વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • હઝકિયેલ ૨૬
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

હઝકિયેલ મુખ્ય વિચારો

      • તૂર વિરુદ્ધ ભવિષ્યવાણી (૧-૨૧)

        • “મોટી મોટી જાળ સૂકવવાની જગ્યા” (૫, ૧૪)

        • પથ્થરો અને માટી દરિયામાં નાખી દેવાશે (૧૨)

હઝકિયેલ ૨૬:૧

ફૂટનોટ

  • *

    રાજા યહોયાખીન, હઝકિયેલ અને બીજા યહૂદીઓની ગુલામીનું ૧૧મું વર્ષ બતાવે છે. (હઝ ૧:૨ જુઓ.)

હઝકિયેલ ૨૬:૨

એને લગતી કલમો

  • +યોએ ૩:૪-૬; આમ ૧:૯
  • +યવિ ૧:૧

હઝકિયેલ ૨૬:૪

એને લગતી કલમો

  • +યશા ૨૩:૧૧; આમ ૧:૧૦; ઝખા ૯:૪

હઝકિયેલ ૨૬:૫

એને લગતી કલમો

  • +હઝ ૨૭:૩૨

હઝકિયેલ ૨૬:૬

ફૂટનોટ

  • *

    મૂળ, “દીકરીઓનો.”

હઝકિયેલ ૨૬:૭

ફૂટનોટ

  • *

    મૂળ, “નબૂખાદરેસ્સારને,” અલગ જોડણી છે.

એને લગતી કલમો

  • +યર્મિ ૨૫:૯; હઝ ૨૯:૧૮
  • +દા ૨:૩૭
  • +હબા ૧:૮
  • +યર્મિ ૪:૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૧/૧/૧૯૮૮, પાન ૨૨

હઝકિયેલ ૨૬:૯

ફૂટનોટ

  • *

    અથવા, “તલવારોથી.”

હઝકિયેલ ૨૬:૧૧

એને લગતી કલમો

  • +યશા ૫:૨૮; હબા ૧:૮

હઝકિયેલ ૨૬:૧૨

એને લગતી કલમો

  • +હઝ ૨૭:૩૨, ૩૩; ૨૮:૫, ૧૮; ઝખા ૯:૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧/૧૯૮૯, પાન ૨૬

હઝકિયેલ ૨૬:૧૩

એને લગતી કલમો

  • +યશા ૨૩:૧૬

હઝકિયેલ ૨૬:૧૪

એને લગતી કલમો

  • +હઝ ૨૬:૪, ૫

હઝકિયેલ ૨૬:૧૫

એને લગતી કલમો

  • +હઝ ૨૭:૨૮

હઝકિયેલ ૨૬:૧૬

ફૂટનોટ

  • *

    અથવા, “મુખીઓ.”

એને લગતી કલમો

  • +હઝ ૨૭:૩૫; ૩૨:૧૦

હઝકિયેલ ૨૬:૧૭

ફૂટનોટ

  • *

    અથવા, “શોકગીત.”

એને લગતી કલમો

  • +હઝ ૨૭:૩૨
  • +આમ ૧:૯, ૧૦
  • +હઝ ૨૮:૨

હઝકિયેલ ૨૬:૧૮

એને લગતી કલમો

  • +યશા ૨૩:૫

હઝકિયેલ ૨૬:૧૯

એને લગતી કલમો

  • +હઝ ૨૭:૩૪

હઝકિયેલ ૨૬:૨૦

ફૂટનોટ

  • *

    અથવા, “ખાડામાં.”

  • *

    અથવા, “દેશને સજાવીશ.”

એને લગતી કલમો

  • +હઝ ૨૮:૮

હઝકિયેલ ૨૬:૨૧

એને લગતી કલમો

  • +હઝ ૨૭:૩૬

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

હઝકિ. ૨૬:૨યોએ ૩:૪-૬; આમ ૧:૯
હઝકિ. ૨૬:૨યવિ ૧:૧
હઝકિ. ૨૬:૪યશા ૨૩:૧૧; આમ ૧:૧૦; ઝખા ૯:૪
હઝકિ. ૨૬:૫હઝ ૨૭:૩૨
હઝકિ. ૨૬:૭યર્મિ ૨૫:૯; હઝ ૨૯:૧૮
હઝકિ. ૨૬:૭દા ૨:૩૭
હઝકિ. ૨૬:૭હબા ૧:૮
હઝકિ. ૨૬:૭યર્મિ ૪:૧૩
હઝકિ. ૨૬:૧૧યશા ૫:૨૮; હબા ૧:૮
હઝકિ. ૨૬:૧૨હઝ ૨૭:૩૨, ૩૩; ૨૮:૫, ૧૮; ઝખા ૯:૩
હઝકિ. ૨૬:૧૩યશા ૨૩:૧૬
હઝકિ. ૨૬:૧૪હઝ ૨૬:૪, ૫
હઝકિ. ૨૬:૧૫હઝ ૨૭:૨૮
હઝકિ. ૨૬:૧૬હઝ ૨૭:૩૫; ૩૨:૧૦
હઝકિ. ૨૬:૧૭હઝ ૨૭:૩૨
હઝકિ. ૨૬:૧૭આમ ૧:૯, ૧૦
હઝકિ. ૨૬:૧૭હઝ ૨૮:૨
હઝકિ. ૨૬:૧૮યશા ૨૩:૫
હઝકિ. ૨૬:૧૯હઝ ૨૭:૩૪
હઝકિ. ૨૬:૨૦હઝ ૨૮:૮
હઝકિ. ૨૬:૨૧હઝ ૨૭:૩૬
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
હઝકિયેલ ૨૬:૧-૨૧

હઝકિયેલ

૨૬ હવે ૧૧મા વર્ષે,* મહિનાના પહેલા દિવસે યહોવાનો સંદેશો મારી પાસે આવ્યો: ૨ “હે માણસના દીકરા, તૂરે યરૂશાલેમ વિરુદ્ધ કહ્યું છે,+ ‘બહુ સારું થયું! જે શહેર લોકોના દરવાજા જેવું હતું, એ પડી ભાંગ્યું છે!+ એ બરબાદ થઈ ગયું છે! હવે બધા લોકો મારી પાસે આવશે અને હું માલામાલ થઈ જઈશ.’ ૩ એટલે વિશ્વના માલિક યહોવા કહે છે: ‘ઓ તૂર, હું તારી સામે ઊભો થયો છું. જેમ સમુદ્ર પોતાનાં મોજાં ઉછાળે છે, તેમ હું ઘણી પ્રજાઓને તારી વિરુદ્ધ લઈ આવીશ. ૪ તેઓ તૂરની દીવાલોના ભૂકા બોલાવી દેશે અને એના મિનારા તોડી પાડશે.+ હું એની માટી ખોતરી ખોતરીને ઉખેડી નાખીશ. હું એને ઉજ્જડ ખડક બનાવી દઈશ. ૫ દરિયાની વચ્ચે એ મોટી મોટી જાળ સૂકવવાની જગ્યા બની જશે.’+

“વિશ્વના માલિક યહોવા કહે છે: ‘હું પોતે બોલ્યો છું કે પ્રજાઓ એને લૂંટી લેશે. ૬ એનાં ગામડાઓની વસ્તીનો* તલવારથી સંહાર થશે અને લોકોએ સ્વીકારવું પડશે કે હું યહોવા છું.’

૭ “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘હું ઉત્તર તરફથી બાબેલોનના નબૂખાદનેસ્સારને* તૂર વિરુદ્ધ લઈ આવું છું.+ તે રાજાઓનો રાજા છે,+ જેની પાસે ઘોડા,+ રથો,+ ઘોડેસવારો અને પુષ્કળ સૈનિકોનું લશ્કર છે. ૮ તે તારાં ગામડાઓની વસ્તીનો તલવારથી સંહાર કરશે. તે તારી આજુબાજુ ઘેરો નાખતી દીવાલો બાંધશે અને ઢોળાવો ઊભા કરશે. તે પોતાનો બચાવ કરવા અનેક ઢાલો લઈને આવશે. ૯ તે દીવાલ તોડવાના સાધનથી તારી દીવાલોના ભાંગીને ભૂકા કરી નાખશે અને કુહાડાઓથી* તારા મિનારા ભોંયભેગા કરી નાખશે. ૧૦ તેના ઘોડાઓ એટલા બધા હશે કે તેઓએ ઉડાવેલી ધૂળ તને ઢાંકી દેશે. તૂટી ગયેલા કોટવાળા શહેરમાં જેમ માણસો ઘૂસી જાય, તેમ તે તારા દરવાજાઓની અંદર ઘૂસી જશે. તેના ઘોડા અને રથોનાં પૈડાંના ગડગડાટથી તારી દીવાલો ધ્રૂજી ઊઠશે. ૧૧ તેના ઘોડાઓની ખરીઓ તારી એકેએક શેરીઓ ખૂંદી નાખશે.+ તે તારા લોકોને તલવારથી મારી નાખશે અને તારા મોટા મોટા સ્તંભો જમીનદોસ્ત કરી નાખશે. ૧૨ તેઓ તારી બધી માલ-મિલકત લૂંટી લેશે, તારા વેપારની કમાણી છીનવી લેશે,+ તારી દીવાલો ભાંગી નાખશે અને સરસ મજાનાં ઘરો તોડી પાડશે. પછી તેઓ તારાં પથ્થરો, લાકડાં અને માટી દરિયામાં નાખી દેશે.’

૧૩ “‘હું તારાં ગીતોનો અવાજ બંધ કરાવી દઈશ અને તારી વીણાની ધૂન હવેથી સંભળાશે નહિ.+ ૧૪ હું તને ઉજ્જડ ખડક બનાવી દઈશ અને તું મોટી મોટી જાળ સૂકવવાની જગ્યા બની જઈશ.+ ફરી ક્યારેય તને બાંધવામાં નહિ આવે, કેમ કે હું યહોવા પોતે એ બોલ્યો છું,’ એવું વિશ્વના માલિક યહોવા કહે છે.

૧૫ “વિશ્વના માલિક યહોવા તૂરને કહે છે: ‘તારી પડતીના અવાજથી, ઘાયલ થયેલાઓના નિસાસાથી અને તારામાં થતી કતલથી ટાપુઓ કાંપી ઊઠશે.+ ૧૬ દરિયાના બધા આગેવાનો* પોતાની રાજગાદીઓ પરથી ઊતરી આવશે. તેઓ પોતાનો ઝભ્ભો અને ભરત ભરેલાં કપડાં ઉતારી નાખશે. તેઓ ભયથી થરથર કાંપશે. તેઓ જમીન પર બેસી જશે, તેઓને ધ્રુજારી ચઢશે અને તને દંગ થઈને જોયા કરશે.+ ૧૭ તેઓ તારા વિશે વિલાપગીત* ગાશે+ અને તને કહેશે:

“ઓ જાણીતા શહેર, તારો કેવો વિનાશ થયો છે!+ દરિયાના લોકો તારા પર આવીને રહેતા હતા.

તું અને તારા લોકો દરિયા પર શક્તિશાળી હતા.+

ધરતીના લોકો પર તમારો ભય છવાયેલો હતો!

૧૮ તારી પડતીના દિવસે ટાપુઓ થરથર કાંપશે,

તારા વિનાશના સમયે દરિયાના ટાપુઓ દુઃખી દુઃખી થઈ જશે.”’+

૧૯ “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘હું તને એવાં ઉજ્જડ શહેરો જેવું બનાવી દઈશ, જેઓમાં કોઈ રહેતું ન હોય. હું તારા પર ધસમસતા પાણી ફેરવી દઈશ અને તને ઊંડા પાણીમાં ડુબાડી દઈશ.+ ૨૦ હું જેમ બધાને કરું છું તેમ તને પણ કબરમાં* ઉતારી દઈશ. હું તને જૂના જમાનાના લોકો સાથે મેળવી દઈશ. હું તને ઊંડાણમાં મોકલી દઈશ, જે જૂના જમાનામાં ઉજ્જડ થઈ ગયેલી જગ્યાઓ જેવું છે. જેમ બધા લોકો કબરમાં જાય છે, તેમ હું તને પણ ત્યાં મોકલી દઈશ.+ તારામાં ફરી ક્યારેય વસ્તી નહિ થાય. પછી હું જીવતાઓના દેશમાં રોનક લાવીશ.*

૨૧ “‘હું તારા પર અચાનક આફત લઈ આવીશ અને તારું નામનિશાન નહિ રહે.+ લોકો તારી શોધ કરશે, પણ તું ફરી ક્યારેય નહિ મળે,’ એવું વિશ્વના માલિક યહોવા કહે છે.”

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો