વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૨ શમુએલ ૧૫
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

૨ શમુએલ મુખ્ય વિચારો

      • આબ્શાલોમનું કાવતરું અને બંડ (૧-૧૨)

      • દાઉદ યરૂશાલેમમાંથી નાસી છૂટે છે (૧૩-૩૦)

      • અહીથોફેલ આબ્શાલોમ સાથે મળી જાય છે (૩૧)

      • અહીથોફેલની સલાહ નિષ્ફળ કરવા હૂશાય મોકલાયો (૩૨-૩૭)

૨ શમુએલ ૧૫:૧

એને લગતી કલમો

  • +૧શ ૮:૧૧; ૧રા ૧:૫; ની ૧૧:૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો, ૫/૨૦૨૨, પાન ૯

૨ શમુએલ ૧૫:૨

એને લગતી કલમો

  • +પુન ૨૫:૭; રૂથ ૪:૧
  • +૧શ ૮:૨૦; ૨શ ૮:૧૫

૨ શમુએલ ૧૫:૫

એને લગતી કલમો

  • +ગી ૧૦:૯; ૫૫:૨૧; ની ૨૬:૨૫

૨ શમુએલ ૧૫:૬

એને લગતી કલમો

  • +ની ૧૧:૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧/૨૦૧૨, પાન ૧૮

૨ શમુએલ ૧૫:૭

ફૂટનોટ

  • *

    અથવા કદાચ, “૪૦ વર્ષના.”

એને લગતી કલમો

  • +૨શ ૩:૨

૨ શમુએલ ૧૫:૮

ફૂટનોટ

  • *

    અથવા, “ભક્તિ કરીશ.” મૂળ, “સેવા કરીશ.”

એને લગતી કલમો

  • +૨શ ૧૩:૩૮; ૧૪:૨૩
  • +લેવી ૨૨:૨૧

૨ શમુએલ ૧૫:૧૦

એને લગતી કલમો

  • +૨શ ૨:૧; ૫:૧, ૫; ૧કા ૩:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો, ૫/૨૦૨૨, પાન ૧૦

૨ શમુએલ ૧૫:૧૨

એને લગતી કલમો

  • +ગી ૪૧:૯; ૫૫:૧૨, ૧૩; યોહ ૧૩:૧૮
  • +૨શ ૧૬:૨૩; ૧૭:૧૪; ૨૩:૮, ૩૪
  • +યહો ૧૫:૨૦, ૫૧
  • +ગી ૩:૧; ની ૨૪:૨૧

૨ શમુએલ ૧૫:૧૪

એને લગતી કલમો

  • +૨શ ૧૯:૯; ગી ૩:મથાળું
  • +૨શ ૧૨:૧૧

૨ શમુએલ ૧૫:૧૫

એને લગતી કલમો

  • +ની ૧૮:૨૪

૨ શમુએલ ૧૫:૧૬

એને લગતી કલમો

  • +૨શ ૧૨:૧૧; ૧૬:૨૧; ૨૦:૩

૨ શમુએલ ૧૫:૧૭

ફૂટનોટ

  • *

    અર્થ, “છેલ્લું ઘર.”

૨ શમુએલ ૧૫:૧૮

એને લગતી કલમો

  • +૨શ ૮:૧૮; ૨૦:૭; ૧રા ૧:૩૮; ૧કા ૧૮:૧૭
  • +૧શ ૨૭:૪; ૧કા ૧૮:૧
  • +યહો ૧૩:૨, ૩

૨ શમુએલ ૧૫:૧૯

એને લગતી કલમો

  • +૨શ ૧૮:૨

૨ શમુએલ ૧૫:૨૦

એને લગતી કલમો

  • +૨શ ૨:૫, ૬; ગી ૨૫:૧૦; ૫૭:૩; ૬૧:૭; ૮૯:૧૪

૨ શમુએલ ૧૫:૨૧

ફૂટનોટ

  • *

    મૂળ, “યહોવાના જીવના સમ.”

એને લગતી કલમો

  • +ની ૧૭:૧૭; ૧૮:૨૪

૨ શમુએલ ૧૫:૨૨

એને લગતી કલમો

  • +૨શ ૧૮:૨

૨ શમુએલ ૧૫:૨૩

એને લગતી કલમો

  • +૧રા ૨:૩૬, ૩૭; ૨કા ૩૦:૧૪; યોહ ૧૮:૧

૨ શમુએલ ૧૫:૨૪

એને લગતી કલમો

  • +૨શ ૮:૧૭; ૨૦:૨૫; ૧રા ૧:૮; ૨:૩૫; ૧કા ૬:૮
  • +ગણ ૮:૧૯
  • +નિર્ગ ૩૭:૧; લેવી ૧૬:૨
  • +ગણ ૪:૧૫; ૭:૯; ૧કા ૧૫:૨
  • +૧શ ૨૨:૨૦; ૩૦:૭

૨ શમુએલ ૧૫:૨૫

એને લગતી કલમો

  • +૨શ ૬:૧૭
  • +૨શ ૭:૨; ગી ૨૬:૮; ૨૭:૪

૨ શમુએલ ૧૫:૨૭

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +૧શ ૯:૯
  • +૨શ ૧૭:૧૭

૨ શમુએલ ૧૫:૨૮

એને લગતી કલમો

  • +૨શ ૧૫:૩૬; ૧૭:૧૬, ૨૧

૨ શમુએલ ૧૫:૩૦

એને લગતી કલમો

  • +માથ ૨૧:૧; ૨૪:૩; પ્રેકા ૧:૧૨

૨ શમુએલ ૧૫:૩૧

એને લગતી કલમો

  • +ગી ૩:મથાળું
  • +ગી ૪૧:૯; ૫૫:૧૨, ૧૩; યોહ ૧૩:૧૮
  • +ગી ૩:૭
  • +૨શ ૧૬:૨૩; ૧૭:૧૪

૨ શમુએલ ૧૫:૩૨

ફૂટનોટ

  • *

    અથવા, “નમન.”

એને લગતી કલમો

  • +૨શ ૧૬:૧૬
  • +યહો ૧૬:૧, ૨

૨ શમુએલ ૧૫:૩૪

એને લગતી કલમો

  • +૨શ ૧૬:૧૮, ૧૯
  • +૨શ ૧૭:૭, ૧૪

૨ શમુએલ ૧૫:૩૫

એને લગતી કલમો

  • +૨શ ૧૭:૧૫, ૧૬

૨ શમુએલ ૧૫:૩૬

એને લગતી કલમો

  • +૨શ ૧૮:૧૯
  • +૨શ ૧૭:૧૭; ૧રા ૧:૪૨

૨ શમુએલ ૧૫:૩૭

ફૂટનોટ

  • *

    અથવા, “ભરોસાપાત્ર માણસ.”

એને લગતી કલમો

  • +૨શ ૧૬:૧૬; ૧કા ૨૭:૩૩

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

૨ શમુ. ૧૫:૧૧શ ૮:૧૧; ૧રા ૧:૫; ની ૧૧:૨
૨ શમુ. ૧૫:૨પુન ૨૫:૭; રૂથ ૪:૧
૨ શમુ. ૧૫:૨૧શ ૮:૨૦; ૨શ ૮:૧૫
૨ શમુ. ૧૫:૫ગી ૧૦:૯; ૫૫:૨૧; ની ૨૬:૨૫
૨ શમુ. ૧૫:૬ની ૧૧:૯
૨ શમુ. ૧૫:૭૨શ ૩:૨
૨ શમુ. ૧૫:૮૨શ ૧૩:૩૮; ૧૪:૨૩
૨ શમુ. ૧૫:૮લેવી ૨૨:૨૧
૨ શમુ. ૧૫:૧૦૨શ ૨:૧; ૫:૧, ૫; ૧કા ૩:૪
૨ શમુ. ૧૫:૧૨ગી ૪૧:૯; ૫૫:૧૨, ૧૩; યોહ ૧૩:૧૮
૨ શમુ. ૧૫:૧૨૨શ ૧૬:૨૩; ૧૭:૧૪; ૨૩:૮, ૩૪
૨ શમુ. ૧૫:૧૨યહો ૧૫:૨૦, ૫૧
૨ શમુ. ૧૫:૧૨ગી ૩:૧; ની ૨૪:૨૧
૨ શમુ. ૧૫:૧૪૨શ ૧૯:૯; ગી ૩:મથાળું
૨ શમુ. ૧૫:૧૪૨શ ૧૨:૧૧
૨ શમુ. ૧૫:૧૫ની ૧૮:૨૪
૨ શમુ. ૧૫:૧૬૨શ ૧૨:૧૧; ૧૬:૨૧; ૨૦:૩
૨ શમુ. ૧૫:૧૮૨શ ૮:૧૮; ૨૦:૭; ૧રા ૧:૩૮; ૧કા ૧૮:૧૭
૨ શમુ. ૧૫:૧૮૧શ ૨૭:૪; ૧કા ૧૮:૧
૨ શમુ. ૧૫:૧૮યહો ૧૩:૨, ૩
૨ શમુ. ૧૫:૧૯૨શ ૧૮:૨
૨ શમુ. ૧૫:૨૦૨શ ૨:૫, ૬; ગી ૨૫:૧૦; ૫૭:૩; ૬૧:૭; ૮૯:૧૪
૨ શમુ. ૧૫:૨૧ની ૧૭:૧૭; ૧૮:૨૪
૨ શમુ. ૧૫:૨૨૨શ ૧૮:૨
૨ શમુ. ૧૫:૨૩૧રા ૨:૩૬, ૩૭; ૨કા ૩૦:૧૪; યોહ ૧૮:૧
૨ શમુ. ૧૫:૨૪૨શ ૮:૧૭; ૨૦:૨૫; ૧રા ૧:૮; ૨:૩૫; ૧કા ૬:૮
૨ શમુ. ૧૫:૨૪ગણ ૮:૧૯
૨ શમુ. ૧૫:૨૪નિર્ગ ૩૭:૧; લેવી ૧૬:૨
૨ શમુ. ૧૫:૨૪ગણ ૪:૧૫; ૭:૯; ૧કા ૧૫:૨
૨ શમુ. ૧૫:૨૪૧શ ૨૨:૨૦; ૩૦:૭
૨ શમુ. ૧૫:૨૫૨શ ૬:૧૭
૨ શમુ. ૧૫:૨૫૨શ ૭:૨; ગી ૨૬:૮; ૨૭:૪
૨ શમુ. ૧૫:૨૭૧શ ૯:૯
૨ શમુ. ૧૫:૨૭૨શ ૧૭:૧૭
૨ શમુ. ૧૫:૨૮૨શ ૧૫:૩૬; ૧૭:૧૬, ૨૧
૨ શમુ. ૧૫:૩૦માથ ૨૧:૧; ૨૪:૩; પ્રેકા ૧:૧૨
૨ શમુ. ૧૫:૩૧ગી ૩:મથાળું
૨ શમુ. ૧૫:૩૧ગી ૪૧:૯; ૫૫:૧૨, ૧૩; યોહ ૧૩:૧૮
૨ શમુ. ૧૫:૩૧ગી ૩:૭
૨ શમુ. ૧૫:૩૧૨શ ૧૬:૨૩; ૧૭:૧૪
૨ શમુ. ૧૫:૩૨૨શ ૧૬:૧૬
૨ શમુ. ૧૫:૩૨યહો ૧૬:૧, ૨
૨ શમુ. ૧૫:૩૪૨શ ૧૬:૧૮, ૧૯
૨ શમુ. ૧૫:૩૪૨શ ૧૭:૭, ૧૪
૨ શમુ. ૧૫:૩૫૨શ ૧૭:૧૫, ૧૬
૨ શમુ. ૧૫:૩૬૨શ ૧૮:૧૯
૨ શમુ. ૧૫:૩૬૨શ ૧૭:૧૭; ૧રા ૧:૪૨
૨ શમુ. ૧૫:૩૭૨શ ૧૬:૧૬; ૧કા ૨૭:૩૩
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
  • ૩૧
  • ૩૨
  • ૩૩
  • ૩૪
  • ૩૫
  • ૩૬
  • ૩૭
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
૨ શમુએલ ૧૫:૧-૩૭

બીજો શમુએલ

૧૫ આ બધું બન્યા પછી આબ્શાલોમે એક રથ, ઘોડાઓ અને પોતાની આગળ દોડવા માટે ૫૦ માણસો તૈયાર કર્યા.+ ૨ આબ્શાલોમ વહેલી સવારે ઊઠી જતો અને શહેરના દરવાજા તરફ જવાના રસ્તાની બાજુએ ઊભો રહેતો.+ જ્યારે કોઈ માણસ પોતાનો મુકદ્દમો લઈને રાજા પાસે ન્યાય માંગવા આવતો,+ ત્યારે આબ્શાલોમ તેને બોલાવતો અને પૂછતો: “તું કયા શહેરથી આવે છે?” એ માણસ કહેતો: “તમારો સેવક ઇઝરાયેલના ફલાણા કુળનો છે.” ૩ આબ્શાલોમ તેને કહેતો: “જો, તારો દાવો સાચો અને વાજબી છે. પણ તારો મુકદ્દમો સાંભળવા રાજા તરફથી કોઈ હાજર નથી.” ૪ આબ્શાલોમ કહેતો: “કાશ, હું આ દેશનો ન્યાયાધીશ હોત! દાવો કે તકરાર લઈને મારી પાસે આવનાર દરેક માણસને મેં ચોક્કસ ન્યાય અપાવ્યો હોત.”

૫ જ્યારે કોઈ માણસ તેની પાસે નમન કરવા આવતો, ત્યારે આબ્શાલોમ હાથ લંબાવીને તેને ભેટી પડતો અને ચુંબન કરતો.+ ૬ રાજા પાસે ન્યાય માંગવા આવતા બધા ઇઝરાયેલી માણસો સાથે આબ્શાલોમ એમ કરતો. આ રીતે આબ્શાલોમ તેઓનાં દિલ જીતી લેતો.+

૭ ચાર વર્ષના* અંતે આબ્શાલોમે રાજાને કહ્યું: “કૃપા કરીને મને હેબ્રોન+ જવા દો, જેથી યહોવા આગળ માનેલી મારી માનતા પૂરી કરું. ૮ તમારો સેવક સિરિયાના ગશૂરમાં+ રહેતો હતો ત્યારે, આવી માનતા લીધી હતી:+ ‘જો યહોવા મને યરૂશાલેમ પાછો લાવે, તો હું યહોવાને અર્પણ ચઢાવીશ.’”* ૯ રાજાએ કહ્યું: “શાંતિથી જા.” પછી આબ્શાલોમ ઊઠીને હેબ્રોન ગયો.

૧૦ આબ્શાલોમે ઇઝરાયેલનાં સર્વ કુળોમાં જાસૂસોને આમ કહીને મોકલ્યા: “તમે રણશિંગડાનો અવાજ સાંભળો કે તરત પોકારી ઊઠજો, ‘આબ્શાલોમ હેબ્રોનમાં+ રાજા બન્યો છે!’” ૧૧ આબ્શાલોમ સાથે યરૂશાલેમના ૨૦૦ માણસો ગયા હતા. તેણે તેઓને બોલાવ્યા અને તેઓ તેના પર કંઈ પણ શંકા કર્યા વગર ગયા. તેઓને આબ્શાલોમના ઇરાદા વિશે કંઈ ખબર ન હતી. ૧૨ આબ્શાલોમ અર્પણો ચઢાવતો હતો ત્યારે, તેણે દાઉદના સલાહકાર+ અહીથોફેલને+ તેના શહેર ગીલોહથી+ બોલાવ્યો. આબ્શાલોમનો બળવો વેગ પકડતો ગયો અને તેને સાથ આપનારા લોકોની સંખ્યા વધતી ગઈ.+

૧૩ થોડા સમય પછી, એક માણસે દાઉદને આવી ખબર આપી: “ઇઝરાયેલના માણસોનાં દિલ આબ્શાલોમ તરફ ઢળેલાં છે.” ૧૪ તરત જ દાઉદે યરૂશાલેમમાંના પોતાના બધા સેવકોને કહ્યું: “ઊઠો, ચાલો આપણે નાસી છૂટીએ,+ નહિ તો આપણામાંનો કોઈ પણ આબ્શાલોમથી બચશે નહિ. જલદી કરો, નહિ તો તે આવીને આપણને પકડી પાડશે અને આપણા પર આફત લાવીને શહેરનો તલવારથી નાશ કરશે.”+ ૧૫ રાજાના સેવકોએ કહ્યું: “હે રાજાજી, અમારા માલિક, તમારા નિર્ણય પ્રમાણે કરવા તમારા સેવકો તૈયાર છે.”+ ૧૬ એટલે રાજા નીકળ્યો અને તેનો આખો કુટુંબકબીલો તેની પાછળ પાછળ ચાલ્યો. રાજાએ મહેલની સંભાળ રાખવા પોતાની દસ ઉપપત્નીઓ ત્યાં રહેવા દીધી.+ ૧૭ રાજા પોતાના રસ્તે આગળ વધ્યો અને બધા લોકો તેની પાછળ પાછળ આવતા હતા. તેઓ બધા બેથ-મેરહાક* પાસે ઊભા રહ્યા.

૧૮ રાજા સાથે તેના બધા સેવકો, કરેથીઓ અને પલેથીઓ+ હતા. ગાથથી+ આવેલા ૬૦૦ ગિત્તીઓ+ પણ તેની સાથે હતા. આ બધા રાજાની આગળથી પસાર થયા તેમ તેણે તેઓનું નિરીક્ષણ કર્યું. ૧૯ પછી રાજાએ ઇત્તાય+ ગિત્તીને કહ્યું: “તું અમારી સાથે કેમ આવે છે? પાછો જા અને નવા રાજાના રાજમાં રહે. તું પરદેશી છે અને તારે તારું વતન છોડવું પડ્યું છે. ૨૦ તું હજુ ગઈ કાલે જ આવ્યો છે અને આજે શું હું તને અહીંતહીં રખડાવું? મને પોતાને જ ખબર નથી કે હું ક્યાં જઈશ, તો પછી હું તને મારી સાથે ક્યાં રઝળાવું? પાછો જા અને તારા ભાઈઓને તારી સાથે લેતો જા. યહોવા તને અતૂટ પ્રેમ અને વફાદારી બતાવો!”+ ૨૧ ઇત્તાયે રાજાને જવાબ આપ્યો: “યહોવાના સમ* અને રાજાજી મારા માલિકના જીવના સમ કે જ્યાં રાજાજી હશે, ત્યાં તમારો આ સેવક હશે. એ માટે હું જીવ આપવા પણ તૈયાર છું.”+ ૨૨ એ સાંભળીને દાઉદે ઇત્તાયને કહ્યું:+ “ભલે, પેલે પાર ઊતરી જા.” ઇત્તાય ગિત્તી પોતાનાં બધાં માણસો અને બાળકો સાથે પેલે પાર ઊતરી ગયો.

૨૩ બધા લોકો કિદ્રોન ખીણ+ ઊતરતા હતા અને રાજા ખીણ પાસે ઊભો હતો ત્યારે, આખો દેશ પોક મૂકીને રડ્યો. બધા લોકો ખીણ પસાર કરીને વેરાન પ્રદેશ તરફ લઈ જતા રસ્તે ગયા. ૨૪ સાદોક+ યાજક પણ ત્યાં હતો અને બધા લેવીઓ+ તેની સાથે હતા, જેઓએ સાચા ઈશ્વરનો કરારકોશ+ ઊંચક્યો હતો.+ પછી, તેઓએ સાચા ઈશ્વરનો કરારકોશ નીચે મૂક્યો. બધા લોકો શહેરમાંથી નીકળીને ખીણ પાર કરી ગયા અને અબ્યાથાર+ પણ ત્યાં હતો. ૨૫ રાજાએ સાદોકને કહ્યું: “સાચા ઈશ્વરનો કરારકોશ તમે શહેરમાં પાછો લઈ જાઓ.+ જો હું યહોવાની નજરમાં કૃપા પામ્યો હોઈશ, તો તે મને પાછો લાવશે, જેથી હું કરારકોશ અને એની જગ્યા ફરીથી જોઈ શકું.+ ૨૬ પણ જો તે કહે કે ‘હું તારાથી રાજી નથી,’ તો તેમની નજરમાં જે સારું લાગે એ મને કરે.” ૨૭ રાજાએ સાદોક યાજકને કહ્યું: “શું તમે દર્શન સમજાવનાર* નથી?+ તમે અને અબ્યાથાર શાંતિથી શહેરમાં પાછા જાઓ. તમારા દીકરા અહીમાઆસ અને અબ્યાથારના દીકરા યોનાથાનને+ પણ તમારી સાથે લઈ જાઓ. ૨૮ જુઓ, તમારી પાસેથી કંઈ પાકી ખબર ન મળે ત્યાં સુધી,+ હું વેરાન પ્રદેશમાં યર્દન નદીના ઘાટ પાસે રાહ જોઈશ.” ૨૯ એટલે સાદોક અને અબ્યાથાર સાચા ઈશ્વરનો કરારકોશ પાછો યરૂશાલેમ લઈ ગયા અને તેઓ ત્યાં જ રહ્યા.

૩૦ દાઉદ જૈતૂનના પર્વત+ પર રડતાં રડતાં ચઢતો હતો. તેનું માથું ઢાંકેલું હતું અને તે ખુલ્લા પગે ચાલતો હતો. તેની સાથેના લોકોએ પણ પોતાનાં માથાં ઢાંકેલાં હતાં અને રડતાં રડતાં પર્વત ચઢતા હતા. ૩૧ પછી દાઉદને આમ જણાવવામાં આવ્યું: “આબ્શાલોમ+ સાથે કાવતરું ઘડનારાઓમાં+ અહીથોફેલ પણ છે.” એ સાંભળીને દાઉદે કહ્યું: “હે યહોવા,+ અહીથોફેલની સલાહને ધૂળમાં મેળવી દેજો!”+

૩૨ દાઉદ પર્વતના શિખરે પહોંચ્યો, જ્યાં લોકો ઈશ્વરની ભક્તિ* કરવા આવતા હતા. ત્યાં હૂશાય+ આર્કી+ દાઉદને મળવા ઊભો હતો. તેણે પોતાનો ઝભ્ભો ફાડ્યો હતો અને માથા પર ધૂળ નાખેલી હતી. ૩૩ દાઉદે તેને કહ્યું: “જો તું મારી સાથે પેલે પાર આવીશ, તો મારા માટે બોજ બનીશ. ૩૪ પણ તું શહેરમાં પાછો જા અને આબ્શાલોમને કહે કે ‘હે રાજા, હું તમારો સેવક છું. અગાઉ હું તમારા પિતાનો સેવક હતો, હવે હું તમારો સેવક છું.’+ પછી તું મારા માટે અહીથોફેલની સલાહ નિષ્ફળ બનાવી શકીશ.+ ૩૫ ત્યાં સાદોક અને અબ્યાથાર યાજકો તારી સાથે છે, ખરું ને? રાજાના મહેલમાં તને જે કંઈ સાંભળવા મળે, એ બધું જ તારે સાદોક અને અબ્યાથાર યાજકોને જણાવવું.+ ૩૬ તેઓના બે દીકરાઓ પણ તેઓની સાથે ત્યાં છે, સાદોકનો દીકરો અહીમાઆસ+ અને અબ્યાથારનો દીકરો યોનાથાન.+ તને જે સાંભળવા મળે એ બધું જ તારે તેઓના દ્વારા મને જણાવવું.” ૩૭ એટલે દાઉદનો દોસ્ત*+ હૂશાય શહેરમાં ગયો. એ જ સમયે આબ્શાલોમ યરૂશાલેમ આવી પહોંચ્યો.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો