વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૧ શમુએલ ૩૦
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

૧ શમુએલ મુખ્ય વિચારો

      • અમાલેકીઓ સિકલાગ લૂંટી લઈને બાળી મૂકે છે (૧-૬)

        • દાઉદ ઈશ્વર પાસેથી હિંમત મેળવે છે (૬)

      • દાઉદ અમાલેકીઓને હરાવે છે (૭-૩૧)

        • અમાલેકીઓએ લૂંટી લીધેલું બધું દાઉદે પાછું મેળવ્યું (૧૮, ૧૯)

        • લૂંટ વિશે દાઉદનો નિયમ (૨૩, ૨૪)

૧ શમુએલ ૩૦:૧

ફૂટનોટ

  • *

    અથવા, “દક્ષિણમાં.”

એને લગતી કલમો

  • +યહો ૧૫:૨૧, ૩૧; ૧શ ૨૭:૫, ૬
  • +ઉત ૩૬:૧૨; નિર્ગ ૧૭:૧૪; ૧શ ૧૫:૨; ૨૭:૮

૧ શમુએલ ૩૦:૨

એને લગતી કલમો

  • +૧શ ૨૭:૩

૧ શમુએલ ૩૦:૫

એને લગતી કલમો

  • +૧શ ૨૫:૪૨, ૪૩

૧ શમુએલ ૩૦:૬

એને લગતી કલમો

  • +ગી ૧૮:૬; ૩૧:૧, ૯; ૩૪:૧૯; ૧૪૩:૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૪/૨૦૨૨, પાન ૨

૧ શમુએલ ૩૦:૭

એને લગતી કલમો

  • +૧શ ૨૨:૨૦; ૧રા ૨:૨૬
  • +૧શ ૨૩:૯

૧ શમુએલ ૩૦:૮

એને લગતી કલમો

  • +ગણ ૨૭:૨૧; ન્યા ૨૦:૨૮; ૧શ ૨૩:૨, ૧૧; ૨૮:૬
  • +૧શ ૩૦:૧૮; ગી ૩૪:૧૯

૧ શમુએલ ૩૦:૯

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +૧શ ૨૩:૧૩; ૨૭:૨

૧ શમુએલ ૩૦:૧૦

એને લગતી કલમો

  • +૧શ ૩૦:૨૧

૧ શમુએલ ૩૦:૧૪

ફૂટનોટ

  • *

    અથવા, “દક્ષિણમાં.”

  • *

    અથવા, “દક્ષિણમાં.”

એને લગતી કલમો

  • +૨શ ૮:૧૮; ૧રા ૧:૩૮; ૧કા ૧૮:૧૭; હઝ ૨૫:૧૬; સફા ૨:૫
  • +યહો ૧૪:૧૩

૧ શમુએલ ૩૦:૧૭

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૭:૧૪

૧ શમુએલ ૩૦:૧૮

એને લગતી કલમો

  • +૧શ ૩૦:૩

૧ શમુએલ ૩૦:૧૯

એને લગતી કલમો

  • +૧શ ૩૦:૮; ગી ૩૪:૧૯

૧ શમુએલ ૩૦:૨૧

એને લગતી કલમો

  • +૧શ ૩૦:૧૦

૧ શમુએલ ૩૦:૨૩

એને લગતી કલમો

  • +૧શ ૩૦:૮

૧ શમુએલ ૩૦:૨૪

એને લગતી કલમો

  • +૧શ ૩૦:૧૦
  • +ગણ ૩૧:૨૭; યહો ૨૨:૮; ગી ૬૮:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧૫/૨૦૦૫, પાન ૨૪

૧ શમુએલ ૩૦:૨૬

ફૂટનોટ

  • *

    મૂળ, “આશીર્વાદ.”

૧ શમુએલ ૩૦:૨૭

ફૂટનોટ

  • *

    અથવા, “દક્ષિણના.”

એને લગતી કલમો

  • +યહો ૧૯:૪, ૮
  • +યહો ૧૫:૨૦, ૪૮; ૨૧:૮, ૧૪

૧ શમુએલ ૩૦:૨૮

એને લગતી કલમો

  • +યહો ૧૫:૨૦, ૫૦; ૨૧:૮, ૧૪

૧ શમુએલ ૩૦:૨૯

એને લગતી કલમો

  • +૧શ ૨૭:૧૦; ૧કા ૨:૯
  • +ન્યા ૧:૧૬; ૧શ ૧૫:૬

૧ શમુએલ ૩૦:૩૦

એને લગતી કલમો

  • +ગણ ૨૧:૩; યહો ૧૯:૧, ૪; ન્યા ૧:૧૭

૧ શમુએલ ૩૦:૩૧

એને લગતી કલમો

  • +યહો ૧૪:૧૩; ૨શ ૨:૧

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

૧ શમુ. ૩૦:૧યહો ૧૫:૨૧, ૩૧; ૧શ ૨૭:૫, ૬
૧ શમુ. ૩૦:૧ઉત ૩૬:૧૨; નિર્ગ ૧૭:૧૪; ૧શ ૧૫:૨; ૨૭:૮
૧ શમુ. ૩૦:૨૧શ ૨૭:૩
૧ શમુ. ૩૦:૫૧શ ૨૫:૪૨, ૪૩
૧ શમુ. ૩૦:૬ગી ૧૮:૬; ૩૧:૧, ૯; ૩૪:૧૯; ૧૪૩:૫
૧ શમુ. ૩૦:૭૧શ ૨૨:૨૦; ૧રા ૨:૨૬
૧ શમુ. ૩૦:૭૧શ ૨૩:૯
૧ શમુ. ૩૦:૮ગણ ૨૭:૨૧; ન્યા ૨૦:૨૮; ૧શ ૨૩:૨, ૧૧; ૨૮:૬
૧ શમુ. ૩૦:૮૧શ ૩૦:૧૮; ગી ૩૪:૧૯
૧ શમુ. ૩૦:૯૧શ ૨૩:૧૩; ૨૭:૨
૧ શમુ. ૩૦:૧૦૧શ ૩૦:૨૧
૧ શમુ. ૩૦:૧૪૨શ ૮:૧૮; ૧રા ૧:૩૮; ૧કા ૧૮:૧૭; હઝ ૨૫:૧૬; સફા ૨:૫
૧ શમુ. ૩૦:૧૪યહો ૧૪:૧૩
૧ શમુ. ૩૦:૧૭નિર્ગ ૧૭:૧૪
૧ શમુ. ૩૦:૧૮૧શ ૩૦:૩
૧ શમુ. ૩૦:૧૯૧શ ૩૦:૮; ગી ૩૪:૧૯
૧ શમુ. ૩૦:૨૧૧શ ૩૦:૧૦
૧ શમુ. ૩૦:૨૩૧શ ૩૦:૮
૧ શમુ. ૩૦:૨૪૧શ ૩૦:૧૦
૧ શમુ. ૩૦:૨૪ગણ ૩૧:૨૭; યહો ૨૨:૮; ગી ૬૮:૧૨
૧ શમુ. ૩૦:૨૭યહો ૧૯:૪, ૮
૧ શમુ. ૩૦:૨૭યહો ૧૫:૨૦, ૪૮; ૨૧:૮, ૧૪
૧ શમુ. ૩૦:૨૮યહો ૧૫:૨૦, ૫૦; ૨૧:૮, ૧૪
૧ શમુ. ૩૦:૨૯૧શ ૨૭:૧૦; ૧કા ૨:૯
૧ શમુ. ૩૦:૨૯ન્યા ૧:૧૬; ૧શ ૧૫:૬
૧ શમુ. ૩૦:૩૦ગણ ૨૧:૩; યહો ૧૯:૧, ૪; ન્યા ૧:૧૭
૧ શમુ. ૩૦:૩૧યહો ૧૪:૧૩; ૨શ ૨:૧
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
  • ૩૧
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
૧ શમુએલ ૩૦:૧-૩૧

પહેલો શમુએલ

૩૦ દાઉદ અને તેના માણસો ત્રીજા દિવસે સિકલાગ+ આવી પહોંચ્યા. અમાલેકીઓએ+ એ દરમિયાન નેગેબમાં* અને સિકલાગમાં લૂંટ ચલાવી હતી. તેઓએ સિકલાગ પર હુમલો કરીને એને બાળી નાખ્યું હતું. ૨ એમાં રહેતી સ્ત્રીઓને અને નાના-મોટા દરેકને તેઓએ કેદ કરી લીધા હતા.+ તેઓએ કોઈને મારી નાખ્યા ન હતા, પણ તેઓ બધાને કેદ કરીને લઈ ગયા હતા. ૩ દાઉદ અને તેના માણસો શહેર પાસે પહોંચ્યા ત્યારે, એ બળીને ખાખ થઈ ગયું હતું. તેઓની પત્નીઓ અને તેઓનાં દીકરા-દીકરીઓને અમાલેકીઓ ઉપાડી ગયાં હતાં. ૪ દાઉદ અને તેના માણસો પોક મૂકીને રડવા લાગ્યા. તેઓ એટલું રડ્યા કે તેઓની શક્તિ ખૂટી ગઈ. ૫ દાઉદની બે પત્નીઓને પણ ઉપાડી જવામાં આવી હતી, એટલે કે યિઝ્રએલની અહીનોઆમ અને કાર્મેલની+ અબીગાઈલ, જે નાબાલની વિધવા હતી. ૬ દાઉદ ભારે મુશ્કેલીમાં આવી પડવાને લીધે દુઃખી દુઃખી થઈ ગયો, કારણ કે તેના માણસો તેને પથ્થરે મારી નાખવાની વાત કરતા હતા. દીકરા-દીકરીઓ ગુમાવવાને લીધે તેઓનાં મન કડવાશથી ભરાઈ ગયાં હતાં. પણ દાઉદે હિંમત મેળવવા યહોવા પર આધાર રાખ્યો.+

૭ પછી દાઉદે અહીમેલેખના દીકરા અબ્યાથાર+ યાજકને કહ્યું: “એફોદ અહીં લાવો.”+ તે દાઉદ પાસે એફોદ લઈ આવ્યો. ૮ દાઉદે યહોવાને પૂછ્યું:+ “જો હું એ લુટારાઓની ટોળકી પાછળ પડું, તો શું હું તેઓને પકડી પાડીશ?” તેમણે દાઉદને જવાબ આપ્યો: “જા, પીછો કર. તું તેઓને ચોક્કસ પકડી પાડીશ અને બધું પાછું મેળવીશ.”+

૯ દાઉદ તરત પોતાની સાથેના ૬૦૦ માણસો+ લઈને નીકળી પડ્યો. તેઓ છેક બસોર વહેળા* સુધી ગયા, જ્યાં અમુક માણસો રોકાઈ ગયા. ૧૦ એ ૨૦૦ માણસો એટલા થાકી ગયા હતા કે બસોર વહેળો પાર કરી શક્યા નહિ અને તેઓ ત્યાં જ રોકાઈ ગયા.+ પણ દાઉદ પોતાના ૪૦૦ માણસો સાથે પીછો કરતો રહ્યો.

૧૧ એ માણસોને ખેતરમાં ઇજિપ્તનો એક માણસ મળ્યો. તેઓ તેને દાઉદ પાસે લાવ્યા અને તેને ખાવા-પીવાનું આપ્યું. ૧૨ એ માણસોએ તેને સૂકાં અંજીરના ચકતાનો એક ટુકડો અને સૂકી દ્રાક્ષનાં બે ચકતાં આપ્યાં. એ બધું ખાઈને તેનામાં શક્તિ આવી, કેમ કે તેણે ત્રણ દિવસ અને ત્રણ રાતથી કંઈ ખાધું-પીધું ન હતું. ૧૩ દાઉદે તેને પૂછ્યું: “તું કોનો માણસ છે અને તું ક્યાંનો છે?” તેણે જવાબ આપ્યો: “હું ઇજિપ્તનો છું અને એક અમાલેકી માણસનો દાસ છું. ત્રણ દિવસ પહેલાં હું બીમાર પડ્યો અને મારા માલિક મને અહીં રઝળતો મૂકીને ચાલ્યા ગયા. ૧૪ અમે કરેથીઓના+ નેગેબમાં,* યહૂદાના વિસ્તારમાં અને કાલેબના+ નેગેબમાં* લૂંટ ચલાવી. અમે સિકલાગને બાળી નાખ્યું.” ૧૫ એ સાંભળીને દાઉદે તેને પૂછ્યું: “શું તું મને લુટારાઓની એ ટોળકી પાસે લઈ જઈશ?” તેણે જવાબ આપ્યો: “જો તમે ઈશ્વરના સમ ખાઓ કે મને મારી નહિ નાખો અને મારા માલિકના હાથમાં નહિ સોંપી દો, તો હું તમને લુટારાઓની એ ટોળકી પાસે લઈ જઈશ.”

૧૬ તે દાઉદને લુટારાઓની ટોળકી પાસે લઈ ગયો. તેઓ આખા વિસ્તારમાં પથારો કરીને પડ્યા હતા. તેઓ ખાતાં-પીતાં અને જલસો કરતા હતા, કેમ કે તેઓએ પલિસ્તીઓના વિસ્તારમાંથી અને યહૂદાના વિસ્તારમાંથી પુષ્કળ લૂંટ મેળવી હતી. ૧૭ દાઉદે વહેલી સવારના અંધકારથી રાત સુધી તેઓનો સંહાર કર્યો. ઊંટ પર બેસીને નાસી છૂટેલા ૪૦૦ માણસો સિવાય તેઓમાંથી એકેય બચ્યો નહિ.+ ૧૮ અમાલેકીઓ જે લૂંટી ગયા હતા, એ બધું દાઉદે પાછું મેળવ્યું.+ તેણે પોતાની બે પત્નીઓને પણ છોડાવી. ૧૯ તેઓએ નાનું કે મોટું, દીકરાઓ કે દીકરીઓ કે લૂંટ, એ બધું પાછું મેળવ્યું. એમાંનું કંઈ બાકી રહી ગયું નહિ.+ લુટારાઓની ટોળકીએ લૂંટી લીધેલું બધું જ દાઉદે પાછું મેળવ્યું. ૨૦ દાઉદે અમાલેકીઓનાં બધાં ઘેટાં-બકરાં અને ઢોરઢાંક પણ લઈ લીધાં. એ બધાંને દાઉદના માણસો પોતાનાં ઢોરઢાંકની આગળ આગળ હાંકી લાવ્યાં. તેઓએ કહ્યું: “આ દાઉદની લૂંટ છે.”

૨૧ પછી દાઉદ બસોર વહેળા નજીક ૨૦૦ માણસો પાસે આવ્યો. એ માણસો ઘણા થાકી ગયા હોવાથી ત્યાં જ રોકાઈ ગયા હતા.+ તેઓ દાઉદને અને તેની સાથેના માણસોને સામે મળવા આવ્યા. દાઉદે તેઓની નજીક જઈને ખબરઅંતર પૂછ્યા. ૨૨ પણ દાઉદ સાથેના અમુક ખરાબ અને નકામા માણસોએ કહ્યું: “તેઓ આપણી સાથે આવ્યા ન હતા. એટલે આપણે પાછી મેળવેલી લૂંટમાંથી તેઓને કંઈ નહિ આપીએ. તેઓ પોતપોતાનાં બૈરી-છોકરાં લઈને ચાલતી પકડે.” ૨૩ પણ દાઉદે કહ્યું: “મારા ભાઈઓ, એમ ન કરાય. આ બધું તો યહોવાએ આપણને આપ્યું છે. તેમણે આપણું રક્ષણ કર્યું. આપણી સામે આવેલી લુટારાઓની ટોળકીને તેમણે આપણા હાથમાં સોંપી દીધી.+ ૨૪ તમારી આ વાત કોણ માનશે? લડાઈમાં જનારનો હિસ્સો અને સામાન સાચવનારનો હિસ્સો સરખો જ હોય.+ બધાને એકસરખો હિસ્સો મળશે.”+ ૨૫ એ દિવસથી દાઉદે ઇઝરાયેલ માટે એ નિયમ અને કાનૂન બનાવી દીધો, જે આજ સુધી ચાલે છે.

૨૬ દાઉદ સિકલાગ પાછો આવ્યો. તેણે યહૂદાના વડીલોને, એટલે કે તેના મિત્રોને લૂંટમાંથી અમુક ભાગ મોકલ્યો અને કહ્યું: “યહોવાના દુશ્મનો પાસેથી મળેલી લૂંટમાંથી આ ભેટ* તમારા માટે છે.” ૨૭ તેણે એવી ભેટ આ જગ્યાના લોકોને પણ મોકલી આપી: બેથેલ,+ નેગેબના* રામોથ, યાત્તીર,+ ૨૮ અરોએર, સિફમોથ, એશ્તમોઆ,+ ૨૯ રાખાલ, યરાહમએલીઓનાં+ શહેરો, કેનીઓનાં+ શહેરો, ૩૦ હોર્માહ,+ બોરાશાન, આથાખ, ૩૧ હેબ્રોન+ અને એ બધી જગ્યાઓ જ્યાં દાઉદ તથા તેના માણસો વારંવાર જતા હતા.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો