વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • પ્રેરિતોનાં કાર્યો ૨૦
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

પ્રેરિતોનાં કાર્યો મુખ્ય વિચારો

      • પાઉલ મકદોનિયા અને ગ્રીસમાં (૧-૬)

      • ત્રોઆસમાં યુતુખસને જીવતો કરવામાં આવ્યો (૭-૧૨)

      • ત્રોઆસથી મિલેતસ સુધીની સફર (૧૩-૧૬)

      • પાઉલ એફેસસના વડીલોને મળે છે (૧૭-૩૮)

        • ઘરે ઘરે શીખવે છે (૨૦)

        • “આપવામાં વધારે ખુશી છે” (૩૫)

પ્રેરિતોનાં કાર્યો ૨૦:૨

ફૂટનોટ

  • *

    મૂળ, “એ પ્રદેશોમાંથી.”

પ્રેરિતોનાં કાર્યો ૨૦:૩

એને લગતી કલમો

  • +પ્રેકા ૨૩:૧૨, ૧૬; ૨કો ૧૧:૨૩, ૨૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧૫/૨૦૦૧, પાન ૩૧

    ૨/૧/૧૯૯૧, પાન ૧૨

પ્રેરિતોનાં કાર્યો ૨૦:૪

એને લગતી કલમો

  • +પ્રેકા ૨૭:૨
  • +પ્રેકા ૧૬:૧, ૨
  • +એફે ૬:૨૧; કોલ ૪:૭; ૨તિ ૪:૧૨
  • +પ્રેકા ૨૧:૨૯; ૨તિ ૪:૨૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧૫/૨૦૦૧, પાન ૩૧

    ૭/૧૫/૧૯૯૮, પાન ૭

પ્રેરિતોનાં કાર્યો ૨૦:૬

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૨:૧૫; ૨૩:૧૫

પ્રેરિતોનાં કાર્યો ૨૦:૯

ફૂટનોટ

  • *

    મૂળ, “ત્રીજા માળથી.” ભોંયતળિયાને પહેલો માળ ગણતા.

પ્રેરિતોનાં કાર્યો ૨૦:૧૦

એને લગતી કલમો

  • +૧રા ૧૭:૨૧, ૨૨; ૨રા ૪:૩૨, ૩૪
  • +માથ ૯:૨૩, ૨૪; યોહ ૧૧:૩૯, ૪૦; પ્રેકા ૯:૩૯, ૪૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૦૦, પાન ૧૨-૧૩

પ્રેરિતોનાં કાર્યો ૨૦:૧૧

ફૂટનોટ

  • *

    મૂળ, “રોટલી લઈને ભાંગી.”

પ્રેરિતોનાં કાર્યો ૨૦:૧૨

ફૂટનોટ

  • *

    અથવા, “તેઓને ખૂબ દિલાસો મળ્યો.”

પ્રેરિતોનાં કાર્યો ૨૦:૧૬

એને લગતી કલમો

  • +પ્રેકા ૧૮:૨૧
  • +પ્રેકા ૨૪:૧૭

પ્રેરિતોનાં કાર્યો ૨૦:૧૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧૫/૨૦૦૪, પાન ૧૯

પ્રેરિતોનાં કાર્યો ૨૦:૧૮

એને લગતી કલમો

  • +પ્રેકા ૧૯:૯, ૧૦

પ્રેરિતોનાં કાર્યો ૨૦:૧૯

ફૂટનોટ

  • *

    અથવા, “દીનતાથી.”

એને લગતી કલમો

  • +૧કો ૧૫:૯; ૧થે ૨:૬

પ્રેરિતોનાં કાર્યો ૨૦:૨૦

ફૂટનોટ

  • *

    અથવા, “જે વાતો તમારા ભલા માટે છે.”

એને લગતી કલમો

  • +માથ ૨૮:૧૯, ૨૦; ૨તિ ૪:૨
  • +પ્રેકા ૫:૪૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧/૨૦૦૮, પાન ૨૪

    ૭/૧/૨૦૦૮, પાન ૯-૧૦

    ૩/૧૫/૨૦૦૪, પાન ૧૨

    ૨/૧/૧૯૯૨, પાન ૨૨

    ૨/૧/૧૯૯૧, પાન ૧૨

    ૩/૧/૧૯૮૮, પાન ૨૧

    ૧૧/૧/૧૯૮૭, પાન ૨૧

    ૩/૧/૧૯૮૭, પાન ૧૬

    ૧૨/૧/૧૯૮૬, પાન ૧૬

પ્રેરિતોનાં કાર્યો ૨૦:૨૧

એને લગતી કલમો

  • +માર્ક ૧:૧૪, ૧૫
  • +લૂક ૨૪:૪૬, ૪૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧/૨૦૦૮, પાન ૨૩-૨૫

    ૨/૧/૧૯૯૨, પાન ૨૨

    ૧૧/૧/૧૯૮૭, પાન ૨૧

    ૩/૧/૧૯૮૭, પાન ૧૬

પ્રેરિતોનાં કાર્યો ૨૦:૨૨

ફૂટનોટ

  • *

    અથવા, “પવિત્ર શક્તિએ ફરજ પાડ્યાથી.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૨/૧/૧૯૯૧, પાન ૧૨

પ્રેરિતોનાં કાર્યો ૨૦:૨૩

એને લગતી કલમો

  • +પ્રેકા ૯:૧૫, ૧૬; ૨૧:૪, ૧૧

પ્રેરિતોનાં કાર્યો ૨૦:૨૪

ફૂટનોટ

  • *

    અથવા, “જીવનની કંઈ કિંમત નથી.”

એને લગતી કલમો

  • +૨તિ ૪:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૭/૨૦૧૬, પાન ૨૬-૨૭

    ચોકીબુરજ,

    ૯/૧/૨૦૧૧, પાન ૨૬-૨૭

    ૧૨/૧/૨૦૦૮, પાન ૨૪-૨૫

    ૫/૧/૨૦૦૮, પાન ૩૨

પ્રેરિતોનાં કાર્યો ૨૦:૨૬

એને લગતી કલમો

  • +હઝ ૩૩:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧/૧૯૮૭, પાન ૧૬

પ્રેરિતોનાં કાર્યો ૨૦:૨૭

ફૂટનોટ

  • *

    અથવા, “પૂરા હેતુ.”

એને લગતી કલમો

  • +માથ ૨૮:૧૯, ૨૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૩/૧/૧૯૮૭, પાન ૧૬

પ્રેરિતોનાં કાર્યો ૨૦:૨૮

ફૂટનોટ

  • *

    અથવા, “વડીલો.” શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +૧તિ ૪:૧૬
  • +યોહ ૨૧:૧૫; એફે ૪:૧૧; ૧પિ ૫:૨-૪
  • +૧તિ ૩:૧-૭; તિત ૧:૫-૯; હિબ્રૂ ૧૩:૧૭
  • +માથ ૨૬:૨૭, ૨૮; ૧યો ૧:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૨૦૧૩, પાન ૨૨

    ૬/૧/૨૦૧૧, પાન ૨૪-૨૫

    ૩/૧૫/૨૦૦૨, પાન ૧૪, ૧૫-૧૬

    ૧/૧૫/૨૦૦૧, પાન ૧૩-૧૬

    ૧૦/૧/૧૯૯૨, પાન ૧૪

    ૮/૧/૧૯૯૧, પાન ૧૨

    ૮/૧/૧૯૮૬, પાન ૩૦

પ્રેરિતોનાં કાર્યો ૨૦:૨૯

એને લગતી કલમો

  • +માથ ૭:૧૫; ૨થે ૨:૩; ૨પિ ૨:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૧૩, પાન ૧૮

    ૫/૧૫/૨૦૦૩, પાન ૨૭

    ૧૦/૧/૧૯૯૨, પાન ૧૪

    ૨/૧/૧૯૯૧, પાન ૧૨

    ૮/૧/૧૯૯૧, પાન ૧૭

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૩૩

પ્રેરિતોનાં કાર્યો ૨૦:૩૦

એને લગતી કલમો

  • +૧તિ ૪:૧; ૨તિ ૪:૩, ૪; ૧યો ૨:૧૮, ૧૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૧૩, પાન ૧૮

    ૭/૧/૨૦૧૧, પાન ૧૫

    ૯/૧/૨૦૦૪, પાન ૧૫

    ૫/૧૫/૨૦૦૩, પાન ૨૭

    ૨/૧/૧૯૯૧, પાન ૧૨

પ્રેરિતોનાં કાર્યો ૨૦:૩૧

એને લગતી કલમો

  • +પ્રેકા ૧૯:૯, ૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૩૩

પ્રેરિતોનાં કાર્યો ૨૦:૩૨

એને લગતી કલમો

  • +એફે ૧:૧૮; કોલ ૧:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૨/૧/૧૯૯૧, પાન ૧૨

પ્રેરિતોનાં કાર્યો ૨૦:૩૩

એને લગતી કલમો

  • +૧શ ૧૨:૧, ૩; માથ ૧૦:૮; ૧કો ૯:૧૧, ૧૨; ૨કો ૭:૨; તિત ૧:૭

પ્રેરિતોનાં કાર્યો ૨૦:૩૪

એને લગતી કલમો

  • +પ્રેકા ૧૮:૩; ૧કો ૪:૧૧, ૧૨; ૧થે ૨:૯

પ્રેરિતોનાં કાર્યો ૨૦:૩૫

એને લગતી કલમો

  • +એફે ૪:૨૮; ૧થે ૪:૧૧, ૧૨; ૨થે ૩:૭, ૮
  • +ની ૧૯:૧૭; માથ ૧૦:૮; લૂક ૬:૩૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૧૭

    સજાગ બનો!,

    નં. ૧ ૨૦૨૧ પાન ૭

    ૧/૨૦૦૯, પાન ૬

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૮/૨૦૧૮, પાન ૧૮-૨૨

    ચોકીબુરજ,

    ૭/૧/૨૦૧૨, પાન ૮

    ૮/૧/૨૦૧૧, પાન ૭-૮

    ૮/૧/૨૦૦૫, પાન ૬

    ૯/૧/૨૦૦૨, પાન ૯-૧૦

    ૭/૧/૨૦૦૧, પાન ૧૨-૧૭

    ૧૧/૧૫/૨૦૦૦, પાન ૧૦

    ૯/૧૫/૨૦૦૦, પાન ૨૩-૨૪

    ૨/૧/૧૯૯૧, પાન ૧૨

પ્રેરિતોનાં કાર્યો ૨૦:૩૭

ફૂટનોટ

  • *

    અથવા, “કોમળતાથી.”

પ્રેરિતોનાં કાર્યો ૨૦:૩૮

એને લગતી કલમો

  • +પ્રેકા ૨૦:૨૫

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

પ્રે.કા. ૨૦:૩પ્રેકા ૨૩:૧૨, ૧૬; ૨કો ૧૧:૨૩, ૨૬
પ્રે.કા. ૨૦:૪પ્રેકા ૨૭:૨
પ્રે.કા. ૨૦:૪પ્રેકા ૧૬:૧, ૨
પ્રે.કા. ૨૦:૪એફે ૬:૨૧; કોલ ૪:૭; ૨તિ ૪:૧૨
પ્રે.કા. ૨૦:૪પ્રેકા ૨૧:૨૯; ૨તિ ૪:૨૦
પ્રે.કા. ૨૦:૬નિર્ગ ૧૨:૧૫; ૨૩:૧૫
પ્રે.કા. ૨૦:૧૦૧રા ૧૭:૨૧, ૨૨; ૨રા ૪:૩૨, ૩૪
પ્રે.કા. ૨૦:૧૦માથ ૯:૨૩, ૨૪; યોહ ૧૧:૩૯, ૪૦; પ્રેકા ૯:૩૯, ૪૦
પ્રે.કા. ૨૦:૧૬પ્રેકા ૧૮:૨૧
પ્રે.કા. ૨૦:૧૬પ્રેકા ૨૪:૧૭
પ્રે.કા. ૨૦:૧૮પ્રેકા ૧૯:૯, ૧૦
પ્રે.કા. ૨૦:૧૯૧કો ૧૫:૯; ૧થે ૨:૬
પ્રે.કા. ૨૦:૨૦માથ ૨૮:૧૯, ૨૦; ૨તિ ૪:૨
પ્રે.કા. ૨૦:૨૦પ્રેકા ૫:૪૨
પ્રે.કા. ૨૦:૨૧માર્ક ૧:૧૪, ૧૫
પ્રે.કા. ૨૦:૨૧લૂક ૨૪:૪૬, ૪૭
પ્રે.કા. ૨૦:૨૩પ્રેકા ૯:૧૫, ૧૬; ૨૧:૪, ૧૧
પ્રે.કા. ૨૦:૨૪૨તિ ૪:૭
પ્રે.કા. ૨૦:૨૬હઝ ૩૩:૮
પ્રે.કા. ૨૦:૨૭માથ ૨૮:૧૯, ૨૦
પ્રે.કા. ૨૦:૨૮૧તિ ૪:૧૬
પ્રે.કા. ૨૦:૨૮યોહ ૨૧:૧૫; એફે ૪:૧૧; ૧પિ ૫:૨-૪
પ્રે.કા. ૨૦:૨૮૧તિ ૩:૧-૭; તિત ૧:૫-૯; હિબ્રૂ ૧૩:૧૭
પ્રે.કા. ૨૦:૨૮માથ ૨૬:૨૭, ૨૮; ૧યો ૧:૭
પ્રે.કા. ૨૦:૨૯માથ ૭:૧૫; ૨થે ૨:૩; ૨પિ ૨:૧
પ્રે.કા. ૨૦:૩૦૧તિ ૪:૧; ૨તિ ૪:૩, ૪; ૧યો ૨:૧૮, ૧૯
પ્રે.કા. ૨૦:૩૧પ્રેકા ૧૯:૯, ૧૦
પ્રે.કા. ૨૦:૩૨એફે ૧:૧૮; કોલ ૧:૧૨
પ્રે.કા. ૨૦:૩૩૧શ ૧૨:૧, ૩; માથ ૧૦:૮; ૧કો ૯:૧૧, ૧૨; ૨કો ૭:૨; તિત ૧:૭
પ્રે.કા. ૨૦:૩૪પ્રેકા ૧૮:૩; ૧કો ૪:૧૧, ૧૨; ૧થે ૨:૯
પ્રે.કા. ૨૦:૩૫એફે ૪:૨૮; ૧થે ૪:૧૧, ૧૨; ૨થે ૩:૭, ૮
પ્રે.કા. ૨૦:૩૫ની ૧૯:૧૭; માથ ૧૦:૮; લૂક ૬:૩૮
પ્રે.કા. ૨૦:૩૮પ્રેકા ૨૦:૨૫
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો વાંચો
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
  • ૩૧
  • ૩૨
  • ૩૩
  • ૩૪
  • ૩૫
  • ૩૬
  • ૩૭
  • ૩૮
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
પ્રેરિતોનાં કાર્યો ૨૦:૧-૩૮

પ્રેરિતોનાં કાર્યો

૨૦ જ્યારે ધમાલ બંધ થઈ ત્યારે પાઉલે શિષ્યોને બોલાવ્યા અને તેઓને ઉત્તેજન આપ્યું. તેઓને વિદાય કરીને તે મકદોનિયા જવા નીકળ્યો. ૨ મકદોનિયામાંથી* પસાર થતી વખતે તેણે ત્યાંના શિષ્યોને ઉત્તેજન આપતી ઘણી વાતો કહી. પછી તે ગ્રીસ ગયો. ૩ તેણે ત્યાં ત્રણ મહિના વિતાવ્યા. તે સિરિયા જવા દરિયાઈ માર્ગે મુસાફરી કરવાનો હતો. પણ યહૂદીઓએ તેની વિરુદ્ધ કાવતરું રચ્યું+ હોવાથી તેણે મકદોનિયા થઈને પાછા જવાનું નક્કી કર્યું. ૪ તેની સાથે બેરીઆના પૂરસનો દીકરો સોપાત્રસ, થેસ્સાલોનિકાના અરિસ્તાર્ખસ+ અને સેકુંદસ, દર્બેનો ગાયસ અને તિમોથી+ હતા. આસિયા પ્રાંતના તુખિકસ+ અને ત્રોફિમસ+ પણ તેની સાથે હતા. ૫ આ માણસો આગળ જઈને ત્રોઆસમાં અમારી રાહ જોતા હતા. ૬ પણ બેખમીર રોટલીના તહેવાર+ પછી, અમે ફિલિપીથી દરિયાઈ માર્ગે નીકળ્યા. પાંચ દિવસમાં અમે તેઓની પાસે ત્રોઆસ આવી પહોંચ્યા અને ત્યાં અમે સાત દિવસ રહ્યા.

૭ અઠવાડિયાના પહેલા દિવસે અમે જમવા ભેગા થયા હતા ત્યારે, પાઉલે ત્યાં હાજર લોકોને પ્રવચન આપ્યું, કેમ કે પછીના દિવસે તે નીકળવાનો હતો. તેનું પ્રવચન મધરાત સુધી ચાલ્યું. ૮ અમે ભેગા થયા હતા એ ઉપરના ઓરડામાં ઘણા દીવા બળતા હતા. ૯ યુતુખસ નામનો એક યુવાન બારીએ બેઠો હતો. પાઉલ પ્રવચન આપી રહ્યો હતો ત્યારે, તે યુવાન ભરઊંઘમાં સરી ગયો. ઊંઘમાં ને ઊંઘમાં તે બીજા માળથી* નીચે પડ્યો. લોકોએ તેને ઉપાડ્યો ત્યારે તે મરી ચૂક્યો હતો. ૧૦ પણ પાઉલ નીચે ગયો અને નમીને તેને બાથમાં લીધો+ અને કહ્યું: “ચિંતા ન કરો, કેમ કે તે જીવે છે.”+ ૧૧ પછી પાઉલે ઉપરના માળે જઈને ભોજનની શરૂઆત કરી* અને ખાધું. તેણે લાંબા સમય સુધી, છેક સવાર સુધી પ્રવચન આપ્યું. પછી તેણે ત્યાંથી વિદાય લીધી. ૧૨ તેઓ પેલા યુવાનને જીવતો પાછો લઈ ગયા, એટલે તેઓની ખુશી સમાતી ન હતી.*

૧૩ ત્યાર બાદ અમે વહાણમાં બેસીને આસોસ જવા રવાના થયા. પણ પાઉલ ત્યાં ચાલીને આવ્યો. પાઉલે કહ્યું હતું કે અમે તેને આસોસથી વહાણમાં સાથે લઈ જઈએ. ૧૪ તે આસોસમાં અમને મળ્યો ત્યારે, અમે તેને વહાણમાં સાથે લીધો અને મિતુલેની શહેર ગયા. ૧૫ ત્યાંથી અમે બીજા દિવસે વહાણમાં નીકળ્યા અને ખિયોસના કિનારે પહોંચ્યા. એ પછીના દિવસે અમે થોડી વાર સામોસ રોકાયા અને એક દિવસ પછી અમે મિલેતસ પહોંચ્યા. ૧૬ પાઉલે નક્કી કર્યું હતું કે એફેસસમાં+ રોકાવું નહિ, જેથી આસિયા પ્રાંતમાં સમય પસાર કરવો ન પડે. તે યરૂશાલેમ જવા ઉતાવળ કરતો હતો,+ જેથી પચાસમા દિવસના તહેવારે ત્યાં પહોંચી શકે.

૧૭ તેણે મિલેતસથી એફેસસમાં સંદેશો મોકલ્યો અને મંડળના વડીલોને બોલાવ્યા. ૧૮ તેઓ પાઉલની પાસે આવ્યા ત્યારે, તેણે તેઓને કહ્યું: “આસિયા પ્રાંતમાં મેં પગ મૂક્યો એ દિવસથી હું તમારી સાથે કઈ રીતે વર્ત્યો છું, એ તમે સારી રીતે જાણો છો.+ ૧૯ મેં આપણા માલિકના દાસ તરીકે ઘણી નમ્રતાથી* તેમની સેવા કરી છે+ અને યહૂદીઓનાં કાવતરાંને લીધે મેં ઘણાં આંસુ વહાવ્યાં છે અને સતાવણીઓનો સામનો કર્યો છે. ૨૦ તમારા માટે જે વાતો લાભકારક છે* એ કહેવાનું હું ચૂક્યો નથી. તમને જાહેરમાં+ અને ઘરે ઘરે+ શીખવતા હું અચકાયો નથી. ૨૧ મેં યહૂદીઓ અને ગ્રીકોને પૂરેપૂરી સાક્ષી આપી છે કે તેઓ ઈશ્વર આગળ પસ્તાવો કરે+ અને આપણા માલિક ઈસુમાં શ્રદ્ધા મૂકે.+ ૨૨ હવે જુઓ! પવિત્ર શક્તિને આધીન થઈને* હું યરૂશાલેમ જવા મુસાફરી કરું છું. ત્યાં મારી સાથે શું થવાનું છે એ હું જાણતો નથી. ૨૩ ખરું કે, એક પછી એક શહેરમાં પવિત્ર શક્તિ વારંવાર મને આ વાતની સાક્ષી આપે છે કે મારા માટે કેદ અને કસોટીઓ રાહ જોઈ રહી છે.+ ૨૪ તોપણ, મારા માટે મારું જીવન મહત્ત્વનું નથી.* મારા માટે તો એ મહત્ત્વનું છે કે હું મારી દોડ પૂરી કરું+ અને મારું સેવાકાર્ય પૂર્ણ કરું. એ સેવાકાર્ય મને માલિક ઈસુ પાસેથી મળ્યું છે, જેથી હું ઈશ્વરની અપાર કૃપાની ખુશખબર વિશે પૂરેપૂરી સાક્ષી આપું.

૨૫ “હવે જુઓ! મેં તમને રાજ્યનો પ્રચાર કર્યો છે અને હું જાણું છું કે તમારામાંથી કોઈ મારું મોં ફરીથી જોશે નહિ. ૨૬ બધા માણસોના લોહી વિશે હું નિર્દોષ છું,+ એના આજે તમે સાક્ષી થાઓ એ માટે મેં તમને બોલાવ્યા છે. ૨૭ કેમ કે ઈશ્વરની ઇચ્છા* વિશે કોઈ પણ વાત મેં તમને જણાવવાની બાકી રાખી નથી.+ ૨૮ તમારું પોતાનું અને આખા ટોળાનું ધ્યાન રાખજો.+ ઈશ્વરના મંડળની સંભાળ રાખવા+ પવિત્ર શક્તિએ તમને દેખરેખ રાખનાર* તરીકે નીમ્યા છે.+ એ મંડળને ઈશ્વરે પોતાના દીકરાના લોહીથી ખરીદ્યું છે.+ ૨૯ હું જાણું છું કે મારા ગયા પછી ક્રૂર વરુઓ તમારી વચ્ચે આવશે+ અને ટોળા પર દયા રાખશે નહિ. ૩૦ તમારામાંથી જ એવા માણસો ઊભા થશે, જેઓ શિષ્યોને પોતાની પાછળ ખેંચી જવા આડી-અવળી વાતો કહેશે.+

૩૧ “એટલે જાગતા રહો અને યાદ રાખો કે ત્રણ વર્ષ સુધી,+ મેં રાત-દિવસ આંસુઓ વહાવીને તમને બધાને શિખામણ આપી છે. એમાં મેં કોઈ કસર છોડી નથી. ૩૨ હવે, ઈશ્વર અને તેમની અપાર કૃપાનો સંદેશો તમારું રક્ષણ કરે. આ સંદેશો તમને ઉત્તેજન આપી શકે છે અને બધા પવિત્ર જનો સાથે તમને વારસો આપી શકે છે.+ ૩૩ મેં કોઈનાં સોના-ચાંદી કે કપડાંનો લોભ રાખ્યો નથી.+ ૩૪ તમે જાણો છો કે મેં મારા હાથથી મારી પોતાની અને મારા સાથીઓની જરૂરિયાતો પૂરી કરી છે.+ ૩૫ મેં બધી રીતે તમને બતાવ્યું છે કે તમારે મહેનત કરીને+ લાચાર લોકોને મદદ કરવી જોઈએ. તમારે માલિક ઈસુએ કહેલા આ શબ્દો પણ યાદ રાખવા જોઈએ: ‘લેવા કરતાં આપવામાં વધારે ખુશી છે.’”+

૩૬ આ વાતો કહી રહ્યા પછી તે બધા સાથે ઘૂંટણિયે પડ્યો અને પ્રાર્થના કરી. ૩૭ પછી તેઓ બધા ખૂબ રડ્યા અને તેઓએ પાઉલને ભેટીને તેને પ્રેમથી* ચુંબન કર્યું. ૩૮ તેણે કહ્યું હતું કે તેઓ તેનું મોં ફરી કદી જોવાના નથી,+ એ વાતને લીધે તેઓ ઘણા દુઃખી હતા. પછી તેઓ તેને વહાણ સુધી મૂકવા ગયા.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો