વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ઉત્પત્તિ ૧૬
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ઉત્પત્તિ મુખ્ય વિચારો

      • હાગાર અને ઇશ્માએલ (૧-૧૬)

ઉત્પત્તિ ૧૬:૧

એને લગતી કલમો

  • +ઉત ૧૫:૨, ૩
  • +ગલા ૪:૨૫

ઉત્પત્તિ ૧૬:૨

એને લગતી કલમો

  • +ઉત ૩૦:૧, ૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧૫/૨૦૦૪, પાન ૨૭

ઉત્પત્તિ ૧૬:૭

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +ઉત ૨૫:૧૭, ૧૮; નિર્ગ ૧૫:૨૨

ઉત્પત્તિ ૧૬:૧૦

એને લગતી કલમો

  • +ઉત ૧૭:૨૦; ૨૫:૧૩-૧૬; ૧કા ૧:૨૯-૩૧

ઉત્પત્તિ ૧૬:૧૧

ફૂટનોટ

  • *

    અર્થ, “ઈશ્વર સાંભળે છે.”

ઉત્પત્તિ ૧૬:૧૨

ફૂટનોટ

  • *

    અમુકને લાગે છે કે એ ઝિબ્રાને રજૂ કરે છે. બની શકે કે એના હઠીલા સ્વભાવને લીધે એમ કહેવાયું છે.

  • *

    અથવા કદાચ, “તેના બધા ભાઈઓ સામે તેની દુશ્મનાવટ રહેશે.”

ઉત્પત્તિ ૧૬:૧૩

ફૂટનોટ

  • *

    મૂળ, “યહોવાને નામે પોકાર કર્યો.”

એને લગતી કલમો

  • +ની ૧૫:૩

ઉત્પત્તિ ૧૬:૧૪

ફૂટનોટ

  • *

    અર્થ, “જે જીવે છે અને મને જુએ છે તેમનો કૂવો.”

ઉત્પત્તિ ૧૬:૧૫

એને લગતી કલમો

  • +ઉત ૨૧:૯; ગલા ૪:૨૨, ૨૪

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ઉત. ૧૬:૧ઉત ૧૫:૨, ૩
ઉત. ૧૬:૧ગલા ૪:૨૫
ઉત. ૧૬:૨ઉત ૩૦:૧, ૩
ઉત. ૧૬:૭ઉત ૨૫:૧૭, ૧૮; નિર્ગ ૧૫:૨૨
ઉત. ૧૬:૧૦ઉત ૧૭:૨૦; ૨૫:૧૩-૧૬; ૧કા ૧:૨૯-૩૧
ઉત. ૧૬:૧૩ની ૧૫:૩
ઉત. ૧૬:૧૫ઉત ૨૧:૯; ગલા ૪:૨૨, ૨૪
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ઉત્પત્તિ ૧૬:૧-૧૬

ઉત્પત્તિ

૧૬ ઇબ્રામની પત્ની સારાયને બાળકો ન હતાં.+ સારાયની હાગાર+ નામે એક દાસી હતી, જે ઇજિપ્તની હતી. ૨ સારાયે ઇબ્રામને કહ્યું: “યહોવાએ મારી કૂખ બંધ કરી દીધી છે. તો તમે મારી આ દાસી સાથે જાતીય સંબંધ બાંધો, કદાચ તેનાથી મને બાળકો મળે.”+ એટલે ઇબ્રામે સારાયની વાત માની. ૩ ઇબ્રામને કનાન દેશમાં દસ વર્ષ થયાં પછી સારાયે પોતાની દાસી હાગાર ઇબ્રામને પત્ની તરીકે આપી. ૪ ઇબ્રામે હાગાર સાથે સંબંધ બાંધ્યો અને તે ગર્ભવતી થઈ. જ્યારે હાગારને ખબર પડી કે તે મા બનવાની છે, ત્યારે તે પોતાની શેઠાણીને તુચ્છ ગણવા લાગી.

૫ સારાયે ઇબ્રામને કહ્યું: “મારા દુઃખનું કારણ તમે છો! મેં મારી દાસી તમારા હાથમાં સોંપી, પણ જ્યારે તેને ખબર પડી કે તે મા બનવાની છે, ત્યારે તે મને તુચ્છ ગણવા લાગી. હવે યહોવા તમારો અને મારો ન્યાય કરે.” ૬ ઇબ્રામે સારાયને કહ્યું: “જો! તારી દાસી તારા હાથમાં છે. તને ઠીક લાગે એમ કર.” પછી સારાય તેની દાસી સાથે કઠોર રીતે વર્તી. સારાયે તેનું એટલું અપમાન કર્યું કે તે તેની પાસેથી નાસી ગઈ.

૭ પછી યહોવાનો દૂત* હાગારને એક ઝરા પાસે મળ્યો, જે વેરાન પ્રદેશમાં શૂરના+ માર્ગે હતો. ૮ દૂતે કહ્યું: “ઓ હાગાર, સારાયની દાસી, તું ક્યાંથી આવી અને ક્યાં જાય છે?” તેણે કહ્યું: “હું મારી શેઠાણી પાસેથી નાસી આવી છું.” ૯ યહોવાના દૂતે તેને કહ્યું: “તારી શેઠાણી પાસે પાછી જા અને નમ્રભાવે તેને આધીન રહે.” ૧૦ પછી યહોવાના દૂતે કહ્યું: “હું તારા વંશજને એટલા વધારીશ કે તેઓ ગણ્યા ગણાશે નહિ.”+ ૧૧ યહોવાના દૂતે આગળ કહ્યું: “તું ગર્ભવતી છે અને તું દીકરાને જન્મ આપીશ. તું તેનું નામ ઇશ્માએલ* પાડજે, કેમ કે યહોવાએ તારો વિલાપ સાંભળ્યો છે. ૧૨ તે જંગલી ગધેડા* જેવો થશે. તેનો હાથ દરેકની વિરુદ્ધ થશે અને દરેકનો હાથ તેની વિરુદ્ધ થશે. તે તેના બધા ભાઈઓની સાથે નહિ રહે.”*

૧૩ પછી હાગારે યહોવાના નામની સ્તુતિ કરી,* જે તેની સાથે વાત કરી રહ્યા હતા. તેણે કહ્યું: “હે ઈશ્વર, તમે બધું જુઓ છો!”+ તેણે મનમાં આવું વિચારીને એમ કહ્યું હતું કે, “મેં સાચે જ તેમને જોયા છે, જે મને જુએ છે.” ૧૪ એટલે એ કૂવાનું નામ બેર-લાહાય-રોઈ* પડ્યું. (એ કાદેશ અને બેરેદ વચ્ચે છે.) ૧૫ હાગારે ઇબ્રામના દીકરાને જન્મ આપ્યો. ઇબ્રામે તેનું નામ ઇશ્માએલ+ પાડ્યું. ૧૬ હાગારે ઇશ્માએલને જન્મ આપ્યો ત્યારે ઇબ્રામ ૮૬ વર્ષનો હતો.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો