હોશિયા
૧૨ “એફ્રાઈમ નકામી બાબતો પર ભરોસો મૂકે છે.*
તે આખો દિવસ પૂર્વના પવન પાછળ ફાંફાં મારે છે.
તે બહુ જૂઠું બોલે છે અને હિંસાથી ભરપૂર છે.
તે આશ્શૂર સાથે કરાર કરે છે+ અને તેલ લઈને ઇજિપ્ત જાય છે.+
૨ યહોવાએ યહૂદા સામે મુકદ્દમો કર્યો છે.+
તે યાકૂબ પાસેથી તેનાં કામોનો હિસાબ માંગશે,
અને તેનાં કાર્યો પ્રમાણે તેને સજા કરશે.+
૩ માની કૂખમાં તેણે પોતાના ભાઈની એડી પકડી,+
તેણે પૂરી તાકાત લગાવીને ઈશ્વર સાથે લડાઈ કરી.+
૪ તે સ્વર્ગદૂત* સાથે લડતો રહ્યો અને તેણે જીત મેળવી.
દયા મેળવવા તેણે રડી રડીને ભીખ માંગી.”+
ઈશ્વરને તે બેથેલમાં મળી આવ્યો, ત્યાં તેમણે આપણી સાથે વાત કરી.+
૫ યહોવા સૈન્યોના ઈશ્વર છે,+
યહોવા નામથી તેમને યાદ કરવામાં આવે છે.+
૬ “એટલે તારા ઈશ્વર પાસે પાછો ફર,+
અતૂટ પ્રેમ બતાવતો રહે અને ન્યાયથી વર્તતો રહે,+
તારા ઈશ્વરમાં હંમેશાં આશા રાખ.
૭ પણ વેપારીના હાથમાં કપટનાં ત્રાજવાં છે,
છેતરપિંડી કરવી તેને ગમે છે.+
૮ એફ્રાઈમ કહેતો રહે છે, ‘હું સાચે જ ધનવાન થયો છું,+
મને ખજાનો મળ્યો છે.+
એ બધું મેં મારી મહેનતથી મેળવ્યું છે,
તેઓને મારામાં કોઈ દોષ કે પાપ જોવા મળશે નહિ.’
૯ તું ઇજિપ્તમાં હતો ત્યારથી હું યહોવા તારો ઈશ્વર છું.+
ઠરાવેલા સમયના* દિવસોની જેમ
હું ફરી તને તંબુઓમાં વસાવીશ.
૧૦ મેં પ્રબોધકો સાથે વાત કરી હતી,+
તેઓને અનેક દર્શનો આપ્યાં હતાં,
પ્રબોધકો દ્વારા મેં ઉદાહરણો આપીને વાત કરી હતી.
૧૧ ગિલયાદમાં કપટ*+ અને અસત્ય છે.
ગિલ્ગાલમાં લોકોએ આખલાનાં* બલિદાનો ચઢાવ્યાં છે,+
તેઓની વેદીઓ પથ્થરના એ ઢગલા જેવી છે, જે ખેતરના ચાસમાં પડ્યા હોય છે.+
૧૨ યાકૂબ અરામના* પ્રદેશમાં* નાસી ગયો,+
ઇઝરાયેલે+ ત્યાં પત્ની માટે ચાકરી કરી,+
પત્ની માટે તેણે ઘેટાં ચરાવ્યાં.+
૧૩ યહોવા એક પ્રબોધક દ્વારા ઇઝરાયેલને ઇજિપ્તમાંથી બહાર લાવ્યા,+
એક પ્રબોધક દ્વારા તેમણે તેનું રક્ષણ કર્યું.+
૧૪ એફ્રાઈમે ઈશ્વરને ખૂબ ગુસ્સે કર્યા,+
તેના લોહીનો દોષ તેના માથે રહેશે,
તેણે તેના પ્રભુનું અપમાન કર્યું છે, પ્રભુ તેને બદલો વાળી આપશે.”+