યશાયા
૨ પણ તમે તમારા અપરાધોને લીધે ઈશ્વરથી દૂર થઈ ગયા છો.+
તમારાં પાપને લીધે તેમણે તમારાથી મોં ફેરવી લીધું છે.
તે તમારું સાંભળવાની ના પાડે છે.+
૩ તમારા હાથ લોહીથી રંગાયેલા છે+
અને તમારી આંગળીઓએ ગુના કર્યા છે.
તમારા હોઠ જૂઠું બોલે છે,+ તમારી જીભ સત્ય વિરુદ્ધ બડબડ કરે છે.
૪ સચ્ચાઈનો પક્ષ લેનાર કોઈ નથી,+
અદાલતમાં કોઈ સાચું બોલતું નથી.
તેઓ પોકળ દલીલો પર ભરોસો રાખે છે+ અને નકામી વાતો કરે છે.
તેઓ મુસીબતનો ગર્ભ ધરે છે અને દુષ્ટ કામોને જન્મ આપે છે.+
૫ તેઓ ઝેરી સાપનાં ઈંડાં સેવે છે.
જે ઈંડું ફૂટે છે એમાંથી ઝેરી સાપ નીકળે છે.
જે કોઈ સાપનાં ઈંડાં ખાય એ મરી જાય છે.
તેઓ કરોળિયાનાં જાળાં ગૂંથે છે.+
૬ તેઓએ ગૂંથેલાં જાળાં, કપડાં તરીકે કામ નહિ આવે,
તેઓ જે બનાવે છે, એનાથી પોતાને ઢાંકી નહિ શકે.+
તેઓનાં કામ નુકસાન પહોંચાડે છે,
તેઓના હાથ હિંસક કામોથી ભરેલા છે.+
૭ તેઓના પગ બૂરાઈ કરવા દોડી જાય છે,
તેઓ નિર્દોષ લોકોનું ખૂન કરવા ઉતાવળા થાય છે.+
તેઓના વિચારો દુષ્ટ છે.
તેઓના માર્ગોમાં બરબાદી અને મુસીબતો છે.+
૮ તેઓના માર્ગમાં જરાય શાંતિ નથી.
તેઓના માર્ગોમાં ઇન્સાફનું નામનિશાન નથી.+
તેઓ પોતાના રસ્તા વાંકાચૂકા બનાવે છે.
એના પર ચાલનાર કોઈને શાંતિ મળશે નહિ.+
૯ એટલે જ ઇન્સાફ અમારાથી દૂર દૂર ભાગે છે,
સચ્ચાઈ અમારા સુધી પહોંચતી નથી.
અમે રોશની ઝંખીએ છીએ, પણ અંધકાર મળે છે.
અમે પ્રકાશ શોધીએ છીએ, પણ અંધારામાં અટવાઈએ છીએ.+
૧૦ અમે આંધળા માણસોની જેમ દીવાલને ટેકે ટેકે ફાંફાં મારીએ છીએ,
હા, આંખો વગરના લોકોની જેમ આમતેમ ભટકીએ છીએ.+
ભરબપોરે પણ સાંજનું અંધારું હોય એમ ઠોકર ખાઈએ છીએ.
બળવાનો વચ્ચે અમે મરેલા જેવા છીએ.
૧૧ રીંછની જેમ અમે બધા ઘૂરકીએ છીએ,
હોલાની જેમ નિસાસા નાખીએ છીએ.
અમે ન્યાયની આશા રાખીએ છીએ, પણ એ મળતો નથી,
ઉદ્ધારની આશા રાખીએ છીએ, પણ એ અમારાથી ઘણો દૂર છે.
૧૨ તમારી આગળ અમે ઘણી વાર બંડ પોકાર્યું છે.+
અમારું દરેક પાપ અમારી વિરુદ્ધ સાક્ષી આપે છે.+
અમે અમારા ગુના અને બંડ સારી રીતે જાણીએ છીએ,
હા, અમારા અપરાધો અમે જાણીએ છીએ.+
૧૩ અમે નિયમનો ભંગ કર્યો છે અને યહોવાને છોડી દીધા છે.
અમે અમારા ઈશ્વરને પીઠ બતાવી છે.
અમે જુલમ અને બંડની યોજનાઓ ઘડી છે.+
અમે અંતરમાં જૂઠાણું ભર્યું છે અને એની જ વાતો કરી છે.+
ચોકમાં સત્ય* ઠોકર ખાય છે,
જે સાચું છે એ ચોકની અંદર આવી શકતું નથી.
ખરાબ કામોથી જે કોઈ પાછો હટે છે, એને બરબાદ કરવામાં આવે છે.
યહોવા આ બધું જોઈને બહુ દુઃખી થયા,
કેમ કે કોઈ જગ્યાએ ન્યાય નથી.+
૧૬ તેમણે જોયું કે કોઈ મદદ કરતું નથી,
તેમને નવાઈ લાગી કે કોઈ વચ્ચે પડતું નથી.
એટલે તેમણે પોતાના જ હાથે ઉદ્ધાર કર્યો*
અને તેમની સચ્ચાઈએ તેમને સાથ આપ્યો.
૧૭ પછી તેમણે સચ્ચાઈનું બખ્તર પહેર્યું,
પોશાક તરીકે વેરનાં કપડાં પહેર્યાં+
અને ઝભ્ભાની જેમ ઉત્સાહ પહેરી લીધો.
૧૮ તેઓનાં કામો પ્રમાણે તે વેર વાળશે:+
વેરીઓ પર કોપ ઉતારશે અને દુશ્મનોને સજા કરશે.+
અરે, ટાપુઓ પાસેથી પણ તે હિસાબ લેશે.
યહોવા ધસમસતી નદીની જેમ આવશે,
જેને તેમની શક્તિ પૂરજોશથી વહાવે છે.
૨૧ યહોવા કહે છે, “હું તેઓ સાથે આ કરાર કરું છું:+ મારી શક્તિ તમારા પર છે અને મેં મારા શબ્દો તમારાં મોંમાં મૂક્યા છે. એ તમારાં મોંમાંથી, તમારાં બાળકોનાં મોંમાંથી અને તેઓનાં બાળકોનાં મોંમાંથી કદી જતા રહેશે નહિ, આજથી લઈને યુગોના યુગો સુધી જતા રહેશે નહિ,” એવું યહોવા કહે છે.