વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૧૦૭
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ગીતશાસ્ત્ર મુખ્ય વિચારો

      • અજાયબ કામો માટે ઈશ્વરનો આભાર માનો

        • તેમણે તેઓને સાચા માર્ગે ચલાવ્યા (૭)

        • તેમણે તરસ્યાની તરસ છિપાવી, ભૂખ્યાની ભૂખ મિટાવી (૯)

        • તે તેઓને અંધકારમાંથી બહાર લાવ્યા (૧૪)

        • તે પોતાના શબ્દોથી તેઓને સાજા કરતા (૨૦)

        • તે ગરીબોને જુલમ કરનારાઓથી બચાવે છે (૪૧)

ગીતશાસ્ત્ર ૧૦૭:૧

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +લૂક ૧૮:૧૯
  • +૧કા ૧૬:૩૪; ગી ૧૦૩:૧૭

ગીતશાસ્ત્ર ૧૦૭:૨

ફૂટનોટ

  • *

    અથવા, “પાછા ખરીદેલા.”

  • *

    અથવા, “સત્તામાંથી.”

એને લગતી કલમો

  • +યશા ૩૫:૧૦; યર્મિ ૧૫:૨૧; મીખ ૪:૧૦

ગીતશાસ્ત્ર ૧૦૭:૩

ફૂટનોટ

  • *

    અથવા, “સૂર્યોદયની દિશાથી અને સૂર્યાસ્તની દિશાથી.”

એને લગતી કલમો

  • +ગી ૧૦૬:૪૭; યશા ૪૩:૫, ૬; યર્મિ ૨૯:૧૪; ૩૧:૮

ગીતશાસ્ત્ર ૧૦૭:૬

એને લગતી કલમો

  • +હો ૫:૧૪, ૧૫
  • +યશા ૪૧:૧૭

ગીતશાસ્ત્ર ૧૦૭:૭

એને લગતી કલમો

  • +યશા ૩૦:૨૧
  • +નહે ૧૧:૩

ગીતશાસ્ત્ર ૧૦૭:૮

એને લગતી કલમો

  • +૧કા ૧૬:૮
  • +ગી ૪૦:૫

ગીતશાસ્ત્ર ૧૦૭:૯

એને લગતી કલમો

  • +ગી ૩૪:૧૦; યશા ૫૫:૨; લૂક ૧:૫૩

ગીતશાસ્ત્ર ૧૦૭:૧૧

એને લગતી કલમો

  • +ગી ૧૦૬:૪૩; યવિ ૩:૪૨

ગીતશાસ્ત્ર ૧૦૭:૧૨

એને લગતી કલમો

  • +લેવી ૨૬:૨૧

ગીતશાસ્ત્ર ૧૦૭:૧૪

એને લગતી કલમો

  • +ગી ૬૮:૬; ૧૪૬:૭; યશા ૪૯:૮, ૯; ૬૧:૧

ગીતશાસ્ત્ર ૧૦૭:૧૫

એને લગતી કલમો

  • +યવિ ૩:૨૨

ગીતશાસ્ત્ર ૧૦૭:૧૬

એને લગતી કલમો

  • +યશા ૪૫:૧, ૨

ગીતશાસ્ત્ર ૧૦૭:૧૭

એને લગતી કલમો

  • +યવિ ૩:૩૯
  • +યર્મિ ૨:૧૯

ગીતશાસ્ત્ર ૧૦૭:૨૦

એને લગતી કલમો

  • +ગી ૧૪૭:૩

ગીતશાસ્ત્ર ૧૦૭:૨૨

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +લેવી ૭:૧૨; ગી ૫૦:૧૪

ગીતશાસ્ત્ર ૧૦૭:૨૩

એને લગતી કલમો

  • +૨કા ૯:૨૧; હઝ ૨૭:૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧૫/૨૦૦૫, પાન ૩૨

ગીતશાસ્ત્ર ૧૦૭:૨૪

એને લગતી કલમો

  • +ઉત ૧:૨૧; ગી ૧૦૪:૨૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧૫/૨૦૦૫, પાન ૩૨

ગીતશાસ્ત્ર ૧૦૭:૨૫

એને લગતી કલમો

  • +ગી ૧૩૫:૭; યર્મિ ૧૦:૧૩; યૂના ૧:૪

ગીતશાસ્ત્ર ૧૦૭:૨૭

એને લગતી કલમો

  • +યૂના ૧:૪, ૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧/૨૦૦૬, પાન ૧૯

    ૪/૧/૧૯૮૭, પાન ૨૬

ગીતશાસ્ત્ર ૧૦૭:૨૮

એને લગતી કલમો

  • +યૂના ૧:૧૪

ગીતશાસ્ત્ર ૧૦૭:૨૯

એને લગતી કલમો

  • +ગી ૬૫:૭; ૮૯:૯; યૂના ૧:૧૫

ગીતશાસ્ત્ર ૧૦૭:૩૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૪/૧/૧૯૮૭, પાન ૨૬

ગીતશાસ્ત્ર ૧૦૭:૩૧

એને લગતી કલમો

  • +ગી ૧૦૫:૫

ગીતશાસ્ત્ર ૧૦૭:૩૨

એને લગતી કલમો

  • +ગી ૧૧૧:૧

ગીતશાસ્ત્ર ૧૦૭:૩૩

એને લગતી કલમો

  • +૧રા ૧૭:૧, ૭; યશા ૪૨:૧૫; આમ ૪:૭

ગીતશાસ્ત્ર ૧૦૭:૩૪

એને લગતી કલમો

  • +ઉત ૧૩:૧૦; પુન ૨૯:૨૨, ૨૩

ગીતશાસ્ત્ર ૧૦૭:૩૫

ફૂટનોટ

  • *

    મૂળ, “બરુવાળા સરોવરમાં.”

એને લગતી કલમો

  • +૨રા ૩:૧૭; યશા ૩૫:૭; ૪૧:૧૮

ગીતશાસ્ત્ર ૧૦૭:૩૬

એને લગતી કલમો

  • +ગી ૧૪૬:૭; લૂક ૧:૫૩
  • +ગી ૧૦૭:૭

ગીતશાસ્ત્ર ૧૦૭:૩૭

એને લગતી કલમો

  • +યશા ૬૫:૨૧
  • +પ્રેકા ૧૪:૧૭

ગીતશાસ્ત્ર ૧૦૭:૩૮

એને લગતી કલમો

  • +પુન ૭:૧૩, ૧૪

ગીતશાસ્ત્ર ૧૦૭:૪૦

એને લગતી કલમો

  • +અયૂ ૧૨:૨૧, ૨૪

ગીતશાસ્ત્ર ૧૦૭:૪૧

ફૂટનોટ

  • *

    એટલે કે, જુલમથી દૂર રાખે છે.

એને લગતી કલમો

  • +૧શ ૨:૮

ગીતશાસ્ત્ર ૧૦૭:૪૨

એને લગતી કલમો

  • +ગી ૫૮:૧૦
  • +નિર્ગ ૧૧:૭; ગી ૬૩:૧૧

ગીતશાસ્ત્ર ૧૦૭:૪૩

એને લગતી કલમો

  • +ગી ૬૪:૯; હો ૧૪:૯
  • +ગી ૭૭:૧૨; ૧૪૩:૫; યર્મિ ૯:૨૪

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ગીત. ૧૦૭:૧લૂક ૧૮:૧૯
ગીત. ૧૦૭:૧૧કા ૧૬:૩૪; ગી ૧૦૩:૧૭
ગીત. ૧૦૭:૨યશા ૩૫:૧૦; યર્મિ ૧૫:૨૧; મીખ ૪:૧૦
ગીત. ૧૦૭:૩ગી ૧૦૬:૪૭; યશા ૪૩:૫, ૬; યર્મિ ૨૯:૧૪; ૩૧:૮
ગીત. ૧૦૭:૬હો ૫:૧૪, ૧૫
ગીત. ૧૦૭:૬યશા ૪૧:૧૭
ગીત. ૧૦૭:૭યશા ૩૦:૨૧
ગીત. ૧૦૭:૭નહે ૧૧:૩
ગીત. ૧૦૭:૮૧કા ૧૬:૮
ગીત. ૧૦૭:૮ગી ૪૦:૫
ગીત. ૧૦૭:૯ગી ૩૪:૧૦; યશા ૫૫:૨; લૂક ૧:૫૩
ગીત. ૧૦૭:૧૧ગી ૧૦૬:૪૩; યવિ ૩:૪૨
ગીત. ૧૦૭:૧૨લેવી ૨૬:૨૧
ગીત. ૧૦૭:૧૪ગી ૬૮:૬; ૧૪૬:૭; યશા ૪૯:૮, ૯; ૬૧:૧
ગીત. ૧૦૭:૧૫યવિ ૩:૨૨
ગીત. ૧૦૭:૧૬યશા ૪૫:૧, ૨
ગીત. ૧૦૭:૧૭યવિ ૩:૩૯
ગીત. ૧૦૭:૧૭યર્મિ ૨:૧૯
ગીત. ૧૦૭:૨૦ગી ૧૪૭:૩
ગીત. ૧૦૭:૨૨લેવી ૭:૧૨; ગી ૫૦:૧૪
ગીત. ૧૦૭:૨૩૨કા ૯:૨૧; હઝ ૨૭:૯
ગીત. ૧૦૭:૨૪ઉત ૧:૨૧; ગી ૧૦૪:૨૫
ગીત. ૧૦૭:૨૫ગી ૧૩૫:૭; યર્મિ ૧૦:૧૩; યૂના ૧:૪
ગીત. ૧૦૭:૨૭યૂના ૧:૪, ૧૩
ગીત. ૧૦૭:૨૮યૂના ૧:૧૪
ગીત. ૧૦૭:૨૯ગી ૬૫:૭; ૮૯:૯; યૂના ૧:૧૫
ગીત. ૧૦૭:૩૧ગી ૧૦૫:૫
ગીત. ૧૦૭:૩૨ગી ૧૧૧:૧
ગીત. ૧૦૭:૩૩૧રા ૧૭:૧, ૭; યશા ૪૨:૧૫; આમ ૪:૭
ગીત. ૧૦૭:૩૪ઉત ૧૩:૧૦; પુન ૨૯:૨૨, ૨૩
ગીત. ૧૦૭:૩૫૨રા ૩:૧૭; યશા ૩૫:૭; ૪૧:૧૮
ગીત. ૧૦૭:૩૬ગી ૧૪૬:૭; લૂક ૧:૫૩
ગીત. ૧૦૭:૩૬ગી ૧૦૭:૭
ગીત. ૧૦૭:૩૭યશા ૬૫:૨૧
ગીત. ૧૦૭:૩૭પ્રેકા ૧૪:૧૭
ગીત. ૧૦૭:૩૮પુન ૭:૧૩, ૧૪
ગીત. ૧૦૭:૪૦અયૂ ૧૨:૨૧, ૨૪
ગીત. ૧૦૭:૪૧૧શ ૨:૮
ગીત. ૧૦૭:૪૨ગી ૫૮:૧૦
ગીત. ૧૦૭:૪૨નિર્ગ ૧૧:૭; ગી ૬૩:૧૧
ગીત. ૧૦૭:૪૩ગી ૬૪:૯; હો ૧૪:૯
ગીત. ૧૦૭:૪૩ગી ૭૭:૧૨; ૧૪૩:૫; યર્મિ ૯:૨૪
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
  • ૩૧
  • ૩૨
  • ૩૩
  • ૩૪
  • ૩૫
  • ૩૬
  • ૩૭
  • ૩૮
  • ૩૯
  • ૪૦
  • ૪૧
  • ૪૨
  • ૪૩
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ગીતશાસ્ત્ર ૧૦૭:૧-૪૩

ગીતશાસ્ત્ર

પાંચમું પુસ્તક

(ગીતશાસ્ત્ર ૧૦૭-૧૫૦)

૧૦૭ યહોવાનો આભાર માનો, કેમ કે તે ભલા છે.+

તેમનો અતૂટ પ્રેમ* કાયમ ટકે છે,+

 ૨ એવું યહોવાએ છોડાવેલા* લોકો,

દુશ્મનોના હાથમાંથી* છોડાવેલા લોકો કહે.+

 ૩ ઈશ્વરે જેઓને અલગ અલગ દેશોમાંથી,

પૂર્વથી અને પશ્ચિમથી,*

ઉત્તરથી અને દક્ષિણથી ભેગા કર્યા છે,+ તેઓ એમ કહે.

 ૪ તેઓ વેરાન પ્રદેશમાં, રણમાં આમતેમ ભટકતા હતા.

તેઓને રહેવા માટે કોઈ શહેર મળ્યું નહિ.

 ૫ તેઓ ભૂખ્યા ને તરસ્યા હતા.

તેઓ થાકીને લોથપોથ થઈ ગયા હતા.

 ૬ તેઓએ આફતમાં યહોવાને પોકાર કર્યો,+

તેમણે તેઓને મુસીબતમાંથી છોડાવ્યા.+

 ૭ તેમણે તેઓને સાચા માર્ગે ચલાવ્યા,+

જેથી તેઓ વસી શકે એવા શહેરમાં આવી પહોંચે.+

 ૮ યહોવાના અતૂટ પ્રેમ માટે લોકો તેમનો આભાર માને,+

મનુષ્યો માટે કરેલાં અજાયબ કામો માટે તેમનો આભાર માને.+

 ૯ તેમણે તરસ્યા લોકોની તરસ છિપાવી,

સારી વસ્તુઓથી ભૂખ્યા લોકોની ભૂખ મિટાવી.+

૧૦ અમુક તો અંધકારના ઊંડાણમાં હતા,

વેદના અને બેડીઓમાં જકડાયેલા કેદીઓ હતા.

૧૧ તેઓએ ઈશ્વરનું કહેવું માન્યું નહિ અને બંડ પોકાર્યું.

તેઓએ સર્વોચ્ચ ઈશ્વરની સલાહનું અપમાન કર્યું.+

૧૨ એટલે તેઓ પર તકલીફો આવવા દઈને ઈશ્વરે તેઓનાં દિલ નમ્ર કર્યાં.+

તેઓ લથડી પડ્યા અને તેઓને મદદ કરનાર કોઈ ન હતું.

૧૩ તેઓએ આફતમાં યહોવાને મદદનો પોકાર કર્યો.

તેમણે તેઓને મુસીબતમાંથી બચાવી લીધા.

૧૪ તે તેઓને અંધકારના ઊંડાણમાંથી બહાર કાઢી લાવ્યા

અને તેમણે તેઓની બેડીઓ તોડી નાખી.+

૧૫ યહોવાના અતૂટ પ્રેમ માટે લોકો તેમનો આભાર માને,+

મનુષ્યો માટે કરેલાં અજાયબ કામો માટે તેમનો આભાર માને.

૧૬ તેમણે તાંબાના દરવાજાઓ તોડી પાડ્યા

અને લોઢાની ભૂંગળો કાપી નાખી.+

૧૭ લોકોએ પોતાનાં ગુનાઓ અને પાપોને લીધે+

દુઃખ સહેવું પડ્યું,+ તેઓ મૂર્ખ હતા.

૧૮ તેઓની ભૂખ મરી પરવારી હતી.

તેઓ જાણે મોતના દ્વારે ઊભા હતા.

૧૯ તેઓ આફતમાં યહોવાને મદદ માટે પોકારતા.

તે તેઓને મુસીબતમાંથી બચાવી લેતા.

૨૦ તે પોતાના શબ્દોથી તેઓને સાજા કરતા,+

તેઓ જે ખાડામાં પડ્યા હતા, એમાંથી બહાર કાઢી લાવતા.

૨૧ યહોવાના અતૂટ પ્રેમ માટે લોકો તેમનો આભાર માને,

મનુષ્યો માટે કરેલાં અજાયબ કામો માટે તેમનો આભાર માને.

૨૨ તેઓ આભાર-અર્પણો* ચઢાવે+

અને આનંદના પોકાર સાથે તેમના ચમત્કારો વિશે જાહેર કરે.

૨૩ જેઓ વહાણોમાં મુસાફરી કરીને દરિયો ખેડે છે,

જેઓ મહાસાગરમાં વેપાર-ધંધો કરે છે,+

૨૪ તેઓએ યહોવાનાં કાર્યો જોયાં છે,

તેઓએ ઊંડાણમાં તેમનાં નવાઈ ભરેલાં કામો જોયાં છે.+

૨૫ તેમના હુકમથી તોફાન ચઢી આવે છે+

અને દરિયાનાં મોજાં ઊંચે ઊછળે છે.

૨૬ દરિયાખેડુઓ પણ આકાશ સુધી ઊંચા ચઢે છે

અને પાછા ઊંડાણમાં પટકાય છે.

માથે તોળાતા સંકટને લીધે તેઓની હિંમત ઓગળી જાય છે.

૨૭ દારૂડિયા માણસની જેમ તેઓ ડોલે છે અને લથડિયાં ખાય છે,

તેઓની બધી જ આવડત પાણીમાં મળી જાય છે.+

૨૮ એટલે તેઓ આફતમાં યહોવાને પોકારી ઊઠે છે.+

તે તેઓને મુસીબતમાંથી બચાવી લે છે.

૨૯ તે તોફાનને શાંત પાડે છે

અને દરિયાનાં મોજાં શમી જાય છે.+

૩૦ એ શાંત પડી જાય ત્યારે તેઓ ખુશી મનાવે છે,

તેઓના ધારેલા બંદરે તે દોરી જાય છે.

૩૧ યહોવાના અતૂટ પ્રેમ માટે લોકો તેમનો આભાર માને,

મનુષ્યો માટે કરેલાં અજાયબ કામો માટે તેમનો આભાર માને.+

૩૨ તેઓ લોકોના ટોળામાં તેમનો જયજયકાર કરે,+

વડીલોની સભામાં તેમની સ્તુતિ કરે.

૩૩ તે નદીઓને રણમાં

અને પાણીના ઝરાઓને સૂકી ભૂમિમાં ફેરવી નાખે છે,+

૩૪ તે રસાળ ધરતીને ખારવાળી બનાવે છે,+

કારણ કે ત્યાંના લોકોનાં કામ દુષ્ટ છે.

૩૫ તે રણને સરોવરમાં*

અને સૂકી ભૂમિને પાણીના ઝરાઓમાં ફેરવી નાખે છે.+

૩૬ તે ભૂખ્યા લોકોને ત્યાં વસાવે છે,+

જેથી તેઓ રહેવા માટે શહેર બાંધે.+

૩૭ તેઓ ખેતરમાં વાવણી અને દ્રાક્ષાવાડીઓમાં રોપણી કરે છે,+

જે પુષ્કળ ઊપજ આપે છે.+

૩૮ તે લોકોને આશીર્વાદ આપે છે અને તેઓ કૂદકે ને ભૂસકે વધે છે.

તે તેઓનાં ઢોરઢાંક ઘટવાં દેતાં નથી.+

૩૯ પણ જુલમ, આફત અને દુઃખોને લીધે

લોકોની સંખ્યા ફરીથી ઘટી જાય છે,

તેઓને નીચા પાડવામાં આવે છે.

૪૦ તે અધિકારીઓ પર ધિક્કાર વરસાવે છે

અને તેઓને માર્ગ વગરના ઉજ્જડ વિસ્તારમાં રઝળાવે છે.+

૪૧ પણ તે ગરીબોને જુલમ કરનારાઓથી બચાવે છે*+

અને તેઓનાં કુટુંબોને ઘેટાંના ટોળાની જેમ વધારે છે.

૪૨ નેક લોકો આ જોઈને રાજી થાય છે,+

પણ દુષ્ટોનાં મોઢે તાળાં લાગી જાય છે.+

૪૩ સમજદાર લોકો આ બધું ધ્યાનમાં લેશે,+

યહોવાના અતૂટ પ્રેમનાં કામોનો વિચાર કરશે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો