વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ઉત્પત્તિ ૧૯
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ઉત્પત્તિ મુખ્ય વિચારો

      • દૂતો લોતની મુલાકાત લે છે (૧-૧૧

      • લોત અને તેના કુટુંબને શહેર છોડવા વિનંતી કરવામાં આવી (૧૨-૨૨)

      • સદોમ અને ગમોરાહનો વિનાશ (૨૩-૨૯)

        • લોતની પત્ની મીઠાનો થાંભલો બની જાય છે (૨૬)

      • લોત અને તેની દીકરીઓ (૩૦-૩૮)

        • મોઆબ અને આમ્મોનની શરૂઆત (૩૭, ૩૮)

ઉત્પત્તિ ૧૯:૧

એને લગતી કલમો

  • +ઉત ૧૮:૨, ૨૨

ઉત્પત્તિ ૧૯:૩

ફૂટનોટ

  • *

    અથવા, “ખમીર વગરની.”

ઉત્પત્તિ ૧૯:૫

એને લગતી કલમો

  • +યહૂ ૭

ઉત્પત્તિ ૧૯:૮

ફૂટનોટ

  • *

    અથવા, “રક્ષણ.” મૂળ, “છાયો.”

એને લગતી કલમો

  • +ન્યા ૧૯:૨૩, ૨૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧/૨૦૦૫, પાન ૨૪-૨૬

    ૧/૧૫/૨૦૦૪, પાન ૨૭

ઉત્પત્તિ ૧૯:૧૦

ફૂટનોટ

  • *

    અહીં એ માણસો માનવશરીરમાં આવેલા દૂતો છે.

ઉત્પત્તિ ૧૯:૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો, ૧૧/૨૦૨૨, પાન ૧

ઉત્પત્તિ ૧૯:૧૨

ફૂટનોટ

  • *

    અહીં એ માણસો માનવશરીરમાં આવેલા દૂતો છે.

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૨/૧/૧૯૯૦, પાન ૧૮

ઉત્પત્તિ ૧૯:૧૩

એને લગતી કલમો

  • +ઉત ૧૩:૧૩; ૧૮:૨૦

ઉત્પત્તિ ૧૯:૧૪

ફૂટનોટ

  • *

    અથવા, “જે પુરુષો સાથે તેની દીકરીઓની સગાઈ થઈ હતી તેઓને.” હિબ્રૂ રિવાજ પ્રમાણે સગાઈ થયેલાં સ્ત્રી-પુરુષને લગ્‍ન કર્યા બરાબર ગણવામાં આવતાં.

એને લગતી કલમો

  • +લૂક ૧૭:૨૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૮/૧૫/૧૯૯૯, પાન ૩૦

    ૧૨/૧/૧૯૯૦, પાન ૧૮

ઉત્પત્તિ ૧૯:૧૫

એને લગતી કલમો

  • +લૂક ૧૭:૨૯-૩૧

ઉત્પત્તિ ૧૯:૧૬

એને લગતી કલમો

  • +નિર્ગ ૩૩:૧૯
  • +૨પિ ૨:૭-૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૪/૨૦૨૦, પાન ૧૭-૧૮

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૯/૨૦૧૭, પાન ૯

    ચોકીબુરજ,

    ૧/૧૫/૨૦૦૪, પાન ૨૮

    ૧/૧/૨૦૦૩, પાન ૧૬-૧૭

    ૧૨/૧/૧૯૯૦, પાન ૧૮

ઉત્પત્તિ ૧૯:૧૭

એને લગતી કલમો

  • +લૂક ૯:૬૨
  • +ઉત ૧૩:૧૦

ઉત્પત્તિ ૧૯:૧૯

ફૂટનોટ

  • *

    અથવા, “અતૂટ પ્રેમ.” શબ્દસૂચિમાં “અતૂટ પ્રેમ” જુઓ.

એને લગતી કલમો

  • +ગી ૧૪૩:૧૧
  • +ગી ૬:૪

ઉત્પત્તિ ૧૯:૨૧

એને લગતી કલમો

  • +ગી ૩૪:૧૫
  • +ઉત ૧૯:૩૦; ગી ૬૮:૨૦

ઉત્પત્તિ ૧૯:૨૨

ફૂટનોટ

  • *

    અર્થ, “નાનું.”

એને લગતી કલમો

  • +૨પિ ૩:૯
  • +ઉત ૧૪:૨

ઉત્પત્તિ ૧૯:૨૪

એને લગતી કલમો

  • +પુન ૨૯:૨૩; લૂક ૧૭:૨૯; ૨પિ ૨:૬

ઉત્પત્તિ ૧૯:૨૫

એને લગતી કલમો

  • +ઉત ૧૩:૧૦

ઉત્પત્તિ ૧૯:૨૬

એને લગતી કલમો

  • +લૂક ૧૭:૩૨; હિબ્રૂ ૧૦:૩૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૨/૧/૧૯૯૦, પાન ૧૮

ઉત્પત્તિ ૧૯:૨૭

એને લગતી કલમો

  • +ઉત ૧૮:૨, ૨૨

ઉત્પત્તિ ૧૯:૨૮

એને લગતી કલમો

  • +યહૂ ૭

ઉત્પત્તિ ૧૯:૨૯

એને લગતી કલમો

  • +૨પિ ૨:૭, ૮

ઉત્પત્તિ ૧૯:૩૦

એને લગતી કલમો

  • +ઉત ૧૯:૨૦, ૨૨
  • +ઉત ૧૯:૧૭

ઉત્પત્તિ ૧૯:૩૭

એને લગતી કલમો

  • +પુન ૨:૯
  • +૧કા ૧૮:૨

ઉત્પત્તિ ૧૯:૩૮

એને લગતી કલમો

  • +પુન ૨:૧૯; ન્યા ૧૧:૪; નહે ૧૩:૧; સફા ૨:૯

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ઉત. ૧૯:૧ઉત ૧૮:૨, ૨૨
ઉત. ૧૯:૫યહૂ ૭
ઉત. ૧૯:૮ન્યા ૧૯:૨૩, ૨૪
ઉત. ૧૯:૧૩ઉત ૧૩:૧૩; ૧૮:૨૦
ઉત. ૧૯:૧૪લૂક ૧૭:૨૮
ઉત. ૧૯:૧૫લૂક ૧૭:૨૯-૩૧
ઉત. ૧૯:૧૬નિર્ગ ૩૩:૧૯
ઉત. ૧૯:૧૬૨પિ ૨:૭-૯
ઉત. ૧૯:૧૭લૂક ૯:૬૨
ઉત. ૧૯:૧૭ઉત ૧૩:૧૦
ઉત. ૧૯:૧૯ગી ૧૪૩:૧૧
ઉત. ૧૯:૧૯ગી ૬:૪
ઉત. ૧૯:૨૧ગી ૩૪:૧૫
ઉત. ૧૯:૨૧ઉત ૧૯:૩૦; ગી ૬૮:૨૦
ઉત. ૧૯:૨૨૨પિ ૩:૯
ઉત. ૧૯:૨૨ઉત ૧૪:૨
ઉત. ૧૯:૨૪પુન ૨૯:૨૩; લૂક ૧૭:૨૯; ૨પિ ૨:૬
ઉત. ૧૯:૨૫ઉત ૧૩:૧૦
ઉત. ૧૯:૨૬લૂક ૧૭:૩૨; હિબ્રૂ ૧૦:૩૮
ઉત. ૧૯:૨૭ઉત ૧૮:૨, ૨૨
ઉત. ૧૯:૨૮યહૂ ૭
ઉત. ૧૯:૨૯૨પિ ૨:૭, ૮
ઉત. ૧૯:૩૦ઉત ૧૯:૨૦, ૨૨
ઉત. ૧૯:૩૦ઉત ૧૯:૧૭
ઉત. ૧૯:૩૭પુન ૨:૯
ઉત. ૧૯:૩૭૧કા ૧૮:૨
ઉત. ૧૯:૩૮પુન ૨:૧૯; ન્યા ૧૧:૪; નહે ૧૩:૧; સફા ૨:૯
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
  • ૩૧
  • ૩૨
  • ૩૩
  • ૩૪
  • ૩૫
  • ૩૬
  • ૩૭
  • ૩૮
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ઉત્પત્તિ ૧૯:૧-૩૮

ઉત્પત્તિ

૧૯ પેલા બે દૂતો સાંજે સદોમ પહોંચ્યા. એ વખતે લોત સદોમ શહેરના દરવાજે બેઠો હતો. તેઓને જોયા ત્યારે, લોત તેઓને મળવા ગયો અને જમીન સુધી માથું નમાવીને નમન કર્યું.+ ૨ તેણે કહ્યું: “હે મારા માલિકો, અહીં આવો. મહેરબાની કરીને તમારા દાસના ઘરે આવો અને ત્યાં રાત રોકાઓ અને અમને તમારા પગ ધોવા દો. પછી સવારે વહેલા ઊઠીને તમે તમારા માર્ગે આગળ જજો.” તેઓએ કહ્યું: “ના, અમે તો ચોકમાં રાત વિતાવીશું.” ૩ પણ લોતે તેઓને એટલો આગ્રહ કર્યો કે, તેઓ તેના ઘરે ગયા. પછી તેણે તેઓ માટે મિજબાની રાખી અને બેખમીર* રોટલી બનાવી અને તેઓએ ખાધું.

૪ તેઓ સૂઈ જાય એ પહેલાં સદોમના પુરુષોએ, એટલે કે છોકરાથી લઈને વૃદ્ધ, બધાએ ટોળે વળીને લોતના ઘરને ઘેરી લીધું. ૫ તેઓ લોતને બૂમ પાડીને કહેવા લાગ્યા: “તારા ઘરે જે માણસો રાત રોકાવા આવ્યા છે તેઓ ક્યાં છે? તેઓને અમારી પાસે બહાર લાવ, જેથી અમે તેઓ સાથે જાતીય સંબંધ બાંધીએ.”+

૬ એટલે લોત બહાર ગયો અને તેણે ઘરનું બારણું બંધ કર્યું. ૭ તેણે કહ્યું: “મારા ભાઈઓ, મહેરબાની કરીને એવું દુષ્ટ કામ ન કરો. ૮ સાંભળો, મારે બે કુંવારી દીકરીઓ છે અને તેઓએ ક્યારેય કોઈ પુરુષ સાથે જાતીય સંબંધ બાંધ્યો નથી. તમે કહો તો હું તેઓને બહાર લઈ આવું. પછી તમને ઠીક લાગે તેમ તેઓ સાથે કરજો. પણ આ માણસોને કંઈ ન કરો, કેમ કે તેઓ મારી છત નીચે આશરો* લેવા આવ્યા છે.”+ ૯ શહેરના પુરુષોએ કહ્યું: “ખસી જા!” તેઓ કહેવા લાગ્યા: “આ પરદેશી અહીં એકલો રહેવા આવ્યો છે, તેની હિંમત તો જુઓ, તે આપણો ન્યાય કરવા બેઠો છે! હવે અમે તારા હાલ એ માણસોથી પણ વધારે ખરાબ કરીશું.” તેઓ લોત પર ધસી આવ્યા અને બારણું તોડવા આગળ વધ્યા. ૧૦ એટલે લોતના ઘરે આવેલા બે માણસોએ* હાથ લંબાવીને તેને ઘરમાં ખેંચી લીધો અને બારણું બંધ કરી દીધું. ૧૧ તેઓએ ઘરના બારણે ઊભેલા બધા પુરુષોને, નાનાથી લઈને મોટા સુધી બધાને આંધળા કરી નાખ્યા. એ પુરુષો બારણું શોધતાં શોધતાં થાકી ગયા.

૧૨ એ માણસોએ* લોતને કહ્યું: “શું અહીંયા તારું બીજું કોઈ સગું છે? તારાં બધાં સગાઓ, તારા જમાઈઓ, તારા દીકરાઓ અને તારી દીકરીઓને આ શહેરમાંથી બહાર લઈ જા! ૧૩ અમે આ શહેરનો નાશ કરવાના છીએ, કેમ કે યહોવાએ આ શહેર વિરુદ્ધ મોટી ફરિયાદ સાંભળી છે.+ યહોવાએ અમને આ શહેરનો નાશ કરવા મોકલ્યા છે.” ૧૪ તેથી લોત બહાર ગયો અને તેના જમાઈઓને* કહેવા લાગ્યો: “ઊઠો, અહીંથી બહાર નીકળો, કેમ કે યહોવા આ શહેરનો નાશ કરવાના છે!” પણ લોતના જમાઈઓને લાગ્યું કે તે મજાક કરી રહ્યો છે.+

૧૫ વહેલી સવારે દૂતોએ લોતને ઉતાવળ કરવા જણાવ્યું. તેઓએ કહ્યું: “ઊઠ! તારી પત્ની અને બે દીકરીઓને લઈને નીકળી જા, જેથી આ શહેરને એનાં પાપની સજા મળે ત્યારે તારો નાશ ન થાય.”+ ૧૬ લોત ઢીલ કરી રહ્યો હતો. પણ યહોવાની કરુણા તેના પર હતી,+ એટલે એ માણસો તેનો, તેની પત્નીનો અને તેની બે દીકરીઓનો હાથ પકડીને તેઓને શહેર બહાર લઈ આવ્યા.+ ૧૭ ત્યાં પહોંચીને તેઓમાંથી એક માણસે કહ્યું: “તમારો જીવ બચાવવા નાસી જાઓ! પાછળ વળીને જોતા નહિ.+ આ પ્રદેશની કોઈ પણ જગ્યાએ ઊભા રહેતા નહિ.+ પહાડી વિસ્તારમાં નાસી જાઓ, જેથી તમારો નાશ ન થાય.”

૧૮ લોતે તેઓને કહ્યું: “હે યહોવા, કૃપા કરીને ત્યાં નહિ. ૧૯ તમે મારા પર કૃપા કરી છે. મારા પર દયા* કરીને મારો જીવ બચાવ્યો છે.+ પણ હું પહાડી વિસ્તાર સુધી નાસી જઈ શકતો નથી. મને ડર છે કે ત્યાં પહોંચતા પહેલાં જ મારા પર આફત આવી પડશે અને હું મરી જઈશ.+ ૨૦ જુઓ, આ નગર નજીકમાં છે અને હું ત્યાં નાસી જઈ શકું છું. એ નાનું જ નગર છે. શું હું ત્યાં નાસી જાઉં? ત્યાં જવાથી મારો જીવ બચી જશે.” ૨૧ તેણે લોતને કહ્યું: “ઠીક છે. તારી વિનંતી મેં સાંભળી છે.+ તું કહે છે એ નગરનો હું નાશ નહિ કરું.+ ૨૨ હવે ઉતાવળ કર! ત્યાં નાસી જા, કેમ કે તું ત્યાં નહિ પહોંચે ત્યાં સુધી, હું કંઈ કરી નહિ શકું.”+ એટલે એ નગરનું નામ સોઆર*+ પડ્યું.

૨૩ લોત સોઆર પહોંચ્યો ત્યારે સૂર્ય ઊગ્યો હતો. ૨૪ પછી યહોવાએ સદોમ અને ગમોરાહ પર ગંધક અને અગ્‍નિ વરસાવ્યાં. એ આકાશમાંથી, હા, યહોવા પાસેથી આવ્યાં.+ ૨૫ તેમણે એ શહેરોનો નાશ કર્યો. તેમણે આખા પ્રદેશનો, એ શહેરોમાં રહેતા બધા લોકોનો અને બધી વનસ્પતિનો સર્વનાશ કર્યો.+ ૨૬ એ સમયે લોતની પત્ની તેની પાછળ ચાલી રહી હતી. પણ તેણે પાછળ વળીને જોયું અને તે મીઠાનો થાંભલો બની ગઈ.+

૨૭ ઇબ્રાહિમ વહેલી સવારે ઊઠ્યો અને અગાઉ જે જગ્યાએ તે યહોવા આગળ ઊભો હતો ત્યાં ગયો.+ ૨૮ તેણે સદોમ અને ગમોરાહ તથા આખા પ્રદેશ તરફ જોયું તો, ભઠ્ઠીમાંથી નીકળતા ધુમાડાની જેમ એ પ્રદેશમાંથી ધુમાડાના ગોટેગોટા ઉપર ચઢતા હતા.+ ૨૯ એટલે એ શહેરોનો નાશ કરતા પહેલાં ઈશ્વરે ઇબ્રાહિમની વિનંતી યાદ રાખીને લોતને બચાવ્યો. લોત રહેતો હતો એ શહેરોનો નાશ કરતાં પહેલાં તેને ત્યાંથી બહાર કાઢ્યો.+

૩૦ લોતને સોઆરમાં રહેતા ડર લાગતો હતો.+ એટલે તે પોતાની બે દીકરીઓ સાથે ત્યાંથી નીકળીને પહાડી પ્રદેશમાં રહેવા ગયો.+ ત્યાં તે પોતાની બે દીકરીઓ સાથે ગુફામાં રહ્યો. ૩૧ એક દિવસે મોટી દીકરીએ નાની દીકરીને કહ્યું: “આપણા પિતા વૃદ્ધ થયા છે અને આ પ્રદેશમાં કોઈ પુરુષ નથી, જેની સાથે આપણે રિવાજ પ્રમાણે લગ્‍ન કરી શકીએ. ૩૨ ચાલ, આપણે પિતાને દ્રાક્ષદારૂ પિવડાવીએ અને તેમની સાથે સૂઈ જઈએ. આમ આપણા પિતાથી તેમનો વંશવેલો ચાલુ રહે.”

૩૩ એ રાતે તેઓએ પિતાને ખૂબ દ્રાક્ષદારૂ પિવડાવ્યો. પછી મોટી દીકરી જઈને પિતા સાથે સૂઈ ગઈ. પણ લોતને જાણ ન થઈ કે તે ક્યારે સૂઈ ગઈ અને ક્યારે ઊઠી. ૩૪ બીજા દિવસે મોટી દીકરીએ નાની દીકરીને કહ્યું: “ગઈ કાલે રાતે હું પિતા સાથે સૂઈ ગઈ હતી. ચાલ, આજે પણ આપણે તેમને દ્રાક્ષદારૂ પિવડાવીએ. પછી તું જઈને તેમની સાથે સૂઈ જજે. આમ આપણા પિતાથી તેમનો વંશવેલો ચાલુ રહે.” ૩૫ એ રાતે પણ તેઓએ પિતાને ખૂબ દ્રાક્ષદારૂ પિવડાવ્યો. પછી નાની દીકરી જઈને પિતા સાથે સૂઈ ગઈ. પણ લોતને જાણ ન થઈ કે તે ક્યારે સૂઈ ગઈ અને ક્યારે ઊઠી. ૩૬ આમ લોતની બંને દીકરીઓ પોતાના પિતાથી ગર્ભવતી થઈ. ૩૭ મોટી દીકરીએ એક દીકરાને જન્મ આપ્યો અને તેનું નામ મોઆબ+ પાડ્યું. તે મોઆબીઓનો પૂર્વજ છે.+ ૩૮ નાની દીકરીએ પણ એક દીકરાને જન્મ આપ્યો અને તેણે તેનું નામ બેન-આમ્મી પાડ્યું. તે આમ્મોનીઓનો+ પૂર્વજ છે.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો