વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • નીતિવચનો ૨૫
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

નીતિવચનો મુખ્ય વિચારો

    • રાજા હિઝકિયાના માણસોએ નકલ કરેલાં સુલેમાનનાં નીતિવચનો (૨૫:૧–૨૯:૨૭)

        • ખાનગી વાત ઉઘાડી ન પાડવી (૯)

        • યોગ્ય સમયે બોલેલો શબ્દ (૧૧)

        • કોઈકના ઘરે વારંવાર ન જા (૧૭)

        • દુશ્મનના માથા પર ધગધગતા અંગારાનો ઢગલો કર (૨૧, ૨૨)

        • સારા સમાચાર ઠંડા પાણી જેવા છે (૨૫)

નીતિવચનો ૨૫:૧

ફૂટનોટ

  • *

    અથવા, “ભેગાં કરેલાં અને નકલ ઉતારેલાં.”

  • *

    અથવા, “કહેવતો; સુવાક્યો.” શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +૨કા ૨૯:૧
  • +૧રા ૪:૨૯, ૩૨; સભા ૧૨:૯

નીતિવચનો ૨૫:૨

એને લગતી કલમો

  • +પુન ૨૯:૨૯; રોમ ૧૧:૩૩

નીતિવચનો ૨૫:૪

એને લગતી કલમો

  • +ની ૧૭:૩

નીતિવચનો ૨૫:૫

એને લગતી કલમો

  • +૧રા ૨:૪૪, ૪૬; ની ૨૦:૨૮; ૨૯:૧૪

નીતિવચનો ૨૫:૬

એને લગતી કલમો

  • +ની ૨૭:૨
  • +ગી ૧૩૧:૧

નીતિવચનો ૨૫:૭

એને લગતી કલમો

  • +લૂક ૧૪:૮-૧૦; ૧પિ ૫:૫

નીતિવચનો ૨૫:૮

એને લગતી કલમો

  • +ની ૧૮:૧૭; માથ ૫:૨૫

નીતિવચનો ૨૫:૯

ફૂટનોટ

  • *

    અથવા, “બીજાની ખાનગી વાત.”

એને લગતી કલમો

  • +માથ ૧૮:૧૫
  • +ની ૧૧:૧૩

નીતિવચનો ૨૫:૧૦

ફૂટનોટ

  • *

    અથવા, “બદનામ કરતી અફવા.”

નીતિવચનો ૨૫:૧૧

ફૂટનોટ

  • *

    અથવા, “નકશીકામ કરેલી ટોપલીમાં.”

એને લગતી કલમો

  • +ની ૧૫:૨૩; યશા ૫૦:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૨/૨૦૧૯, પાન ૧૫-૧૬

    ચોકીબુરજ,

    ૧૨/૧૫/૨૦૧૫, પાન ૧૯

    ૧/૧૫/૧૯૯૯, પાન ૨૩

    ૨/૧/૧૯૮૯, પાન ૩૦

    સર્વ લોકો, પાન ૨૩

નીતિવચનો ૨૫:૧૨

એને લગતી કલમો

  • +ગી ૧૪૧:૫; ની ૧:૮, ૯; ૯:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧૫/૧૯૯૭, પાન ૩૨

નીતિવચનો ૨૫:૧૩

એને લગતી કલમો

  • +ની ૧૩:૧૭

નીતિવચનો ૨૫:૧૪

એને લગતી કલમો

  • +માથ ૫:૩૭

નીતિવચનો ૨૫:૧૫

ફૂટનોટ

  • *

    મૂળ, “કોમળ જીભ.”

એને લગતી કલમો

  • +ઉત ૩૨:૪, ૫; ની ૧૫:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સજાગ બનો!,

    ૪/૨૦૧૧, પાન ૧૩

નીતિવચનો ૨૫:૧૬

એને લગતી કલમો

  • +ની ૨૫:૨૭

નીતિવચનો ૨૫:૧૭

ફૂટનોટ

  • *

    અથવા, “તારા પડોશીના.”

નીતિવચનો ૨૫:૧૮

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૦:૧૬

નીતિવચનો ૨૫:૧૯

ફૂટનોટ

  • *

    અથવા કદાચ, “કપટી.”

નીતિવચનો ૨૫:૨૦

ફૂટનોટ

  • *

    અથવા, “ધોવાના સોડા.”

એને લગતી કલમો

  • +ગી ૧૩૭:૩, ૪

નીતિવચનો ૨૫:૨૧

ફૂટનોટ

  • *

    મૂળ, “તને નફરત કરનાર.”

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૩:૫; ૨રા ૬:૨૧, ૨૨; ની ૨૪:૧૭; માથ ૫:૪૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સજાગ બનો!,

    ૧/૮/૧૯૯૯, પાન ૫

નીતિવચનો ૨૫:૨૨

ફૂટનોટ

  • *

    એટલે કે, વ્યક્તિને નરમ પાડવી અને તેનું કઠણ દિલ પિગાળવું.

એને લગતી કલમો

  • +રોમ ૧૨:૨૦

નીતિવચનો ૨૫:૨૩

એને લગતી કલમો

  • +ગી ૧૦૧:૫

નીતિવચનો ૨૫:૨૪

ફૂટનોટ

  • *

    અથવા, “વાંક કાઢતી; ટોકટોક કરતી.”

એને લગતી કલમો

  • +ની ૨૧:૯, ૧૯; ૨૭:૧૫

નીતિવચનો ૨૫:૨૫

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિમાં “નેફેશ; સાઈકી” જુઓ.

એને લગતી કલમો

  • +ની ૧૫:૩૦; યશા ૫૨:૭

નીતિવચનો ૨૫:૨૬

ફૂટનોટ

  • *

    અથવા, “તડજોડ કરનાર.” મૂળ, “લથડિયાં ખાનાર.”

નીતિવચનો ૨૫:૨૭

એને લગતી કલમો

  • +ની ૨૫:૧૬
  • +ની ૨૭:૨; યોહ ૫:૪૪; ફિલિ ૨:૩

નીતિવચનો ૨૫:૨૮

એને લગતી કલમો

  • +૧શ ૨૦:૩૩; ની ૧૬:૩૨; ૨૨:૨૪, ૨૫; ૨૯:૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧૫/૨૦૦૦, પાન ૨૩

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

નીતિ. ૨૫:૧૨કા ૨૯:૧
નીતિ. ૨૫:૧૧રા ૪:૨૯, ૩૨; સભા ૧૨:૯
નીતિ. ૨૫:૨પુન ૨૯:૨૯; રોમ ૧૧:૩૩
નીતિ. ૨૫:૪ની ૧૭:૩
નીતિ. ૨૫:૫૧રા ૨:૪૪, ૪૬; ની ૨૦:૨૮; ૨૯:૧૪
નીતિ. ૨૫:૬ની ૨૭:૨
નીતિ. ૨૫:૬ગી ૧૩૧:૧
નીતિ. ૨૫:૭લૂક ૧૪:૮-૧૦; ૧પિ ૫:૫
નીતિ. ૨૫:૮ની ૧૮:૧૭; માથ ૫:૨૫
નીતિ. ૨૫:૯માથ ૧૮:૧૫
નીતિ. ૨૫:૯ની ૧૧:૧૩
નીતિ. ૨૫:૧૧ની ૧૫:૨૩; યશા ૫૦:૪
નીતિ. ૨૫:૧૨ગી ૧૪૧:૫; ની ૧:૮, ૯; ૯:૮
નીતિ. ૨૫:૧૩ની ૧૩:૧૭
નીતિ. ૨૫:૧૪માથ ૫:૩૭
નીતિ. ૨૫:૧૫ઉત ૩૨:૪, ૫; ની ૧૫:૧
નીતિ. ૨૫:૧૬ની ૨૫:૨૭
નીતિ. ૨૫:૧૮નિર્ગ ૨૦:૧૬
નીતિ. ૨૫:૨૦ગી ૧૩૭:૩, ૪
નીતિ. ૨૫:૨૧નિર્ગ ૨૩:૫; ૨રા ૬:૨૧, ૨૨; ની ૨૪:૧૭; માથ ૫:૪૪
નીતિ. ૨૫:૨૨રોમ ૧૨:૨૦
નીતિ. ૨૫:૨૩ગી ૧૦૧:૫
નીતિ. ૨૫:૨૪ની ૨૧:૯, ૧૯; ૨૭:૧૫
નીતિ. ૨૫:૨૫ની ૧૫:૩૦; યશા ૫૨:૭
નીતિ. ૨૫:૨૭ની ૨૫:૧૬
નીતિ. ૨૫:૨૭ની ૨૭:૨; યોહ ૫:૪૪; ફિલિ ૨:૩
નીતિ. ૨૫:૨૮૧શ ૨૦:૩૩; ની ૧૬:૩૨; ૨૨:૨૪, ૨૫; ૨૯:૧૧
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
નીતિવચનો ૨૫:૧-૨૮

નીતિવચનો

૨૫ યહૂદાના રાજા હિઝકિયાના+ માણસોએ નકલ કરેલાં* સુલેમાનનાં બીજાં નીતિવચનો:*+

 ૨ કોઈ વાતને ગુપ્ત રાખવામાં ઈશ્વરનો મહિમા છે+

અને કોઈ વાતને શોધી કાઢવામાં રાજાઓનું ગૌરવ છે.

 ૩ જેમ આકાશોની ઊંચાઈ અને પૃથ્વીની ઊંડાઈ માપી શકાતી નથી,

તેમ રાજાઓના દિલમાં શું છે એ જાણી શકાતું નથી.

 ૪ જ્યારે ચાંદીમાંથી અશુદ્ધિ દૂર થાય છે,

ત્યારે એ પૂરી રીતે શુદ્ધ થઈ જાય છે.+

 ૫ રાજા આગળથી દુષ્ટ માણસને દૂર કર

અને તેની રાજગાદી ન્યાયના પાયા પર સ્થિર રહેશે.+

 ૬ રાજા આગળ બડાઈઓ ન હાંક+

અને મોટા મોટા લોકો વચ્ચે બેસીશ નહિ.+

 ૭ અધિકારી આગળ રાજા તારું અપમાન કરે એના કરતાં,+

તે તને કહે કે “અહીં ઉપર આવીને બેસ,” એ વધારે સારું.

 ૮ પડોશી પર મુકદ્દમો કરવામાં ઉતાવળ ન કર.

તે તને જૂઠો સાબિત કરશે તો તું શું કરીશ?+

 ૯ તારા પડોશી સાથે તું ભલે વાદવિવાદ કરે,+

પણ તને જણાવેલી ખાનગી વાત* ઉઘાડી ન પાડ,+

૧૦ નહિતર તારા મોઢે ખરાબ વાત* ફેલાશે, તું શબ્દો પાછા ખેંચી નહિ શકે

અને તારી વાત સાંભળનાર તને શરમમાં મૂકશે.

૧૧ યોગ્ય સમયે બોલેલો શબ્દ

ચાંદીની ટોપલીમાં* મૂકેલા સોનાના સફરજન જેવો છે.+

૧૨ બુદ્ધિમાનનો ઠપકો એના સાંભળનાર માટે

સોનાની બુટ્ટી અને શુદ્ધ સોનાનાં ઘરેણાં જેવો છે.+

૧૩ વફાદાર સંદેશવાહક તેના મોકલનાર માટે

કાપણીના ગરમ દિવસોમાં ઠંડા બરફ જેવો છે,

તે પોતાના માલિકને તાજગી આપે છે.+

૧૪ જે માણસ ભેટ આપવાની બડાઈ મારે છે પણ આપતો નથી,+

તે એવાં પવન અને વાદળાં જેવો છે, જે વરસાદ લાવતાં નથી.

૧૫ ધીરજથી અધિકારીનું દિલ જીતી લેવાય છે

અને માયાળુ શબ્દો* હાડકું ભાંગે છે.+

૧૬ જો તને મધ મળે, તો જરૂર હોય એટલું જ ખા.

જો તું વધારે ખાઈશ, તો તારે એ ઓકી કાઢવું પડશે.+

૧૭ કોઈકના* ઘરે વારંવાર ન જા,

નહિતર તે તારાથી કંટાળી જશે અને તને ધિક્કારશે.

૧૮ પોતાના પડોશી વિરુદ્ધ જૂઠી સાક્ષી આપનાર માણસ

યુદ્ધમાં વપરાતા દંડા, તલવાર અને તીક્ષ્ણ તીર જેવો છે.+

૧૯ આફતના સમયે અવિશ્વાસુ* પર ભરોસો રાખવો

તૂટેલા દાંત અને લથડતા પગ પર ભરોસો રાખવા જેવું છે.

૨૦ ઉદાસ માણસ આગળ ગીતો ગાવાં+

ઠંડીમાં પોતાનાં કપડાં કાઢી નાખવા જેવું

અને ખાર* પર સરકો રેડવા જેવું છે.

૨૧ જો તારો દુશ્મન* ભૂખ્યો હોય, તો તેને ખાવા રોટલી આપ,

જો તે તરસ્યો હોય, તો તેને પીવા પાણી આપ.+

૨૨ આમ તું તેના માથા પર ધગધગતા અંગારાનો ઢગલો કરીશ*+

અને યહોવા તને ઇનામ આપશે.

૨૩ ઉત્તરનો પવન ધોધમાર વરસાદ લાવે છે

અને બીજાની પંચાત કરતી જીભ ગુસ્સો ભડકાવે છે.+

૨૪ ઝઘડાળુ* પત્ની સાથે એક ઘરમાં રહેવા કરતાં+

ધાબા પર ખૂણામાં પડ્યા રહેવું વધારે સારું.

૨૫ દૂર દેશથી આવેલા સારા સમાચાર+

થાકેલા જીવ* માટે ઠંડા પાણી જેવા છે.

૨૬ દુષ્ટ આગળ નમતું જોખનાર* નેક માણસ

કાદવથી ભરેલા ઝરા અને ગંદા પાણીના કૂવા જેવો છે.

૨૭ જેમ વધારે પડતું મધ ખાવું સારું નથી,+

તેમ પોતાનો જ મહિમા શોધવો પણ સારું નથી.+

૨૮ ગુસ્સા પર કાબૂ ન રાખનાર માણસ+

તૂટેલા કોટવાળા શહેર જેવો છે.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો