વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • નીતિવચનો ૨૬
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

નીતિવચનો મુખ્ય વિચારો

    • રાજા હિઝકિયાના માણસોએ નકલ કરેલાં સુલેમાનનાં નીતિવચનો (૨૫:૧–૨૯:૨૭)

નીતિવચનો ૨૬:૧

એને લગતી કલમો

  • +ની ૩૦:૨૧, ૨૨; સભા ૧૦:૭

નીતિવચનો ૨૬:૨

ફૂટનોટ

  • *

    અથવા કદાચ, “કારણ વગર આપેલો શ્રાપ સાચો પડતો નથી.”

નીતિવચનો ૨૬:૩

એને લગતી કલમો

  • +ગી ૩૨:૯
  • +ની ૨૭:૨૨

નીતિવચનો ૨૬:૪

ફૂટનોટ

  • *

    અથવા, “નહિતર તું તેની સમાન થઈશ.”

નીતિવચનો ૨૬:૫

એને લગતી કલમો

  • +માથ ૨૧:૨૩-૨૫

નીતિવચનો ૨૬:૬

ફૂટનોટ

  • *

    મૂળ, “તે પોતાના જ પગ કાપી નાખે છે અને હિંસા પીએ છે.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૦/૧/૧૯૮૭, પાન ૨૬

નીતિવચનો ૨૬:૭

ફૂટનોટ

  • *

    અથવા, “લટકતા પગની.”

એને લગતી કલમો

  • +ની ૧૭:૭

નીતિવચનો ૨૬:૮

એને લગતી કલમો

  • +ની ૧૯:૧૦; ૨૬:૧

નીતિવચનો ૨૬:૧૦

ફૂટનોટ

  • *

    અથવા, “તીર ચલાવીને બધાને ઘાયલ કરનાર.”

નીતિવચનો ૨૬:૧૧

એને લગતી કલમો

  • +૨પિ ૨:૨૨

નીતિવચનો ૨૬:૧૨

ફૂટનોટ

  • *

    અથવા, “મૂર્ખ માટે વધારે આશા છે.”

એને લગતી કલમો

  • +ની ૧૨:૧૫; ૧કો ૩:૧૮; ૮:૨

નીતિવચનો ૨૬:૧૩

એને લગતી કલમો

  • +ની ૨૨:૧૩

નીતિવચનો ૨૬:૧૪

એને લગતી કલમો

  • +ની ૬:૯; ૧૯:૧૫; ૨૪:૩૩, ૩૪

નીતિવચનો ૨૬:૧૫

એને લગતી કલમો

  • +ની ૧૯:૨૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૪/૧૫/૧૯૯૭, પાન ૩૦-૩૧

નીતિવચનો ૨૬:૧૭

ફૂટનોટ

  • *

    અથવા, “રાહદારી.”

  • *

    અથવા કદાચ, “જે માણસ પારકાના ઝઘડામાં માથું મારે છે.”

એને લગતી કલમો

  • +૧થે ૪:૧૧; ૧પિ ૪:૧૫

નીતિવચનો ૨૬:૧૯

એને લગતી કલમો

  • +ની ૧૫:૨૧

નીતિવચનો ૨૬:૨૦

એને લગતી કલમો

  • +ની ૨૨:૧૦; યાકૂ ૩:૬

નીતિવચનો ૨૬:૨૧

એને લગતી કલમો

  • +ની ૩:૩૦; ૧૬:૨૮; ૧૭:૧૪

નીતિવચનો ૨૬:૨૨

એને લગતી કલમો

  • +ની ૧૮:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૫/૧/૧૯૯૧, પાન ૨૩

નીતિવચનો ૨૬:૨૩

એને લગતી કલમો

  • +૨શ ૨૦:૯, ૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૦૩, પાન ૨૮

નીતિવચનો ૨૬:૨૫

ફૂટનોટ

  • *

    અથવા, “તેનું દિલ એકદમ દુષ્ટ છે.”

નીતિવચનો ૨૬:૨૬

ફૂટનોટ

  • *

    મૂળ, “મંડળ.”

નીતિવચનો ૨૬:૨૭

એને લગતી કલમો

  • +એસ્તે ૭:૧૦; ગી ૯:૧૫; ની ૨૮:૧૦; સભા ૧૦:૮

નીતિવચનો ૨૬:૨૮

એને લગતી કલમો

  • +ની ૨૯:૫

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

નીતિ. ૨૬:૧ની ૩૦:૨૧, ૨૨; સભા ૧૦:૭
નીતિ. ૨૬:૩ગી ૩૨:૯
નીતિ. ૨૬:૩ની ૨૭:૨૨
નીતિ. ૨૬:૫માથ ૨૧:૨૩-૨૫
નીતિ. ૨૬:૭ની ૧૭:૭
નીતિ. ૨૬:૮ની ૧૯:૧૦; ૨૬:૧
નીતિ. ૨૬:૧૧૨પિ ૨:૨૨
નીતિ. ૨૬:૧૨ની ૧૨:૧૫; ૧કો ૩:૧૮; ૮:૨
નીતિ. ૨૬:૧૩ની ૨૨:૧૩
નીતિ. ૨૬:૧૪ની ૬:૯; ૧૯:૧૫; ૨૪:૩૩, ૩૪
નીતિ. ૨૬:૧૫ની ૧૯:૨૪
નીતિ. ૨૬:૧૭૧થે ૪:૧૧; ૧પિ ૪:૧૫
નીતિ. ૨૬:૧૯ની ૧૫:૨૧
નીતિ. ૨૬:૨૦ની ૨૨:૧૦; યાકૂ ૩:૬
નીતિ. ૨૬:૨૧ની ૩:૩૦; ૧૬:૨૮; ૧૭:૧૪
નીતિ. ૨૬:૨૨ની ૧૮:૮
નીતિ. ૨૬:૨૩૨શ ૨૦:૯, ૧૦
નીતિ. ૨૬:૨૭એસ્તે ૭:૧૦; ગી ૯:૧૫; ની ૨૮:૧૦; સભા ૧૦:૮
નીતિ. ૨૬:૨૮ની ૨૯:૫
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
નીતિવચનો ૨૬:૧-૨૮

નીતિવચનો

૨૬ જેમ ઉનાળામાં બરફ અને કાપણીમાં વરસાદ શોભતો નથી,

તેમ મૂર્ખને આદર શોભતો નથી.+

 ૨ જેમ પક્ષીને અને અબાબીલને ઊડી જવાનું કારણ હોય છે,

તેમ શ્રાપ આપવા માટે પણ કોઈ ને કોઈ કારણ હોય છે.*

 ૩ ઘોડા માટે ચાબુક અને ગધેડા માટે લગામ હોય છે+

અને મૂર્ખની પીઠ માટે સોટી હોય છે.+

 ૪ મૂર્ખને તેની મૂર્ખાઈ પ્રમાણે જવાબ ન આપ,

નહિતર તારામાં અને તેનામાં શો ફરક રહેશે?*

 ૫ મૂર્ખને તેની મૂર્ખાઈ પ્રમાણે જવાબ આપ,

જેથી તે પોતાને બહુ બુદ્ધિશાળી ન સમજે.+

 ૬ જે માણસ મૂર્ખને કોઈ કામ સોંપે છે,

તે પોતાના જ પગ પર કુહાડી મારે છે.*

 ૭ મૂર્ખનાં સુવાક્યો લંગડાના પગની* જેમ નકામાં હોય છે.+

 ૮ મૂર્ખને માન આપવું

ગોફણ સાથે પથ્થર બાંધવા જેવું છે.+

 ૯ મૂર્ખનાં સુવાક્યો દારૂડિયાના હાથમાં કાંટાની ઝાડી જેવાં છે.

૧૦ મૂર્ખને કે રાહદારીને મજૂરીએ રાખનાર માણસ

આડેધડ તીર ચલાવનાર* તીરંદાજ જેવો છે.

૧૧ જેમ કૂતરો પોતાની ઊલટી ચાટવા પાછો જાય છે,

તેમ મૂર્ખ એકની એક મૂર્ખાઈ વારંવાર કરે છે.+

૧૨ શું તેં એવો કોઈ માણસ જોયો છે, જે પોતાને બહુ બુદ્ધિશાળી સમજે છે?+

એના કરતાં તો મૂર્ખને સુધારવો વધારે સહેલું છે.*

૧૩ આળસુ કહે છે, “રસ્તા પર સિંહ છે,

ચોકમાં સિંહ ઊભો છે!”+

૧૪ જેમ બારણું મિજાગરાં પર ફર્યા કરે છે,

તેમ આળસુ માણસ પથારીમાં આળોટ્યા કરે છે.+

૧૫ આળસુ માણસ મિજબાનીના થાળમાં હાથ તો નાખે છે,

પણ મોંમાં કોળિયો મૂકતાંય તેને થાક લાગે છે.+

૧૬ આળસુને લાગે છે કે તે બહુ બુદ્ધિશાળી છે,

યોગ્ય જવાબ આપતા સાત માણસો કરતાં પણ બુદ્ધિશાળી છે.

૧૭ જે માણસ* પારકાનો ઝઘડો જોઈને ઊકળી ઊઠે છે,*+

તે કૂતરાના કાન પકડનાર જેવો છે.

૧૮ ગાંડો માણસ સળગતાં તીર અને જીવલેણ ભાલા ફેંકે છે

૧૯ અને જે માણસ પોતાના પડોશીને છેતરીને કહે છે, “હું તો મજાક કરતો હતો!” તે પેલા ગાંડા જેવો જ છે.+

૨૦ લાકડું ન હોય તો આગ બુઝાઈ જાય છે

અને નિંદાખોર ન હોય તો ઝઘડો શમી જાય છે.+

૨૧ જેમ કોલસો અંગારાને અને લાકડું આગને ભડકાવે છે,

તેમ કજિયાખોર માણસ ઝઘડાની આગ ચાંપે છે.+

૨૨ કાન ભંભેરણી કરનારના શબ્દો સ્વાદિષ્ટ કોળિયા જેવા છે,

એ તરત પેટમાં ઊતરી જાય છે.+

૨૩ દુષ્ટના દિલમાંથી નીકળેલા પ્રેમાળ શબ્દો,

ચાંદીનું પાણી ચઢાવેલા ઠીકરા જેવા છે.+

૨૪ બીજાઓને ધિક્કારતો માણસ માયાળુ શબ્દો તો બોલે છે,

પણ દિલમાં કપટ ભરી રાખે છે.

૨૫ ભલે તે મીઠી મીઠી વાતો કરે, પણ તેનો ભરોસો ન કર,

કેમ કે તેનું દિલ સાત દુષ્ટ વાતોથી ભરેલું છે.*

૨૬ ભલે તે જૂઠું બોલીને નફરત છુપાવે,

પણ તેની દુષ્ટતા લોકો* આગળ ખુલ્લી પડશે.

૨૭ જે બીજા માટે ખાડો ખોદે છે, તે પોતે જ એમાં પડશે.

જે માણસ પથ્થર ગબડાવે છે, તેના પર જ એ પથ્થર આવી પડશે.+

૨૮ જૂઠાબોલી જીભ એનો ભોગ બનનારને ધિક્કારે છે

અને ખુશામત કરનાર મોં બરબાદી લાવે છે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો