વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૨ કોરીંથીઓ ૧૧
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

૨ કોરીંથીઓ મુખ્ય વિચારો

      • પાઉલ અને મહાન પ્રેરિતો (૧-૧૫)

      • પ્રેરિત તરીકે પાઉલ પર આવેલી મુસીબતો (૧૬-૩૩)

૨ કોરીંથીઓ ૧૧:૨

ફૂટનોટ

  • *

    અથવા, “લગ્‍નનું વચન આપ્યું છે.”

  • *

    અથવા, “શુદ્ધ.”

  • *

    મૂળ, “એ કારણે હું ઈશ્વર જેવો ઉત્સાહ.”

એને લગતી કલમો

  • +માર્ક ૨:૧૯; એફે ૫:૨૩; પ્રક ૨૧:૨, ૯

૨ કોરીંથીઓ ૧૧:૩

ફૂટનોટ

  • *

    અથવા, “પવિત્રતા.”

એને લગતી કલમો

  • +ઉત ૩:૪, ૫; યોહ ૮:૪૪
  • +૧તિ ૬:૩-૫; હિબ્રૂ ૧૩:૯; ૨પિ ૩:૧૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈશ્વરનો પ્રેમ, પાન ૨૨૦

    ચોકીબુરજ,

    ૧૦/૧૫/૨૦૦૨, પાન ૮

    ૨/૧/૧૯૮૭, પાન ૧૮

૨ કોરીંથીઓ ૧૧:૪

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિમાં “રુઆખ; નેફમા” જુઓ.

એને લગતી કલમો

  • +ગલા ૧:૭, ૮

૨ કોરીંથીઓ ૧૧:૫

એને લગતી કલમો

  • +૨કો ૧૧:૨૩

૨ કોરીંથીઓ ૧૧:૬

એને લગતી કલમો

  • +૨કો ૧૦:૧૦

૨ કોરીંથીઓ ૧૧:૭

એને લગતી કલમો

  • +પ્રેકા ૧૮:૩; ૧કો ૯:૧૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૪/૨૦૧૯, પાન ૪

૨ કોરીંથીઓ ૧૧:૮

ફૂટનોટ

  • *

    અથવા, “જીવન જરૂરિયાતો લીધી.”

  • *

    અથવા, “વંચિત રાખ્યાં.”

એને લગતી કલમો

  • +ફિલિ ૪:૧૦

૨ કોરીંથીઓ ૧૧:૯

એને લગતી કલમો

  • +ફિલિ ૪:૧૫, ૧૬
  • +૧થે ૨:૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧/૧/૧૯૯૧, પાન ૨૫

૨ કોરીંથીઓ ૧૧:૧૦

એને લગતી કલમો

  • +૧કો ૯:૧૪, ૧૫

૨ કોરીંથીઓ ૧૧:૧૨

ફૂટનોટ

  • *

    અથવા, “બહાનું.”

એને લગતી કલમો

  • +૧કો ૯:૧૧, ૧૨

૨ કોરીંથીઓ ૧૧:૧૩

એને લગતી કલમો

  • +રોમ ૧૬:૧૭, ૧૮; ૨પિ ૨:૧

૨ કોરીંથીઓ ૧૧:૧૪

એને લગતી કલમો

  • +ગલા ૧:૮; ૨થે ૨:૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧૫/૨૦૦૪, પાન ૪-૫

    ૩/૧/૨૦૦૨, પાન ૧૧

    ૨/૧/૧૯૮૭, પાન ૧૮

૨ કોરીંથીઓ ૧૧:૧૫

એને લગતી કલમો

  • +માથ ૧૬:૨૭; ફિલિ ૩:૧૮, ૧૯; ૨તિ ૪:૧૪

૨ કોરીંથીઓ ૧૧:૧૮

ફૂટનોટ

  • *

    એટલે કે, માણસોની નજરે.

૨ કોરીંથીઓ ૧૧:૨૨

એને લગતી કલમો

  • +પ્રેકા ૨૨:૩
  • +રોમ ૧૧:૧; ફિલિ ૩:૪, ૫

૨ કોરીંથીઓ ૧૧:૨૩

એને લગતી કલમો

  • +રોમ ૧૧:૧૩; ૧કો ૧૫:૧૦
  • +પ્રેકા ૧૬:૨૩, ૨૪
  • +પ્રેકા ૯:૧૫, ૧૬; ૨કો ૬:૪, ૫; ૧પિ ૨:૨૦, ૨૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૦/૨૦૨૧, પાન ૨૬

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૦૦, પાન ૨૬-૨૭

૨ કોરીંથીઓ ૧૧:૨૪

એને લગતી કલમો

  • +પુન ૨૫:૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૦૦, પાન ૨૬-૨૭

૨ કોરીંથીઓ ૧૧:૨૫

એને લગતી કલમો

  • +પ્રેકા ૧૬:૨૨
  • +પ્રેકા ૧૪:૧૯
  • +પ્રેકા ૨૭:૪૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૦૦, પાન ૨૬-૨૭

    ૧/૧/૧૯૯૧, પાન ૨૦, ૨૫

૨ કોરીંથીઓ ૧૧:૨૬

એને લગતી કલમો

  • +પ્રેકા ૨૦:૩; ૨૩:૧૦
  • +પ્રેકા ૧૪:૫, ૬
  • +પ્રેકા ૧૩:૫૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૦૦, પાન ૨૬-૨૭

    ચોકીબુરજ

૨ કોરીંથીઓ ૧૧:૨૭

ફૂટનોટ

  • *

    મૂળ, “અને નગ્‍ન હાલતમાં.”

એને લગતી કલમો

  • +પ્રેકા ૨૦:૩૧
  • +૧કો ૪:૧૧
  • +૨કો ૬:૪, ૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૦૦, પાન ૨૬-૨૭

૨ કોરીંથીઓ ૧૧:૨૮

ફૂટનોટ

  • *

    અથવા, “મારા પર દરરોજ દબાણ આવે છે.”

એને લગતી કલમો

  • +૨કો ૨:૪; કોલ ૨:૧

૨ કોરીંથીઓ ૧૧:૩૩

એને લગતી કલમો

  • +પ્રેકા ૯:૨૪, ૨૫

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

૨ કોરીં. ૧૧:૨માર્ક ૨:૧૯; એફે ૫:૨૩; પ્રક ૨૧:૨, ૯
૨ કોરીં. ૧૧:૩ઉત ૩:૪, ૫; યોહ ૮:૪૪
૨ કોરીં. ૧૧:૩૧તિ ૬:૩-૫; હિબ્રૂ ૧૩:૯; ૨પિ ૩:૧૭
૨ કોરીં. ૧૧:૪ગલા ૧:૭, ૮
૨ કોરીં. ૧૧:૫૨કો ૧૧:૨૩
૨ કોરીં. ૧૧:૬૨કો ૧૦:૧૦
૨ કોરીં. ૧૧:૭પ્રેકા ૧૮:૩; ૧કો ૯:૧૮
૨ કોરીં. ૧૧:૮ફિલિ ૪:૧૦
૨ કોરીં. ૧૧:૯ફિલિ ૪:૧૫, ૧૬
૨ કોરીં. ૧૧:૯૧થે ૨:૯
૨ કોરીં. ૧૧:૧૦૧કો ૯:૧૪, ૧૫
૨ કોરીં. ૧૧:૧૨૧કો ૯:૧૧, ૧૨
૨ કોરીં. ૧૧:૧૩રોમ ૧૬:૧૭, ૧૮; ૨પિ ૨:૧
૨ કોરીં. ૧૧:૧૪ગલા ૧:૮; ૨થે ૨:૯
૨ કોરીં. ૧૧:૧૫માથ ૧૬:૨૭; ફિલિ ૩:૧૮, ૧૯; ૨તિ ૪:૧૪
૨ કોરીં. ૧૧:૨૨પ્રેકા ૨૨:૩
૨ કોરીં. ૧૧:૨૨રોમ ૧૧:૧; ફિલિ ૩:૪, ૫
૨ કોરીં. ૧૧:૨૩રોમ ૧૧:૧૩; ૧કો ૧૫:૧૦
૨ કોરીં. ૧૧:૨૩પ્રેકા ૧૬:૨૩, ૨૪
૨ કોરીં. ૧૧:૨૩પ્રેકા ૯:૧૫, ૧૬; ૨કો ૬:૪, ૫; ૧પિ ૨:૨૦, ૨૧
૨ કોરીં. ૧૧:૨૪પુન ૨૫:૩
૨ કોરીં. ૧૧:૨૫પ્રેકા ૧૬:૨૨
૨ કોરીં. ૧૧:૨૫પ્રેકા ૧૪:૧૯
૨ કોરીં. ૧૧:૨૫પ્રેકા ૨૭:૪૧
૨ કોરીં. ૧૧:૨૬પ્રેકા ૨૦:૩; ૨૩:૧૦
૨ કોરીં. ૧૧:૨૬પ્રેકા ૧૪:૫, ૬
૨ કોરીં. ૧૧:૨૬પ્રેકા ૧૩:૫૦
૨ કોરીં. ૧૧:૨૭પ્રેકા ૨૦:૩૧
૨ કોરીં. ૧૧:૨૭૧કો ૪:૧૧
૨ કોરીં. ૧૧:૨૭૨કો ૬:૪, ૫
૨ કોરીં. ૧૧:૨૮૨કો ૨:૪; કોલ ૨:૧
૨ કોરીં. ૧૧:૩૩પ્રેકા ૯:૨૪, ૨૫
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો વાંચો
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
  • ૩૧
  • ૩૨
  • ૩૩
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
૨ કોરીંથીઓ ૧૧:૧-૩૩

કોરીંથીઓને બીજો પત્ર

૧૧ હું ચાહું છું કે તમે મારી થોડી મૂર્ખાઈ સહન કરી લો. હકીકતમાં, તમે મને સહન કરી જ રહ્યા છો! ૨ મેં એક માણસ, એટલે કે ખ્રિસ્ત સાથે તમારી સગાઈ કરાવી છે* અને હું ચાહું છું કે તમને પવિત્ર* અને કુંવારી કન્યા તરીકે તેમને સોંપું.+ એ કારણે ઈશ્વરની જેમ હું પણ તમારી બહુ કાળજી* રાખું છું. ૩ પણ મને ડર છે કે જેમ સાપે પોતાની ચાલાકીથી હવાને છેતરી હતી,+ તેમ તમારું મન કોઈક રીતે ભ્રષ્ટ ન થઈ જાય તેમજ તમારી વફાદારી અને શુદ્ધતા* ભ્રષ્ટ ન થઈ જાય, જેના હકદાર ખ્રિસ્ત છે.+ ૪ તમે તો એવા માણસની વાત તરત જ માની લો છો, જે આવીને બીજા કોઈ ઈસુનો પ્રચાર કરે છે, જે ઈસુનો પ્રચાર અમે કર્યો નથી. અથવા જો તે માણસ તમને એવી કોઈ શક્તિ* આપે, જે તમને મળેલી શક્તિ કરતા અલગ હોય, તો તમે એને તરત અપનાવી લો છો. તમે તો એવી ખુશખબરને પણ સહેલાઈથી સ્વીકારી લો છો, જે તમને મળેલી ખુશખબર કરતાં અલગ છે.+ ૫ હું માનું છું કે તમારા મહાન પ્રેરિતો કરતાં હું એક પણ વાતમાં ઊતરતો સાબિત થયો નથી.+ ૬ ભલે હું બોલવામાં કુશળ ન હોઉં,+ પણ હું જ્ઞાનમાં તો ચોક્કસ કુશળ છું. ખરું જોતાં, દરેક રીતે અને દરેક વાતે અમે તમને એ બતાવી આપ્યું છે.

૭ મેં તમારી પાસેથી કંઈ પણ લીધા વગર રાજીખુશીથી ઈશ્વરની ખુશખબર જાહેર કરી+ અને તમને માન મળે એ માટે પોતાને નમ્ર બનાવ્યો, એમ કરીને મેં શું કોઈ પાપ કર્યું છે? ૮ તમારી સેવા કરવા મેં બીજાં મંડળો પાસેથી મદદ લીધી,* એમ માનો કે તેઓને લૂંટી લીધાં.*+ ૯ તોપણ જ્યારે હું તમારી સાથે હતો અને મને જરૂર પડી, ત્યારે હું કોઈના પર બોજ બન્યો નહિ, કેમ કે મકદોનિયાથી આવેલા ભાઈઓએ મારી જરૂરિયાતો ભરપૂર રીતે પૂરી પાડી હતી.+ હા, હું કોઈ પણ રીતે તમારા પર બોજ ન બનું એવો પ્રયત્ન કરતો આવ્યો છું અને કરતો રહીશ.+ ૧૦ જ્યાં સુધી મારામાં ખ્રિસ્તનું સત્ય છે, ત્યાં સુધી હું અખાયાના પ્રદેશોમાં આ વિશે બડાઈ કરવાનું બંધ કરીશ નહિ.+ ૧૧ શા માટે હું તમારા પર બોજ ન બન્યો? શું હું તમને પ્રેમ કરતો નથી એટલે? ઈશ્વર જાણે છે કે હું તમને પ્રેમ કરું છું.

૧૨ અમુક લોકો બડાઈ મારે છે અને કહે છે કે તેઓ અમારી જેમ પ્રેરિતો છે. તેઓને બડાઈ મારવાનું કોઈ કારણ* ન મળે, એટલે હું જે કરતો આવ્યો છું, એ કરતો રહીશ.+ ૧૩ એવા માણસો તો જૂઠા પ્રેરિતો છે, બીજાઓને છેતરે છે અને ખ્રિસ્તના પ્રેરિતો હોવાનો ઢોંગ કરે છે.+ ૧૪ અને એમાં કોઈ નવાઈ નથી, કેમ કે શેતાન પોતે પ્રકાશનો દૂત હોવાનો ઢોંગ કરે છે.+ ૧૫ એટલે તેના સેવકો પણ સાચા સેવકો હોવાનો ઢોંગ કરે, એમાં કંઈ મોટી વાત નથી. પણ તેઓનો અંત તેઓનાં કામો પ્રમાણે થશે.+

૧૬ હું ફરીથી કહું છું: કોઈ એવું ન વિચારે કે હું મૂર્ખ છું. જો તમે એવું વિચારતા હો, તો મને મૂર્ખ તરીકે સ્વીકારો, જેથી હું પણ થોડી બડાઈ કરી શકું. ૧૭ હું એવા બડાઈ કરનારાઓની જેમ બોલું છું, જેઓ પોતાના પર વધારે પડતો ભરોસો રાખે છે. હું આપણા માલિક ઈસુને પગલે ચાલનારની જેમ નહિ, પણ મૂર્ખની જેમ બોલું છું. ૧૮ ઘણા લોકો દુનિયાની વાતો વિશે* બડાઈ મારે છે, હું પણ બડાઈ મારીશ. ૧૯ તમે એટલા “સમજદાર” છો કે તમે ખુશીથી મૂર્ખોનું સહન કરો છો! ૨૦ હકીકતમાં, તમે એવા લોકોને સહન કરી લો છો, જેઓ તમને ગુલામ બનાવે છે, તમારી મિલકત પચાવી પાડે છે, તમારી વસ્તુઓ ઝૂંટવી લે છે, તમારા માથે ચઢી બેસે છે અને તમને તમાચો મારે છે.

૨૧ મારા માટે એ કહેવું શરમની વાત છે, કેમ કે અમુક લોકોને લાગે છે કે અમે એટલા કમજોર છીએ કે પોતાનો અધિકાર યોગ્ય રીતે ચલાવી શકતા નથી.

પણ જો બીજાઓ બડાઈ મારવાની હિંમત કરતા હોય, તો હું પણ એવી હિંમત બતાવીશ, પછી ભલે કોઈ મને મૂર્ખ કહે. ૨૨ શું તેઓ હિબ્રૂ છે? એ તો હું પણ છું.+ શું તેઓ ઇઝરાયેલી છે? એ તો હું પણ છું. શું તેઓ ઇબ્રાહિમના વંશજ છે? એ તો હું પણ છું.+ ૨૩ શું તેઓ ખ્રિસ્તના સેવકો છે? તો હું એક મૂર્ખની જેમ કહીશ કે, હું તેઓના કરતાં ચઢિયાતો સેવક છું: મેં ખૂબ મહેનત કરી,+ વારંવાર કેદમાં ગયો,+ ખૂબ માર ખાધો અને ઘણી વાર મરતાં મરતાં બચી ગયો.+ ૨૪ મેં યહૂદીઓ પાસેથી પાંચ વાર ૩૯ ફટકા ખાધા.+ ૨૫ ત્રણ વાર મેં લાકડીથી માર ખાધો,+ એક વાર મારા પર પથ્થરમારો થયો,+ ત્રણ વાર હું એવાં વહાણોમાં હતો જે તૂટી પડ્યાં,+ એક આખી રાત અને આખો દિવસ મેં દરિયામાં કાઢ્યાં. ૨૬ મેં મારી મુસાફરીઓમાં અનેક વાર આવાં જોખમો સહન કર્યાં: નદીઓનાં જોખમો, લુટારાઓનાં જોખમો, મારા પોતાના લોકો તરફથી જોખમો,+ બીજી પ્રજાઓ તરફથી જોખમો,+ શહેરનાં જોખમો,+ ઉજ્જડ પ્રદેશોનાં જોખમો, દરિયાનાં જોખમો, જૂઠા ભાઈઓ તરફથી જોખમો. ૨૭ મેં સખત મહેનત અને કાળી મજૂરી કરી, વારંવાર રાતોના ઉજાગરા વેઠ્યા,+ ભૂખ અને તરસ સહન કરી.+ ઘણી વાર ખાવા માટે કંઈ ન હતું.+ કડકડતી ઠંડી સહી અને પૂરતાં કપડાં વગર* દિવસો કાઢ્યા.

૨૮ એ ઉપરાંત બધાં મંડળોની ચિંતા મને દરરોજ કોરી ખાય છે.*+ ૨૯ કોને કમજોર જોઈને મને દુઃખ થયું નથી? કોને ઠોકર ખાતો જોઈને મારો જીવ બળ્યો નથી?

૩૦ જો મારે બડાઈ કરવી જ હોય, તો હું એવી વાતોની બડાઈ કરીશ, જેમાં મારી નબળાઈ દેખાઈ આવે. ૩૧ આપણા માલિક ઈસુના ઈશ્વર અને પિતા, જેમની હંમેશાં સ્તુતિ થવી જોઈએ, તે જાણે છે કે હું જૂઠું બોલતો નથી. ૩૨ દમસ્કમાં અરિતાસ રાજાના રાજ્યપાલે મને પકડવા માટે શહેર પર પહેરો ગોઠવ્યો હતો. ૩૩ પણ મને ટોપલામાં બેસાડીને શહેરની દીવાલની બારીમાંથી નીચે ઉતારવામાં આવ્યો.+ આમ હું તેના હાથમાંથી છટકી ગયો.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો