વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ફિલિપીઓ ૧
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ફિલિપીઓ મુખ્ય વિચારો

      • સલામ (૧, ૨)

      • ઈશ્વરનો આભાર; પાઉલની પ્રાર્થના (૩-૧૧)

      • મુશ્કેલીઓ છતાં ખુશખબર ફેલાઈ (૧૨-૨૦)

      • જીવું તો ખ્રિસ્ત માટે અને મરું તોપણ ફાયદો છે (૨૧-૨૬)

      • ખુશખબરને શોભે એવી રીતે વર્તો (૨૭-૩૦)

ફિલિપીઓ ૧:૧

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    અથવા, “વડીલોને.”

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +પ્રેકા ૧૬:૧૨
  • +૧તિ ૩:૧, ૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સંગઠન, પાન ૫૦

ફિલિપીઓ ૧:૨

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

ફિલિપીઓ ૧:૪

એને લગતી કલમો

  • +૧થે ૧:૨

ફિલિપીઓ ૧:૫

ફૂટનોટ

  • *

    અથવા, “સહકાર આપ્યો છે.”

ફિલિપીઓ ૧:૬

એને લગતી કલમો

  • +ફિલિ ૨:૧૩
  • +૧કો ૧:૮

ફિલિપીઓ ૧:૭

એને લગતી કલમો

  • +એફે ૩:૧; ફિલિ ૧:૧૩; કોલ ૪:૧૮; ૨તિ ૧:૮; ફિલે ૧૩
  • +પ્રેકા ૨૪:૧૦, ૧૪; ૨૫:૧૦-૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૨૧

    ચોકીબુરજ,

    ૨/૧૫/૨૦૧૫, પાન ૨૨-૨૩

    ૮/૧૫/૧૯૯૯, પાન ૨૧

    ૧૨/૧/૧૯૯૮, પાન ૧૮

ફિલિપીઓ ૧:૮

ફૂટનોટ

  • *

    મૂળ, “ઈશ્વર મારા સાક્ષી છે.”

ફિલિપીઓ ૧:૯

એને લગતી કલમો

  • +યોહ ૧૭:૩
  • +હિબ્રૂ ૫:૧૪
  • +૧થે ૩:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૮/૨૦૧૯, પાન ૯-૧૦

    ચોકીબુરજ,

    ૩/૧૫/૧૯૯૭, પાન ૧૬-૧૭

    ૬/૧૫/૧૯૯૫, પાન ૧૮

ફિલિપીઓ ૧:૧૦

એને લગતી કલમો

  • +રોમ ૧૨:૨
  • +રોમ ૧૪:૧૩, ૨૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૧૨

    સજાગ બનો!,

    નં. ૧ ૨૦૨૦ પાન ૧૨

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૮/૨૦૧૯, પાન ૧૦-૧૧

    ચોકીબુરજ,

    ૧૧/૧/૨૦૦૮, પાન ૨૩

    ૩/૧૫/૧૯૯૭, પાન ૧૬-૧૭

ફિલિપીઓ ૧:૧૧

ફૂટનોટ

  • *

    મૂળ, “નેકીના ફળનો.”

એને લગતી કલમો

  • +યોહ ૧૫:૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૮/૨૦૧૯, પાન ૧૨

    ચોકીબુરજ,

    ૫/૧/૨૦૦૭, પાન ૧૨

ફિલિપીઓ ૧:૧૩

ફૂટનોટ

  • *

    મૂળ, “કાઈસારના.” શબ્દસૂચિમાં “કાઈસાર” જુઓ.

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +પ્રેકા ૨૮:૩૦, ૩૧; એફે ૩:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧૫/૨૦૧૩, પાન ૧૪-૧૬

    નવી દુનિયા ભાષાંતર, પાન ૨૩૯૩

ફિલિપીઓ ૧:૧૬

એને લગતી કલમો

  • +ફિલિ ૧:૭

ફિલિપીઓ ૧:૧૭

ફૂટનોટ

  • *

    અથવા, “સ્વાર્થી ઇચ્છા અને હરીફાઈની ભાવનાને લીધે; ઝઘડાળુ સ્વભાવને લીધે.”

ફિલિપીઓ ૧:૧૮

ફૂટનોટ

  • *

    મૂળ, “ઢોંગને લીધે કે સચ્ચાઈને લીધે.”

ફિલિપીઓ ૧:૧૯

ફૂટનોટ

  • *

    અથવા, “કાલાવાલા.”

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +૨કો ૧:૧૧
  • +યોહ ૧૫:૨૬

ફિલિપીઓ ૧:૨૦

ફૂટનોટ

  • *

    મૂળ, “મારું શરીર.”

એને લગતી કલમો

  • +રોમ ૧૪:૮; ૧પિ ૪:૧૬

ફિલિપીઓ ૧:૨૧

એને લગતી કલમો

  • +ગલા ૨:૨૦
  • +૧થે ૪:૧૪; ૨તિ ૪:૮; પ્રક ૧૪:૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૩/૧/૧૯૯૫, પાન ૨૯

ફિલિપીઓ ૧:૨૨

ફૂટનોટ

  • *

    મૂળ, “શરીરમાં.”

ફિલિપીઓ ૧:૨૩

એને લગતી કલમો

  • +૨તિ ૪:૬
  • +૨કો ૫:૬, ૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૦૮, પાન ૩૨

    ૩/૧/૧૯૯૫, પાન ૨૯

ફિલિપીઓ ૧:૨૭

ફૂટનોટ

  • *

    અથવા, “એવા નાગરિકોની જેમ જીવો.”

એને લગતી કલમો

  • +એફે ૪:૧, ૩; કોલ ૧:૧૦
  • +રોમ ૧૫:૫, ૬; ૧કો ૧:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૧૨, પાન ૧૮-૧૯

    ૯/૧/૨૦૧૦, પાન ૧૭

ફિલિપીઓ ૧:૨૮

એને લગતી કલમો

  • +૨થે ૧:૬
  • +લૂક ૨૧:૧૯; ૨થે ૧:૪, ૫

ફિલિપીઓ ૧:૨૯

એને લગતી કલમો

  • +પ્રેકા ૫:૪૧

ફિલિપીઓ ૧:૩૦

એને લગતી કલમો

  • +પ્રેકા ૧૬:૨૨, ૨૩; ૧થે ૨:૨

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ફિલિ. ૧:૧પ્રેકા ૧૬:૧૨
ફિલિ. ૧:૧૧તિ ૩:૧, ૮
ફિલિ. ૧:૪૧થે ૧:૨
ફિલિ. ૧:૬ફિલિ ૨:૧૩
ફિલિ. ૧:૬૧કો ૧:૮
ફિલિ. ૧:૭એફે ૩:૧; ફિલિ ૧:૧૩; કોલ ૪:૧૮; ૨તિ ૧:૮; ફિલે ૧૩
ફિલિ. ૧:૭પ્રેકા ૨૪:૧૦, ૧૪; ૨૫:૧૦-૧૨
ફિલિ. ૧:૯યોહ ૧૭:૩
ફિલિ. ૧:૯હિબ્રૂ ૫:૧૪
ફિલિ. ૧:૯૧થે ૩:૧૨
ફિલિ. ૧:૧૦રોમ ૧૨:૨
ફિલિ. ૧:૧૦રોમ ૧૪:૧૩, ૨૧
ફિલિ. ૧:૧૧યોહ ૧૫:૫
ફિલિ. ૧:૧૩પ્રેકા ૨૮:૩૦, ૩૧; એફે ૩:૧
ફિલિ. ૧:૧૬ફિલિ ૧:૭
ફિલિ. ૧:૧૯૨કો ૧:૧૧
ફિલિ. ૧:૧૯યોહ ૧૫:૨૬
ફિલિ. ૧:૨૦રોમ ૧૪:૮; ૧પિ ૪:૧૬
ફિલિ. ૧:૨૧ગલા ૨:૨૦
ફિલિ. ૧:૨૧૧થે ૪:૧૪; ૨તિ ૪:૮; પ્રક ૧૪:૧૩
ફિલિ. ૧:૨૩૨તિ ૪:૬
ફિલિ. ૧:૨૩૨કો ૫:૬, ૮
ફિલિ. ૧:૨૭એફે ૪:૧, ૩; કોલ ૧:૧૦
ફિલિ. ૧:૨૭રોમ ૧૫:૫, ૬; ૧કો ૧:૧૦
ફિલિ. ૧:૨૮૨થે ૧:૬
ફિલિ. ૧:૨૮લૂક ૨૧:૧૯; ૨થે ૧:૪, ૫
ફિલિ. ૧:૨૯પ્રેકા ૫:૪૧
ફિલિ. ૧:૩૦પ્રેકા ૧૬:૨૨, ૨૩; ૧થે ૨:૨
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો વાંચો
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ફિલિપીઓ ૧:૧-૩૦

ફિલિપીઓને પત્ર

૧ અમે ખ્રિસ્ત* ઈસુના સેવકો પાઉલ અને તિમોથી તમને પત્ર લખીએ છીએ. અમે ફિલિપીમાં+ રહેતા સર્વ પવિત્ર જનોને, ખ્રિસ્ત ઈસુ સાથે એકતામાં છે તેઓને, દેખરેખ રાખનારાઓને* અને સહાયક સેવકોને*+ લખીએ છીએ:

૨ ઈશ્વર આપણા પિતા પાસેથી અને આપણા માલિક ઈસુ ખ્રિસ્ત પાસેથી તમને અપાર કૃપા* અને શાંતિ મળે.

૩ હું જ્યારે જ્યારે તમને યાદ કરું છું, ત્યારે ત્યારે ઈશ્વરનો આભાર માનું છું. ૪ હું તમારા બધા માટે પૂરા દિલથી પ્રાર્થના કરું છું. હું ખુશી ખુશી પ્રાર્થના કરું છું,+ ૫ કેમ કે તમે જે દિવસથી ખુશખબર સાંભળી ત્યારથી લઈને આજ સુધી ખુશખબર ફેલાવવા ઘણી મહેનત કરી છે.* ૬ મને પૂરી ખાતરી છે કે ઈશ્વરે તમારી વચ્ચે જે સારું કામ શરૂ કર્યું છે, એ પૂરું કરશે.+ એ કામ ખ્રિસ્ત ઈસુનો દિવસ આવે ત્યાં સુધી ચાલુ રહેશે.+ ૭ હું તમારા વિશે એમ વિચારું એ યોગ્ય છે, કેમ કે તમે મારા દિલમાં વસેલા છો. તમે તો મારી સાથે અપાર કૃપાના ભાગીદાર છો, કેમ કે હું કેદમાં હતો+ ત્યારે તમે મારી પડખે ઊભા રહ્યા. ખુશખબરનું રક્ષણ કરવા અને એના પ્રચાર માટે કાયદેસર હક મેળવવા+ તમે મને સાથ આપ્યો.

૮ ઈશ્વર જાણે છે* કે હું તમને મળવાની કેટલી ઝંખના રાખું છું. હું તમને ખ્રિસ્ત ઈસુ જેવો પ્રેમ કરું છું. ૯ હું હંમેશાં પ્રાર્થના કરું છું કે સાચા જ્ઞાન+ અને પૂરી સમજણ+ સાથે તમારો પ્રેમ વધતો ને વધતો જાય.+ ૧૦ મારી અરજ છે કે જે વધારે મહત્ત્વનું છે એ તમે પારખી લો,+ જેથી ખ્રિસ્તનો દિવસ આવે ત્યાં સુધી તમે નિર્દોષ રહો અને બીજાઓને ઠોકર ન ખવડાવો.+ ૧૧ હું એવી પણ પ્રાર્થના કરું છું કે ઈસુ ખ્રિસ્તે આપણા દ્વારા કરેલાં સારાં કામોનો* તમે પૂરેપૂરો ફાયદો ઉઠાવો,+ જેથી ઈશ્વરને મહિમા મળે અને તેમનો જયજયકાર થાય.

૧૨ હવે ભાઈઓ, હું એવું ચાહું છું કે તમે જાણો કે મારા સંજોગોને લીધે ખુશખબર ફેલાવવામાં વધારે મદદ મળી છે. ૧૩ સમ્રાટના* અંગરક્ષકો* અને બીજા બધા લોકો જાણે છે કે હું ખ્રિસ્તનો શિષ્ય હોવાથી કેદમાં છું.+ ૧૪ માલિકની સેવા કરતા મોટા ભાગના ભાઈઓનો મારાં બંધનોને લીધે ભરોસો વધ્યો છે. હવે તેઓ ડર્યા વગર વધારે હિંમતથી ઈશ્વરનો સંદેશો જણાવે છે.

૧૫ ખરું કે, અમુક લોકો અદેખાઈ અને હરીફાઈની ભાવનાને લીધે ખ્રિસ્ત વિશે પ્રચાર કરે છે, પણ બીજાઓ સારા ઇરાદાથી પ્રચાર કરે છે. ૧૬ તેઓ પ્રેમથી પ્રેરાઈને ખ્રિસ્ત વિશેની ખુશખબર જાહેર કરે છે. કેમ કે તેઓ જાણે છે કે ખુશખબરનું રક્ષણ કરવા મને પસંદ કરવામાં આવ્યો છે.+ ૧૭ જેઓ અદેખાઈને લીધે* પ્રચાર કરે છે, તેઓના ઇરાદા સારા નથી. હું કેદમાં છું ત્યારે તેઓ મારી મુશ્કેલીઓમાં વધારો કરવા માંગે છે. ૧૮ એનું કેવું પરિણામ આવ્યું છે? ભલે કોઈ અદેખાઈને લીધે કે સારા ઇરાદાને લીધે* પ્રચાર કરે, પણ દરેક રીતે ખ્રિસ્તનો પ્રચાર થઈ રહ્યો છે. એ વાતની મને ખુશી છે અને હું આનંદ કરતો રહીશ. ૧૯ કેમ કે હું જાણું છું કે તમારી પ્રાર્થનાઓ*+ અને ઈસુ ખ્રિસ્ત પાસેથી મળેલી પવિત્ર શક્તિ*+ દ્વારા મારો ઉદ્ધાર થશે. ૨૦ મારા દિલની તીવ્ર ઇચ્છા છે અને આશા છે કે મારે કોઈ કારણે શરમાવું નહિ પડે. મને ખાતરી છે કે કોઈ સંકોચ વગર હું બોલીશ, જેથી હું* પહેલાંની જેમ હમણાં પણ ખ્રિસ્તને મહિમા આપું, પછી ભલે હું જીવું કે મરું.+

૨૧ મારા કિસ્સામાં, જો હું જીવું તો ખ્રિસ્ત માટે જીવું+ અને જો મરું તોપણ એમાં મારો જ ફાયદો છે.+ ૨૨ જો હું આ દુનિયામાં* જીવતો રહું, તો હું ખ્રિસ્ત માટે વધારે કામ કરી શકીશ. છતાં હું જાણતો નથી કે હું શું પસંદ કરીશ. ૨૩ આ બે પસંદગી વચ્ચે મારા મનમાં ખેંચતાણ ચાલે છે, કેમ કે હું ચાહું છું કે મારો છુટકારો થાય અને હું ખ્રિસ્ત સાથે રહું.+ એ મારા માટે ખરેખર સારું છે.+ ૨૪ પણ તમારા ભલા માટે હું આ દુનિયામાં જીવતો રહું એ વધારે સારું છે. ૨૫ મને પૂરી ખાતરી છે અને હું જાણું છું કે હું જીવતો રહીશ અને તમારા બધા સાથે હોઈશ, જેથી તમે પ્રગતિ કરો અને શ્રદ્ધામાં તમારો આનંદ વધે. ૨૬ હું ફરીથી તમારી સાથે હોઈશ ત્યારે, મારા લીધે ખ્રિસ્ત ઈસુમાં તમારો ભરોસો વધતો જશે.

૨૭ ખ્રિસ્તની ખુશખબરને શોભે એવી રીતે વર્તો.*+ આમ, હું તમારી પાસે આવું કે ન આવું, મને જાણવા મળશે કે તમે એકમનના થઈને દૃઢ ઊભા છો, સંપમાં છો+ અને ખુશખબરમાં શ્રદ્ધા ટકાવી રાખવા ખભેખભા મિલાવીને મહેનત કરો છો. ૨૮ તમે વિરોધીઓથી જરાય ડરતા નહિ. તમારી નીડરતા તેઓના વિનાશની સાબિતી છે,+ પણ તમારા માટે એ ઉદ્ધારની નિશાની છે.+ એ ઈશ્વર તરફથી છે. ૨૯ કેમ કે તમને ખ્રિસ્તમાં શ્રદ્ધા મૂકવાનો જ નહિ, તેમના માટે સહન કરવાનો પણ લહાવો આપવામાં આવ્યો છે.+ ૩૦ તમે પણ એ જ મુસીબતો સહન કરો છો, જે સહેતા તમે મને જોયો છે.+ તમે સાંભળ્યું છે કે હું હજી પણ એ જ મુસીબતો સહું છું.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો