નહેમ્યા
૧૨ શઆલ્તીએલના દીકરા*+ ઝરુબ્બાબેલની+ સાથે અને યેશૂઆની+ સાથે જે યાજકો અને લેવીઓ પાછા આવ્યા તેઓ આ હતા: સરાયા, યર્મિયા, એઝરા, ૨ અમાર્યા, માલ્લૂખ, હાટુશ, ૩ શખાન્યા, રહૂમ, મરેમોથ, ૪ ઈદ્દો, ગિન્નથોઈ, અબિયા, ૫ મીયામીન, માઆદ્યા, બિલ્ગાહ, ૬ શમાયા, યોયારીબ, યદાયા, ૭ સાલ્લૂ,* આમોક, હિલ્કિયા અને યદાયા. યેશૂઆના દિવસોમાં તેઓ યાજકોના અને તેઓના ભાઈઓના મુખીઓ હતા.
૮ લેવીઓ આ હતા: યેશૂઆ, બિન્નૂઈ, કાદમીએલ,+ શેરેબ્યા, યહૂદા અને માત્તાન્યા.+ માત્તાન્યા અને તેના ભાઈઓ આભાર-સ્તુતિનાં ગીતો ગાવામાં આગેવાની લેતા હતા. ૯ તેઓના ભાઈઓ બાકબુક્યા અને ઉન્ની ચોકી કરવા* તેઓની સામે ઊભા હતા. ૧૦ યેશૂઆથી યોયાકીમ થયો, યોયાકીમથી એલ્યાશીબ+ થયો અને એલ્યાશીબથી યોયાદા+ થયો. ૧૧ યોયાદાથી યોનાથાન થયો અને યોનાથાનથી યાદ્દૂઆ થયો.
૧૨ યોયાકીમના દિવસોમાં આ યાજકો પિતાનાં કુટુંબોના વડાઓ હતા: સરાયાના+ કુટુંબથી મરાયા; યર્મિયાના કુટુંબથી હનાન્યા; ૧૩ એઝરાના+ કુટુંબથી મશુલ્લામ; અમાર્યાના કુટુંબથી યહોહાનાન; ૧૪ મેલુકીના કુટુંબથી યોનાથાન; શબાન્યાના કુટુંબથી યૂસફ; ૧૫ હારીમના+ કુટુંબથી આદના; મરાયોથના કુટુંબથી હેલ્કાય; ૧૬ ઈદ્દોના કુટુંબથી ઝખાર્યા; ગિન્નથોનના કુટુંબથી મશુલ્લામ; ૧૭ અબિયાના+ કુટુંબથી ઝિખ્રી; મિન્યામીનના કુટુંબથી . . . ;* મોઆદ્યાના કુટુંબથી પિલ્ટાય; ૧૮ બિલ્ગાહના+ કુટુંબથી શામ્મૂઆ; શમાયાના કુટુંબથી યહોનાથાન; ૧૯ યોયારીબના કુટુંબથી માત્તનાય; યદાયાના+ કુટુંબથી ઉઝ્ઝી; ૨૦ સાલ્લાયના કુટુંબથી કાલ્લાય; આમોકના કુટુંબથી એબેર; ૨૧ હિલ્કિયાના કુટુંબથી હશાબ્યા; યદાયાના કુટુંબથી નથાનએલ.
૨૨ એલ્યાશીબ, યોયાદા, યોહાનાન અને યાદ્દૂઆના+ દિવસોમાં લેવીઓ અને યાજકોના પિતાના કુટુંબના વડાઓની નોંધણી કરવામાં આવી. ઈરાની* રાજા દાર્યાવેશના શાસન સુધી એ નોંધણી કરવામાં આવી.
૨૩ જે લેવીઓ પિતાનાં કુટુંબોના વડાઓ હતા, તેઓની નોંધણી એ સમયના ઇતિહાસના પુસ્તકમાં કરવામાં આવી. એલ્યાશીબના દીકરા યોહાનાનના દિવસો સુધી એ નોંધણી કરવામાં આવી. ૨૪ લેવીઓના મુખીઓ આ હતા: હશાબ્યા, શેરેબ્યા અને કાદમીએલનો દીકરો+ યેશૂઆ.+ તેઓના ભાઈઓ તેઓની સામે ઊભા રહીને સ્તુતિગીતો ગાતા હતા અને ઈશ્વરનો આભાર માનતા હતા, જેમ સાચા ઈશ્વરના સેવક દાઉદે સૂચના આપી હતી.+ દરવાનોની એક ટુકડી, બીજી ટુકડીની બાજુમાં ઊભી હતી. ૨૫ માત્તાન્યા,+ બાકબુક્યા, ઓબાદ્યા, મશુલ્લામ, ટાલ્મોન અને આક્કૂબ+ દરવાનો+ હતા. તેઓ મંદિરના દરવાજા પાસે કોઠારોની ચોકી કરતા હતા. ૨૬ તેઓ યોસાદાકના દીકરા યેશૂઆના+ દીકરા યોયાકીમના દિવસોમાં તેમજ નહેમ્યા રાજ્યપાલ તથા એઝરા+ યાજક અને શાસ્ત્રીના* દિવસોમાં સેવા આપતા હતા.
૨૭ યરૂશાલેમના કોટના ઉદ્ઘાટન વખતે લેવીઓની શોધ કરવામાં આવી. તેઓને પોતપોતાના વિસ્તારોમાંથી યરૂશાલેમમાં ભેગા કરવામાં આવ્યા. ઉદ્ઘાટનનો પ્રસંગ આનંદથી, આભાર-સ્તુતિનાં ગીતોથી,+ ઝાંઝથી, તારવાળાં વાજિંત્રોથી અને વીણાથી ઊજવવા તેઓને બોલાવવામાં આવ્યા. ૨૮ ગાયકોના* દીકરાઓ આ જગ્યાથી ભેગા થયા: પ્રાંતથી,* યરૂશાલેમની આસપાસના વિસ્તારોથી, નટોફાહનાં+ ગામડાઓથી, ૨૯ બેથ-ગિલ્ગાલ+ તથા ગેબા+ અને આઝ્માવેથના+ વિસ્તારોથી. એ ગાયકો યરૂશાલેમની આસપાસ ગામડાં બાંધીને રહેતા હતા. ૩૦ યાજકો અને લેવીઓએ પોતાને અને લોકોને શુદ્ધ કર્યા.+ તેઓએ દરવાજા+ અને કોટને+ શુદ્ધ કરીને પવિત્ર ઠરાવ્યા.
૩૧ પછી હું યહૂદાના અધિકારીઓને કોટ ઉપર લઈ ગયો. મેં બે મોટી મોટી ગાયન-ટોળી અને તેઓની પાછળ ચાલનાર ટુકડી બનાવી. એક ગાયન-ટોળી કોટ પર જમણી બાજુએ ચાલતી ચાલતી રાખના ઢગલાના દરવાજા*+ તરફ ગઈ. ૩૨ હોશાયાહ અને યહૂદાના અડધા અધિકારીઓ તેઓની પાછળ પાછળ ચાલતા હતા. ૩૩ તેઓની સાથે અઝાર્યા, એઝરા, મશુલ્લામ, ૩૪ યહૂદા, બિન્યામીન, શમાયા અને યર્મિયા હતા. ૩૫ તેઓની સાથે યાજકોના અમુક દીકરાઓ રણશિંગડાં*+ લઈને ચાલતા હતા. તેઓમાં ઝખાર્યા પણ હતો. તે આસાફના દીકરા+ ઝાક્કૂરના દીકરા મીખાયાના દીકરા માત્તાન્યાના દીકરા શમાયાના દીકરા યોનાથાનનો દીકરો હતો. ૩૬ ઝખાર્યાની સાથે તેના ભાઈઓ શમાયા, અઝારએલ, મિલ્લાય, ગિલ્લાય, માઆય, નથાનએલ, યહૂદા અને હનાની હતા. તેઓના હાથમાં સાચા ઈશ્વરના સેવક દાઉદનાં વાજિંત્રો હતાં.+ એઝરા+ શાસ્ત્રી તેઓની આગળ ચાલતો હતો. ૩૭ ફુવારા દરવાજા+ આગળથી તેઓ દાઉદનગરનો+ દાદર+ પાર કરીને કોટ પર ચાલતા રહ્યા. કોટ ચઢાણ પર હતો અને તેઓ દાઉદના ઘર ઉપર થઈને પૂર્વમાં પાણી દરવાજા+ તરફ આગળ વધ્યા.
૩૮ બીજી ગાયન-ટોળી વિરુદ્ધ દિશામાં ગઈ. હું એની પાછળ ચાલતો હતો અને મારી સાથે બાકીના લોકો હતા. એ ટોળી ભઠ્ઠીનો મિનારો+ પાર કરીને પહોળા કોટ+ તરફ ગઈ. ૩૯ પછી એફ્રાઈમ દરવાજો,+ જૂના શહેરનો દરવાજો,+ માછલી દરવાજો,+ હનાનએલનો મિનારો+ અને હામ્મેઆહનો મિનારો પાર કરીને એ ગાયન-ટોળી ઘેટા દરવાજા+ સુધી પહોંચી. અમે ચોકી દરવાજા પાસે આવીને ઊભા રહ્યા.
૪૦ થોડા સમય પછી બંને ગાયન-ટોળી સાચા ઈશ્વરના મંદિર આગળ આવીને ઊભી રહી. હું અને મારી સાથેના અડધા ઉપઅધિકારીઓ પણ ઊભા રહ્યા. ૪૧ ત્યાં એલ્યાકીમ, માઅસેયા, મિન્યામીન, મીખાયા, એલ્યોએનાય, ઝખાર્યા અને હનાન્યા યાજકો રણશિંગડાં લઈને ઊભા હતા. ૪૨ ત્યાં માઅસેયા, શમાયા, એલઆઝાર, ઉઝ્ઝી, યહોહાનાન, માલ્કિયા, એલામ અને એઝેર પણ ઊભા હતા. યિઝ્રાહ્યાની આગેવાની નીચે ગાયકો મોટેથી ગીતો ગાતા હતા.
૪૩ એ દિવસે તેઓએ ઘણાં બલિદાનો ચઢાવ્યાં અને ખૂબ આનંદ કર્યો,+ કેમ કે સાચા ઈશ્વરે તેઓને આનંદથી ભરપૂર કર્યા હતા. સ્ત્રીઓ અને બાળકોએ પણ ખુશી મનાવી.+ આખા યરૂશાલેમમાં એટલો આનંદ છવાઈ ગયો કે એની ગુંજ દૂર દૂર સુધી સંભળાતી હતી.+
૪૪ એ દિવસે કોઠારોની+ દેખરેખ રાખવા અમુક માણસો નીમવામાં આવ્યા. તેઓએ દાનો,+ પ્રથમ ફળો+ અને દસમો ભાગ+ ભેગો કરવાનો હતો. નિયમશાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે+ યાજકો અને લેવીઓને+ અમુક હિસ્સો મળતો હતો. એ માણસોએ એ હિસ્સો શહેરોનાં ખેતરોની ઊપજમાંથી ભેગો કરીને કોઠારોમાં લાવવાનો હતો. યહૂદાના લોકોએ ખુશી ખુશી એ હિસ્સો આપ્યો, કેમ કે યાજકો અને લેવીઓ મંદિરમાં સેવા આપતા હતા. ૪૫ યાજકો અને લેવીઓ ઈશ્વરની સેવામાં પોતપોતાની જવાબદારી નિભાવવા લાગ્યા અને શુદ્ધ કરવાનું કામ કરવા લાગ્યા. ગાયકો અને દરવાનો પણ પોતપોતાની ફરજ બજાવવા લાગ્યા, જેમ દાઉદ અને તેના દીકરા સુલેમાને સૂચનો આપ્યાં હતાં. ૪૬ ઘણા સમય પહેલાં દાઉદ અને આસાફના દિવસોમાં ગાયકો માટે સંગીત સંચાલકો* હતા. તેઓ ઈશ્વરની સ્તુતિનાં અને આભાર માનવાનાં ગીતોનું+ સંચાલન કરતા હતા. ૪૭ ઝરુબ્બાબેલના+ દિવસોમાં અને નહેમ્યાના દિવસોમાં બધા ઇઝરાયેલીઓએ ગાયકો+ અને દરવાનોને+ તેઓની રોજની જરૂરિયાત પ્રમાણે હિસ્સો આપ્યો. તેઓએ લેવીઓ માટે+ અને લેવીઓએ હારુનના વંશજો માટે હિસ્સો અલગ રાખ્યો.