અયૂબ
૧૯ અયૂબે કહ્યું:
૨ “તમે ક્યાં સુધી મારો જીવ ખાશો?+
તમે ક્યાં સુધી શબ્દોનાં બાણથી મને ઘાયલ કરશો?+
૪ જો મેં સાચે જ ભૂલ કરી હોય,
તો મારી ભૂલ મારે માથે.
૫ જો તમે પોતાને મારાથી ચઢિયાતા ગણતા હો,
અને દાવો કરતા હો કે હું અપમાનને જ લાયક છું,
૬ તો સમજી લો કે ઈશ્વર જ મારી સાથે અન્યાયથી વર્ત્યા છે,
તેમણે જ મને તેમની જાળમાં ફસાવ્યો છે.
૭ જુઓ! જુલમને લીધે હું પોકાર કરું છું, પણ કોઈ મારું સાંભળતું નથી;+
મદદ માટે હું આજીજી કરું છું, પણ મને ન્યાય મળતો નથી.+
૮ તેમણે મારા રસ્તાની વચ્ચે પથ્થરની દીવાલ ઊભી કરી છે, જેથી હું આગળ જઈ ન શકું,
તેમણે મારો માર્ગ અંધકારથી ઢાંકી દીધો છે.+
૯ તેમણે મારું ગૌરવ છીનવી લીધું છે,
અને મારા માથેથી મુગટ ઉતારી લીધો છે.
૧૦ મારો નાશ થાય ત્યાં સુધી તે મને તોડી નાખે છે;
ઝાડની જેમ તે મારી આશા જડમૂળથી ઉખેડી નાખે છે.
૧૧ તેમનો ક્રોધ મારી વિરુદ્ધ ભડકી ઊઠે છે,
તે મને તેમનો દુશ્મન ગણે છે.+
૧૨ તેમનું સૈન્ય આવીને મારી ચારે બાજુ ઘેરો નાખે છે,
મારા તંબુની આસપાસ તેઓ છાવણી નાખે છે.
૧૩ તેમણે મારા ભાઈઓને મારાથી દૂર કર્યા છે,
મારા ઓળખીતાઓએ મારાથી મોં ફેરવી લીધું છે.+
૧૫ મારા ઘરના મહેમાનો+ અને મારી દાસીઓ મને પારકો ગણે છે,
તેઓની નજરમાં હું એક પરદેશી જ છું.
૧૬ હું મારા દાસને બોલાવું છું, પણ તે સાંભળતો નથી;
હું દયાની ભીખ માંગું છું, તોપણ તે ગણકારતો નથી.
૧૮ અરે, નાનાં બાળકો પણ મને ધુતકારે છે;
હું ઊભો થાઉં ત્યારે તેઓ મારી મશ્કરી કરે છે.
૨૧ મારા દોસ્તો, મારા પર દયા કરો, થોડી તો દયા કરો,
કેમ કે ઈશ્વરનો હાથ મારા પર ઊઠ્યો છે.+
૨૨ ઈશ્વરની જેમ તમે મને કેમ સતાવો છો?+
કેમ વારંવાર મારા પર હુમલો કરો છો?*+
૨૩ કાશ! મારા શબ્દો લખી લેવામાં આવે,
તેઓને એક પુસ્તકમાં નોંધી લેવામાં આવે!
૨૪ કાશ! લોઢાની કલમથી એ શબ્દોને ખડક પર કોતરી દેવામાં આવે,
એમાં સીસું ભરીને એને અમર કરી દેવામાં આવે!
૨૬ મારી ચામડી ઉતારી લેવામાં આવે એ પછી પણ,
હું જીવતેજીવ ઈશ્વરને જોઈશ.
૨૭ હું પોતે તેમને જોઈશ,
હા, બીજા કોઈની આંખોથી નહિ, પણ મારી સગી આંખોથી તેમને જોઈશ.+
પણ હમણાં તો હું અંદરથી તૂટી ગયો છું!
૨૮ સમસ્યાની જડ હું જ છું એમ સમજીને
તમે કહો છો, ‘આપણે ક્યાં તેને સતાવીએ છીએ?’+
૨૯ પણ તમારે તો તલવારથી ડરવું જોઈએ!+
કેમ કે તલવાર ગુનેગારને સજા કરે છે;
યાદ રાખો, એક ન્યાયાધીશ બેઠા છે.”+