વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ઉત્પત્તિ ૩૮
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ઉત્પત્તિ મુખ્ય વિચારો

      • યહૂદા અને તામાર (૧-૩૦)

ઉત્પત્તિ ૩૮:૨

એને લગતી કલમો

  • +ઉત ૨૪:૨, ૩; ૨૮:૧

ઉત્પત્તિ ૩૮:૩

એને લગતી કલમો

  • +ગણ ૨૬:૧૯

ઉત્પત્તિ ૩૮:૫

ફૂટનોટ

  • *

    અથવા, “ખઝીબમાં.”

એને લગતી કલમો

  • +યહો ૧૯:૨૯, ૩૧

ઉત્પત્તિ ૩૮:૬

એને લગતી કલમો

  • +માથ ૧:૩

ઉત્પત્તિ ૩૮:૮

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિમાં “દિયરવટું” જુઓ.

એને લગતી કલમો

  • +પુન ૨૫:૫, ૬; માથ ૨૨:૨૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    નવી દુનિયા ભાષાંતર, પાન ૨૪૦૩

ઉત્પત્તિ ૩૮:૯

એને લગતી કલમો

  • +રૂથ ૪:૬
  • +પુન ૨૫:૭, ૯

ઉત્પત્તિ ૩૮:૧૦

એને લગતી કલમો

  • +૧કા ૨:૩

ઉત્પત્તિ ૩૮:૧૧

એને લગતી કલમો

  • +ગણ ૨૬:૧૯

ઉત્પત્તિ ૩૮:૧૨

એને લગતી કલમો

  • +ઉત ૩૮:૨
  • +ઉત ૩૮:૧
  • +યહો ૧૫:૧૦, ૧૨; ન્યા ૧૪:૧

ઉત્પત્તિ ૩૮:૧૪

એને લગતી કલમો

  • +પુન ૨૫:૫

ઉત્પત્તિ ૩૮:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧૫/૨૦૦૪, પાન ૩૦

ઉત્પત્તિ ૩૮:૧૬

એને લગતી કલમો

  • +ઉત ૩૮:૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧૫/૨૦૦૪, પાન ૩૦

ઉત્પત્તિ ૩૮:૧૮

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિમાં “મહોર વીંટી” જુઓ.

એને લગતી કલમો

  • +ઉત ૪૧:૪૨; ૧રા ૨૧:૮

ઉત્પત્તિ ૩૮:૨૦

એને લગતી કલમો

  • +ઉત ૩૮:૧

ઉત્પત્તિ ૩૮:૨૧

ફૂટનોટ

  • *

    અથવા, “મંદિરની વેશ્યા.” કદાચ એવી સ્ત્રીને રજૂ કરે છે, જે કનાની દેવી-દેવતાની ઉપાસનાના ભાગરૂપે વેશ્યા તરીકે સેવા આપતી હતી.

ઉત્પત્તિ ૩૮:૨૪

એને લગતી કલમો

  • +લેવી ૨૧:૯

ઉત્પત્તિ ૩૮:૨૫

એને લગતી કલમો

  • +ઉત ૩૮:૧૬, ૧૮

ઉત્પત્તિ ૩૮:૨૬

એને લગતી કલમો

  • +ઉત ૩૮:૧૧; પુન ૨૫:૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧૫/૨૦૦૪, પાન ૨૯

ઉત્પત્તિ ૩૮:૨૯

ફૂટનોટ

  • *

    અર્થ, “ફાટ પાડવી,” જે કદાચ યોનિદ્વાર ફાડવાને રજૂ કરે છે.

એને લગતી કલમો

  • +ઉત ૪૬:૧૨; રૂથ ૪:૧૨; ૧કા ૨:૪; લૂક ૩:૨૩, ૩૩

ઉત્પત્તિ ૩૮:૩૦

ફૂટનોટ

  • *

    અર્થ, “પ્રભાતનો પ્રકાશ; ઊગવું.”

એને લગતી કલમો

  • +માથ ૧:૩

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ઉત. ૩૮:૨ઉત ૨૪:૨, ૩; ૨૮:૧
ઉત. ૩૮:૩ગણ ૨૬:૧૯
ઉત. ૩૮:૫યહો ૧૯:૨૯, ૩૧
ઉત. ૩૮:૬માથ ૧:૩
ઉત. ૩૮:૮પુન ૨૫:૫, ૬; માથ ૨૨:૨૪
ઉત. ૩૮:૯રૂથ ૪:૬
ઉત. ૩૮:૯પુન ૨૫:૭, ૯
ઉત. ૩૮:૧૦૧કા ૨:૩
ઉત. ૩૮:૧૧ગણ ૨૬:૧૯
ઉત. ૩૮:૧૨ઉત ૩૮:૨
ઉત. ૩૮:૧૨ઉત ૩૮:૧
ઉત. ૩૮:૧૨યહો ૧૫:૧૦, ૧૨; ન્યા ૧૪:૧
ઉત. ૩૮:૧૪પુન ૨૫:૫
ઉત. ૩૮:૧૬ઉત ૩૮:૧૧
ઉત. ૩૮:૧૮ઉત ૪૧:૪૨; ૧રા ૨૧:૮
ઉત. ૩૮:૨૦ઉત ૩૮:૧
ઉત. ૩૮:૨૪લેવી ૨૧:૯
ઉત. ૩૮:૨૫ઉત ૩૮:૧૬, ૧૮
ઉત. ૩૮:૨૬ઉત ૩૮:૧૧; પુન ૨૫:૫
ઉત. ૩૮:૨૯ઉત ૪૬:૧૨; રૂથ ૪:૧૨; ૧કા ૨:૪; લૂક ૩:૨૩, ૩૩
ઉત. ૩૮:૩૦માથ ૧:૩
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ઉત્પત્તિ ૩૮:૧-૩૦

ઉત્પત્તિ

૩૮ એના થોડા સમય પછી, યહૂદા પોતાના ભાઈઓથી અલગ થયો. જ્યાં હીરાહ નામનો અદુલ્લામી રહેતો હતો, ત્યાં તેણે પોતાનો તંબુ નાખ્યો. ૨ યહૂદાએ ત્યાં શૂઆ નામના કનાની માણસની દીકરીને જોઈ.+ યહૂદાએ તેની સાથે લગ્‍ન કરીને જાતીય સંબંધ બાંધ્યો. ૩ તે ગર્ભવતી થઈ અને તેણે દીકરાને જન્મ આપ્યો. યહૂદાએ તેનું નામ એર પાડ્યું.+ ૪ તે ફરી ગર્ભવતી થઈ અને દીકરાને જન્મ આપ્યો. તેણે તેનું નામ ઓનાન પાડ્યું. ૫ તે ત્રીજી વાર ગર્ભવતી થઈ અને એક દીકરાને જન્મ આપ્યો. તેણે તેનું નામ શેલાહ પાડ્યું. યહૂદા ત્યારે આખ્ઝીબમાં*+ રહેતો હતો.

૬ સમય જતાં, યહૂદાએ પોતાના પ્રથમ જન્મેલા દીકરા એરને તામાર+ નામની સ્ત્રી સાથે પરણાવ્યો. ૭ પણ એર યહોવાની નજરમાં દુષ્ટ હતો. તેથી યહોવાએ તેને મારી નાખ્યો. ૮ યહૂદાએ ઓનાનને કહ્યું: “તારા મોટા ભાઈની વિધવા સાથે લગ્‍ન કર* અને તારા ભાઈ માટે વંશજ પેદા કર.”+ ૯ પણ ઓનાન જાણતો હતો કે આવનાર બાળક તેનું નહિ ગણાય.+ એટલે તે પોતાના ભાઈની પત્ની સાથે સંબંધ બાંધતી વખતે, વીર્ય જમીન પર પાડી નાખતો. તે પોતાના ભાઈ માટે કોઈ વંશજ પેદા કરવા માંગતો ન હતો.+ ૧૦ ઓનાન જે કરતો હતો, એ યહોવાની નજરમાં ખરાબ હતું. તેથી તેમણે ઓનાનને પણ મારી નાખ્યો.+ ૧૧ યહૂદાને ડર લાગ્યો કે, શેલાહ પણ પોતાના ભાઈઓની જેમ માર્યો જશે.+ એટલે તેણે પુત્રવધૂ તામારને કહ્યું: “મારો દીકરો શેલાહ મોટો થાય ત્યાં સુધી તારા પિતાના ઘરમાં વિધવા તરીકે રહે.” તેથી તામાર ત્યાંથી ગઈ અને પોતાના પિયરમાં રહેવા લાગી.

૧૨ અમુક સમય પછી યહૂદાની પત્ની, એટલે કે શૂઆની દીકરીનું+ મરણ થયું. શોકના દિવસો પૂરા થયા પછી, યહૂદા પોતાના મિત્ર અદુલ્લામી હીરાહ+ સાથે તિમ્નાહ ગયો.+ ત્યાં યહૂદાનાં ઘેટાંનું ઊન કાતરનારા રહેતા હતા. ૧૩ તામારને સમાચાર મળ્યા: “તારા સસરા પોતાનાં ઘેટાંનું ઊન કાતરવા તિમ્નાહ જઈ રહ્યા છે.” ૧૪ તામારને ખબર પડી કે, શેલાહ હવે મોટો થઈ ગયો છે, છતાં તેને તેની સાથે પરણાવવામાં આવ્યો નથી.+ તેથી તેણે વિધવાનાં કપડાં કાઢીને બીજાં કપડાં પહેર્યાં. તેણે ઓઢણીથી પોતાનો ચહેરો ઢાંક્યો અને શાલ ઓઢી. પછી તે એનાઇમ શહેરના દરવાજે બેઠી, જે તિમ્નાહ જવાને રસ્તે આવ્યું હતું.

૧૫ યહૂદાએ તેને જોઈ ત્યારે તેને લાગ્યું કે તે એક વેશ્યા છે, કેમ કે તેણે મોં ઢાંકેલું હતું. ૧૬ તે રસ્તાની બાજુએ તેની પાસે ગયો. તેને ખબર ન હતી કે તે તેની પુત્રવધૂ છે.+ તેણે તેને કહ્યું: “મને તારી સાથે જાતીય સંબંધ બાંધવા દે.” તામારે તેને કહ્યું: “બદલામાં તમે મને શું આપશો?” ૧૭ તેણે કહ્યું: “હું મારા ટોળામાંથી બકરીનું એક બચ્ચું તને મોકલી આપીશ.” તામારે કહ્યું: “એ મોકલી આપો ત્યાં સુધી જામીન તરીકે શું આપશો?” ૧૮ યહૂદાએ કહ્યું: “જામીન તરીકે હું શું આપું?” તેણે કહ્યું: “તમારી વીંટી,*+ એની દોરી અને તમારા હાથમાંની લાકડી આપો.” યહૂદાએ એ બધું તેને આપ્યું અને તેની સાથે જાતીય સંબંધ બાંધ્યો. આમ તામાર ગર્ભવતી થઈ. ૧૯ પછી તે ત્યાંથી ઊઠીને ઘરે ચાલી ગઈ. તેણે પોતાની શાલ ઉતારીને વિધવાનાં કપડાં પાછાં પહેરી લીધાં.

૨૦ યહૂદાએ અદુલ્લામી+ મિત્રના હાથે બકરીનું બચ્ચું મોકલાવ્યું, જેથી એ સ્ત્રીને જામીનમાં આપેલી વસ્તુઓ પાછી મેળવી શકે. પણ એ સ્ત્રી તેને મળી જ નહિ. ૨૧ તેણે ત્યાંના માણસોને પૂછ્યું: “એ વેશ્યા* ક્યાં છે, જે એનાઇમના રસ્તે બેસતી હતી?” પણ એ માણસોએ કહ્યું: “આ જગ્યાએ કદી કોઈ વેશ્યા હતી જ નહિ.” ૨૨ આખરે તે યહૂદા પાસે પાછો આવ્યો અને તેને કહ્યું: “મને એ સ્ત્રી મળી જ નહિ. એ જગ્યાના માણસોએ પણ કહ્યું, ‘અહીં કદી કોઈ વેશ્યા હતી જ નહિ.’” ૨૩ યહૂદાએ કહ્યું: “ભલે, જવા દે. એ બધી વસ્તુઓ તે સ્ત્રીને જ રાખવા દે. જો આપણે વધારે પૂછપરછ કરીશું, તો આપણી જ બદનામી થશે. મેં તો બકરીનું બચ્ચું મોકલ્યું હતું, પણ તે મળી નહિ.”

૨૪ આશરે ત્રણ મહિના પછી યહૂદાને સમાચાર મળ્યા: “તારી પુત્રવધૂ તામાર વેશ્યા બની ગઈ છે અને ગર્ભવતી થઈ છે.” એ સાંભળીને યહૂદાએ કહ્યું: “તેને બહાર લાવો અને મારી નાખીને સળગાવી દો.”+ ૨૫ તેને બહાર લાવવામાં આવતી હતી ત્યારે, તેણે પોતાના સસરાને આ સંદેશો મોકલ્યો: “જે માણસની આ વસ્તુઓ છે, તેનાથી હું ગર્ભવતી થઈ છું.” પછી તામારે કહ્યું: “આ વીંટી, એની દોરી અને લાકડી કોનાં છે, એ તપાસી જુઓ.”+ ૨૬ યહૂદાએ બધું તપાસીને કહ્યું: “દોષ તેનો નહિ, મારો છે, કેમ કે મેં તેને મારા દીકરા શેલાહ જોડે પરણાવી નહિ.”+ ત્યાર પછી તેણે તામાર સાથે ફરી ક્યારેય જાતીય સંબંધ બાંધ્યો નહિ.

૨૭ પ્રસૂતિ વખતે ખબર પડી કે તેના ગર્ભમાં જોડિયાં બાળકો છે. ૨૮ તે જન્મ આપતી હતી ત્યારે, એક દીકરાએ હાથ બહાર કાઢ્યો. દાઈએ તરત જ તેના હાથ પર નિશાની માટે લાલ રંગનો દોરો બાંધી દીધો અને કહ્યું: “આ પહેલો બહાર આવ્યો.” ૨૯ પણ બાળકે પોતાનો હાથ પાછો અંદર ખેંચી લીધો અને તરત તેનો ભાઈ બહાર આવ્યો. એ જોઈને દાઈ બોલી ઊઠી: “તું કેમ આ રીતે ફાટ પાડીને બહાર આવ્યો?” તેથી તેનું નામ પેરેસ* પડ્યું.+ ૩૦ પછી તેનો ભાઈ બહાર આવ્યો, જેના હાથે લાલ રંગનો દોરો બાંધ્યો હતો. તેનું નામ ઝેરાહ* પડ્યું.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો