વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • યર્મિયા ૮
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

યર્મિયા મુખ્ય વિચારો

      • લોકો બીજી પ્રજાઓ પાછળ તેઓના રસ્તે ગયા (૧-૭)

      • યહોવાના શબ્દો સિવાય જ્ઞાન ક્યાં? (૮-૧૭)

      • યહૂદાના ઘા જોઈને યર્મિયા વિલાપ કરે છે (૧૮-૨૨)

        • “શું ગિલયાદમાં મલમ નથી?” (૨૨)

યર્મિયા ૮:૨

એને લગતી કલમો

  • +પુન ૪:૧૯; ૨રા ૧૭:૧૬; ૨૧:૧, ૩; યર્મિ ૧૯:૧૩; હઝ ૮:૧૬; સફા ૧:૪, ૫
  • +યર્મિ ૧૬:૪

યર્મિયા ૮:૫

એને લગતી કલમો

  • +યર્મિ ૫:૩

યર્મિયા ૮:૬

એને લગતી કલમો

  • +યર્મિ ૫:૧

યર્મિયા ૮:૭

ફૂટનોટ

  • *

    અથવા, “ઠરાવેલો સમય.”

  • *

    અથવા કદાચ, “સારસ.”

એને લગતી કલમો

  • +યશા ૧:૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૦૨, પાન ૩૨

યર્મિયા ૮:૮

ફૂટનોટ

  • *

    અથવા, “સૂચન.”

  • *

    અથવા, “મંત્રીઓની.” શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +યશા ૮:૧

યર્મિયા ૮:૯

એને લગતી કલમો

  • +યશા ૨૯:૧૪

યર્મિયા ૮:૧૦

એને લગતી કલમો

  • +પુન ૨૮:૩૦; સફા ૧:૧૩
  • +યશા ૫૬:૧૧; હઝ ૩૩:૩૧; મીખ ૩:૧૧
  • +યર્મિ ૫:૩૧; ૬:૧૨-૧૫; ૨૭:૯; યવિ ૨:૧૪; હઝ ૨૨:૨૮

યર્મિયા ૮:૧૧

ફૂટનોટ

  • *

    અથવા, “તૂટેલા હાડકાને.”

એને લગતી કલમો

  • +યર્મિ ૨૩:૧૬, ૧૭; હઝ ૧૩:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૫/૧/૧૯૮૮, પાન ૨૧

    ૪/૧/૧૯૮૭, પાન ૨૧

યર્મિયા ૮:૧૨

એને લગતી કલમો

  • +યર્મિ ૩:૩
  • +યર્મિ ૨૩:૧૨

યર્મિયા ૮:૧૪

એને લગતી કલમો

  • +યર્મિ ૪:૫
  • +યર્મિ ૯:૧૫; ૨૩:૧૫; યવિ ૩:૧૯

યર્મિયા ૮:૧૫

એને લગતી કલમો

  • +યર્મિ ૪:૧૦; ૧૪:૧૯

યર્મિયા ૮:૨૧

એને લગતી કલમો

  • +યર્મિ ૪:૧૯, ૨૦; ૧૪:૧૭

યર્મિયા ૮:૨૨

ફૂટનોટ

  • *

    અથવા, “સુગંધી દ્રવ્ય.” શબ્દસૂચિમાં “સુગંધી દ્રવ્ય” જુઓ.

એને લગતી કલમો

  • +ઉત ૩૭:૨૫
  • +યર્મિ ૩૦:૧૨, ૧૩
  • +યર્મિ ૩૦:૧૭; ૩૩:૪, ૬

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

યર્મિ. ૮:૨પુન ૪:૧૯; ૨રા ૧૭:૧૬; ૨૧:૧, ૩; યર્મિ ૧૯:૧૩; હઝ ૮:૧૬; સફા ૧:૪, ૫
યર્મિ. ૮:૨યર્મિ ૧૬:૪
યર્મિ. ૮:૫યર્મિ ૫:૩
યર્મિ. ૮:૬યર્મિ ૫:૧
યર્મિ. ૮:૭યશા ૧:૩
યર્મિ. ૮:૮યશા ૮:૧
યર્મિ. ૮:૯યશા ૨૯:૧૪
યર્મિ. ૮:૧૦પુન ૨૮:૩૦; સફા ૧:૧૩
યર્મિ. ૮:૧૦યશા ૫૬:૧૧; હઝ ૩૩:૩૧; મીખ ૩:૧૧
યર્મિ. ૮:૧૦યર્મિ ૫:૩૧; ૬:૧૨-૧૫; ૨૭:૯; યવિ ૨:૧૪; હઝ ૨૨:૨૮
યર્મિ. ૮:૧૧યર્મિ ૨૩:૧૬, ૧૭; હઝ ૧૩:૧૦
યર્મિ. ૮:૧૨યર્મિ ૩:૩
યર્મિ. ૮:૧૨યર્મિ ૨૩:૧૨
યર્મિ. ૮:૧૪યર્મિ ૪:૫
યર્મિ. ૮:૧૪યર્મિ ૯:૧૫; ૨૩:૧૫; યવિ ૩:૧૯
યર્મિ. ૮:૧૫યર્મિ ૪:૧૦; ૧૪:૧૯
યર્મિ. ૮:૨૧યર્મિ ૪:૧૯, ૨૦; ૧૪:૧૭
યર્મિ. ૮:૨૨ઉત ૩૭:૨૫
યર્મિ. ૮:૨૨યર્મિ ૩૦:૧૨, ૧૩
યર્મિ. ૮:૨૨યર્મિ ૩૦:૧૭; ૩૩:૪, ૬
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
યર્મિયા ૮:૧-૨૨

યર્મિયા

૮ યહોવા કહે છે, “એ સમયે યહૂદાના રાજાઓનાં હાડકાં, એના અધિકારીઓનાં હાડકાં, યાજકોનાં હાડકાં, પ્રબોધકોનાં હાડકાં અને યરૂશાલેમના રહેવાસીઓનાં હાડકાં તેઓની કબરોમાંથી બહાર કાઢવામાં આવશે. ૨ તેઓને સૂર્ય, ચંદ્ર અને આકાશનાં સૈન્યો સામે વિખેરી નાખવામાં આવશે, જેઓને તેઓ ચાહતા હતા, જેઓની ભક્તિ કરતા હતા, જેઓની પાછળ પાછળ ચાલતા હતા, જેઓની સલાહ લેતા હતા અને જેઓને નમન કરતા હતા.+ તેઓને ભેગા કરવામાં નહિ આવે કે દાટવામાં નહિ આવે. તેઓ જમીન પર ખાતર બની જશે.”+

૩ સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, “આ દુષ્ટ પ્રજાના બાકી રહેલા લોકોને હું જે જગ્યાઓએ વિખેરી નાખીશ, ત્યાં તેઓ જીવવા કરતાં મરવું વધારે પસંદ કરશે.”

૪ “તું તેઓને આમ કહેજે, ‘યહોવા કહે છે:

“જો તેઓ પડી જાય, તો શું ફરી ઊભા નહિ થાય?

જો એક પાછો ફરે, તો શું બીજો પણ પાછો નહિ ફરે?

 ૫ તો યરૂશાલેમના આ લોકો કેમ વારંવાર મને બેવફા બને છે?

તેઓ કપટ કરવાથી ઊંચા નથી આવતા

અને પાછા ફરવાની ના પાડે છે.+

 ૬ મેં તેઓ પર ધ્યાન આપ્યું, તેઓનું સાંભળ્યું, પણ તેઓ સાચું બોલ્યા નથી.

એકેય માણસે પોતાની દુષ્ટતા માટે પસ્તાવો કર્યો નથી.

કોઈ વિચારતું નથી, ‘અરે, મેં આ શું કર્યું?’+

જેમ ઘોડો યુદ્ધમાં જવા પૂરઝડપે દોડે છે,

તેમ દરેક જણ વારંવાર બીજાના રસ્તે દોડી જાય છે.

 ૭ આકાશમાં ઊડતો બગલો બીજી જગ્યાએ જવાની ૠતુ* જાણે છે.

હોલો, અબાબીલ અને કસ્તુરો* પાછા ફરવાનો વખત જાણે છે,

પણ મારા લોકો યહોવાના ન્યાયચુકાદાનો સમય જાણતા નથી.”’+

 ૮ ‘તમે કઈ રીતે કહી શકો કે, “અમે જ્ઞાની છીએ, અમારી પાસે યહોવાનો નિયમ* છે”?

હકીકતમાં શાસ્ત્રીઓની* જૂઠી કલમ+ જૂઠાણું લખવા જ વપરાઈ છે.

 ૯ જ્ઞાની માણસોનું માથું શરમથી નમી ગયું છે.+

તેઓ ગભરાઈ જશે. તેઓને પકડી લેવામાં આવશે.

જુઓ! તેઓએ યહોવાના સંદેશાનો નકાર કર્યો છે,

તો તેઓ કઈ રીતે જ્ઞાની કહેવાય?

૧૦ હું તેઓની પત્નીઓ બીજા માણસોને આપી દઈશ,

તેઓનાં ખેતરો બીજાઓના હાથમાં સોંપી દઈશ,+

કેમ કે નાનાથી લઈને મોટા સુધી, બધા બેઈમાની કરીને કમાય છે.+

પ્રબોધકથી લઈને યાજક સુધી, બધા છેતરપિંડી કરે છે.+

૧૧ જરાય શાંતિ નથી,

છતાં તેઓ કહે છે, “શાંતિ છે! શાંતિ છે!”

એવું કહીને તેઓ મારા લોકોની દીકરીના ઘા* બસ ઉપર ઉપરથી રૂઝવે છે.+

૧૨ શું મારા લોકોને પોતાનાં નીચ કામો માટે શરમ આવે છે?

ના, તેઓને જરાય શરમ આવતી નથી!

તેઓમાં જરાય લાજ-શરમ નથી!+

પડી ગયેલાની જેમ તેઓ પણ પડી જશે.

હું તેઓને સજા કરીશ ત્યારે તેઓ ઠોકર ખાશે,’+ એવું યહોવા કહે છે.

૧૩ યહોવા કહે છે, ‘હું તેઓને ભેગા કરીશ ત્યારે હું તેઓનો નાશ કરીશ.

દ્રાક્ષાવેલા પર એકેય દ્રાક્ષ નહિ રહે, અંજીરી પર અંજીર નહિ રહે, બધાં પાંદડાં ચીમળાઈ જશે.

મેં તેઓને જે આપ્યું હતું એ તેઓના હાથમાંથી જતું રહેશે.’”

૧૪ “આપણે કેમ બેસી રહ્યા છીએ?

ચાલો, ભેગા થઈને કોટવાળાં શહેરોમાં જઈએ+ અને ત્યાં મરી જઈએ.

આપણા ઈશ્વર યહોવા આપણો નાશ કરવા માંગે છે,

તે આપણને ઝેરી પાણી પીવા આપે છે,+

કેમ કે આપણે યહોવા વિરુદ્ધ પાપ કર્યું છે.

૧૫ આપણે તો શાંતિની આશા રાખતા હતા, પણ કંઈ સારું થયું નહિ!

સાજા થવાની રાહ જોતા હતા, પણ આતંક છવાઈ ગયો છે!+

૧૬ દાનથી દુશ્મનના ઘોડાઓના નાકના સુસવાટા સંભળાય છે.

બળવાન ઘોડાના હણહણાટથી આખો દેશ ધ્રૂજી ઊઠે છે.

દુશ્મનો આવીને દેશનો અને એમાં જે કંઈ છે એ બધાનો નાશ કરે છે,

શહેર અને એના રહેવાસીઓનો સંહાર કરે છે.”

૧૭ યહોવા કહે છે, “હું તમારામાં સાપ મોકલું છું,

ઝેરી સાપ મોકલું છું, જેને મંત્રથી વશ કરી શકાય નહિ,

તેઓ તમને ચોક્કસ કરડશે.”

૧૮ મારા દુઃખનો કોઈ ઇલાજ નથી,

મારા દિલમાં સખત પીડા થાય છે.

૧૯ દૂર દેશથી મદદનો પોકાર સંભળાય છે,

મારા લોકોની દીકરી કહે છે:

“શું યહોવા સિયોનમાં નથી?

શું તેનો રાજા તેનામાં નથી?”

“તેઓએ કેમ પોતાની કોતરેલી મૂર્તિઓથી

અને નકામા દેવોથી મને દુઃખી કર્યો છે?”

૨૦ “કાપણીની મોસમ વીતી ગઈ છે, ઉનાળો પૂરો થઈ ગયો છે,

પણ અમને બચાવવામાં આવ્યા નથી!”

૨૧ મારા લોકોની દીકરીનો ઘા જોઈને મારું દિલ તૂટી ગયું છે,+

હું નિરાશ થઈ ગયો છું,

ખૂબ ડરી ગયો છું.

૨૨ શું ગિલયાદમાં મલમ* નથી?+

શું ત્યાં કોઈ વૈદ નથી?+

તો મારા લોકોની દીકરીને કેમ સાજી કરવામાં આવી નથી?+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો