વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ઉત્પત્તિ ૧૨
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ઉત્પત્તિ મુખ્ય વિચારો

      • કનાન જવા ઇબ્રામ હારાન છોડે છે (૧-૯)

        • ઇબ્રામને ઈશ્વર વચન આપે છે (૭)

      • ઇજિપ્તમાં ઇબ્રામ અને સારાય (૧૦-૨૦)

ઉત્પત્તિ ૧૨:૧

એને લગતી કલમો

  • +યહો ૨૪:૩; પ્રેકા ૭:૩, ૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧૫/૨૦૧૪, પાન ૯

    ૧૧/૧/૨૦૦૧, પાન ૩૧

    ૮/૧૫/૨૦૦૧, પાન ૧૫-૧૬

    ૨/૧/૧૯૯૦, પાન ૧૦

ઉત્પત્તિ ૧૨:૨

એને લગતી કલમો

  • +ઉત ૧૩:૧૪, ૧૬; ૧૫:૧, ૫; ૧૭:૫; ૨૨:૧૭, ૧૮; પુન ૨૬:૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧૫/૨૦૧૪, પાન ૯

    ૩/૧૫/૨૦૧૩, પાન ૨૦-૨૧

    ૮/૧૫/૨૦૦૧, પાન ૧૫-૧૬

    ૨/૧/૧૯૯૮, પાન ૮-૯

    ૨/૧/૧૯૯૦, પાન ૧૦

    પગલે ચાલો, પાન ૩૦

ઉત્પત્તિ ૧૨:૩

ફૂટનોટ

  • *

    એનો કદાચ એવો અર્થ થાય કે તેઓએ આશીર્વાદ મેળવવા કંઈક કરવાની જરૂર હતી.

એને લગતી કલમો

  • +ઉત ૨૭:૨૯, ૩૦
  • +પ્રેકા ૩:૨૫; ગલા ૩:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (જનતા માટે),

    નં. ૩ ૨૦૨૦ પાન ૮

    ચોકીબુરજ,

    ૧૦/૧૫/૨૦૧૪, પાન ૯

    ૩/૧૫/૨૦૧૩, પાન ૨૦-૨૧

    ૨/૧/૧૯૯૮, પાન ૮-૯

    ૨/૧/૧૯૯૦, પાન ૧૦

    પગલે ચાલો, પાન ૩૦

ઉત્પત્તિ ૧૨:૪

એને લગતી કલમો

  • +હિબ્રૂ ૧૧:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧૫/૨૦૦૧, પાન ૧૬

ઉત્પત્તિ ૧૨:૫

એને લગતી કલમો

  • +ઉત ૧૧:૨૯
  • +ઉત ૧૧:૩૧
  • +ઉત ૧૩:૫, ૬
  • +ઉત ૨૬:૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પગલે ચાલો, પાન ૩૦

    ચોકીબુરજ,

    ૮/૧૫/૨૦૦૧, પાન ૧૬

ઉત્પત્તિ ૧૨:૬

એને લગતી કલમો

  • +પ્રેકા ૭:૧૫, ૧૬
  • +ઉત ૩૫:૪; પુન ૧૧:૨૯, ૩૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧૫/૨૦૦૧, પાન ૧૮

ઉત્પત્તિ ૧૨:૭

એને લગતી કલમો

  • +ઉત ૩:૧૫; ૨૧:૧૨; ૨૮:૧૩, ૧૪; રોમ ૯:૭; ગલા ૩:૧૬
  • +ઉત ૧૩:૧૪, ૧૫; ૧૫:૧, ૭; ૧૭:૧, ૮; પુન ૩૪:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧૫/૨૦૦૧, પાન ૧૯

    ૨/૧/૧૯૯૮, પાન ૮-૯

    ૨/૨૦૨૦, પાન ૭-૮

ઉત્પત્તિ ૧૨:૮

ફૂટનોટ

  • *

    મૂળ, “યહોવાને નામે પોકાર કર્યો.”

એને લગતી કલમો

  • +ઉત ૨૮:૧૬-૧૯; ૩૧:૧૩
  • +ઉત ૧૩:૧, ૩; યહો ૭:૨
  • +ઉત ૮:૨૦; ૩૫:૨, ૩
  • +ઉત ૨૬:૨૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧૫/૨૦૦૧, પાન ૧૯

    ૨/૨૦૨૦, પાન ૭-૮

ઉત્પત્તિ ૧૨:૯

એને લગતી કલમો

  • +ઉત ૨૦:૧; ૨૪:૬૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧૫/૨૦૦૧, પાન ૧૯

ઉત્પત્તિ ૧૨:૧૦

ફૂટનોટ

  • *

    અથવા, “મિસર.”

  • *

    અથવા, “પરદેશી તરીકે રહી શકે.”

એને લગતી કલમો

  • +ઉત ૨૬:૧, ૨
  • +ગી ૧૦૫:૧૩

ઉત્પત્તિ ૧૨:૧૧

એને લગતી કલમો

  • +ઉત ૨૬:૭

ઉત્પત્તિ ૧૨:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧૫/૨૦૦૧, પાન ૨૦

ઉત્પત્તિ ૧૨:૧૩

એને લગતી કલમો

  • +ઉત ૨૦:૧૧, ૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો, ૩/૨૦૨૦, પાન ૫

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૨/૨૦૧૭, પાન ૧૩

    ચોકીબુરજ,

    ૮/૧૫/૨૦૦૧, પાન ૨૦-૨૧

ઉત્પત્તિ ૧૨:૧૫

ફૂટનોટ

  • *

    અથવા, “ફારુનના.” શબ્દસૂચિમાં “ફારુન” જુઓ.

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧૫/૨૦૧૫, પાન ૧૨

ઉત્પત્તિ ૧૨:૧૬

એને લગતી કલમો

  • +ઉત ૨૦:૧૪; ૨૪:૩૪, ૩૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧૫/૨૦૦૧, પાન ૨૧

ઉત્પત્તિ ૧૨:૧૭

એને લગતી કલમો

  • +ઉત ૧૧:૨૯; ૧૭:૧૫; ૨૩:૨, ૧૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧૫/૨૦૦૧, પાન ૨૧

ઉત્પત્તિ ૧૨:૧૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧૫/૨૦૦૧, પાન ૨૧

ઉત્પત્તિ ૧૨:૧૯

એને લગતી કલમો

  • +ઉત ૨૦:૧૧, ૧૨

ઉત્પત્તિ ૧૨:૨૦

એને લગતી કલમો

  • +ગી ૧૦૫:૧૪

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ઉત. ૧૨:૧યહો ૨૪:૩; પ્રેકા ૭:૩, ૪
ઉત. ૧૨:૨ઉત ૧૩:૧૪, ૧૬; ૧૫:૧, ૫; ૧૭:૫; ૨૨:૧૭, ૧૮; પુન ૨૬:૫
ઉત. ૧૨:૩ઉત ૨૭:૨૯, ૩૦
ઉત. ૧૨:૩પ્રેકા ૩:૨૫; ગલા ૩:૮
ઉત. ૧૨:૪હિબ્રૂ ૧૧:૮
ઉત. ૧૨:૫ઉત ૧૧:૨૯
ઉત. ૧૨:૫ઉત ૧૧:૩૧
ઉત. ૧૨:૫ઉત ૧૩:૫, ૬
ઉત. ૧૨:૫ઉત ૨૬:૩
ઉત. ૧૨:૬પ્રેકા ૭:૧૫, ૧૬
ઉત. ૧૨:૬ઉત ૩૫:૪; પુન ૧૧:૨૯, ૩૦
ઉત. ૧૨:૭ઉત ૩:૧૫; ૨૧:૧૨; ૨૮:૧૩, ૧૪; રોમ ૯:૭; ગલા ૩:૧૬
ઉત. ૧૨:૭ઉત ૧૩:૧૪, ૧૫; ૧૫:૧, ૭; ૧૭:૧, ૮; પુન ૩૪:૪
ઉત. ૧૨:૮ઉત ૨૮:૧૬-૧૯; ૩૧:૧૩
ઉત. ૧૨:૮ઉત ૧૩:૧, ૩; યહો ૭:૨
ઉત. ૧૨:૮ઉત ૮:૨૦; ૩૫:૨, ૩
ઉત. ૧૨:૮ઉત ૨૬:૨૫
ઉત. ૧૨:૯ઉત ૨૦:૧; ૨૪:૬૨
ઉત. ૧૨:૧૦ઉત ૨૬:૧, ૨
ઉત. ૧૨:૧૦ગી ૧૦૫:૧૩
ઉત. ૧૨:૧૧ઉત ૨૬:૭
ઉત. ૧૨:૧૩ઉત ૨૦:૧૧, ૧૨
ઉત. ૧૨:૧૬ઉત ૨૦:૧૪; ૨૪:૩૪, ૩૫
ઉત. ૧૨:૧૭ઉત ૧૧:૨૯; ૧૭:૧૫; ૨૩:૨, ૧૯
ઉત. ૧૨:૧૯ઉત ૨૦:૧૧, ૧૨
ઉત. ૧૨:૨૦ગી ૧૦૫:૧૪
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ઉત્પત્તિ ૧૨:૧-૨૦

ઉત્પત્તિ

૧૨ યહોવાએ ઇબ્રામને કહ્યું: “તારો દેશ અને તારાં સગાં-વહાલાં અને તારા પિતાનું ઘર છોડીને એ દેશમાં જા, જે હું તને બતાવીશ.+ ૨ હું તને મહાન પ્રજા બનાવીશ. હું તને આશીર્વાદ આપીશ અને તારું નામ જાણીતું કરીશ. તારા લીધે બીજાઓને આશીર્વાદ મળશે.+ ૩ જેઓ તને આશીર્વાદ આપે છે, તેઓને હું આશીર્વાદ આપીશ. જેઓ તને શ્રાપ આપે છે, તેઓને હું શ્રાપ આપીશ.+ તારાથી પૃથ્વીનાં સર્વ કુટુંબો ચોક્કસ આશીર્વાદ મેળવશે.”*+

૪ યહોવાના કહ્યા પ્રમાણે ઇબ્રામ હારાનથી નીકળ્યો+ અને લોત પણ તેની સાથે ગયો. એ સમયે ઇબ્રામ ૭૫ વર્ષનો હતો. ૫ ઇબ્રામ પોતાની પત્ની સારાય+ અને ભત્રીજા લોતને+ લઈને કનાન દેશ જવા નીકળ્યો. હારાનમાં તેઓએ જે માલ-મિલકત+ ભેગી કરી હતી અને જે દાસ-દાસીઓ મેળવ્યાં હતાં, એ બધાંને તેઓ પોતાની સાથે લઈ ગયાં.+ તેઓ કનાન દેશ આવી પહોંચ્યાં. ૬ પછી ઇબ્રામે એ દેશમાં છેક શખેમ+ સુધી મુસાફરી કરી, જે મોરેહનાં મોટાં મોટાં વૃક્ષો+ નજીક હતું. એ સમયે ત્યાં કનાનીઓ રહેતા હતા. ૭ યહોવાએ ઇબ્રામ આગળ પ્રગટ થઈને કહ્યું: “હું આ દેશ તારા વંશજને+ આપીશ.”+ એટલે જે જગ્યાએ ઇબ્રામ આગળ યહોવા પ્રગટ થયા હતા, ત્યાં તેણે એક વેદી બાંધી. ૮ પછી તે બેથેલની+ પૂર્વ તરફ આવેલા પહાડી વિસ્તારમાં ગયો અને ત્યાં તંબુ નાખ્યો. એની પશ્ચિમમાં બેથેલ અને પૂર્વમાં આય+ હતું. એ જગ્યાએ તેણે યહોવા માટે એક વેદી બાંધી+ અને યહોવાના નામની સ્તુતિ કરી.*+ ૯ પછી ઇબ્રામે તંબુ ઉઠાવીને બીજી જગ્યાએ પડાવ નાખ્યો. તેણે પડાવ નાખતાં નાખતાં નેગેબ+ તરફ મુસાફરી કરી.

૧૦ એ દિવસોમાં દેશમાં દુકાળ પડ્યો. એ દુકાળ ખૂબ આકરો+ હોવાથી ઇબ્રામ ઇજિપ્ત* જવા નીકળ્યો, જેથી ત્યાં થોડો સમય રહી શકે.*+ ૧૧ તે ઇજિપ્ત પહોંચવાની તૈયારીમાં હતો ત્યારે, તેણે પોતાની પત્ની સારાયને કહ્યું: “સાંભળ, હું જાણું છું કે તું ખૂબ સુંદર છે.+ ૧૨ ઇજિપ્તના લોકો તને જોઈને કહેશે, ‘એ તેની પત્ની છે.’ એટલે તેઓ મને મારી નાખશે, પણ તને પોતાની પાસે રાખી લેશે. ૧૩ તું તેઓને કહેજે કે તું મારી બહેન છે, જેથી તારા લીધે તેઓ મારું ભલું કરે અને મારો જીવ બચી જાય.”+

૧૪ ઇબ્રામ અને સારાય ઇજિપ્ત આવી પહોંચ્યાં કે તરત જ ત્યાંના લોકોના ધ્યાનમાં આવ્યું કે સારાય ખૂબ સુંદર છે. ૧૫ ઇજિપ્તના રાજાના* અધિકારીઓએ પણ તેને જોઈ અને તેઓ રાજા આગળ તેના વખાણ કરવા લાગ્યા. તેથી તેને રાજાના મહેલમાં લાવવામાં આવી. ૧૬ સારાયને લીધે રાજાએ ઇબ્રામનું ભલું કર્યું અને તેને ઘેટાં, ઢોરઢાંક, ગધેડાં, ગધેડીઓ, ઊંટો અને દાસ-દાસીઓ આપ્યાં.+ ૧૭ ઇબ્રામની પત્ની સારાયને+ લીધે, રાજા અને તેના ઘર પર યહોવા મોટી આફતો લાવ્યા. ૧૮ રાજાએ ઇબ્રામને બોલાવીને કહ્યું: “મારી સાથે તેં આ શું કર્યું? તેં કેમ કહ્યું નહિ કે તે તારી પત્ની છે? ૧૯ તેં કેમ કહ્યું કે તે તારી બહેન છે?+ હું તેને મારી પત્ની બનાવવાનો હતો! આ રહી તારી પત્ની, તેને લઈને અહીંથી ચાલ્યો જા!” ૨૦ પછી રાજાના હુકમથી તેના માણસોએ ઇબ્રામ અને તેની પત્નીને તેઓની બધી માલ-મિલકત સાથે ઇજિપ્તની બહાર મોકલી દીધાં.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો