અયૂબ
૭ “શું માણસનું જીવન ગુલામ જેવું નથી?
શું તેના દિવસો મજૂરી કરનાર માણસ જેવા નથી?+
૨ ગુલામની જેમ એ છાયાની આશા રાખે છે,
મજૂરની જેમ એ મજૂરીની રાહ જુએ છે.+
૩ વારસામાં મને વ્યર્થ મહિનાઓ જ મળ્યા છે,
મજૂરીમાં મને દુઃખભરી રાતો મળી છે.+
૪ સૂતી વખતે હું વિચારું છું, ‘હું ક્યારે ઊઠીશ?’+
સવાર સુધી હું પડખાં ફેરવીને આખી રાત કાઢું છું.
૫ મારું શરીર કીડાઓથી ખદબદે છે અને ઠેકઠેકાણે માટી ચોંટી ગઈ છે;+
શરીરનાં ભીંગડાં સુકાઈને ફાટી ગયાં છે અને એમાંથી પરુ વહે છે.+
૭ હે ઈશ્વર, તમે તો જાણો છો કે મારું જીવન પવન જેવું છે,+
મારી આંખો ફરીથી ખુશીઓ જોશે નહિ.
૮ જે આંખ મને હમણાં જુએ છે, એ મને ફરી કદી દેખશે નહિ;
તમારી આંખો મને શોધશે, પણ હું ક્યાંય મળીશ નહિ.+
૧૧ એટલે હું ચૂપ નહિ બેસું.
મારું દુઃખ કહ્યા વગર નહિ રહું;
હું મારા અંતરની પીડા ઠાલવીને જ રહીશ!+
૧૨ શું હું સમુદ્ર છું? શું હું સમુદ્રમાં રહેનાર મહાકાય પ્રાણી છું કે,
તમે મારા પર ચોકીપહેરો રાખો છો?
૧૩ જ્યારે હું કહું છું, ‘મારી પથારી મને રાહત આપશે;
મારો પલંગ મારું દુઃખ હળવું કરશે,’
૧૪ ત્યારે તમે મને સપનાંથી ડરાવો છો,
અને દર્શનોથી બીવડાવો છો;
૧૫ એટલે હું ગૂંગળાઈને મરવાનું પસંદ કરીશ,
આ રીતે જીવવા કરતાં તો મરી જવું વધારે સારું.+
૧૬ હું મારા જીવનથી કંટાળી ગયો છું;+ મારે હવે જીવવું જ નથી.
મને એકલો છોડી દો, કેમ કે મારા દિવસો ધુમાડા* જેવા છે.+
૧૮ દર સવારે તમે કેમ તેની તપાસ કરો છો?
દરેક પળે તમે કેમ તેની કસોટી કરો છો?+
૧૯ ક્યાં સુધી તમે મને તાકીતાકીને જોયા કરશો?
શું મને થૂંક ગળવાનો પણ સમય નહિ આપો?+
૨૦ હે માણસો પર નજર રાખનાર!+ જો મેં પાપ કર્યું હોય, તો એનાથી તમને શું નુકસાન થયું?
તમે કેમ મને નિશાન બનાવ્યો છે?
શું હું તમારા માટે બોજ બની ગયો છું?
૨૧ તમે કેમ મારું પાપ માફ કરતા નથી?
મારી ભૂલ કેમ ભૂલી જતા નથી?
થોડી જ વારમાં હું ધૂળમાં ભળી જઈશ,+
તમે મને શોધશો, પણ હું મળીશ નહિ.”