વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • દાનિયેલ ૧૧
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

દાનિયેલ મુખ્ય વિચારો

      • ઈરાન અને ગ્રીસના રાજાઓ (૧-૪)

      • ઉત્તર અને દક્ષિણના રાજાઓ (૫-૪૫)

        • કર ઉઘરાવનાર ઊભો થશે (૨૦)

        • કરારના આગેવાનને કચડી નાખવામાં આવ્યો (૨૨)

        • કિલ્લાઓના દેવનો મહિમા કરવામાં આવ્યો (૩૮)

        • દક્ષિણનો રાજા ઉત્તરના રાજાની સામે થશે (૪૦)

        • પૂર્વ અને ઉત્તરથી બેચેન કરી દેતા સમાચાર મળે છે (૪૪)

દાનિયેલ ૧૧:૧

ફૂટનોટ

  • *

    મૂળ, “તેને.”

  • *

    અથવા, “અને તેના માટે કિલ્લા જેવો બન્યો.”

એને લગતી કલમો

  • +દા ૫:૩૦, ૩૧; ૯:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૨૧૨

દાનિયેલ ૧૧:૨

એને લગતી કલમો

  • +દા ૮:૨૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા,

    ૧૦/૨૦૧૭, પાન ૪

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૨૧૨-૨૧૩

દાનિયેલ ૧૧:૩

ફૂટનોટ

  • *

    અથવા, “તે મોટા વિસ્તાર પર.”

એને લગતી કલમો

  • +દા ૮:૫, ૨૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા,

    ૧૦/૨૦૧૭, પાન ૪

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૨૧૩-૨૧૪

    ચાકીબુરજ,

    ૧૧/૧/૧૯૮૯, પાન ૨૬

દાનિયેલ ૧૧:૪

ફૂટનોટ

  • *

    મૂળ, “આકાશના ચાર વાયુઓમાં.”

એને લગતી કલમો

  • +દા ૭:૬; ૮:૮, ૨૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા,

    ૧૦/૨૦૧૭, પાન ૪

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૧૬૨, ૨૧૪-૨૧૫

    ચાકીબુરજ,

    ૧૧/૧/૧૯૮૯, પાન ૨૬

દાનિયેલ ૧૧:૫

ફૂટનોટ

  • *

    દેખીતું છે, એ ઉત્તરના રાજાને બતાવે છે.

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૨૧૮

દાનિયેલ ૧૧:૬

ફૂટનોટ

  • *

    અથવા, “સમાન હક મળે એવી ગોઠવણ.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૨૧૮-૨૧૯

દાનિયેલ ૧૧:૭

ફૂટનોટ

  • *

    મૂળ, “તેની.” દેખીતું છે, એ દક્ષિણના રાજાને બતાવે છે.

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૨૨૦

દાનિયેલ ૧૧:૮

ફૂટનોટ

  • *

    અથવા, “મનગમતી.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૨૨૦

દાનિયેલ ૧૧:૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૨૨૧

દાનિયેલ ૧૧:૧૦

ફૂટનોટ

  • *

    દેખીતું છે, એ ઉત્તરના રાજાને બતાવે છે.

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૨૨૧

દાનિયેલ ૧૧:૧૧

ફૂટનોટ

  • *

    દેખીતું છે, એ ઉત્તરના રાજાને બતાવે છે.

  • *

    દેખીતું છે, એ દક્ષિણના રાજાને બતાવે છે.

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૨૨૨

દાનિયેલ ૧૧:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૨૨૨

દાનિયેલ ૧૧:૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૨૨૩

દાનિયેલ ૧૧:૧૪

ફૂટનોટ

  • *

    અથવા, “લુટારાઓના દીકરાઓ.”

  • *

    મૂળ, “તેઓ ઠોકર ખાઈને પડી જશે.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૨૨૩

દાનિયેલ ૧૧:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૨૨૪

દાનિયેલ ૧૧:૧૬

ફૂટનોટ

  • *

    અથવા, “શણગારના દેશમાં.”

એને લગતી કલમો

  • +ગી ૪૮:૨; દા ૮:૯; ૧૧:૪૧, ૪૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૨૨૪

દાનિયેલ ૧૧:૧૭

ફૂટનોટ

  • *

    અથવા, “સમાન હક મળે એવી ગોઠવણ.”

  • *

    દેખીતું છે, એ ઉત્તરના રાજાને બતાવે છે.

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૨૨૪-૨૨૫

દાનિયેલ ૧૧:૧૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૨૨૫-૨૨૬, ૨૩૧

દાનિયેલ ૧૧:૧૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૨૨૫-૨૨૬, ૨૩૧

દાનિયેલ ૧૧:૨૦

ફૂટનોટ

  • *

    અથવા, “સૈનિકોની નોંધણી કરનાર અધિકારી.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૨૩૨-૨૩૩, ૨૪૮

    જ્ઞાન, પાન ૩૨

દાનિયેલ ૧૧:૨૧

ફૂટનોટ

  • *

    અથવા, “નકામો.”

  • *

    અથવા કદાચ, “કોઈ ચેતવણી વગર.”

  • *

    અથવા, “કાવતરાંથી; ખુશામતથી.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૨૩૩-૨૩૬, ૨૪૮-૨૫૧

    જ્ઞાન, પાન ૩૨

દાનિયેલ ૧૧:૨૨

એને લગતી કલમો

  • +ઉત ૧૫:૧૮; પ્રેકા ૩:૨૫
  • +દા ૯:૨૫; યોહ ૧:૪૫, ૪૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૨૩૩-૨૩૪, ૨૩૬-૨૩૮

    જ્ઞાન, પાન ૩૨

દાનિયેલ ૧૧:૨૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૨૩૮

દાનિયેલ ૧૧:૨૪

ફૂટનોટ

  • *

    અથવા કદાચ, “કોઈ ચેતવણી વગર.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૨૩૯

દાનિયેલ ૧૧:૨૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૫/૨૦૨૦, પાન ૪-૫

    ચાકીબુરજ,

    ૧/૧૫/૧૯૯૯, પાન ૩૦-૩૧

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૨૪૦-૨૪૧

દાનિયેલ ૧૧:૨૬

ફૂટનોટ

  • *

    અથવા, “તેની સેના તણાઈ જશે.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૫/૨૦૨૦, પાન ૫

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૨૪૦, ૨૪૧-૨૪૨

દાનિયેલ ૧૧:૨૭

એને લગતી કલમો

  • +દા ૧૨:૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૫/૨૦૨૦, પાન ૫

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૨૫૬-૨૫૯

દાનિયેલ ૧૧:૨૮

ફૂટનોટ

  • *

    દેખીતું છે, એ ઉત્તરના રાજાને બતાવે છે.

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૫/૨૦૨૦, પાન ૫

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૨૬૦-૨૬૧

દાનિયેલ ૧૧:૨૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૫/૨૦૨૦, પાન ૫

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૨૬૧-૨૬૨

    ચોકીબુરજ,

    ૧૧/૧/૧૯૯૩, પાન ૧૨

દાનિયેલ ૧૧:૩૦

ફૂટનોટ

  • *

    અથવા, “ધિક્કાર.”

એને લગતી કલમો

  • +ઉત ૧૦:૪; ગણ ૨૪:૨૪; યશા ૨૩:૧; યર્મિ ૨:૧૦; હઝ ૨૭:૬
  • +દા ૧૧:૨૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૫/૨૦૨૦, પાન ૬

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૨૬૨-૨૬૫

    ચોકીબુરજ,

    ૧૧/૧/૧૯૯૩, પાન ૧૨

દાનિયેલ ૧૧:૩૧

એને લગતી કલમો

  • +દા ૮:૧૧
  • +દા ૮:૧૨
  • +દા ૧૨:૧૧; માથ ૨૪:૧૫; માર્ક ૧૩:૧૪; લૂક ૨૧:૨૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૫/૨૦૨૦, પાન ૬-૭

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૨૬૫-૨૬૯, ૨૯૮

    ચોકીબુરજ,

    ૧૧/૧/૧૯૯૩, પાન ૧૨

દાનિયેલ ૧૧:૩૨

ફૂટનોટ

  • *

    દેખીતું છે, એ ઉત્તરના રાજાને બતાવે છે.

  • *

    અથવા, “ખુશામત; જૂઠી વાતો.”

  • *

    શબ્દસૂચિમાં “ઈશ્વર-વિરોધી” જુઓ.

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૨૭૨-૨૭૩

    ચોકીબુરજ,

    ૧૧/૧/૧૯૯૩, પાન ૧૨

દાનિયેલ ૧૧:૩૩

એને લગતી કલમો

  • +દા ૧૨:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૨૭૨-૨૭૩

    ચોકીબુરજ,

    ૧૧/૧/૧૯૯૩, પાન ૧૨

દાનિયેલ ૧૧:૩૪

ફૂટનોટ

  • *

    અથવા, “ખુશામત; જૂઠી વાતો.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૫/૨૦૨૦, પાન ૬, ૧૨-૧૩

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૨૭૩-૨૭૪

    ચોકીબુરજ,

    ૧૧/૧/૧૯૯૩, પાન ૧૨

દાનિયેલ ૧૧:૩૫

એને લગતી કલમો

  • +દા ૧૨:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૨૭૪-૨૭૫

    ચોકીબુરજ,

    ૧૧/૧/૧૯૯૩, પાન ૧૨

દાનિયેલ ૧૧:૩૬

ફૂટનોટ

  • *

    દેખીતું છે, એ ઉત્તરના રાજાને બતાવે છે.

એને લગતી કલમો

  • +પુન ૧૦:૧૭; ગી ૧૩૬:૧, ૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૨૭૫-૨૭૬

    ચોકીબુરજ,

    ૧૧/૧/૧૯૯૩, પાન ૧૭

દાનિયેલ ૧૧:૩૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૫/૨૦૨૦, પાન ૬-૭

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૨૭૫-૨૭૬

    ચોકીબુરજ,

    ૧૧/૧/૧૯૯૩, પાન ૧૭

દાનિયેલ ૧૧:૩૮

ફૂટનોટ

  • *

    અથવા, “મનગમતી.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૫/૨૦૨૦, પાન ૬-૭

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૨૭૬

    ચોકીબુરજ,

    ૧૧/૧/૧૯૯૩, પાન ૧૭

દાનિયેલ ૧૧:૩૯

ફૂટનોટ

  • *

    અથવા, “પારકા દેવની મદદથી.”

  • *

    અથવા કદાચ, “તે જેઓને સ્વીકારે છે.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૨૭૬

    ચોકીબુરજ,

    ૧૧/૧/૧૯૯૩, પાન ૧૭

દાનિયેલ ૧૧:૪૦

ફૂટનોટ

  • *

    અથવા, “તેની સામે શિંગડાં ભીડશે.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૫/૨૦૨૦, પાન ૧૩

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૨૭૭-૨૭૯

    ચોકીબુરજ,

    ૧૧/૧/૧૯૯૩, પાન ૧૭

દાનિયેલ ૧૧:૪૧

ફૂટનોટ

  • *

    અથવા, “શણગારના દેશમાં.”

એને લગતી કલમો

  • +ગી ૪૮:૨; દા ૮:૯; ૧૧:૧૬, ૪૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૫/૨૦૨૦, પાન ૧૩-૧૪

    યહોવાની ભક્તિ!, પાન ૧૮૩

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૨૭૭-૨૭૮

    ચોકીબુરજ,

    ૧૧/૧/૧૯૯૩, પાન ૧૭

દાનિયેલ ૧૧:૪૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૨૭૮-૨૮૦

    ચોકીબુરજ,

    ૧૧/૧/૧૯૯૩, પાન ૧૭

દાનિયેલ ૧૧:૪૩

ફૂટનોટ

  • *

    અથવા, “મનગમતી.”

  • *

    અથવા, “તેના ચરણે જશે.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૨૭૮-૨૮૦

    ચોકીબુરજ,

    ૧૧/૧/૧૯૯૩, પાન ૧૭

દાનિયેલ ૧૧:૪૪

ફૂટનોટ

  • *

    અથવા, “સૂર્યોદયથી.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૫/૨૦૨૦, પાન ૧૫

    યહોવાની ભક્તિ!, પાન ૧૮૩

    ચોકીબુરજ,

    ૫/૧૫/૨૦૧૫, પાન ૨૯-૩૦

    ૧૧/૧/૧૯૯૩, પાન ૧૭

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૨૮૦-૨૮૫

દાનિયેલ ૧૧:૪૫

ફૂટનોટ

  • *

    અથવા, “શણગારના દેશના.”

  • *

    અથવા, “આલીશાન.”

એને લગતી કલમો

  • +ગી ૪૮:૨; દા ૮:૯; ૧૧:૧૬, ૪૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૫/૨૦૨૦, પાન ૧૫-૧૬

    યહોવાની ભક્તિ!, પાન ૧૮૩

    ચોકીબુરજ,

    ૫/૧૫/૨૦૧૫, પાન ૨૯-૩૦

    ૧૧/૧/૧૯૯૩, પાન ૧૭

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૨૮૦, ૨૮૨-૨૮૫

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

દાનિ. ૧૧:૧દા ૫:૩૦, ૩૧; ૯:૧
દાનિ. ૧૧:૨દા ૮:૨૧
દાનિ. ૧૧:૩દા ૮:૫, ૨૧
દાનિ. ૧૧:૪દા ૭:૬; ૮:૮, ૨૨
દાનિ. ૧૧:૧૬ગી ૪૮:૨; દા ૮:૯; ૧૧:૪૧, ૪૫
દાનિ. ૧૧:૨૨ઉત ૧૫:૧૮; પ્રેકા ૩:૨૫
દાનિ. ૧૧:૨૨દા ૯:૨૫; યોહ ૧:૪૫, ૪૯
દાનિ. ૧૧:૨૭દા ૧૨:૯
દાનિ. ૧૧:૩૦ઉત ૧૦:૪; ગણ ૨૪:૨૪; યશા ૨૩:૧; યર્મિ ૨:૧૦; હઝ ૨૭:૬
દાનિ. ૧૧:૩૦દા ૧૧:૨૮
દાનિ. ૧૧:૩૧દા ૮:૧૧
દાનિ. ૧૧:૩૧દા ૮:૧૨
દાનિ. ૧૧:૩૧દા ૧૨:૧૧; માથ ૨૪:૧૫; માર્ક ૧૩:૧૪; લૂક ૨૧:૨૦
દાનિ. ૧૧:૩૩દા ૧૨:૧૦
દાનિ. ૧૧:૩૫દા ૧૨:૧૦
દાનિ. ૧૧:૩૬પુન ૧૦:૧૭; ગી ૧૩૬:૧, ૨
દાનિ. ૧૧:૪૧ગી ૪૮:૨; દા ૮:૯; ૧૧:૧૬, ૪૫
દાનિ. ૧૧:૪૫ગી ૪૮:૨; દા ૮:૯; ૧૧:૧૬, ૪૧
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
  • ૩૧
  • ૩૨
  • ૩૩
  • ૩૪
  • ૩૫
  • ૩૬
  • ૩૭
  • ૩૮
  • ૩૯
  • ૪૦
  • ૪૧
  • ૪૨
  • ૪૩
  • ૪૪
  • ૪૫
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
દાનિયેલ ૧૧:૧-૪૫

દાનિયેલ

૧૧ પછી તેણે કહ્યું: “માદી રાજા દાર્યાવેશના+ રાજના પહેલા વર્ષે, મેં ઊભા થઈને મિખાયેલને* દૃઢ અને મજબૂત કર્યો.* ૨ હવે હું તને એક સત્ય જણાવું છું:

“સાંભળ! ઈરાનમાં બીજા ત્રણ રાજાઓ ઊભા થશે અને ચોથો એ બધા કરતાં વધારે સંપત્તિ ભેગી કરશે. તે પોતાની સંપત્તિથી બળવાન થશે ત્યારે, ગ્રીસના રાજ્ય+ વિરુદ્ધ બધાને ઊભા કરશે.

૩ “પછી એક શક્તિશાળી રાજા ઊભો થશે. તે પૂરી તાકાતથી* રાજ કરશે+ અને મનમાની કરશે. ૪ પણ તેના ઊભા થયા પછી તેનું રાજ્ય ભાંગી પડશે અને આકાશની ચાર દિશાઓમાં* વહેંચાઈ જશે.+ એ રાજ્ય તેના વંશજોને આપવામાં નહિ આવે અને તેની જેમ પૂરી તાકાતથી રાજ ચલાવવામાં નહિ આવે. કેમ કે તેના રાજ્યને જડમૂળથી ઉખેડી નાખવામાં આવશે અને બીજાઓને સોંપી દેવામાં આવશે.

૫ “તેના આગેવાનોમાંથી એક, એટલે કે દક્ષિણનો રાજા બળવાન થશે. પણ બીજો એક* તેનાથી વધારે બળવાન થશે, તે પૂરી તાકાતથી રાજ કરશે અને તેના કરતાં પણ વધારે અધિકાર મેળવશે.

૬ “થોડાં વર્ષો પછી તેઓ એક સંધિ કરશે. દક્ષિણના રાજાની દીકરી ઉત્તરના રાજા પાસે આવશે, જેથી તેઓ કરાર* કરી શકે. પણ એ દીકરી પાસે તાકાત નહિ રહે, રાજા પણ ટકશે નહિ અને તેની તાકાતનો અંત આવશે. એ દીકરીને બીજાઓના હાથમાં સોંપવામાં આવશે. તેને અને તેને લાવનારાઓને, તેના પિતાને અને એ દિવસોમાં તેને મજબૂત કરનારને પણ બીજાઓના હાથમાં સોંપવામાં આવશે. ૭ એ દીકરીના મૂળમાંથી ફૂટેલો ફણગો પોતાના પિતાની* જગ્યાએ ઊભો થશે. તે સેના પાસે આવશે અને ઉત્તરના રાજાના કિલ્લા પર ચઢાઈ કરશે. તે તેઓ વિરુદ્ધ પગલાં ભરશે અને જીત મેળવશે. ૮ તે તેઓના દેવો, ધાતુની મૂર્તિઓ, સોના-ચાંદીની કીમતી* ચીજવસ્તુઓ અને ગુલામો સાથે ઇજિપ્ત આવશે. તે અમુક વર્ષો સુધી ઉત્તરના રાજા પર ચઢાઈ નહિ કરે. ૯ પણ ઉત્તરનો રાજા દક્ષિણના રાજાના રાજ્ય પર હુમલો કરશે, પણ પાછો પોતાના દેશ ચાલ્યો જશે.

૧૦ “તેના* દીકરાઓ યુદ્ધની તૈયારી કરશે, તેઓ ખૂબ મોટી અને વિશાળ સેના ભેગી કરશે. તે ચોક્કસ આગળ વધશે અને પૂરની જેમ બધું તાણી જશે. પણ તે પાછો ફરશે અને યુદ્ધ કરતાં કરતાં પોતાના કિલ્લાએ પાછો જશે.

૧૧ “પછી દક્ષિણનો રાજા ખૂબ ક્રોધે ભરાશે અને તેની સામે, એટલે કે ઉત્તરના રાજા સામે જઈને લડશે. તે* મોટું ટોળું ભેગું કરશે, પણ એ ટોળું પેલા રાજાના* હાથમાં સોંપવામાં આવશે ૧૨ અને તે ટોળાને લઈ જશે. તેનું દિલ ઘમંડી બનશે અને તે લાખોને પાડી નાખશે, પણ તે પોતાની મજબૂત સ્થિતિનો ફાયદો નહિ ઉઠાવે.

૧૩ “ઉત્તરનો રાજા પાછો આવશે અને અગાઉના કરતાં મોટું ટોળું ભેગું કરશે. સમયોના અંતે, અમુક વર્ષો પછી, તે હથિયારોથી સજ્જ થયેલી વિશાળ સેના લઈને જરૂર આવશે. ૧૪ એ સમયોમાં દક્ષિણના રાજા વિરુદ્ધ ઘણા ઊભા થશે.

“તારા લોકોમાંથી હિંસક માણસો* બીજાઓની વાતોમાં આવીને દર્શન સાચું પાડવાની કોશિશ કરશે, પણ તેઓ નિષ્ફળ જશે.*

૧૫ “ઉત્તરનો રાજા આવશે, તે હુમલો કરશે અને કોટવાળું શહેર જીતી લેશે. દક્ષિણની સેનાઓ કે તેના યોદ્ધાઓ ટકી નહિ શકે. તેઓમાં સામનો કરવાની તાકાત નહિ રહે. ૧૬ દક્ષિણના રાજા સામે ચઢી આવનાર પોતાની મરજી પ્રમાણે કરશે. તેની સામે કોઈ ટકી નહિ શકે. તે સુંદર દેશમાં*+ ઊભો રહેશે અને તેના હાથમાં નાશ કરવાની શક્તિ હશે. ૧૭ તે દૃઢ નિશ્ચય કરીને પોતાના રાજ્યની પૂરી તાકાત સાથે આવશે. તેની સાથે કરાર* કરવામાં આવશે અને તે પગલાં ભરશે. તેને સ્ત્રીઓની દીકરીનો નાશ કરવાની મંજૂરી આપવામાં આવશે. એ દીકરી સફળ થશે નહિ અને રાજાના* પક્ષમાં રહેશે નહિ. ૧૮ તે દરિયા કિનારાના વિસ્તારો તરફ નજર કરશે અને ઘણા પ્રદેશો કબજે કરશે. એક સેનાપતિ તેનું અપમાન દૂર કરશે, જેથી તેના અપમાનનો અંત આવે. એ સેનાપતિ અપમાન કરનારના માથે અપમાન પાછું વાળશે. ૧૯ પછી તે પોતાના દેશના કિલ્લાઓ તરફ ધ્યાન આપશે. તે ઠોકર ખાઈને પડી જશે અને ફરી કદી નજરે નહિ પડે.

૨૦ “તેની જગ્યાએ બીજો એક રાજા ઊભો થશે. તે પોતાના ભવ્ય રાજ્યમાં બધે એક કર ઉઘરાવનાર* મોકલશે, પણ થોડા દિવસોમાં તે મરી જશે. જોકે, હિંસા કે યુદ્ધને લીધે તેનું મોત નહિ થાય.

૨૧ “તેની જગ્યાએ એક તુચ્છ* માણસ ઊભો થશે, પણ તેઓ રાજ્યનો વૈભવ તેના હાથમાં નહિ સોંપે. તે સલામતીના સમયમાં* આવશે અને કપટથી* રાજ્ય મેળવી લેશે. ૨૨ તે પૂર જેવા લશ્કરોને તાબે કરશે. તેઓને કચડી નાખવામાં આવશે. કરારના+ આગેવાનને+ પણ કચડી નાખવામાં આવશે. ૨૩ તેઓ સાથે કરેલી સંધિને લીધે તે કપટ કરતો રહેશે. તે ઊભો થશે અને એક નાની પ્રજાથી શક્તિશાળી બનશે. ૨૪ સલામતીના સમયમાં* તે પ્રાંતના સૌથી ઉત્તમ પ્રદેશમાં આવશે. તેના બાપદાદાઓએ કે પૂર્વજોએ કર્યાં ન હોય એવાં કામ તે કરશે. તે લોકોમાં લૂંટનો માલ અને બીજી વસ્તુઓ વહેંચશે. તે કોટવાળી જગ્યાઓ વિરુદ્ધ કાવતરાં ઘડશે, પણ ફક્ત થોડા સમય માટે એમ કરી શકશે.

૨૫ “તે તાકાત અને હિંમત ભેગી કરશે અને મોટી સેના લઈને દક્ષિણના રાજા પર ચઢાઈ કરશે. દક્ષિણનો રાજા ખૂબ જ વિશાળ અને શક્તિશાળી સેના લઈને યુદ્ધની તૈયારી કરશે. પણ તે ટકી નહિ શકે, કેમ કે તેઓ તેની વિરુદ્ધ કાવતરાં ઘડશે. ૨૬ તેની સાથે સ્વાદિષ્ટ ભોજન ખાનારા તેને પાડી નાખશે.

“તેની સેનાનો સફાયો થઈ જશે* અને ઘણા માર્યા જશે.

૨૭ “એ બે રાજાઓનું દિલ બૂરાઈ કરવા તરફ ઢળેલું હશે. તેઓ એક મેજ પર બેસીને એકબીજાને જૂઠું કહેશે. પણ તેઓ કશામાં સફળ નહિ થાય, કેમ કે અંત તો ઠરાવેલા સમયે આવશે.+

૨૮ “તે* પુષ્કળ ધનદોલત લઈને પોતાના દેશ પાછો જશે. તેનું દિલ પવિત્ર કરારની વિરુદ્ધ હશે. તે પગલાં ભરશે અને પોતાના દેશમાં પાછો ફરશે.

૨૯ “ઠરાવેલા સમયે તે પાછો આવશે અને દક્ષિણ પર હુમલો કરશે. પણ આ સમયે સંજોગો અગાઉ જેવા નહિ હોય, ૩૦ કેમ કે કિત્તીમનાં+ વહાણો તેની વિરુદ્ધ આવશે અને તેને નીચો કરવામાં આવશે.

“તે પાછો જશે, પવિત્ર કરાર પર પોતાનો ક્રોધ* રેડશે+ અને પગલાં ભરશે. તે પાછો જશે અને પવિત્ર કરારનો ત્યાગ કરનાર લોકો પર ધ્યાન આપશે. ૩૧ તેની સેનાઓ ઊભી થશે. તેઓ પવિત્ર જગ્યાને અને કિલ્લાને ભ્રષ્ટ કરશે+ અને દરરોજનું અર્પણ બંધ કરશે.+

“તેઓ વિનાશ લાવનારી ધિક્કારપાત્ર વસ્તુને ઊભી કરશે.+

૩૨ “જેઓ કરાર વિરુદ્ધ દુષ્ટ કામો કરે છે, તેઓને તે* મીઠી મીઠી વાતો* કરીને બંડ* કરવા દોરશે. પણ જેઓ પોતાના ઈશ્વરને ઓળખે છે, તેઓ દૃઢ રહેશે અને પગલાં ભરશે. ૩૩ લોકોમાંથી જેઓ પાસે ઊંડી સમજણ છે,+ તેઓ ઘણાને સમજણ આપશે. તેઓ થોડા સમય માટે ઠોકર ખાશે. તેઓ તલવાર, આગ, ગુલામી અને લૂંટનો શિકાર બનશે. ૩૪ પણ તેઓને પાડી નાખવામાં આવશે ત્યારે તેઓને થોડી મદદ આપવામાં આવશે. ઘણા લોકો મીઠી મીઠી વાતો* કરીને તેઓની સાથે જોડાશે. ૩૫ જેઓ પાસે ઊંડી સમજણ છે, તેઓમાંથી અમુકને પાડી નાખવામાં આવશે, જેથી તેઓના લીધે શુદ્ધ કરવાનું કામ થાય તેમજ સાફ કરવાનું અને ઊજળા કરવાનું કામ+ અંત સુધી ચાલતું રહે. કેમ કે ઠરાવેલો સમય હજુ આવ્યો નથી.

૩૬ “રાજા* પોતાની મરજી પ્રમાણે કરશે. તે બીજા બધા દેવો કરતાં પોતાને ઊંચો અને મહાન કરશે. તે ઈશ્વરોના ઈશ્વર+ વિરુદ્ધ ઘમંડી વાતો કહેશે. ક્રોધના સમયનો અંત આવશે ત્યાં સુધી તે સફળ થશે, કેમ કે જે નક્કી કરવામાં આવ્યું છે, એ પૂરું થઈને જ રહેશે. ૩૭ તે પોતાના પિતાઓના ઈશ્વરને જરાય માન નહિ આપે. તે સ્ત્રીઓની ઇચ્છાને કે કોઈ દેવને ગણકારશે નહિ, પણ બધા કરતાં પોતાને મહાન ગણશે. ૩૮ તે કિલ્લાઓના દેવને મહિમા આપશે. તેના પિતાઓ જાણતા ન હતા એવા દેવને તે સોના-ચાંદી, મૂલ્યવાન પથ્થરો અને કીમતી* ચીજવસ્તુઓથી મહિમા આપશે. ૩૯ પારકા દેવ પર આધાર રાખીને* તે સૌથી મજબૂત કિલ્લાઓ વિરુદ્ધ પગલાં ભરશે. જેઓ તેને સ્વીકારે છે,* તેઓને તે ખૂબ માન-મહિમા આપશે. તે તેઓને ઘણા લોકો પર રાજ કરવાનો અધિકાર આપશે અને મૂલ્ય લઈને તે જમીન વહેંચી આપશે.

૪૦ “અંતના સમયે દક્ષિણનો રાજા તેની સામે થશે.* ઉત્તરનો રાજા વાવાઝોડાની જેમ રથો, ઘોડેસવારો અને વહાણોનો કાફલો લઈને તેની વિરુદ્ધ ચઢી આવશે. તે દેશોમાં જશે અને પૂરની જેમ બધું તાણી જશે. ૪૧ તે સુંદર દેશમાં*+ પણ જશે અને ઘણા દેશોને હરાવશે. પણ અદોમ, મોઆબ અને આમ્મોનીઓનો મુખ્ય ભાગ તેના હાથમાંથી બચી જશે. ૪૨ તે દેશો પર હાથ ઉગામતો રહેશે. ઇજિપ્ત પણ તેનાથી બચી નહિ શકે. ૪૩ તે સોના-ચાંદીના છૂપા ભંડારો પર અને ઇજિપ્તની કીમતી* ચીજવસ્તુઓ પર રાજ કરશે. લિબિયા અને ઇથિયોપિયાના લોકો તેની પાછળ જશે.*

૪૪ “પણ પૂર્વથી* અને ઉત્તરથી આવતા સમાચારો તેને બેચેન કરી દેશે. તે ખૂબ ગુસ્સે ભરાઈને ઘણાનો સંહાર અને સર્વનાશ કરવા નીકળી પડશે. ૪૫ તે વિશાળ સમુદ્ર અને સુંદર દેશના*+ પવિત્ર પર્વત વચ્ચે પોતાના શાહી* તંબુઓ ઊભા કરશે. આખરે તેનો અંત આવશે અને તેને મદદ કરનાર કોઈ નહિ હોય.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો