વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • સભાશિક્ષક ૬
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

સભાશિક્ષક મુખ્ય વિચારો

      • ધનદોલત હોવા છતાં એનો આનંદ ન માણી શકવો (૧-૬)

      • જે છે એમાં ખુશ રહેવું (૭-૧૨)

સભાશિક્ષક ૬:૩

ફૂટનોટ

  • *

    અથવા, “અધૂરા મહિને મરેલું.”

એને લગતી કલમો

  • +સભા ૪:૨, ૩

સભાશિક્ષક ૬:૫

ફૂટનોટ

  • *

    મૂળ, “તેને વધારે આરામ છે.”

એને લગતી કલમો

  • +અયૂ ૩:૧૧, ૧૩; ૧૪:૧

સભાશિક્ષક ૬:૬

એને લગતી કલમો

  • +અયૂ ૩૦:૨૩; સભા ૩:૨૦; રોમ ૫:૧૨

સભાશિક્ષક ૬:૭

એને લગતી કલમો

  • +ઉત ૩:૧૯; ની ૧૬:૨૬

સભાશિક્ષક ૬:૮

ફૂટનોટ

  • *

    મૂળ, “જીવતાઓ આગળ ચાલવાનું જાણતો હોય.”

એને લગતી કલમો

  • +ગી ૪૯:૧૦; સભા ૨:૧૫, ૧૬

સભાશિક્ષક ૬:૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૮/૨૦૨૧, પાન ૨૧

    સજાગ બનો!,

    ૪/૨૦૧૪, પાન ૮

    ૭/૨૦૧૧, પાન ૨૮

    ૨/૮/૧૯૯૫, પાન ૫

    ચોકીબુરજ,

    ૧૧/૧/૨૦૦૬, પાન ૧૦

    ૧૨/૧/૧૯૮૭, પાન ૨૮

સભાશિક્ષક ૬:૧૦

ફૂટનોટ

  • *

    અથવા, “તે પોતાનો દાવો રજૂ કરી શકતો નથી.”

સભાશિક્ષક ૬:૧૧

ફૂટનોટ

  • *

    અથવા કદાચ, “જેટલી વધારે વસ્તુઓ, એટલી વધારે વ્યર્થતા.”

સભાશિક્ષક ૬:૧૨

એને લગતી કલમો

  • +૧કા ૨૯:૧૫; અયૂ ૮:૯; ૧૪:૧, ૨; ગી ૧૦૨:૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧૫/૧૯૯૭, પાન ૧૧

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

સભા. ૬:૩સભા ૪:૨, ૩
સભા. ૬:૫અયૂ ૩:૧૧, ૧૩; ૧૪:૧
સભા. ૬:૬અયૂ ૩૦:૨૩; સભા ૩:૨૦; રોમ ૫:૧૨
સભા. ૬:૭ઉત ૩:૧૯; ની ૧૬:૨૬
સભા. ૬:૮ગી ૪૯:૧૦; સભા ૨:૧૫, ૧૬
સભા. ૬:૧૨૧કા ૨૯:૧૫; અયૂ ૮:૯; ૧૪:૧, ૨; ગી ૧૦૨:૧૧
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
સભાશિક્ષક ૬:૧-૧૨

સભાશિક્ષક

૬ મેં પૃથ્વી પર બીજી એક દુઃખની વાત જોઈ, જે માણસોમાં સામાન્ય છે: ૨ સાચા ઈશ્વર માણસને ધનદોલત અને માન-મોભો આપે છે, જેથી માણસની કોઈ ઇચ્છા અધૂરી ન રહી જાય. પણ સાચા ઈશ્વર એ માણસને એનો આનંદ માણવા દેતા નથી, કોઈ બીજો જ એનો આનંદ માણે છે. એ નકામું છે, ભારે દુઃખની વાત છે. ૩ જો કોઈ માણસને ૧૦૦ બાળકો થાય અને તે લાંબું જીવીને ઘરડો થાય, પણ કબરમાં જતાં પહેલાં પોતાની સારી વસ્તુઓનો આનંદ ન માણે, તો મારું માનવું છે કે તેના કરતાં એ બાળક વધારે સારું, જે મરેલું* પેદા થયું હોય.+ ૪ તે બાળક નકામું આ દુનિયામાં આવે છે અને અંધારામાં જતું રહે છે. તેનું નામ અંધારામાં ક્યાંય ખોવાઈ જાય છે. ૫ ભલે તે બાળકે સૂર્ય જોયો નથી કે બીજું કશું જાણ્યું નથી, છતાં તે પેલા માણસ કરતાં વધારે સારું છે,* જેણે જીવતેજીવ સુખ ભોગવ્યું નથી.+ ૬ માણસ ૨,૦૦૦ વર્ષ જીવે, પણ જીવનની મજા ન માણે તો શો ફાયદો? શું બધા લોકો એક જ જગ્યાએ જતા નથી?+

૭ માણસ પોતાનું પેટ ભરવા સખત મહેનત કરે છે,+ પણ તે ક્યારેય ધરાતો નથી. ૮ તો મૂર્ખ માણસ કરતાં બુદ્ધિમાન માણસને શો ફાયદો?+ ગરીબ માણસ થોડામાં ગુજરાન ચલાવવાનું જાણતો હોય,* તોપણ તેને શો ફાયદો? ૯ ઇચ્છાઓ પાછળ આંધળી દોટ મૂકવી નકામું છે, હવામાં બાચકા ભરવા જેવું છે. એના કરતાં આંખો સામે જે છે એનો આનંદ માણવો વધારે સારું.

૧૦ જે કંઈ અસ્તિત્વમાં છે એનું નામ પહેલેથી પાડવામાં આવ્યું છે. માણસનો ખરો સ્વભાવ છતો થઈ ગયો છે, તે પોતાના કરતાં બળવાનની સામે દલીલ કરી શકતો નથી.* ૧૧ જેટલા વધારે શબ્દો, એટલી વધારે નકામી વાતો.* એનાથી માણસને શો ફાયદો? ૧૨ માણસ માટે જીવનમાં શું કરવું સૌથી સારું છે, એની કોને ખબર? તેનું ટૂંકું જીવન નકામું છે, એ પડછાયાની જેમ પસાર થઈ જાય છે.+ તેના ગયા પછી પૃથ્વી પર શું થશે એ તેને કોણ જણાવી શકે?

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો