બીજો કાળવૃત્તાંત
૨ સુલેમાને યહોવાના નામના મહિમા માટે મંદિર બાંધવાનો+ અને પોતાના માટે રાજમહેલ બાંધવાનો હુકમ કર્યો.+ ૨ સુલેમાને ૭૦,૦૦૦ માણસોને મજૂરો* તરીકે, ૮૦,૦૦૦ માણસોને પહાડોમાં પથ્થર કાપનારા+ તરીકે અને ૩,૬૦૦ માણસોને તેઓના ઉપરીઓ તરીકે પસંદ કર્યા.+ ૩ સુલેમાને તૂરના રાજા હીરામને આ સંદેશો મોકલ્યો:+ “મારા પિતા દાઉદે પોતાના માટે મહેલ બાંધ્યો ત્યારે, તમે દેવદારનાં લાકડાં મોકલ્યાં હતાં.+ મારા માટે પણ એમ કરજો. ૪ હું મારા ઈશ્વર યહોવાના નામ માટે મંદિર બાંધું છું. એ માટે કે એ મંદિર તેમના માટે પવિત્ર કરાય, તેમની આગળ સુગંધી ધૂપ*+ બાળવામાં આવે અને અર્પણની રોટલી*+ કાયમ મૂકવામાં આવે; અમારા ઈશ્વર યહોવા માટે સાબ્બાથ,*+ ચાંદરાત*+ અને તહેવારોના સમયે+ સવાર-સાંજ+ અગ્નિ-અર્પણો ચઢાવવામાં આવે. ઇઝરાયેલીઓએ એ ફરજ કાયમ નિભાવવાની છે. ૫ હું જે મંદિર બાંધવાનો છું એ ભવ્ય હશે, કેમ કે બીજા બધા દેવો કરતાં અમારા ઈશ્વર મહાન છે. ૬ આકાશો, અરે આકાશોનાં આકાશો પણ તેમને સમાવી શકતા નથી.+ તો પછી તેમના માટે મંદિર કોણ બાંધી શકે? હું કોણ કે તેમના માટે મંદિર બાંધું? હું તો તેમની આગળ આગમાં બલિદાનો ચઢાવવા* માટે ફક્ત જગ્યા બાંધું છું. ૭ હવે મને એવો એક કારીગર મોકલો, જે સોના-ચાંદી, તાંબા,+ લોઢા, જાંબુડિયા રંગના ઊન, ઘેરા લાલ અને ભૂરા રંગના દોરાના કામમાં કુશળ હોય. તે કોતરણીકામ સારી રીતે જાણતો હોય. તે યહૂદામાં અને યરૂશાલેમમાં મારા કુશળ કારીગરો સાથે કામ કરશે, જેઓને મારા પિતા દાઉદે પસંદ કર્યા છે.+ ૮ મને લબાનોનના દેવદાર, ગંધતરુ*+ અને સુખડનાં લાકડાં+ મોકલો. હું જાણું છું કે તમારા ચાકરો લબાનોનનાં વૃક્ષો કાપવામાં અનુભવી છે.+ મારા ચાકરો તમારા ચાકરો સાથે કામ કરશે.+ ૯ તેઓ મારા માટે પુષ્કળ લાકડાં તૈયાર કરશે, કેમ કે હું જે મંદિર બાંધવાનો છું એ ભવ્ય હશે. ૧૦ વૃક્ષો કાપનારા તમારા ચાકરોને ખાવા-પીવા માટે હું આ બધું પૂરું પાડીશ:+ ૨૦,૦૦૦ કોર માપ* ઘઉં; ૨૦,૦૦૦ કોર માપ જવ; ૨૦,૦૦૦ બાથ માપ* દ્રાક્ષદારૂ અને ૨૦,૦૦૦ બાથ માપ તેલ.”
૧૧ તૂરના રાજા હીરામે સુલેમાનને આ સંદેશો લખી મોકલ્યો: “યહોવા પોતાના લોકોને ખૂબ ચાહે છે, એટલે તેમણે તમને રાજા બનાવ્યા છે.” ૧૨ પછી હીરામે કહ્યું: “આકાશ અને પૃથ્વીના રચનાર ઇઝરાયેલના ઈશ્વર યહોવાની સ્તુતિ થાઓ! તેમણે રાજા દાઉદને બુદ્ધિમાન દીકરો આપ્યો છે.+ તેમણે તમને બુદ્ધિ અને સમજણ આપી છે+ કે યહોવા માટે મંદિર અને પોતાના માટે રાજમહેલ બાંધો. ૧૩ હું હીરામ-અબીને મોકલું છું. તે કુશળ કારીગર છે, તેનામાં ઘણી આવડત અને સમજણ છે.+ ૧૪ તે દાનની સ્ત્રીનો દીકરો છે, પણ તેનો પિતા તૂરનો હતો. તે સોના-ચાંદી, તાંબા, લોઢા, પથ્થર, લાકડાં, જાંબુડિયા રંગના ઊન, ભૂરા રંગના દોરા, કીમતી કાપડ અને ઘેરા લાલ રંગના કાપડના કામમાં અનુભવી છે.+ તે દરેક પ્રકારનું કોતરણીકામ અને જાતજાતનું નકશીકામ કરી શકે છે.+ તે તમારા કુશળ કારીગરો સાથે અને તમારા પિતા, મારા માલિક દાઉદના કુશળ કારીગરો સાથે કામ કરશે. ૧૫ હે મારા માલિક, તમારા વચન પ્રમાણે તમારા સેવકો માટે ઘઉં, જવ, તેલ અને દ્રાક્ષદારૂ મોકલી આપો.+ ૧૬ તમને જોઈએ એટલાં વૃક્ષો અમે લબાનોનથી કાપી લાવીશું.+ અમે એ બાંધીને દરિયાઈ માર્ગે યાફા મોકલી આપીશું.+ ત્યાંથી તમે એ યરૂશાલેમ લઈ જજો.”+
૧૭ સુલેમાનના પિતા દાઉદે ઇઝરાયેલ દેશમાં રહેતા બધા પરદેશી માણસોની વસ્તી-ગણતરી કરાવી હતી.+ સુલેમાને પણ એવી ગણતરી કરાવી.+ તેઓની સંખ્યા ૧,૫૩,૬૦૦ હતી. ૧૮ તેણે તેઓમાંથી ૭૦,૦૦૦ માણસોને મજૂરો* તરીકે, ૮૦,૦૦૦ માણસોને પહાડોમાં પથ્થર કાપનારા+ તરીકે અને તેઓ પાસે કામ કરાવવા ૩,૬૦૦ માણસોને તેઓના ઉપરીઓ તરીકે પસંદ કર્યા.+