ગીતશાસ્ત્ર
આસાફનું ગીત.+
૭૯ હે ઈશ્વર, બીજી પ્રજાઓએ તમારા વારસા પર હુમલો કર્યો છે.+
૨ તેઓએ તમારા ભક્તોનાં શબ આકાશનાં પક્ષીઓને ખાવાં આપી દીધાં છે;
તમારા વફાદાર જનોનું માંસ પૃથ્વીનાં જંગલી પ્રાણીઓને ખાવા આપી દીધું છે.+
૩ તેઓએ આખા યરૂશાલેમમાં તેઓનું લોહી પાણીની જેમ વહાવ્યું છે
અને તેઓને દફનાવવા કોઈ બચ્યું નથી.+
૪ પડોશીઓ માટે અમે મજાકરૂપ થયા છીએ,+
આસપાસના લોકો અમારી મશ્કરી કરે છે અને હાંસી ઉડાવે છે.
૫ હે યહોવા, ક્યાં સુધી તમે ક્રોધે ભરાયેલા રહેશો? શું કાયમ માટે?+
ક્યાં સુધી તમારો ગુસ્સો આગની જેમ સળગતો રહેશે?+
૬ તમારો ક્રોધ એ પ્રજાઓ પર રેડી દો, જે તમને જાણતી નથી,
એ રાજ્યો પર રેડી દો, જે તમારા નામે પોકાર કરતાં નથી.+
૭ તેઓ યાકૂબને ભરખી ગયાં છે
અને તેનું વતન ઉજ્જડ કરી નાખ્યું છે.+
૮ અમારા પૂર્વજોની ભૂલો માટે અમને શિક્ષા ન કરશો.+
દયા બતાવવામાં મોડું ન કરશો,+
કેમ કે અમે દુઃખમાં ડૂબી ગયા છીએ.
તમારા નામને લીધે અમને બચાવો અને અમારાં પાપ માફ કરો.+
૧૦ બીજી પ્રજાઓ અમારા વિશે કેમ કહે, “તેઓનો ભગવાન ક્યાં છે?”+
અમારી નજર સામે પ્રજાઓને જાણ થાય કે,
તમારા ભક્તોના લોહીનો બદલો લેવામાં આવ્યો છે.+
૧૩ પછી અમે, એટલે કે તમારા લોકો અને તમારા ચારાનાં ઘેટાં,+
સદા તમારો આભાર માનીશું.
અમે પેઢી દર પેઢી તમારો જયજયકાર કરીશું.+