વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૨ શમુએલ ૨૦
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

૨ શમુએલ મુખ્ય વિચારો

      • શેબાનું બંડ, યોઆબ અમાસાને મારી નાખે છે (૧-૧૩)

      • શેબાનો પીછો થયો અને તેનું માથું કપાયું (૧૪-૨૨)

      • દાઉદે કરેલી ગોઠવણો (૨૩-૨૬)

૨ શમુએલ ૨૦:૧

ફૂટનોટ

  • *

    અથવા કદાચ, “તંબુઓ.”

એને લગતી કલમો

  • +૨શ ૨૦:૨૧
  • +ન્યા ૩:૨૬, ૨૭; ૨શ ૧૫:૧૦
  • +૨શ ૧૯:૪૩
  • +૧રા ૧૨:૧૬

૨ શમુએલ ૨૦:૨

એને લગતી કલમો

  • +ની ૨૪:૨૧
  • +૨શ ૧૯:૧૫, ૪૧, ૪૨

૨ શમુએલ ૨૦:૩

એને લગતી કલમો

  • +૨શ ૫:૧૧
  • +૨શ ૧૫:૧૬
  • +૨શ ૧૬:૨૧, ૨૨

૨ શમુએલ ૨૦:૪

એને લગતી કલમો

  • +૨શ ૧૭:૨૫; ૧૯:૧૩; ૧કા ૨:૧૭

૨ શમુએલ ૨૦:૬

ફૂટનોટ

  • *

    મૂળ, “તારા માલિકના સેવકોને.”

એને લગતી કલમો

  • +૧શ ૨૬:૬; ૨શ ૧૦:૧૦; ૨૩:૧૮; ૧કા ૧૮:૧૨
  • +૨શ ૨૦:૧
  • +૨શ ૧૫:૧૨

૨ શમુએલ ૨૦:૭

ફૂટનોટ

  • *

    મોટા ભાગે, અબીશાય.

એને લગતી કલમો

  • +૨શ ૮:૧૬
  • +૨શ ૮:૧૮; ૧૫:૧૮; ૧રા ૧:૩૮

૨ શમુએલ ૨૦:૮

એને લગતી કલમો

  • +યહો ૧૮:૨૧, ૨૫; ૨૧:૮, ૧૭
  • +૨શ ૧૭:૨૫; ૧૯:૧૩

૨ શમુએલ ૨૦:૧૦

એને લગતી કલમો

  • +૨શ ૩:૨૭; ૧રા ૨:૫

૨ શમુએલ ૨૦:૧૩

એને લગતી કલમો

  • +૨શ ૨૦:૧

૨ શમુએલ ૨૦:૧૪

એને લગતી કલમો

  • +૧રા ૧૫:૨૦; ૨રા ૧૫:૨૯

૨ શમુએલ ૨૦:૧૯

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૯:૫; પુન ૩૨:૯

૨ શમુએલ ૨૦:૨૧

એને લગતી કલમો

  • +૨શ ૨૦:૧
  • +યહો ૧૭:૧૪, ૧૫; ન્યા ૨:૮, ૯

૨ શમુએલ ૨૦:૨૨

એને લગતી કલમો

  • +સભા ૯:૧૪, ૧૫, ૧૮

૨ શમુએલ ૨૦:૨૩

એને લગતી કલમો

  • +૨શ ૮:૧૬; ૧૯:૧૩
  • +૨શ ૮:૧૮; ૧૫:૧૮; ૧રા ૧:૩૮, ૪૪
  • +૧કા ૧૨:૨૭
  • +૨શ ૨૩:૨૦; ૧કા ૨૭:૫

૨ શમુએલ ૨૦:૨૪

એને લગતી કલમો

  • +૧રા ૪:૬; ૧૨:૧૮
  • +૧રા ૪:૩

૨ શમુએલ ૨૦:૨૫

એને લગતી કલમો

  • +૨શ ૧૫:૨૭
  • +૨શ ૧૭:૧૫; ૧૯:૧૧; ૧રા ૪:૪

૨ શમુએલ ૨૦:૨૬

ફૂટનોટ

  • *

    મૂળ, “યાજક બન્યો.”

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

૨ શમુ. ૨૦:૧૨શ ૨૦:૨૧
૨ શમુ. ૨૦:૧ન્યા ૩:૨૬, ૨૭; ૨શ ૧૫:૧૦
૨ શમુ. ૨૦:૧૨શ ૧૯:૪૩
૨ શમુ. ૨૦:૧૧રા ૧૨:૧૬
૨ શમુ. ૨૦:૨ની ૨૪:૨૧
૨ શમુ. ૨૦:૨૨શ ૧૯:૧૫, ૪૧, ૪૨
૨ શમુ. ૨૦:૩૨શ ૫:૧૧
૨ શમુ. ૨૦:૩૨શ ૧૫:૧૬
૨ શમુ. ૨૦:૩૨શ ૧૬:૨૧, ૨૨
૨ શમુ. ૨૦:૪૨શ ૧૭:૨૫; ૧૯:૧૩; ૧કા ૨:૧૭
૨ શમુ. ૨૦:૬૧શ ૨૬:૬; ૨શ ૧૦:૧૦; ૨૩:૧૮; ૧કા ૧૮:૧૨
૨ શમુ. ૨૦:૬૨શ ૨૦:૧
૨ શમુ. ૨૦:૬૨શ ૧૫:૧૨
૨ શમુ. ૨૦:૭૨શ ૮:૧૬
૨ શમુ. ૨૦:૭૨શ ૮:૧૮; ૧૫:૧૮; ૧રા ૧:૩૮
૨ શમુ. ૨૦:૮યહો ૧૮:૨૧, ૨૫; ૨૧:૮, ૧૭
૨ શમુ. ૨૦:૮૨શ ૧૭:૨૫; ૧૯:૧૩
૨ શમુ. ૨૦:૧૦૨શ ૩:૨૭; ૧રા ૨:૫
૨ શમુ. ૨૦:૧૩૨શ ૨૦:૧
૨ શમુ. ૨૦:૧૪૧રા ૧૫:૨૦; ૨રા ૧૫:૨૯
૨ શમુ. ૨૦:૧૯નિર્ગ ૧૯:૫; પુન ૩૨:૯
૨ શમુ. ૨૦:૨૧૨શ ૨૦:૧
૨ શમુ. ૨૦:૨૧યહો ૧૭:૧૪, ૧૫; ન્યા ૨:૮, ૯
૨ શમુ. ૨૦:૨૨સભા ૯:૧૪, ૧૫, ૧૮
૨ શમુ. ૨૦:૨૩૨શ ૮:૧૬; ૧૯:૧૩
૨ શમુ. ૨૦:૨૩૨શ ૮:૧૮; ૧૫:૧૮; ૧રા ૧:૩૮, ૪૪
૨ શમુ. ૨૦:૨૩૧કા ૧૨:૨૭
૨ શમુ. ૨૦:૨૩૨શ ૨૩:૨૦; ૧કા ૨૭:૫
૨ શમુ. ૨૦:૨૪૧રા ૪:૬; ૧૨:૧૮
૨ શમુ. ૨૦:૨૪૧રા ૪:૩
૨ શમુ. ૨૦:૨૫૨શ ૧૫:૨૭
૨ શમુ. ૨૦:૨૫૨શ ૧૭:૧૫; ૧૯:૧૧; ૧રા ૪:૪
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
૨ શમુએલ ૨૦:૧-૨૬

બીજો શમુએલ

૨૦ હવે શેબા+ નામનો એક બદમાશ માણસ હતો. તે બિન્યામીન કુળના બિખ્રીનો દીકરો હતો. શેબાએ રણશિંગડું વગાડ્યું+ અને કહ્યું: “દાઉદ સાથે આપણો કોઈ સંબંધ નથી. યિશાઈના દીકરાના વારસામાં આપણને કોઈ લાગભાગ નથી.+ ઓ ઇઝરાયેલીઓ, પોતપોતાના દેવો* પાસે પાછા ફરો!”+ ૨ એ સાંભળીને બધા ઇઝરાયેલી માણસોએ દાઉદ પાછળ જવાનું પડતું મૂક્યું અને બિખ્રીના દીકરા શેબા પાછળ ગયા.+ પણ યહૂદાના માણસો પોતાના રાજાને વળગી રહ્યા અને યર્દનથી યરૂશાલેમ સુધી તેની સાથે ગયા.+

૩ દાઉદ યરૂશાલેમમાં પોતાના મહેલમાં આવ્યો.+ તેણે મહેલની સંભાળ લેવા જે દસ ઉપપત્નીઓ રાખી હતી,+ તેઓને એક અલગ ઘરમાં રાખીને પહેરો ગોઠવી દીધો. તેણે તેઓનું ભરણપોષણ કર્યું, પણ તેઓ સાથે સંબંધ બાંધ્યો નહિ.+ તેઓ જીવી ત્યાં સુધી એ પહેરામાં રહી. તેઓનો પતિ જીવતો હોવા છતાં જાણે વિધવા હોય એ રીતે રહી.

૪ રાજાએ અમાસાને કહ્યું:+ “તું મારી આગળ યહૂદાના માણસોને ત્રણ દિવસમાં ભેગા કરીને હાજર થા.” ૫ એટલે અમાસા યહૂદાના માણસોને ભેગા કરવા નીકળી પડ્યો. પણ ઠરાવેલા સમય સુધીમાં તે પાછો આવ્યો નહિ. ૬ દાઉદે અબીશાયને+ કહ્યું: “બિખ્રીનો દીકરો શેબા+ આપણને આબ્શાલોમ કરતાં વધારે નુકસાન કરી શકે છે.+ જા, મારા સેવકોને* લઈને તેનો પીછો કર, જેથી તે કોટવાળાં શહેરોમાં નાસી ન છૂટે અને આપણા હાથમાંથી છટકી ન જાય.” ૭ એટલે યોઆબના+ માણસો, કરેથીઓ, પલેથીઓ+ અને બધા શૂરવીર માણસો તેની* પાછળ ગયા. તેઓ યરૂશાલેમથી બિખ્રીના દીકરા શેબાનો પીછો કરવા નીકળી પડ્યા. ૮ તેઓ ગિબયોનમાં+ મોટા પથ્થર નજીક આવ્યા ત્યારે, અમાસા+ તેઓને સામે મળવા આવ્યો. યોઆબે બખ્તર પહેરેલું હતું અને તેના કમરપટ્ટામાં મ્યાન સાથે તલવાર પણ લટકતી હતી. તે થોડો આગળ વધ્યો એટલામાં તેની તલવાર પડી ગઈ.

૯ યોઆબે અમાસાને પૂછ્યું: “કેમ મારા ભાઈ, બધું બરાબર તો છે ને?” પછી જાણે ચુંબન કરવા જતો હોય એમ યોઆબે જમણા હાથે અમાસાની દાઢી પકડી. ૧૦ યોઆબના હાથમાંની તલવાર તરફ અમાસાનું ધ્યાન ગયું નહિ. યોઆબે તેના પેટમાં તલવાર ઘુસાડી દીધી+ અને તેનાં આંતરડાં નીકળીને જમીન પર પડ્યાં. તેણે બીજો ઘા કરવાની જરૂર ન પડી. અમાસાને મારી નાખવા એક ઘા પૂરતો હતો. પછી યોઆબ અને તેના ભાઈ અબીશાયે બિખ્રીના દીકરા શેબાનો પીછો કર્યો.

૧૧ યોઆબના એક યુવાને અમાસા પાસે ઊભા રહીને કહ્યું: “જે કોઈ યોઆબ અને દાઉદના પક્ષે હોય, તે યોઆબની પાછળ જાય!” ૧૨ એ દરમિયાન અમાસા લોહીથી લથપથ રસ્તાની વચ્ચે તરફડતો હતો. જ્યારે પેલા યુવાને જોયું કે બધા લોકો ત્યાં આવીને ઊભા રહી જાય છે, ત્યારે તેણે અમાસાને રસ્તા પરથી ખસેડીને ખેતરમાં મૂક્યો. તેણે તેના પર કપડું ઓઢાડી દીધું, કારણ કે જે કોઈ ત્યાં આવતો એ ત્યાં જ ઊભો રહી જતો હતો. ૧૩ તેણે અમાસાને રસ્તા પરથી ખસેડ્યા પછી, બધા માણસો યોઆબ સાથે ગયા અને બિખ્રીના દીકરા શેબાનો+ પીછો કરવા લાગ્યા.

૧૪ શેબા ઇઝરાયેલનાં બધાં કુળોનાં વિસ્તારમાંથી પસાર થતો થતો છેક બેથ-માખાહના+ આબેલ શહેર ગયો. બિખ્રીઓ પણ ભેગા થઈને તેની પાછળ પાછળ શહેરમાં ગયા.

૧૫ યોઆબ અને તેના માણસોએ આવીને શેબાને પકડવા બેથ-માખાહના આબેલ શહેરને ઘેરી લીધું. શહેરના કોટને ફરતે ઢોળાવ હોવાથી તેઓએ હુમલો કરવા કોટની લગોલગ માટીનો એક ટેકરો બનાવ્યો. યોઆબ અને તેની સાથેના બધા માણસો કોટ તોડી પાડવા એની નીચેની જમીન ખોદવા લાગ્યા. ૧૬ એક સમજુ સ્ત્રીએ શહેરમાંથી બૂમ પાડી: “સાંભળો માણસો, સાંભળો! કૃપા કરીને યોઆબને કહો કે તે અહીં આવે, મારે તેમને કંઈક કહેવું છે.” ૧૭ યોઆબ એ સ્ત્રી પાસે ગયો ત્યારે તેણે પૂછ્યું: “શું તમે યોઆબ છો?” તેણે જવાબ આપ્યો: “હા.” સ્ત્રીએ તેને કહ્યું: “તમારી દાસીની વાત સાંભળો.” યોઆબે કહ્યું: “બોલ, શું કહેવું છે.” ૧૮ સ્ત્રીએ કહ્યું: “જૂના જમાનામાં લોકો કહેતા કે ‘આબેલ શહેર જઈને પૂછો,’ ગમે એવી તકલીફોનો જરૂર ઉકેલ મળશે. ૧૯ હું ઇઝરાયેલના શાંત અને વિશ્વાસુ લોકોમાંની એક છું. જે શહેર ઇઝરાયેલની મા સમાન છે, એને તમે કેમ તબાહ કરવા માંગો છો? યહોવાના વારસાને તમે કેમ ખેદાન-મેદાન કરવા માંગો છો?”+ ૨૦ યોઆબે જવાબ આપ્યો: “એને ખેદાન-મેદાન અને તબાહ કરવાનો વિચાર પણ મારા મનમાં ન આવે. ૨૧ અમારો એવો કોઈ ઇરાદો નથી. પણ શેબા+ નામના એક માણસે દાઉદ રાજા સામે બળવો કર્યો છે. તે એફ્રાઈમના પહાડી વિસ્તારનો છે+ અને બિખ્રીનો દીકરો છે. જો તમે આ એક માણસને મારે હવાલે કરી દો, તો હું શહેર પરનો ઘેરો ઉઠાવીને ચાલ્યો જઈશ.” સ્ત્રીએ યોઆબને કહ્યું: “સારું ત્યારે, અમે તેનું માથું કોટ પરથી તમારી તરફ નાખી દઈશું!”

૨૨ એ સમજુ સ્ત્રી તરત જ બધા લોકો પાસે ગઈ. તેઓએ બિખ્રીના દીકરા શેબાનું માથું કાપીને યોઆબ તરફ નાખ્યું. એટલે યોઆબે રણશિંગડું વગાડ્યું અને તેઓ શહેર પાસેથી છૂટા પડીને પોતપોતાનાં ઘરે ચાલ્યા ગયા.+ યોઆબ પાછો રાજા પાસે યરૂશાલેમ આવ્યો.

૨૩ યોઆબ આખા ઇઝરાયેલનો સેનાપતિ હતો.+ કરેથીઓ અને પલેથીઓનો+ ઉપરી યહોયાદાનો+ દીકરો બનાયા+ હતો. ૨૪ અદોરામ+ રાજાના મજૂરોનો ઉપરી હતો અને અહીલૂદનો દીકરો યહોશાફાટ+ ઇતિહાસકાર હતો. ૨૫ શેવા મંત્રી હતો. સાદોક+ અને અબ્યાથાર+ યાજકો હતા. ૨૬ યાઈરી ઇરા દાઉદનો મુખ્ય કારભારી બન્યો.*

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો