો તોડી પાડ્યાં હતાં,+ એ મનાશ્શાએ ફરીથી બાંધ્યાં. તેણે બઆલ માટે વેદીઓ બાંધી અને ભક્તિ-થાંભલો ઊભો કર્યો.+ તેણે ઇઝરાયેલના રાજા આહાબ જેવાં કામો કર્યાં.+ આકાશમાં જે કંઈ છે એ બધાને* તેણે નમન કર્યું અને તેઓની પૂજા કરી.+ ૪ તેણે યહોવાના મંદિરમાં પણ વેદીઓ બાંધી,+ જે વિશે યહોવાએ કહ્યું હતું, “હું યરૂશાલેમમાં મારું નામ રાખીશ.”+ ૫ આકાશમાં જે કંઈ છે એ બધાને ભજવા માટે+ તેણે યહોવાના મંદિરનાં બે આંગણાંમાં* વેદીઓ બાંધી.+ ૬ તેણે પોતાના દીકરાને આગમાં બલિ ચઢાવ્યો.* તે જાદુટોણાં કરતો અને શુકન જોતો.+ મરેલા સાથે વાત કરનાર ભૂવાઓને અને ભવિષ્ય ભાખનારાઓને તે દેશમાં રાખતો.+ તેણે યહોવાની નજરમાં જે કંઈ ખરાબ હતું એ બધું કરવામાં હદ વટાવી દીધી અને તેમને ભારે રોષ ચઢાવ્યો.

૭ તેણે ભક્તિ-થાંભલાની કોતરેલી મૂર્તિ ઘડી અને મંદિરમાં મૂકી.+ એ મંદિર વિશે યહોવાએ દાઉદ અને તેના દીકરા સુલેમાનને કહ્યું હતું: “આ મંદિરમાં અને યરૂશાલેમમાં હું મારું નામ કાયમ માટે રાખીશ.+ એ જગ્યા મેં ઇઝરાયેલનાં બધાં કુળોમાંથી પસંદ કરી છે. ૮ મેં ઇઝરાયેલીઓના બાપદાદાઓને જે દેશ આપ્યો છે, એમાંથી હું તેઓને કદી ભટકવા દઈશ નહિ.+ પણ મારા ભક્ત મૂસાએ તેઓને આપેલું આખું નિયમશાસ્ત્ર તેઓએ પાળવું પડશે. મારી બધી આજ્ઞાઓ તેઓએ પાળવી પડશે.”+ ૯ જોકે તેઓએ માન્યું નહિ. મનાશ્શા તેઓને ખોટા માર્ગે દોરી ગયો. ઇઝરાયેલીઓ આગળથી યહોવાએ જે પ્રજાઓનો વિનાશ કર્યો હતો, તેઓ કરતાં પણ વધારે દુષ્ટ કામો મનાશ્શાએ લોકો પાસે કરાવ્યાં.+

૧૦ યહોવા પોતાના પ્રબોધકો દ્વારા જણાવતા રહ્યા:+ ૧૧ “યહૂદાના રાજા મનાશ્શાએ આ ઘોર પાપ કર્યાં છે. તેની અગાઉના+ બધા અમોરીઓ+ કરતાં તેણે વધારે દુષ્ટ કામો કર્યાં છે. ધિક્કાર ઊપજે એવી મૂર્તિઓ* બનાવીને તેણે યહૂદા પાસે પાપ કરાવ્યું છે. ૧૨ એટલે ઇઝરાયેલના ઈશ્વર યહોવા કહે છે: ‘હું યરૂશાલેમ અને યહૂદા પર એવી આફત લાવીશ+ કે એ વિશે જે કોઈ સાંભળશે તેને આઘાત લાગશે.*+ ૧૩ હું યરૂશાલેમને એ માપદોરીથી માપીશ,+ જેનાથી સમરૂનને માપ્યું હતું.+ હું યરૂશાલેમને એ માપવાના સાધનથી* માપીશ, જેનાથી આહાબના કુટુંબને માપ્યું હતું.+ હું યરૂશાલેમનો એવો સફાયો કરી નાખીશ કે જાણે કોઈ વાટકો સાફ કરીને લૂછી નાખે અને ઊંધો વાળી દે.+ ૧૪ હું મારા વારસામાંથી બાકી રહેલા લોકોનો ત્યાગ કરીશ.+ હું તેઓને દુશ્મનોના હાથમાં સોંપી દઈશ. બધા દુશ્મનો તેઓને બંદી બનાવશે અને તેઓની ચીજવસ્તુઓ લૂંટી લેશે.+ ૧૫ એનું કારણ એ કે તેઓએ મારી નજરમાં જે ખરાબ છે એ જ કર્યું છે. તેઓના બાપદાદાઓ ઇજિપ્તમાંથી બહાર આવ્યા ત્યારથી લઈને આજ સુધી એ લોકોએ મને રોષ ચઢાવ્યો છે.’”+

૧૬ યહોવાની નજરમાં જે ખરાબ હતું એ મનાશ્શાએ યહૂદા પાસે કરાવીને પાપ કર્યું. એટલું જ નહિ, તેણે ઘણા નિર્દોષ લોકોને મારી નાખ્યા અને તેઓના લોહીથી યરૂશાલેમને છલોછલ ભરી દીધું.+ ૧૭ મનાશ્શાનો બાકીનો ઇતિહાસ યહૂદાના રાજાઓના ઇતિહાસના પુસ્તકમાં લખેલો છે. તેણે જે કંઈ કર્યું એ વિશે અને તેનાં પાપો વિશે એમાં જણાવ્યું છે. ૧૮ મનાશ્શા ગુજરી ગયો. તેને તેના મહેલના બાગમાં, ઉઝ્ઝાના બાગમાં દફનાવવામાં આવ્યો.+ તેનો દીકરો આમોન તેની જગ્યાએ રાજા બન્યો.

૧૯ આમોન+ રાજા બન્યો ત્યારે ૨૨ વર્ષનો હતો. તેણે યરૂશાલેમમાં બે વર્ષ રાજ કર્યું.+ તેની માનું નામ મશુલ્લેમેથ હતું. તે હારૂસની દીકરી હતી, જે યોટબાહનો વતની હતો. ૨૦ આમોન પોતાના પિતા મનાશ્શાની જેમ કરતો રહ્યો. તેણે યહોવાની નજરમાં જે ખરાબ હતું એ જ કર્યું.+ ૨૧ આમોન બધી રીતે પોતાના પિતાના માર્ગે ચાલતો રહ્યો. પોતાના પિતાની જેમ તેણે ધિક્કાર ઊપજે એવી મૂર્તિઓને નમન કર્યું અને એની પૂજા કરી.+ ૨૨ આમોને પોતાના બાપદાદાઓના ઈશ્વર યહોવાનો ત્યાગ કર્યો. તે યહોવાને માર્ગે ચાલ્યો નહિ.+ ૨૩ આમોનના સેવકોએ તેની વિરુદ્ધ કાવતરું ઘડ્યું અને રાજાને તેના મહેલમાં જ મારી નાખ્યો. ૨૪ જેઓએ આમોન રાજા વિરુદ્ધ કાવતરું ઘડ્યું હતું, એ બધાને દેશના લોકોએ મારી નાખ્યા. લોકોએ આમોનની જગ્યાએ તેના દીકરા યોશિયાને રાજા બનાવ્યો.+ ૨૫ આમોનનો બાકીનો ઇતિહાસ અને તેણે જે કંઈ કર્યું, એ બધું યહૂદાના રાજાઓના ઇતિહાસના પુસ્તકમાં લખેલું છે. ૨૬ લોકોએ તેને ઉઝ્ઝાના બાગમાં આવેલી તેની કબરમાં દફનાવ્યો.+ તેનો દીકરો યોશિયા તેની જગ્યાએ રાજા બન્યો.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો