વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૧ કાળવૃત્તાંત ૨૨
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

૧ કાળવૃત્તાંત મુખ્ય વિચારો

      • દાઉદે મંદિર માટે કરેલી તૈયારીઓ (૧-૫)

      • દાઉદ સુલેમાનને સૂચનાઓ આપે છે (૬-૧૬)

      • સુલેમાનને મદદ કરવા આગેવાનોને હુકમ (૧૭-૧૯)

૧ કાળવૃત્તાંત ૨૨:૧

એને લગતી કલમો

  • +પુન ૧૨:૫, ૬; ૨શ ૨૪:૧૮; ૨કા ૩:૧

૧ કાળવૃત્તાંત ૨૨:૨

એને લગતી કલમો

  • +૧રા ૯:૨૦, ૨૧; ૨કા ૨:૧૭, ૧૮
  • +૧રા ૫:૧૫, ૧૭; ૬:૭; ૭:૯

૧ કાળવૃત્તાંત ૨૨:૩

એને લગતી કલમો

  • +૧રા ૭:૪૭

૧ કાળવૃત્તાંત ૨૨:૪

એને લગતી કલમો

  • +૨શ ૫:૧૧
  • +૧રા ૫:૬, ૮
  • +૨કા ૨:૩

૧ કાળવૃત્તાંત ૨૨:૫

એને લગતી કલમો

  • +૨કા ૨:૫
  • +હાગ ૨:૩
  • +ગી ૬૮:૨૯
  • +૧રા ૩:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧/૨૦૧૭, પાન ૨૯

૧ કાળવૃત્તાંત ૨૨:૭

એને લગતી કલમો

  • +પુન ૧૨:૫, ૬; ૨શ ૭:૨; ગી ૧૩૨:૩-૫

૧ કાળવૃત્તાંત ૨૨:૮

એને લગતી કલમો

  • +૧કા ૧૭:૪

૧ કાળવૃત્તાંત ૨૨:૯

ફૂટનોટ

  • *

    આ નામ હિબ્રૂ શબ્દ પરથી છે, જેનો અર્થ થાય, “શાંતિ.”

એને લગતી કલમો

  • +૧કા ૨૮:૫
  • +૨શ ૭:૧૨, ૧૩; ૧રા ૪:૨૫; ૫:૪
  • +૨શ ૧૨:૨૪
  • +ગી ૭૨:૭

૧ કાળવૃત્તાંત ૨૨:૧૦

એને લગતી કલમો

  • +૧રા ૫:૫
  • +૨શ ૭:૧૪; હિબ્રૂ ૧:૫
  • +૧કા ૧૭:૧૨-૧૪; ગી ૮૯:૩૫, ૩૬

૧ કાળવૃત્તાંત ૨૨:૧૧

એને લગતી કલમો

  • +૧કા ૨૮:૨૦

૧ કાળવૃત્તાંત ૨૨:૧૨

એને લગતી કલમો

  • +૨કા ૧:૧૦; ગી ૭૨:૧
  • +પુન ૪:૬

૧ કાળવૃત્તાંત ૨૨:૧૩

એને લગતી કલમો

  • +પુન ૧૨:૧; ૧૭:૧૮, ૧૯; યહો ૧:૮; ૧રા ૨:૩; ૧કા ૨૮:૭; ગી ૧૯:૮, ૧૧
  • +લેવી ૧૯:૩૭; ૧કા ૨૮:૭
  • +યહો ૧:૬, ૯; ૧કા ૨૮:૨૦

૧ કાળવૃત્તાંત ૨૨:૧૪

ફૂટનોટ

  • *

    એક તાલંત એટલે ૩૪.૨ કિ.ગ્રા. વધારે માહિતી ખ-૧૪ જુઓ.

એને લગતી કલમો

  • +૧કા ૨૯:૬, ૭
  • +૧કા ૨૯:૨-૪

૧ કાળવૃત્તાંત ૨૨:૧૫

એને લગતી કલમો

  • +૧રા ૫:૧૭; ૬:૭; ૭:૯
  • +૧રા ૭:૧૩, ૧૪

૧ કાળવૃત્તાંત ૨૨:૧૬

એને લગતી કલમો

  • +૧કા ૨૨:૩
  • +૨કા ૧:૧

૧ કાળવૃત્તાંત ૨૨:૧૯

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિમાં “પવિત્ર જગ્યા” જુઓ.

એને લગતી કલમો

  • +પુન ૪:૨૯; ૨કા ૨૦:૩; દા ૯:૩
  • +૧રા ૬:૧
  • +પુન ૧૨:૨૧; ૧રા ૮:૨૯; ૯:૩
  • +૧રા ૮:૬, ૨૧

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

૧ કાળ. ૨૨:૧પુન ૧૨:૫, ૬; ૨શ ૨૪:૧૮; ૨કા ૩:૧
૧ કાળ. ૨૨:૨૧રા ૯:૨૦, ૨૧; ૨કા ૨:૧૭, ૧૮
૧ કાળ. ૨૨:૨૧રા ૫:૧૫, ૧૭; ૬:૭; ૭:૯
૧ કાળ. ૨૨:૩૧રા ૭:૪૭
૧ કાળ. ૨૨:૪૨શ ૫:૧૧
૧ કાળ. ૨૨:૪૧રા ૫:૬, ૮
૧ કાળ. ૨૨:૪૨કા ૨:૩
૧ કાળ. ૨૨:૫૨કા ૨:૫
૧ કાળ. ૨૨:૫હાગ ૨:૩
૧ કાળ. ૨૨:૫ગી ૬૮:૨૯
૧ કાળ. ૨૨:૫૧રા ૩:૭
૧ કાળ. ૨૨:૭પુન ૧૨:૫, ૬; ૨શ ૭:૨; ગી ૧૩૨:૩-૫
૧ કાળ. ૨૨:૮૧કા ૧૭:૪
૧ કાળ. ૨૨:૯૧કા ૨૮:૫
૧ કાળ. ૨૨:૯૨શ ૭:૧૨, ૧૩; ૧રા ૪:૨૫; ૫:૪
૧ કાળ. ૨૨:૯૨શ ૧૨:૨૪
૧ કાળ. ૨૨:૯ગી ૭૨:૭
૧ કાળ. ૨૨:૧૦૧રા ૫:૫
૧ કાળ. ૨૨:૧૦૨શ ૭:૧૪; હિબ્રૂ ૧:૫
૧ કાળ. ૨૨:૧૦૧કા ૧૭:૧૨-૧૪; ગી ૮૯:૩૫, ૩૬
૧ કાળ. ૨૨:૧૧૧કા ૨૮:૨૦
૧ કાળ. ૨૨:૧૨૨કા ૧:૧૦; ગી ૭૨:૧
૧ કાળ. ૨૨:૧૨પુન ૪:૬
૧ કાળ. ૨૨:૧૩પુન ૧૨:૧; ૧૭:૧૮, ૧૯; યહો ૧:૮; ૧રા ૨:૩; ૧કા ૨૮:૭; ગી ૧૯:૮, ૧૧
૧ કાળ. ૨૨:૧૩લેવી ૧૯:૩૭; ૧કા ૨૮:૭
૧ કાળ. ૨૨:૧૩યહો ૧:૬, ૯; ૧કા ૨૮:૨૦
૧ કાળ. ૨૨:૧૪૧કા ૨૯:૬, ૭
૧ કાળ. ૨૨:૧૪૧કા ૨૯:૨-૪
૧ કાળ. ૨૨:૧૫૧રા ૫:૧૭; ૬:૭; ૭:૯
૧ કાળ. ૨૨:૧૫૧રા ૭:૧૩, ૧૪
૧ કાળ. ૨૨:૧૬૧કા ૨૨:૩
૧ કાળ. ૨૨:૧૬૨કા ૧:૧
૧ કાળ. ૨૨:૧૯પુન ૪:૨૯; ૨કા ૨૦:૩; દા ૯:૩
૧ કાળ. ૨૨:૧૯૧રા ૬:૧
૧ કાળ. ૨૨:૧૯પુન ૧૨:૨૧; ૧રા ૮:૨૯; ૯:૩
૧ કાળ. ૨૨:૧૯૧રા ૮:૬, ૨૧
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
૧ કાળવૃત્તાંત ૨૨:૧-૧૯

પહેલો કાળવૃત્તાંત

૨૨ પછી દાઉદે કહ્યું: “સાચા ઈશ્વર યહોવાનું મંદિર અહીં બનશે અને ઇઝરાયેલીઓ અહીં વેદી પર અગ્‍નિ-અર્પણ ચઢાવશે.”+

૨ દાઉદે ઇઝરાયેલ દેશમાં રહેતા પરદેશીઓને+ ભેગા કરવાનો હુકમ આપ્યો. તેણે તેઓને પથ્થર કાપવાનું કામ સોંપ્યું, જેથી તેઓ સાચા ઈશ્વરના મંદિર માટે પથ્થરો કાપે અને ઘાટ આપે.+ ૩ દાઉદે દરવાજાનાં પાંખિયાં માટેના ખીલા અને મિજાગરાં બનાવવા પુષ્કળ લોઢું ભેગું કર્યું. તેણે એટલું બધું તાંબું પણ ભેગું કર્યું કે એને તોળી ન શકાય.+ ૪ તેણે દેવદારનાં લાકડાં+ પણ ભેગાં કર્યાં, જેની કોઈ ગણતરી ન હતી. સિદોન+ અને તૂરના+ લોકો દાઉદ માટે દેવદારનાં પુષ્કળ લાકડાં લાવ્યા હતા. ૫ દાઉદે કહ્યું: “યહોવા માટે તો ભવ્ય અને શાનદાર મંદિર બનવું જોઈએ.+ એ એટલું સુંદર હોય+ કે બધા દેશોમાં જાણીતું થઈ જાય.+ મારો દીકરો સુલેમાન હજુ તો યુવાન છે. તેને કોઈ અનુભવ નથી.+ એટલે હું તેના માટે બધી તૈયારી કરી રાખું.” દાઉદે પોતાના મરણ પહેલાં પુષ્કળ માલ-સામાન ભેગો કર્યો.

૬ દાઉદે પોતાના દીકરા સુલેમાનને બોલાવ્યો અને તેને ઇઝરાયેલના ઈશ્વર યહોવાનું મંદિર બાંધવા વિશે સૂચનાઓ આપી. ૭ દાઉદે પોતાના દીકરા સુલેમાનને જણાવ્યું: “મારા ઈશ્વર યહોવાના નામને મહિમા મળે, એ માટે મંદિર બાંધવાની મારા દિલની તમન્‍ના હતી.+ ૮ પણ યહોવાએ મને જણાવ્યું, ‘તેં ઘણું લોહી વહાવ્યું છે અને મોટી મોટી લડાઈઓ લડી છે. મારા નામને મહિમા આપવા માટે તું મંદિર નહિ બાંધે,+ કેમ કે મારી આગળ પૃથ્વી પર તેં ઘણું લોહી વહાવ્યું છે. ૯ પણ તને દીકરો થશે,+ જે શાંતિ ચાહનાર હશે. હું તેને આસપાસના બધા દુશ્મનોથી શાંતિ આપીશ.+ તેનું નામ સુલેમાન*+ હશે અને તેના દિવસોમાં આખા ઇઝરાયેલમાં સુખ-શાંતિ હશે.+ ૧૦ મારા નામને મહિમા આપવા તે જ મારું મંદિર બાંધશે.+ તે મારો દીકરો બનશે અને હું તેનો પિતા થઈશ.+ ઇઝરાયેલ પર હું તેની રાજગાદી કાયમ માટે સ્થાપીશ.’+

૧૧ “હવે મારા દીકરા, યહોવા તારી સાથે હોય. તારા વિશે તેમણે જે કહ્યું છે, એ પ્રમાણે યહોવા તારા ઈશ્વરનું મંદિર બાંધવામાં તું સફળ થા.+ ૧૨ યહોવા તને ઇઝરાયેલ પર અધિકાર આપે ત્યારે, તે તને બુદ્ધિ અને સમજણ આપે,+ જેથી તું તારા ઈશ્વર યહોવાના નિયમો પાળે.+ ૧૩ યહોવાએ જે નિયમો અને કાયદા-કાનૂન ઇઝરાયેલને આપવાની મૂસાને આજ્ઞા કરી હતી,+ એ જો તું ધ્યાનથી પાળીશ,+ તો તું સફળ થઈશ. હિંમતવાન અને બળવાન થા. ડરીશ નહિ કે ગભરાઈશ નહિ.+ ૧૪ મેં સખત મહેનત કરીને યહોવાના મંદિર માટે ૧,૦૦,૦૦૦ તાલંત* સોનું અને ૧૦,૦૦,૦૦૦ તાલંત ચાંદી ભેગાં કર્યાં છે. તાંબું અને લોઢું+ તો એટલું બધું છે કે તોળી ન શકાય. મેં લાકડાં અને પથ્થરો+ પણ ભેગાં કર્યાં છે, તું એમાં ઉમેરો કરતો રહેજે. ૧૫ તારી પાસે ઘણા કારીગરો છે, જેમ કે પથ્થર કાપનારાઓ, કડિયાઓ,+ સુથારો અને બધી રીતે હોશિયાર કારીગરો.+ ૧૬ તારી પાસે એટલું બધું સોનું, ચાંદી, તાંબું અને લોઢું છે, જેનો કોઈ હિસાબ નથી.+ ઊઠ અને કામ શરૂ કર. યહોવા તારી સાથે રહો!”+

૧૭ દાઉદે પોતાના દીકરા સુલેમાનને મદદ કરવા ઇઝરાયેલના બધા આગેવાનોને આવો હુકમ કર્યો: ૧૮ “શું યહોવા તમારા ઈશ્વર તમારી સાથે નથી? શું તેમણે તમને ચારે બાજુથી શાંતિ આપી નથી? તેમણે દેશના લોકોને મારા હાથમાં સોંપી દીધા છે. યહોવા અને તેમના લોકો આગળ દેશ હારી ગયો છે. ૧૯ હવે તમારા ઈશ્વર યહોવાને પૂરા દિલથી અને પૂરા જીવથી ભજવાનું નક્કી કરો.+ સાચા ઈશ્વર યહોવાનું મંદિર* બાંધવાનું શરૂ કરી દો.+ પછી યહોવાના નામને મહિમા આપવા માટે બંધાયેલા એ મંદિરમાં+ તમે યહોવાનો કરારકોશ અને સાચા ઈશ્વરનાં પવિત્ર વાસણો લઈ જજો.”+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો