વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • યર્મિયા ૨૬
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

યર્મિયા મુખ્ય વિચારો

      • યર્મિયાને મોતની ધમકી મળી (૧-૧૫)

      • યર્મિયાનો બચાવ થયો (૧૬-૧૯)

        • મીખાહની ભવિષ્યવાણીમાંથી ટાંકવામાં આવ્યું (૧૮)

      • પ્રબોધક ઉરિયાહ (૨૦-૨૪)

યર્મિયા ૨૬:૧

એને લગતી કલમો

  • +૨રા ૨૩:૩૪; ૨કા ૩૬:૪; યર્મિ ૨૫:૧; ૩૫:૧; ૩૬:૧

યર્મિયા ૨૬:૨

ફૂટનોટ

  • *

    અથવા, “તેઓ વિશે.”

યર્મિયા ૨૬:૩

ફૂટનોટ

  • *

    અથવા, “પસ્તાવો કરીશ.”

એને લગતી કલમો

  • +યશા ૫૫:૭; યર્મિ ૧૮:૭, ૮; ૩૬:૩; હઝ ૧૮:૨૭

યર્મિયા ૨૬:૪

ફૂટનોટ

  • *

    અથવા, “સૂચનો.”

યર્મિયા ૨૬:૫

ફૂટનોટ

  • *

    મૂળ, “વહેલા ઊઠીને.”

એને લગતી કલમો

  • +૨રા ૧૭:૧૩, ૧૪; યર્મિ ૭:૧૨-૧૪; ૨૫:૩

યર્મિયા ૨૬:૬

ફૂટનોટ

  • *

    અથવા, “ઘરને.”

એને લગતી કલમો

  • +ગી ૭૮:૬૦
  • +યર્મિ ૨૪:૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા,

    ૪/૨૦૧૭, પાન ૭

યર્મિયા ૨૬:૭

એને લગતી કલમો

  • +યર્મિ ૨૬:૨

યર્મિયા ૨૬:૧૦

એને લગતી કલમો

  • +યર્મિ ૩૬:૧૦

યર્મિયા ૨૬:૧૧

એને લગતી કલમો

  • +યર્મિ ૧૮:૧૯, ૨૦
  • +યર્મિ ૩૮:૪

યર્મિયા ૨૬:૧૨

એને લગતી કલમો

  • +યર્મિ ૧:૧૭

યર્મિયા ૨૬:૧૩

ફૂટનોટ

  • *

    અથવા, “પસ્તાવો કરશે.”

એને લગતી કલમો

  • +યર્મિ ૭:૩; ૩૬:૩; હઝ ૧૮:૩૨; યૂના ૩:૯

યર્મિયા ૨૬:૧૭

ફૂટનોટ

  • *

    મૂળ, “મંડળને.” શબ્દસૂચિમાં “મંડળ” જુઓ.

યર્મિયા ૨૬:૧૮

ફૂટનોટ

  • *

    અથવા, “અને ઘરનો પર્વત.”

એને લગતી કલમો

  • +૨કા ૨૯:૧
  • +મીખ ૧:૧
  • +ગી ૭૯:૧; યર્મિ ૯:૧૧
  • +મીખ ૩:૧૨

યર્મિયા ૨૬:૧૯

ફૂટનોટ

  • *

    અથવા, “પસ્તાવો કરે.”

એને લગતી કલમો

  • +૨કા ૩૨:૨૬

યર્મિયા ૨૬:૨૦

એને લગતી કલમો

  • +યહો ૧૫:૨૦, ૬૦; ૧૮:૧૧, ૧૪; ૧શ ૭:૨

યર્મિયા ૨૬:૨૧

એને લગતી કલમો

  • +૨રા ૨૩:૩૪; ૨કા ૩૬:૫
  • +૨કા ૧૬:૧૦

યર્મિયા ૨૬:૨૨

એને લગતી કલમો

  • +યર્મિ ૩૬:૧૧, ૧૨

યર્મિયા ૨૬:૨૩

એને લગતી કલમો

  • +યર્મિ ૨:૩૦

યર્મિયા ૨૬:૨૪

એને લગતી કલમો

  • +૨રા ૨૨:૧૦
  • +૨રા ૨૨:૧૨, ૧૩; યર્મિ ૩૯:૧૩, ૧૪; ૪૦:૫
  • +૧રા ૧૮:૪

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

યર્મિ. ૨૬:૧૨રા ૨૩:૩૪; ૨કા ૩૬:૪; યર્મિ ૨૫:૧; ૩૫:૧; ૩૬:૧
યર્મિ. ૨૬:૩યશા ૫૫:૭; યર્મિ ૧૮:૭, ૮; ૩૬:૩; હઝ ૧૮:૨૭
યર્મિ. ૨૬:૫૨રા ૧૭:૧૩, ૧૪; યર્મિ ૭:૧૨-૧૪; ૨૫:૩
યર્મિ. ૨૬:૬ગી ૭૮:૬૦
યર્મિ. ૨૬:૬યર્મિ ૨૪:૯
યર્મિ. ૨૬:૭યર્મિ ૨૬:૨
યર્મિ. ૨૬:૧૦યર્મિ ૩૬:૧૦
યર્મિ. ૨૬:૧૧યર્મિ ૧૮:૧૯, ૨૦
યર્મિ. ૨૬:૧૧યર્મિ ૩૮:૪
યર્મિ. ૨૬:૧૨યર્મિ ૧:૧૭
યર્મિ. ૨૬:૧૩યર્મિ ૭:૩; ૩૬:૩; હઝ ૧૮:૩૨; યૂના ૩:૯
યર્મિ. ૨૬:૧૮૨કા ૨૯:૧
યર્મિ. ૨૬:૧૮મીખ ૧:૧
યર્મિ. ૨૬:૧૮ગી ૭૯:૧; યર્મિ ૯:૧૧
યર્મિ. ૨૬:૧૮મીખ ૩:૧૨
યર્મિ. ૨૬:૧૯૨કા ૩૨:૨૬
યર્મિ. ૨૬:૨૦યહો ૧૫:૨૦, ૬૦; ૧૮:૧૧, ૧૪; ૧શ ૭:૨
યર્મિ. ૨૬:૨૧૨રા ૨૩:૩૪; ૨કા ૩૬:૫
યર્મિ. ૨૬:૨૧૨કા ૧૬:૧૦
યર્મિ. ૨૬:૨૨યર્મિ ૩૬:૧૧, ૧૨
યર્મિ. ૨૬:૨૩યર્મિ ૨:૩૦
યર્મિ. ૨૬:૨૪૨રા ૨૨:૧૦
યર્મિ. ૨૬:૨૪૨રા ૨૨:૧૨, ૧૩; યર્મિ ૩૯:૧૩, ૧૪; ૪૦:૫
યર્મિ. ૨૬:૨૪૧રા ૧૮:૪
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
યર્મિયા ૨૬:૧-૨૪

યર્મિયા

૨૬ યોશિયાના દીકરા, યહૂદાના રાજા યહોયાકીમના શાસનની શરૂઆતમાં યહોવાનો આ સંદેશો યર્મિયાને મળ્યો:+ ૨ “યહોવા કહે છે, ‘તું યહોવાના મંદિરના આંગણામાં ઊભો રહે અને યહૂદાનાં શહેરોના જે લોકો યહોવાના મંદિરમાં ભક્તિ કરવા આવે છે, તેઓને* એ સંદેશો જણાવ. મેં તને જે જે કહ્યું છે, એ બધું તેઓને કહી સંભળાવ. એકેય શબ્દ કહેવાનો બાકી રાખતો નહિ. ૩ કદાચ તેઓ સાંભળે અને પોતાના દુષ્ટ માર્ગોથી પાછા ફરે. એમ થશે તો હું મારું મન બદલીશ* અને તેઓનાં દુષ્ટ કામોને લીધે તેઓ પર જે આફત લાવવાનો હતો એ નહિ લાવું.+ ૪ તું તેઓને કહેજે: “યહોવા કહે છે, ‘જો તમે મારું નહિ સાંભળો, મેં આપેલા નિયમો* નહિ પાળો ૫ અને મારા સેવકો, એટલે કે મારા પ્રબોધકોનો સંદેશો નહિ સાંભળો, જેઓને હું વારંવાર* તમારી પાસે મોકલું છું અને તમે સાંભળતા નથી,+ ૬ તો હું આ મંદિરને* શીલોહ+ જેવું બનાવી દઈશ. હું આ શહેરના એવા હાલ કરીશ કે બધી પ્રજાઓ એનું નામ લઈને શ્રાપ આપશે.’”’”+

૭ યાજકોએ, પ્રબોધકોએ અને બધા લોકોએ યહોવાના મંદિરમાં યર્મિયાને સંદેશો આપતા સાંભળ્યો.+ ૮ યહોવાની આજ્ઞા પ્રમાણે યર્મિયાએ લોકોને બધું જણાવ્યું. એ પછી યાજકોએ, પ્રબોધકોએ અને બધા લોકોએ તેને પકડી લીધો. તેઓએ કહ્યું: “તું નક્કી માર્યો જઈશ! ૯ તું કેમ યહોવાના નામે ભવિષ્યવાણી કરે છે કે, ‘આ મંદિર શીલોહ જેવું બની જશે, આ શહેર ઉજ્જડ અને વસ્તી વગરનું થઈ જશે’?” પછી યહોવાના મંદિરમાં બધા લોકો યર્મિયાને ઘેરી વળ્યા.

૧૦ યહૂદાના અધિકારીઓએ એ વિશે સાંભળ્યું ત્યારે, તેઓ રાજાના મહેલમાંથી યહોવાના મંદિરમાં આવ્યા. તેઓ યહોવાના મંદિરના નવા દરવાજા આગળ બેઠા.+ ૧૧ યાજકોએ અને પ્રબોધકોએ અધિકારીઓને અને બધા લોકોને કહ્યું: “આ માણસને મોતની સજા થવી જોઈએ,+ કેમ કે તેણે આ શહેર વિરુદ્ધ ભવિષ્યવાણી કરી છે. તમે તમારા કાને એ સાંભળી છે.”+

૧૨ પછી યર્મિયાએ બધા અધિકારીઓને અને બધા લોકોને કહ્યું: “આ મંદિર અને આ શહેર વિરુદ્ધ તમે મારા મોંએ જે ભવિષ્યવાણી સાંભળી, એ કહેવા યહોવાએ મને મોકલ્યો છે.+ ૧૩ તમારાં વર્તનમાં અને કામોમાં સુધારો કરો, તમારા ઈશ્વર યહોવાનું કહ્યું માનો. જો તમે એમ કરશો, તો યહોવા પોતાનું મન બદલશે* અને જે આફત તમારા પર લાવવાના છે એ નહિ લાવે.+ ૧૪ પણ મારી વાત છે ત્યાં સુધી, લો, હું તમારા હાથમાં છું. તમને જે સારું અને યોગ્ય લાગે, એ પ્રમાણે કરો. ૧૫ પણ એક વાત જાણી લો, જો તમે મને મારી નાખશો, તો તમે પોતાના પર, આ શહેર પર અને એના રહેવાસીઓ પર નિર્દોષ માણસના લોહીનો દોષ લાવશો. કેમ કે સાચે જ એ બધું કહેવા યહોવાએ મને તમારી પાસે મોકલ્યો છે.”

૧૬ પછી અધિકારીઓએ અને બધા લોકોએ યાજકોને અને પ્રબોધકોને કહ્યું: “આ માણસે એવું કંઈ કર્યું નથી કે તેને મોતની સજા થાય. તેણે તો આપણા ઈશ્વર યહોવાના નામે સંદેશો જણાવ્યો છે.”

૧૭ દેશના અમુક વડીલો ઊભા થયા અને હાજર લોકોને* કહ્યું: ૧૮ “યહૂદાના રાજા હિઝકિયાના+ દિવસોમાં મોરેશેથનો વતની મીખાહ+ ભવિષ્યવાણી કરતો હતો. તેણે યહૂદાના બધા લોકોને કહ્યું હતું, ‘સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે:

“તમારા લીધે સિયોનને ખેતરની જેમ ખેડવામાં આવશે,

યરૂશાલેમ પથ્થરનો ઢગલો થઈ જશે,+

અને ઈશ્વરના મંદિરનો પર્વત* જંગલની ટેકરીઓ જેવો થઈ જશે.”’+

૧૯ “શું યહૂદાના રાજા હિઝકિયાએ અને યહૂદાના લોકોએ તેને મારી નાખ્યો હતો? શું રાજાએ યહોવાનો ડર રાખ્યો ન હતો? શું તેણે યહોવા પાસે દયાની ભીખ માંગી ન હતી, જેથી યહોવા પોતાનું મન બદલે* અને જે આફત લાવવાના હતા એ ન લાવે?+ જો આપણે આ માણસને મારી નાખીશું, તો પોતાના પર આફત નોતરીશું.

૨૦ “બીજો એક માણસ પણ યહોવાના નામે ભવિષ્યવાણી કરતો હતો. તેનું નામ ઉરિયાહ હતું. તે શમાયાનો દીકરો હતો અને કિર્યાથ-યઆરીમનો+ વતની હતો. તેણે પણ યર્મિયાની જેમ આ શહેર અને આ દેશ વિરુદ્ધ ભવિષ્યવાણી કરી હતી. ૨૧ જ્યારે તેનો સંદેશો રાજા યહોયાકીમ,+ તેના યોદ્ધાઓ અને તેના બધા અધિકારીઓના કાને પડ્યો, ત્યારે રાજાએ તેને મારી નાખવાની કોશિશ કરી.+ ઉરિયાહને એની ખબર પડી ત્યારે તે ગભરાઈ ગયો અને ઇજિપ્ત નાસી ગયો. ૨૨ તેને પકડવા રાજા યહોયાકીમે આખ્બોરના દીકરા એલ્નાથાનને+ અને બીજા માણસોને ઇજિપ્ત મોકલ્યા. ૨૩ તેઓ ઉરિયાહને ઇજિપ્તથી પકડી લાવ્યા અને રાજા યહોયાકીમને સોંપી દીધો. રાજાએ ઉરિયાહને તલવારે મારી નાખ્યો+ અને તેની લાશ સામાન્ય લોકોના કબ્રસ્તાનમાં નાખી દીધી.”

૨૪ પણ શાફાનના+ દીકરા અહીકામે+ યર્મિયાને સાથ આપ્યો, એટલે તેને લોકોના હાથમાં સોંપવામાં ન આવ્યો અને તે માર્યો ન ગયો.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો