વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • નિર્ગમન ૩
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

નિર્ગમન મુખ્ય વિચારો

      • મૂસા અને બળતું ઝાડવું (૧-૧૨)

      • યહોવા પોતાના નામનો અર્થ સમજાવે છે (૧૩-૧૫)

      • યહોવા મૂસાને સૂચનો આપે છે (૧૬-૨૨)

નિર્ગમન ૩:૧

એને લગતી કલમો

  • +નિર્ગ ૨:૧૬; ૧૮:૧
  • +નિર્ગ ૨૪:૧૨, ૧૩; ૧રા ૧૯:૮, ૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧૫/૨૦૦૪, પાન ૨૪

નિર્ગમન ૩:૨

ફૂટનોટ

  • *

    વધારે માહિતી ક-૪ જુઓ.

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +પ્રેકા ૭:૩૦-૩૪

નિર્ગમન ૩:૫

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૪/૧/૨૦૦૯, પાન ૧૦

નિર્ગમન ૩:૬

ફૂટનોટ

  • *

    મૂળ, “પિતાનો.”

એને લગતી કલમો

  • +ઉત ૧૭:૧, ૭
  • +ઉત ૨૬:૨૪
  • +ઉત ૨૮:૧૩; ૩૨:૯; માથ ૨૨:૩૨; પ્રેકા ૭:૩૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧/૨૦૦૫, પાન ૧૩

નિર્ગમન ૩:૭

એને લગતી કલમો

  • +નિર્ગ ૧:૧૧; યશા ૬૩:૯; પ્રેકા ૭:૩૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૭

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૩/૨૦૧૯, પાન ૧૫-૧૬

    ચોકીબુરજ,

    ૪/૧/૨૦૦૯, પાન ૧૦

    ૭/૧/૨૦૦૩, પાન ૧૮

નિર્ગમન ૩:૮

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૨:૫૧
  • +ગણ ૧૩:૨૬, ૨૭; પુન ૨૭:૩
  • +ઉત ૧૦:૧૫-૧૭; નિર્ગ ૩૩:૧, ૨; પુન ૭:૧; યહો ૩:૧૦; નહે ૯:૭, ૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૭

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૩/૨૦૧૯, પાન ૧૫-૧૬

નિર્ગમન ૩:૯

એને લગતી કલમો

  • +નિર્ગ ૧:૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૭

નિર્ગમન ૩:૧૦

એને લગતી કલમો

  • +ગી ૧૦૫:૨૬, ૩૮; પ્રેકા ૭:૩૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૭

નિર્ગમન ૩:૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧૫/૨૦૦૫, પાન ૧૩

નિર્ગમન ૩:૧૨

એને લગતી કલમો

  • +પુન ૩૧:૨૩; યહો ૧:૫; યશા ૪૧:૧૦; રોમ ૮:૩૧; ફિલિ ૪:૧૩
  • +નિર્ગ ૧૯:૨; પુન ૪:૧૧, ૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧૫/૨૦૦૫, પાન ૧૩-૧૪

નિર્ગમન ૩:૧૩

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૫:૩; ગી ૯૬:૮; ૧૩૫:૧૩; હો ૧૨:૫; યોહ ૧૭:૨૬; રોમ ૧૦:૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧૫/૨૦૧૩, પાન ૨૫

નિર્ગમન ૩:૧૪

ફૂટનોટ

  • *

    વધારે માહિતી ક-૪ જુઓ.

એને લગતી કલમો

  • +અયૂ ૨૩:૧૩; યશા ૧૪:૨૭; યોહ ૧૨:૨૮
  • +નિર્ગ ૬:૩, ૭; રોમ ૯:૧૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા,

    ૬/૨૦૨૦, પાન ૬

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૧૪, પાન ૨૭

    ૩/૧૫/૨૦૧૩, પાન ૨૫-૨૭

    ૮/૧/૨૦૧૦, પાન ૪

    ૩/૧૫/૨૦૦૪, પાન ૨૫

    ૧/૧૫/૨૦૦૨, પાન ૫

    ૩/૧/૧૯૯૫, પાન ૯

    ૮/૧/૧૯૯૪, પાન ૮

    બાઇબલ શીખવે છે, પાન ૧૯૭

    સભા પુસ્તિકા માટે સંદર્ભો, ૬/૨૦૨૦, પાન ૬

    નવી દુનિયા ભાષાંતર, પાન ૨૪૩૯

    કુરુક્ષેત્ર, પાન ૩

નિર્ગમન ૩:૧૫

એને લગતી કલમો

  • +ઉત ૧૭:૧, ૭
  • +ઉત ૨૬:૨૪
  • +ઉત ૨૮:૧૩; માથ ૨૨:૩૨
  • +ગી ૧૩૫:૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૪

    ચોકીબુરજ,

    ૩/૧૫/૨૦૧૩, પાન ૨૫-૨૭

નિર્ગમન ૩:૧૬

એને લગતી કલમો

  • +ઉત ૫૦:૨૪; નિર્ગ ૧૩:૧૯

નિર્ગમન ૩:૧૭

એને લગતી કલમો

  • +ઉત ૧૫:૧૩, ૧૪; લેવી ૨૬:૧૩
  • +ગણ ૧૩:૨૭; પુન ૮:૭-૯
  • +ઉત ૧૫:૧૬
  • +નિર્ગ ૨૩:૨૩

નિર્ગમન ૩:૧૮

ફૂટનોટ

  • *

    અથવા, “ઇઝરાયેલીઓના.”

  • *

    અહીં કદાચ ત્રણ દિવસમાં જઈને પાછા આવવાની વાત થાય છે.

એને લગતી કલમો

  • +નિર્ગ ૪:૩૧
  • +ઉત ૧૪:૧૩
  • +નિર્ગ ૫:૩; ૧૦:૨૫, ૨૬

નિર્ગમન ૩:૧૯

એને લગતી કલમો

  • +નિર્ગ ૫:૨; ૧૪:૮; રોમ ૯:૧૭

નિર્ગમન ૩:૨૦

એને લગતી કલમો

  • +નિર્ગ ૭:૩; ૧૨:૩૩; પુન ૬:૨૨

નિર્ગમન ૩:૨૧

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૧:૨; ૧૨:૩૫, ૩૬

નિર્ગમન ૩:૨૨

એને લગતી કલમો

  • +ઉત ૧૫:૧૩, ૧૪; નિર્ગ ૧૨:૩૬

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

નિર્ગ. ૩:૧નિર્ગ ૨:૧૬; ૧૮:૧
નિર્ગ. ૩:૧નિર્ગ ૨૪:૧૨, ૧૩; ૧રા ૧૯:૮, ૯
નિર્ગ. ૩:૨પ્રેકા ૭:૩૦-૩૪
નિર્ગ. ૩:૬ઉત ૧૭:૧, ૭
નિર્ગ. ૩:૬ઉત ૨૬:૨૪
નિર્ગ. ૩:૬ઉત ૨૮:૧૩; ૩૨:૯; માથ ૨૨:૩૨; પ્રેકા ૭:૩૨
નિર્ગ. ૩:૭નિર્ગ ૧:૧૧; યશા ૬૩:૯; પ્રેકા ૭:૩૪
નિર્ગ. ૩:૮નિર્ગ ૧૨:૫૧
નિર્ગ. ૩:૮ગણ ૧૩:૨૬, ૨૭; પુન ૨૭:૩
નિર્ગ. ૩:૮ઉત ૧૦:૧૫-૧૭; નિર્ગ ૩૩:૧, ૨; પુન ૭:૧; યહો ૩:૧૦; નહે ૯:૭, ૮
નિર્ગ. ૩:૯નિર્ગ ૧:૧૧
નિર્ગ. ૩:૧૦ગી ૧૦૫:૨૬, ૩૮; પ્રેકા ૭:૩૪
નિર્ગ. ૩:૧૨પુન ૩૧:૨૩; યહો ૧:૫; યશા ૪૧:૧૦; રોમ ૮:૩૧; ફિલિ ૪:૧૩
નિર્ગ. ૩:૧૨નિર્ગ ૧૯:૨; પુન ૪:૧૧, ૧૨
નિર્ગ. ૩:૧૩નિર્ગ ૧૫:૩; ગી ૯૬:૮; ૧૩૫:૧૩; હો ૧૨:૫; યોહ ૧૭:૨૬; રોમ ૧૦:૧૩
નિર્ગ. ૩:૧૪અયૂ ૨૩:૧૩; યશા ૧૪:૨૭; યોહ ૧૨:૨૮
નિર્ગ. ૩:૧૪નિર્ગ ૬:૩, ૭; રોમ ૯:૧૭
નિર્ગ. ૩:૧૫ઉત ૧૭:૧, ૭
નિર્ગ. ૩:૧૫ઉત ૨૬:૨૪
નિર્ગ. ૩:૧૫ઉત ૨૮:૧૩; માથ ૨૨:૩૨
નિર્ગ. ૩:૧૫ગી ૧૩૫:૧૩
નિર્ગ. ૩:૧૬ઉત ૫૦:૨૪; નિર્ગ ૧૩:૧૯
નિર્ગ. ૩:૧૭ઉત ૧૫:૧૩, ૧૪; લેવી ૨૬:૧૩
નિર્ગ. ૩:૧૭ગણ ૧૩:૨૭; પુન ૮:૭-૯
નિર્ગ. ૩:૧૭ઉત ૧૫:૧૬
નિર્ગ. ૩:૧૭નિર્ગ ૨૩:૨૩
નિર્ગ. ૩:૧૮નિર્ગ ૪:૩૧
નિર્ગ. ૩:૧૮ઉત ૧૪:૧૩
નિર્ગ. ૩:૧૮નિર્ગ ૫:૩; ૧૦:૨૫, ૨૬
નિર્ગ. ૩:૧૯નિર્ગ ૫:૨; ૧૪:૮; રોમ ૯:૧૭
નિર્ગ. ૩:૨૦નિર્ગ ૭:૩; ૧૨:૩૩; પુન ૬:૨૨
નિર્ગ. ૩:૨૧નિર્ગ ૧૧:૨; ૧૨:૩૫, ૩૬
નિર્ગ. ૩:૨૨ઉત ૧૫:૧૩, ૧૪; નિર્ગ ૧૨:૩૬
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
નિર્ગમન ૩:૧-૨૨

નિર્ગમન

૩ મૂસા ઘેટાંપાળક બન્યો અને તે પોતાના સસરા યિથ્રોનાં ઘેટાં-બકરાં સાચવતો હતો.+ યિથ્રો મિદ્યાનનો યાજક હતો. એક દિવસ મૂસા ટોળાને ચરાવવા વેરાન પ્રદેશની પશ્ચિમે જતો હતો. ફરતાં ફરતાં તે હોરેબ પર્વત આગળ આવી પહોંચ્યો. એ સાચા ઈશ્વરનો પર્વત હતો.+ ૨ પછી યહોવાનો* એક દૂત* બળતા ઝાડવાની જ્વાળાઓમાં મૂસા આગળ પ્રગટ થયો.+ મૂસાએ જોયું કે ઝાડવું સળગી રહ્યું છે, પણ ભસ્મ થતું નથી. ૩ તેથી તેણે વિચાર્યું: “આ તો કેટલું અદ્‍ભુત છે! હું નજીક જઈને જોઉં કે, એ ઝાડવું કેમ ભસ્મ થતું નથી.” ૪ યહોવાએ જોયું કે મૂસા ઝાડવા નજીક જઈ રહ્યો છે ત્યારે, તેમણે ઝાડવામાંથી બૂમ પાડતા કહ્યું: “મૂસા! મૂસા!” એ સાંભળીને તેણે કહ્યું: “હા, પ્રભુ!” ૫ ઈશ્વરે તેને કહ્યું: “વધારે નજીક આવતો નહિ. તારાં ચંપલ કાઢ, કેમ કે તું ઊભો છે એ જગ્યા પવિત્ર* છે.”

૬ પછી ઈશ્વરે કહ્યું: “હું તારા બાપદાદાઓનો* ઈશ્વર છું. ઇબ્રાહિમનો ઈશ્વર,+ ઇસહાકનો ઈશ્વર+ અને યાકૂબનો ઈશ્વર છું.”+ એ સાંભળીને મૂસાએ પોતાનું મોં ઢાંકી દીધું, કેમ કે તે સાચા ઈશ્વરની સામે જોતા ડરતો હતો. ૭ ઈશ્વર યહોવાએ કહ્યું: “ઇજિપ્તમાં રહેતા મારા લોકો પર થતો જુલમ મેં જોયો છે. હા, મેં તેઓને સખત મજૂરી કરતા જોયા છે. મેં તેઓના નિસાસા સાંભળ્યા છે. તેઓની પીડા હું સારી રીતે જાણું છું.+ ૮ હું મારા લોકોને ઇજિપ્તના હાથમાંથી છોડાવવા નીચે ઊતરીશ.+ હું તેઓને ઉત્તમ અને વિશાળ દેશમાં, હા, દૂધ-મધની રેલમછેલવાળા દેશમાં લઈ જઈશ.+ એ દેશમાં લઈ જઈશ, જ્યાં હમણાં કનાનીઓ, હિત્તીઓ, અમોરીઓ, પરિઝ્ઝીઓ, હિવ્વીઓ અને યબૂસીઓ વસે છે.+ ૯ હવે મારા લોકોનો પોકાર મારા કાને પડ્યો છે. ઇજિપ્તવાસીઓ તેઓ પર જે જુલમ ગુજારે છે, એ મેં નજરોનજર જોયું છે.+ ૧૦ હું તને ઇજિપ્તના રાજા પાસે મોકલીશ. તું મારા લોકોને, હા, ઇઝરાયેલીઓને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવીશ.”+

૧૧ મૂસાએ સાચા ઈશ્વરને કહ્યું: “રાજા પાસે જઈને ઇઝરાયેલીઓને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવનાર હું કોણ?” ૧૨ તેમણે કહ્યું: “હું જરૂર તારી સાથે રહીશ.+ હું તને વચન આપું છું કે તું મારા લોકોને ઇજિપ્તમાંથી બહાર કાઢીશ, પછી તમે બધા આ પર્વત પર સાચા ઈશ્વરની ભક્તિ કરશો.+ મારું એ વચન પૂરું થશે ત્યારે, તને ખાતરી થઈ જશે કે મેં જ તને મોકલ્યો છે.”

૧૩ મૂસાએ સાચા ઈશ્વરને કહ્યું: “જો હું ઇઝરાયેલીઓને જઈને કહું કે, ‘તમારા બાપદાદાઓના ઈશ્વરે મને તમારી પાસે મોકલ્યો છે’ અને તેઓ મને પૂછે કે, ‘તેમનું નામ શું છે,’+ તો હું શું કહું?” ૧૪ ઈશ્વરે તેને કહ્યું: “હું જે બનવા ચાહું છું, એ બનીશ.”*+ તેમણે આગળ કહ્યું: “ઇઝરાયેલીઓને કહેજે, ‘જે પોતાને “હું બનીશ” કહે છે, તેમણે મને તમારી પાસે મોકલ્યો છે.’”+ ૧૫ ઈશ્વરે ફરી મૂસાને કહ્યું:

“તું ઇઝરાયેલીઓને કહેજે, ‘તમારા ઈશ્વર યહોવાએ, હા, તમારા બાપદાદાઓના ઈશ્વરે, ઇબ્રાહિમના ઈશ્વરે,+ ઇસહાકના ઈશ્વરે+ અને યાકૂબના ઈશ્વરે+ મને તમારી પાસે મોકલ્યો છે.’ હંમેશ ને હંમેશ માટે એ જ મારું નામ છે.+ પેઢી દર પેઢી એ જ નામથી મને યાદ રાખવામાં આવશે. ૧૬ હવે જા, ઇઝરાયેલના વડીલોને ભેગા કરીને કહે, ‘ઈશ્વર યહોવાએ, હા, તમારા બાપદાદાઓના ઈશ્વરે, ઇબ્રાહિમના, ઇસહાકના અને યાકૂબના ઈશ્વરે મારી આગળ પ્રગટ થઈને કહ્યું છે: “મેં તમારા પર ધ્યાન આપ્યું છે+ અને ઇજિપ્તમાં તમારી ખરાબ હાલત જોઈ છે. ૧૭ હું તમને ઇજિપ્તના પંજામાંથી, તેના જુલમમાંથી છોડાવીશ.+ પછી તમને દૂધ-મધની રેલમછેલવાળા દેશમાં+ લઈ જઈશ, જ્યાં હમણાં કનાનીઓ, હિત્તીઓ, અમોરીઓ,+ પરિઝ્ઝીઓ, હિવ્વીઓ અને યબૂસીઓ+ વસે છે.”’

૧૮ “તેઓ જરૂર તારી વાત માનશે.+ તું અને ઇઝરાયેલના વડીલો જઈને ઇજિપ્તના રાજાને કહેજો: ‘હિબ્રૂઓના* ઈશ્વર યહોવાએ+ અમારી સાથે વાત કરી છે. તમે અમને ત્રણ દિવસની મુસાફરી કરીને* વેરાન પ્રદેશમાં જવાની મંજૂરી આપો, જેથી અમે અમારા ઈશ્વર યહોવાને બલિદાન ચઢાવી શકીએ.’+ ૧૯ પણ હું સારી રીતે જાણું છું કે, ઇજિપ્તનો રાજા તમને નહિ જવા દે. મારી શક્તિનો પરચો મળશે પછી જ તે તમને જવા દેશે.+ ૨૦ એટલે મારે હાથ ઉગામીને ઇજિપ્તને સજા કરવી પડશે અને અદ્‍ભુત કામો દેખાડવાં પડશે. એ પછી જ રાજા તમને જવા દેશે.+ ૨૧ ઇજિપ્તના લોકોની રહેમનજર તમારા પર થાય, એવું હું કરીશ. તમે ત્યાંથી ખાલી હાથે નહિ નીકળો.+ ૨૨ દરેક સ્ત્રીએ પોતાની પડોશણ અને પોતાના ઘરમાં રહેતી બીજી સ્ત્રીઓ પાસેથી સોના-ચાંદીની ચીજો અને કપડાં માંગવાં. એ તમારે પોતાનાં દીકરા-દીકરીઓને પહેરાવવાં. આમ તમે ઇજિપ્તના લોકોને લૂંટી લેશો.”+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો