વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતોનું ગીત ૮
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ગીતોનું ગીત મુખ્ય વિચારો

    • શૂલ્લામી છોકરી યરૂશાલેમમાં (૩:૬–૮:૪)

    • શૂલ્લામી પાછી જાય છે, તેની વફાદારી સાબિત થાય છે (૮:૫-૧૪)

        • યુવતીના ભાઈઓ (૫ક)

          • ‘પોતાના વાલમના ખભે માથું ટેકવીને આ કોણ આવી રહ્યું છે?’

        • યુવતી (૫ખ-૭)

          • “પ્રેમ મોત જેવો બળવાન છે” (૬)

        • યુવતીના ભાઈઓ (૮, ૯)

          • “જો તે દીવાલ હોય, . . . પણ જો તે દરવાજો હોય, . . .” (૯)

        • યુવતી (૧૦-૧૨)

          • “હું દીવાલ છું” (૧૦)

        • ઘેટાંપાળક (૧૩)

          • “મારા કાને પણ તારો સાદ પડવા દે”

        • યુવતી (૧૪)

          • “હરણની જેમ દોડીને આવ”

ગીતોનું ગીત ૮:૧

એને લગતી કલમો

  • +ગીગી ૧:૨

ગીતોનું ગીત ૮:૨

ફૂટનોટ

  • *

    અથવા, “મસાલેદાર દ્રાક્ષદારૂ.”

એને લગતી કલમો

  • +ગીગી ૩:૪

ગીતોનું ગીત ૮:૩

એને લગતી કલમો

  • +ગીગી ૨:૬

ગીતોનું ગીત ૮:૪

એને લગતી કલમો

  • +ગીગી ૨:૭; ૩:૫

ગીતોનું ગીત ૮:૬

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    અથવા, “પૂર્ણ ભક્તિભાવ.”

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    યહોવા નામનું ટૂંકું રૂપ “યાહ” છે. વધારે માહિતી ક-૪ જુઓ.

એને લગતી કલમો

  • +યોહ ૧૫:૧૩; એફે ૫:૨૫; પ્રક ૧૨:૧૧
  • +પુન ૪:૨૪; ૧યો ૪:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧૫/૨૦૧૫, પાન ૨૯

    ૫/૧/૨૦૧૨, પાન ૧૦

    ૧૨/૧/૨૦૦૬, પાન ૬

ગીતોનું ગીત ૮:૭

ફૂટનોટ

  • *

    અથવા કદાચ, “તેને.”

એને લગતી કલમો

  • +૧કો ૧૩:૮, ૧૩
  • +રોમ ૮:૩૮, ૩૯

ગીતોનું ગીત ૮:૮

એને લગતી કલમો

  • +ગીગી ૧:૬

ગીતોનું ગીત ૮:૧૧

એને લગતી કલમો

  • +સભા ૨:૪

ગીતોનું ગીત ૮:૧૩

એને લગતી કલમો

  • +ગીગી ૧:૬; ૬:૧૧
  • +ગીગી ૨:૧૪

ગીતોનું ગીત ૮:૧૪

એને લગતી કલમો

  • +ગીગી ૨:૯, ૧૭

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ગી.ગી. ૮:૧ગીગી ૧:૨
ગી.ગી. ૮:૨ગીગી ૩:૪
ગી.ગી. ૮:૩ગીગી ૨:૬
ગી.ગી. ૮:૪ગીગી ૨:૭; ૩:૫
ગી.ગી. ૮:૬યોહ ૧૫:૧૩; એફે ૫:૨૫; પ્રક ૧૨:૧૧
ગી.ગી. ૮:૬પુન ૪:૨૪; ૧યો ૪:૮
ગી.ગી. ૮:૭૧કો ૧૩:૮, ૧૩
ગી.ગી. ૮:૭રોમ ૮:૩૮, ૩૯
ગી.ગી. ૮:૮ગીગી ૧:૬
ગી.ગી. ૮:૧૧સભા ૨:૪
ગી.ગી. ૮:૧૩ગીગી ૧:૬; ૬:૧૧
ગી.ગી. ૮:૧૩ગીગી ૨:૧૪
ગી.ગી. ૮:૧૪ગીગી ૨:૯, ૧૭
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ગીતોનું ગીત ૮:૧-૧૪

ગીતોનું ગીત

૮ “કાશ! તું મારો ભાઈ હોત,

મારી માનાં સ્તનોએ તું ધાવ્યો હોત!

પછી જો તું મને બહાર મળ્યો હોત, તો મેં તને ચુંબન કર્યું હોત+

અને કોઈએ મને તુચ્છ ગણી ન હોત.

 ૨ હું તને મારી માના ઘરમાં લાવી હોત,

હા, એ માના ઘરમાં,+

જેણે મને ઘણી વાતો શીખવી છે.

મેં તને દ્રાક્ષદારૂ* આપ્યો હોત,

દાડમનો તાજો રસ પાયો હોત.

 ૩ તેનો ડાબો હાથ મારા માથા નીચે હોત,

તેના જમણા હાથે મને બાથમાં લીધી હોત.+

 ૪ હે યરૂશાલેમની દીકરીઓ, સમ ખાઓ,

મારા દિલમાં પ્રેમ ન જાગે ત્યાં સુધી, મારામાં પ્રેમ જગાડવાની કોશિશ કરશો નહિ.”+

 ૫ “પોતાના વાલમના ખભે માથું ટેકવીને

વેરાન પ્રદેશમાંથી આ કોણ આવી રહ્યું છે?”

“સફરજનના ઝાડ નીચે મેં તને જગાડ્યો.

ત્યાં જ તારી જનેતાને પ્રસવપીડા ઊપડી હતી.

ત્યાં જ તેણે કણસતાં કણસતાં તને જન્મ આપ્યો હતો.

 ૬ મહોરની* જેમ મને તારા દિલ પર અંકિત કરી દે,

મુદ્રાની જેમ મને તારા હાથ પર લગાવી દે,

કેમ કે પ્રેમ મોત જેવો બળવાન છે,+

સાચી વફાદારી* કબરની* જેમ કોઈની સામે નમતી નથી.

એની જ્વાળા ધગધગતી આગ છે, એ યાહની* જ્વાળા છે.+

 ૭ ધસમસતું પાણી પ્રેમની આગને હોલવી નહિ શકે,+

નદીનું પૂર એને તાણી નહિ જઈ શકે.+

પ્રેમ ખરીદવા ભલે કોઈ પોતાની સઘળી દોલત આપી દે,

તોપણ એ દોલતને* ઠુકરાવી દેવામાં આવશે.”

 ૮ “આપણી એક નાની બહેન છે,+

તેને હજી સ્તન પણ ઊપસ્યાં નથી.

આપણી બહેનનું માંગું લઈને કોઈ આવશે,

એ દિવસે આપણે તેના માટે શું કરીશું?”

 ૯ “જો તે દીવાલ હોય,

તો આપણે તેના પર ચાંદીની પાળ બાંધીશું,

પણ જો તે દરવાજો હોય,

તો આપણે દેવદારના પાટિયાથી તેને બંધ કરી દઈશું.”

૧૦ “હું દીવાલ છું,

અને મારાં સ્તન મિનારા જેવાં છે.

એટલે મારા પ્રિયતમની નજરમાં

હું શાંતિ પામેલી છું.

૧૧ બઆલ-હામોનમાં સુલેમાનની એક દ્રાક્ષાવાડી હતી.+

તેમણે એ વાડી રખેવાળોના હાથમાં સોંપી હતી.

એનાં ફળો માટે દરેક જણ તેમને ચાંદીના હજાર ટુકડા આપતો.

૧૨ હે સુલેમાન, ચાંદીના એ હજાર ટુકડા તમને મુબારક,

ફળોના રખેવાળોને બસો ટુકડા મુબારક,

પણ હું મારી દ્રાક્ષાવાડીથી ખુશ છું.”

૧૩ “હે બાગોમાં રહેનારી,+

મારા સાથીઓ તારો મધુર અવાજ સાંભળવા આતુર છે.

મારા કાને પણ તારો સાદ પડવા દે.”+

૧૪ “હે મારા વાલમ, ઉતાવળ કર,

હરણની જેમ દોડીને આવ.+

હા, સાબરની જેમ

સુગંધી છોડવાઓના પહાડો ઓળંગીને આવ.”

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો