વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ઉત્પત્તિ ૧૮
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ઉત્પત્તિ મુખ્ય વિચારો

      • ત્રણ દૂતો ઇબ્રાહિમને મળવા આવે છે (૧-૮)

      • સારાહને દીકરાનું વચન આપવામાં આવ્યું; તે હસે છે (૯-૧૫)

      • ઇબ્રાહિમ સદોમ માટે આજીજી કરે છે (૧૬-૩૩)

ઉત્પત્તિ ૧૮:૧

એને લગતી કલમો

  • +ઉત ૧૬:૭; ન્યા ૧૩:૨૧
  • +ઉત ૧૩:૧૮; ૧૪:૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૧૯૯૬, પાન ૯

ઉત્પત્તિ ૧૮:૨

એને લગતી કલમો

  • +ઉત ૧૯:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૧૯૯૬, પાન ૯

ઉત્પત્તિ ૧૮:૩

ફૂટનોટ

  • *

    અહીં ઇબ્રાહિમ યહોવાના દૂતને એ રીતે સંબોધી રહ્યો છે, જાણે તે યહોવા સાથે વાત કરતો હોય.

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૧૯૯૬, પાન ૯

ઉત્પત્તિ ૧૮:૪

એને લગતી કલમો

  • +ઉત ૧૯:૨; ૨૪:૩૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૧૯૯૬, પાન ૯

ઉત્પત્તિ ૧૮:૫

ફૂટનોટ

  • *

    મૂળ, “તમારાં દિલ મજબૂત થાય.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૧૯૯૬, પાન ૯

ઉત્પત્તિ ૧૮:૬

ફૂટનોટ

  • *

    મૂળ, “શીઆ માપ.” એક શીઆ એટલે ૭.૩૩ લિ. વધારે માહિતી ખ-૧૪ જુઓ.

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૧૯૯૬, પાન ૯

ઉત્પત્તિ ૧૮:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૧૯૯૬, પાન ૯

ઉત્પત્તિ ૧૮:૮

એને લગતી કલમો

  • +હિબ્રૂ ૧૩:૨

ઉત્પત્તિ ૧૮:૯

એને લગતી કલમો

  • +ઉત ૧૭:૧૫

ઉત્પત્તિ ૧૮:૧૦

એને લગતી કલમો

  • +ઉત ૧૭:૨૧; ૨૧:૨; રોમ ૯:૯

ઉત્પત્તિ ૧૮:૧૧

ફૂટનોટ

  • *

    મૂળ, “સારાહને સ્ત્રીઓની રીત પ્રમાણે થવાનું બંધ થયું હતું.”

એને લગતી કલમો

  • +ઉત ૧૭:૧૭
  • +રોમ ૪:૧૯

ઉત્પત્તિ ૧૮:૧૨

એને લગતી કલમો

  • +હિબ્રૂ ૧૧:૧૧; ૧પિ ૩:૬

ઉત્પત્તિ ૧૮:૧૪

એને લગતી કલમો

  • +યશા ૪૦:૨૯; માથ ૧૯:૨૬; લૂક ૧:૩૬, ૩૭

ઉત્પત્તિ ૧૮:૧૬

એને લગતી કલમો

  • +ઉત ૧૩:૧૨

ઉત્પત્તિ ૧૮:૧૭

એને લગતી કલમો

  • +ગી ૨૫:૧૪; આમ ૩:૭

ઉત્પત્તિ ૧૮:૧૮

ફૂટનોટ

  • *

    એનો કદાચ એવો અર્થ થાય કે તેઓએ આશીર્વાદ મેળવવા કંઈક કરવાની જરૂર હતી.

એને લગતી કલમો

  • +ઉત ૧૨:૧-૩; ગલા ૩:૧૪

ઉત્પત્તિ ૧૮:૧૯

એને લગતી કલમો

  • +પુન ૪:૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧૫/૨૦૦૪, પાન ૨૭

ઉત્પત્તિ ૧૮:૨૦

એને લગતી કલમો

  • +૨પિ ૨:૭, ૮
  • +ઉત ૧૩:૧૩; યહૂ ૭

ઉત્પત્તિ ૧૮:૨૧

એને લગતી કલમો

  • +ઉત ૧૧:૫; નિર્ગ ૩:૭, ૮; ગી ૧૪:૨

ઉત્પત્તિ ૧૮:૨૨

ફૂટનોટ

  • *

    દેખીતું છે, અહીં બે માણસોની વાત થાય છે.

એને લગતી કલમો

  • +ઉત ૩૧:૧૧; ૩૨:૩૦

ઉત્પત્તિ ૧૮:૨૩

એને લગતી કલમો

  • +ગણ ૧૬:૨૨

ઉત્પત્તિ ૧૮:૨૫

એને લગતી કલમો

  • +પુન ૩૨:૪
  • +ગી ૩૭:૧૦, ૧૧; ની ૨૯:૧૬; માલ ૩:૧૮; માથ ૧૩:૪૯
  • +અયૂ ૩૪:૧૨; યશા ૩૩:૨૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૪/૨૦૧૭, પાન ૧૮-૧૯

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૧૦, પાન ૧૪

    ૨/૧/૨૦૦૯, પાન ૧૪

    ૫/૧૫/૨૦૦૪, પાન ૫

    ૭/૧૫/૨૦૦૩, પાન ૧૬-૧૭

    ૮/૧૫/૧૯૯૮, પાન ૧૨, ૨૦

    ૬/૧/૧૯૯૩, પાન ૨૩

    ૧૦/૧/૧૯૮૭, પાન ૨૧

ઉત્પત્તિ ૧૮:૨૮

એને લગતી કલમો

  • +ગણ ૧૪:૧૮; ગી ૮૬:૧૫

ઉત્પત્તિ ૧૮:૩૦

એને લગતી કલમો

  • +નિર્ગ ૩૪:૬

ઉત્પત્તિ ૧૮:૩૩

એને લગતી કલમો

  • +ઉત ૧૮:૨, ૨૨

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ઉત. ૧૮:૧ઉત ૧૬:૭; ન્યા ૧૩:૨૧
ઉત. ૧૮:૧ઉત ૧૩:૧૮; ૧૪:૧૩
ઉત. ૧૮:૨ઉત ૧૯:૧
ઉત. ૧૮:૪ઉત ૧૯:૨; ૨૪:૩૨
ઉત. ૧૮:૮હિબ્રૂ ૧૩:૨
ઉત. ૧૮:૯ઉત ૧૭:૧૫
ઉત. ૧૮:૧૦ઉત ૧૭:૨૧; ૨૧:૨; રોમ ૯:૯
ઉત. ૧૮:૧૧ઉત ૧૭:૧૭
ઉત. ૧૮:૧૧રોમ ૪:૧૯
ઉત. ૧૮:૧૨હિબ્રૂ ૧૧:૧૧; ૧પિ ૩:૬
ઉત. ૧૮:૧૪યશા ૪૦:૨૯; માથ ૧૯:૨૬; લૂક ૧:૩૬, ૩૭
ઉત. ૧૮:૧૬ઉત ૧૩:૧૨
ઉત. ૧૮:૧૭ગી ૨૫:૧૪; આમ ૩:૭
ઉત. ૧૮:૧૮ઉત ૧૨:૧-૩; ગલા ૩:૧૪
ઉત. ૧૮:૧૯પુન ૪:૯
ઉત. ૧૮:૨૦૨પિ ૨:૭, ૮
ઉત. ૧૮:૨૦ઉત ૧૩:૧૩; યહૂ ૭
ઉત. ૧૮:૨૧ઉત ૧૧:૫; નિર્ગ ૩:૭, ૮; ગી ૧૪:૨
ઉત. ૧૮:૨૨ઉત ૩૧:૧૧; ૩૨:૩૦
ઉત. ૧૮:૨૩ગણ ૧૬:૨૨
ઉત. ૧૮:૨૫પુન ૩૨:૪
ઉત. ૧૮:૨૫ગી ૩૭:૧૦, ૧૧; ની ૨૯:૧૬; માલ ૩:૧૮; માથ ૧૩:૪૯
ઉત. ૧૮:૨૫અયૂ ૩૪:૧૨; યશા ૩૩:૨૨
ઉત. ૧૮:૨૮ગણ ૧૪:૧૮; ગી ૮૬:૧૫
ઉત. ૧૮:૩૦નિર્ગ ૩૪:૬
ઉત. ૧૮:૩૩ઉત ૧૮:૨, ૨૨
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
  • ૩૧
  • ૩૨
  • ૩૩
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ઉત્પત્તિ ૧૮:૧-૩૩

ઉત્પત્તિ

૧૮ એક દિવસે ઇબ્રાહિમ તંબુના બારણે બેઠો હતો. બપોરનો સમય હતો અને પુષ્કળ ગરમી હતી. ત્યારે યહોવા+ મામરેનાં મોટાં મોટાં વૃક્ષો+ નજીક ઇબ્રાહિમ આગળ પ્રગટ થયા. ૨ તેણે જોયું તો, થોડે દૂર ત્રણ માણસો ઊભા હતા.+ તે દોડીને તેઓને મળવા ગયો અને જમીન સુધી માથું ટેકવીને નમન કર્યું. ૩ તેણે કહ્યું: “હે યહોવા,* જો હું તમારી નજરમાં કૃપા પામ્યો હોઉં, તો મહેરબાની કરીને તમારા સેવક પાસેથી જતા રહેશો નહિ. ૪ મને થોડું પાણી લાવવા દો, તમારા પગ ધોવા દો.+ પછી ઝાડ નીચે આરામ કરો. ૫ તમે તમારા સેવક પાસે આવ્યા છો તો હવે મને થોડી રોટલી લાવવા દો, જેથી એ ખાઈને તમને તાજગી મળે.* પછી તમે તમારા માર્ગે આગળ વધજો.” ત્યારે તેઓએ કહ્યું: “ભલે, તું કહે છે એમ કર.”

૬ ઇબ્રાહિમ ઉતાવળે સારાહ પાસે તંબુમાં ગયો અને તેને કહ્યું: “જલદી કર, ત્રણ માપ* મેંદો લે અને લોટ બાંધીને રોટલી બનાવ.” ૭ પછી ઇબ્રાહિમ ઢોરઢાંક પાસે દોડી ગયો. તેણે એક તાજો-માજો વાછરડો પસંદ કરીને દાસને આપ્યો અને દાસે ફટાફટ એને રાંધ્યો. ૮ ઇબ્રાહિમે માખણ, દૂધ અને રાંધેલો વાછરડો તેઓ આગળ પીરસ્યાં. તેઓ જમતા હતા ત્યારે તે તેઓની સેવામાં ઝાડ નીચે ઊભો રહ્યો.+

૯ તેઓએ તેને પૂછ્યું: “તારી પત્ની સારાહ+ ક્યાં છે?” તેણે કહ્યું: “અહીં તંબુમાં છે.” ૧૦ તેઓમાંના એકે કહ્યું: “હું આવતા વર્ષે આ સમયે ચોક્કસ પાછો આવીશ અને તારી પત્ની સારાહને એક દીકરો થશે.”+ હવે એ માણસની પાછળ તંબુના બારણે ઊભી ઊભી સારાહ બધું સાંભળતી હતી. ૧૧ ઇબ્રાહિમ અને સારાહ ખૂબ ઘરડાં હતાં.+ સારાહને બાળક થાય એ ઉંમર વીતી ગઈ હતી.*+ ૧૨ એટલે સારાહે મનમાં હસીને કહ્યું: “હું તો ઘરડી થઈ ગઈ છું અને મારા સ્વામી પણ ઘરડા થઈ ગયા છે. હવે આ ઉંમરે મને ક્યાંથી બાળકનું સુખ મળવાનું?”+ ૧૩ યહોવાએ ઇબ્રાહિમને કહ્યું: “સારાહ કેમ હસી? તેણે કેમ કહ્યું, ‘હું તો ઘરડી થઈ ગઈ છું, શું આ ઉંમરે હું બાળકને જન્મ આપીશ?’ ૧૪ શું યહોવા માટે કંઈ અશક્ય છે?+ હું આવતા વર્ષે આ જ સમયે પાછો આવીશ અને સારાહને એક દીકરો થશે.” ૧૫ પણ સારાહે કહ્યું: “હું હસી ન હતી!” તેણે એમ કહ્યું, કેમ કે તે ડરી ગઈ હતી. એ સાંભળીને ઈશ્વરે કહ્યું: “હા, તું હસી હતી.”

૧૬ પછી એ માણસો ત્યાંથી જવા ઊભા થયા. ઇબ્રાહિમ તેઓ સાથે ચાલતો ચાલતો થોડે દૂર સુધી ગયો. ત્યાંથી એ માણસોએ સદોમ+ શહેર જોયું. ૧૭ યહોવાએ કહ્યું: “હું જે કરવાનો છું, એ શા માટે ઇબ્રાહિમથી છુપાવું?+ ૧૮ ઇબ્રાહિમના વંશજ ચોક્કસ એક મહાન અને શક્તિશાળી પ્રજા બનશે. ઇબ્રાહિમથી પૃથ્વીની સર્વ પ્રજાઓ આશીર્વાદ મેળવશે.*+ ૧૯ હું ઇબ્રાહિમને સારી રીતે ઓળખું છું. મને ખાતરી છે, તે પોતાના દીકરાઓને અને તેના વંશજને આજ્ઞા આપશે કે તેઓ યહોવાને માર્ગે ચાલવા સારું કરે અને ન્યાયથી વર્તે.+ પછી હું યહોવા, ઇબ્રાહિમને આપેલું મારું વચન પૂરું કરીશ.”

૨૦ પછી યહોવાએ કહ્યું: “સદોમ અને ગમોરાહ વિરુદ્ધ મોટી ફરિયાદ મારા કાને પડી છે.+ તેઓનું પાપ બહુ મોટું છે.+ ૨૧ હું નીચે ઊતરીને જોઈશ કે જે ફરિયાદ મારા સુધી પહોંચી છે, એવું ખરેખર છે કે નહિ. જો એવું નહિ હોય તોપણ મને ખબર પડશે.”+

૨૨ પછી એ માણસો* ત્યાંથી સદોમ તરફ ગયા, પણ યહોવા+ ઇબ્રાહિમ સાથે રહ્યા. ૨૩ ઇબ્રાહિમે ઈશ્વરને કહ્યું: “શું તમે દુષ્ટોની સાથે સાથે સારા લોકોનો પણ નાશ કરશો?+ ૨૪ જો એ શહેરમાં ૫૦ સારા લોકો હોય, તોપણ તમે બધાનો નાશ કરશો? શું ૫૦ સારા લોકોને લીધે એ શહેરને માફ નહિ કરો? ૨૫ મને ખબર છે, તમે દુષ્ટોની સાથે સારા લોકોનો કદી નાશ નહિ કરો. એવું તો તમે વિચારી પણ ન શકો!+ તમે બંનેની એક જેવી દશા કરો, એવું તો બને જ નહિ.+ શું આખી દુનિયાનો ન્યાયાધીશ જે ખરું છે એ જ નહિ કરે?”+ ૨૬ યહોવાએ કહ્યું: “જો સદોમમાં ૫૦ સારા લોકો મળે, તો તેઓને લીધે હું આખા શહેરને માફ કરી દઈશ.” ૨૭ ઇબ્રાહિમે ફરી કહ્યું: “હે યહોવા, કૃપા કરીને મારું સાંભળો. હું માટી અને રાખ છું, છતાં તમારી આગળ બોલવાની હિંમત કરું છું. ૨૮ જો શહેરમાં ૫૦ને બદલે ૪૫ સારા લોકો હોય, તો શું પાંચ ઓછા હોવાથી તમે આખા શહેરનો નાશ કરશો?” ત્યારે તેમણે કહ્યું: “જો મને ૪૫ મળે, તોપણ હું એનો નાશ નહિ કરું.”+

૨૯ ઇબ્રાહિમે ફરીથી તેમને કહ્યું: “જો ત્યાં ૪૦ જ મળે તો?” તેમણે કહ્યું: “એ ૪૦ને લીધે હું એ શહેરનો નાશ નહિ કરું.” ૩૦ તેણે ફરી કહ્યું: “હે યહોવા, કૃપા કરીને ગુસ્સે ન થતા,+ પણ મારી વાત સાંભળો, જો ત્યાં ૩૦ જ મળે તો?” તેમણે કહ્યું: “જો મને ત્યાં ૩૦ મળે, તોપણ હું એનો નાશ નહિ કરું.” ૩૧ તેણે ફરી કહ્યું: “હે યહોવા, કૃપા કરીને મારું સાંભળો. મેં તમારી આગળ બોલવાની હિંમત કરી છે. જો ત્યાં ૨૦ જ મળે તો?” તેમણે કહ્યું: “એ ૨૦ને લીધે હું એનો નાશ નહિ કરું.” ૩૨ છેવટે તેણે કહ્યું: “હે યહોવા, કૃપા કરીને ગુસ્સે ન થતા. મને છેલ્લી વાર બોલવા દો, જો ત્યાં દસ જ મળે તો?” તેમણે કહ્યું: “એ દસને લીધે પણ હું એનો નાશ નહિ કરું.” ૩૩ ઇબ્રાહિમ સાથે વાત કર્યા પછી યહોવા ત્યાંથી જતા રહ્યા+ અને ઇબ્રાહિમ પોતાના તંબુમાં પાછો ફર્યો.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો