વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૨ કોરીંથીઓ ૧૨
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

૨ કોરીંથીઓ મુખ્ય વિચારો

      • પાઉલે જોયેલાં દર્શનો (૧-૭ક)

      • પાઉલના “શરીરમાં કાંટો” (૭ખ-૧૦)

      • મહાન પ્રેરિતો કરતાં ઊતરતો નહિ (૧૧-૧૩)

      • કોરીંથીઓ માટે પાઉલની ચિંતા (૧૪-૨૧)

૨ કોરીંથીઓ ૧૨:૧

એને લગતી કલમો

  • +પ્રેકા ૨:૧૭
  • +પ્રેકા ૨૨:૧૭, ૧૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૨/૨૦૧૮, પાન ૮

૨ કોરીંથીઓ ૧૨:૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૨/૨૦૧૮, પાન ૮

    ચોકીબુરજ,

    ૧૨/૧૫/૨૦૦૪, પાન ૩૦

    ૧૦/૧૫/૨૦૦૪, પાન ૮-૧૦

    ૭/૧૫/૨૦૦૦, પાન ૨૭

૨ કોરીંથીઓ ૧૨:૩

ફૂટનોટ

  • *

    “ત્રીજું સ્વર્ગ” અને “જીવનનો બાગ” આ શબ્દો પાઉલને બતાવવામાં આવેલા ભાવિ માટેના દર્શનને રજૂ કરે છે. શબ્દસૂચિ જુઓ.

૨ કોરીંથીઓ ૧૨:૪

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૨/૨૦૧૮, પાન ૮

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૧૫, પાન ૮-૯

    ૭/૧/૨૦૦૮, પાન ૨૪

    ૧૦/૧૫/૨૦૦૪, પાન ૮-૧૦

    ૬/૧૫/૧૯૯૭, પાન ૫

૨ કોરીંથીઓ ૧૨:૭

ફૂટનોટ

  • *

    અથવા, “માર મારે છે.”

એને લગતી કલમો

  • +ગલા ૪:૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૧/૨૦૧૯, પાન ૯

    જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા,

    ૫/૨૦૧૯, પાન ૪

    ૧/૧/૨૦૦૭, પાન ૧૬

    ૯/૧/૨૦૦૬, પાન ૯

    ૮/૧/૨૦૦૫, પાન ૨૧-૨૨

    ૨/૧૫/૨૦૦૨, પાન ૧૩-૧૪

    ૩/૧/૨૦૦૦, પાન ૪

    ૬/૧/૧૯૯૭, પાન ૨૫

    ૧૧/૧/૧૯૯૦, પાન ૩૦

    આપણી રાજ્ય સેવા,

    ૫/૧૯૯૮, પાન ૧

    સજાગ બનો!,

    ૬/૮/૧૯૯૭, પાન ૧૧-૧૨

૨ કોરીંથીઓ ૧૨:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૧/૨૦૧૯, પાન ૯

    ૧/૧/૨૦૦૭, પાન ૧૬

૨ કોરીંથીઓ ૧૨:૯

એને લગતી કલમો

  • +યશા ૪૦:૨૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૭/૨૦૨૦, પાન ૧૪-૧૯

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૧/૨૦૧૯, પાન ૯

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧/૨૦૧૮, પાન ૯

    ચોકીબુરજ,

    ૧/૧/૨૦૦૭, પાન ૧૬-૧૭

    ૮/૧/૨૦૦૫, પાન ૨૧-૨૨

    ૨/૧૫/૨૦૦૨, પાન ૧૮-૧૯

    ૩/૧/૨૦૦૦, પાન ૪

    ૬/૧/૧૯૯૭, પાન ૨૫

    ૯/૧/૧૯૮૭, પાન ૧૦

    સજાગ બનો!,

    ૬/૮/૧૯૯૭, પાન ૧૧-૧૨

૨ કોરીંથીઓ ૧૨:૧૦

એને લગતી કલમો

  • +ફિલિ ૪:૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૭/૨૦૨૦, પાન ૧૪-૧૯

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧/૨૦૧૮, પાન ૯

    ચોકીબુરજ,

    ૩/૧/૨૦૧૦, પાન ૨૨

    ૯/૧૫/૨૦૦૪, પાન ૧૩-૧૪

    ૯/૧/૧૯૮૬, પાન ૨૨

૨ કોરીંથીઓ ૧૨:૧૧

એને લગતી કલમો

  • +૨કો ૧૧:૨૩

૨ કોરીંથીઓ ૧૨:૧૨

એને લગતી કલમો

  • +પ્રેકા ૧૪:૩; ૧૫:૧૨; રોમ ૧૫:૧૮, ૧૯
  • +૨કો ૬:૪

૨ કોરીંથીઓ ૧૨:૧૩

એને લગતી કલમો

  • +૧કો ૯:૧૧, ૧૨; ૨કો ૧૧:૯

૨ કોરીંથીઓ ૧૨:૧૪

એને લગતી કલમો

  • +પ્રેકા ૨૦:૩૩
  • +૧કો ૪:૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧૫/૧૯૯૭, પાન ૨૦

    ૧૦/૧/૧૯૯૬, પાન ૨૯

૨ કોરીંથીઓ ૧૨:૧૫

એને લગતી કલમો

  • +૨કો ૧:૬; કોલ ૧:૨૪; ૧થે ૨:૮; હિબ્રૂ ૧૩:૧૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    આપણી રાજ્ય સેવા,

    ૬/૨૦૦૭, પાન ૧

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૨૦૦૦, પાન ૨૧

    ૯/૧૫/૨૦૦૦, પાન ૨૨-૨૩

૨ કોરીંથીઓ ૧૨:૧૬

એને લગતી કલમો

  • +૨કો ૧૧:૯

૨ કોરીંથીઓ ૧૨:૧૮

એને લગતી કલમો

  • +૨કો ૮:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૨/૧/૧૯૮૯, પાન ૧૦

૨ કોરીંથીઓ ૧૨:૨૧

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    શબ્દસૂચિ જુઓ.

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

૨ કોરીં. ૧૨:૧પ્રેકા ૨:૧૭
૨ કોરીં. ૧૨:૧પ્રેકા ૨૨:૧૭, ૧૮
૨ કોરીં. ૧૨:૭ગલા ૪:૧૩
૨ કોરીં. ૧૨:૯યશા ૪૦:૨૯
૨ કોરીં. ૧૨:૧૦ફિલિ ૪:૧૩
૨ કોરીં. ૧૨:૧૧૨કો ૧૧:૨૩
૨ કોરીં. ૧૨:૧૨પ્રેકા ૧૪:૩; ૧૫:૧૨; રોમ ૧૫:૧૮, ૧૯
૨ કોરીં. ૧૨:૧૨૨કો ૬:૪
૨ કોરીં. ૧૨:૧૩૧કો ૯:૧૧, ૧૨; ૨કો ૧૧:૯
૨ કોરીં. ૧૨:૧૪પ્રેકા ૨૦:૩૩
૨ કોરીં. ૧૨:૧૪૧કો ૪:૧૪
૨ કોરીં. ૧૨:૧૫૨કો ૧:૬; કોલ ૧:૨૪; ૧થે ૨:૮; હિબ્રૂ ૧૩:૧૭
૨ કોરીં. ૧૨:૧૬૨કો ૧૧:૯
૨ કોરીં. ૧૨:૧૮૨કો ૮:૬
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો વાંચો
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
૨ કોરીંથીઓ ૧૨:૧-૨૧

કોરીંથીઓને બીજો પત્ર

૧૨ ખરું કે, બડાઈ મારવાથી કોઈ ફાયદો નથી, પણ હું એમ કરીશ. હવે હું દર્શનો+ અને માલિક ઈસુના સંદેશાઓ વિશે વાત કરીશ.+ ૨ ખ્રિસ્તના એક એવા શિષ્યને હું જાણું છું, જેને ૧૪ વર્ષ પહેલાં ત્રીજા સ્વર્ગમાં લઈ જવામાં આવ્યો હતો. તેને શરીરમાં લઈ જવાયો હતો કે શરીર વગર એ હું જાણતો નથી, પણ ઈશ્વર જાણે છે. ૩ હા, હું એવા એક માણસને જાણું છું, જેને જીવનના બાગમાં* લઈ જવામાં આવ્યો હતો. તેને શરીરમાં લઈ જવાયો હતો કે શરીર વગર એ હું જાણતો નથી, પણ ઈશ્વર જાણે છે. ૪ એ જીવનના બાગમાં* તે માણસે એવા શબ્દો સાંભળ્યા, જે બોલી શકાય નહિ અને જે શબ્દો બોલવાની કોઈ માણસને છૂટ નથી. ૫ હું એ માણસ વિશે બડાઈ કરીશ, પણ મારી નબળાઈઓ સિવાય હું પોતાના વિશે બડાઈ નહિ કરું. ૬ જો હું બડાઈ કરવા ચાહું, તોપણ હું મૂર્ખ ગણાઈશ નહિ, કેમ કે હું સત્ય જ બોલીશ. પણ હું બડાઈ મારતો નથી, જેથી કોઈ માણસ મને જે કરતા જુએ અને મારી પાસેથી જે સાંભળે એના કરતાં મારા વધારે પડતા વખાણ ન કરે. ૭ મને આવાં અજોડ દર્શનો થયાં હોવાથી કોઈ મારા વિશે વધારે પડતું ન વિચારે.

હું ઘમંડથી ફુલાઈ ન જાઉં એ માટે મને શરીરમાં કાંટો આપવામાં આવ્યો છે,+ જે શેતાનના દૂત તરીકે વર્તે છે અને મને થપ્પડ મારતો રહે છે,* જેથી હું વધારે પડતું અભિમાન ન કરું. ૮ એના વિશે મેં ત્રણ વાર ઈશ્વરને કાલાવાલા કર્યા, જેથી એ કાંટો મારામાંથી કાઢી નાખવામાં આવે. ૯ પણ તેમણે મને કહ્યું: “તારા માટે મારી અપાર કૃપા પૂરતી છે, કેમ કે તું કમજોર હોય છે ત્યારે મારી તાકાત પૂરી રીતે દેખાઈ આવે છે.”+ હવે હું મારી નબળાઈઓ વિશે વધારે આનંદથી બડાઈ કરીશ, જેથી ખ્રિસ્તની શક્તિ મારા પર મંડપની જેમ રહે. ૧૦ હું ખ્રિસ્ત માટે કમજોરી, અપમાન, તંગી, કસોટી અને મુશ્કેલી ખુશી ખુશી સહન કરું છું. કેમ કે જ્યારે હું નબળો હોઉં છું, ત્યારે હું બળવાન હોઉં છું.+

૧૧ હું મૂર્ખ બન્યો છું, પણ તમે મને એવા બનવાની ફરજ પાડી છે. તમારે તો મારી ભલામણ કરવી જોઈતી હતી, કેમ કે ભલે હું મામૂલી હોઉં, તોપણ હું તમારા મહાન પ્રેરિતો કરતાં જરાય ઊતરતો સાબિત થયો નથી.+ ૧૨ સાચે જ, ચમત્કારો, અદ્‍ભુત કામો અને શક્તિશાળી કામોની+ સાથે સાથે ઘણી ધીરજ બતાવીને મેં મારા પ્રેરિત હોવાની તમને સાબિતીઓ આપી છે.+ ૧૩ હું તમારા પર કોઈ રીતે બોજ બન્યો નથી, ફક્ત એ જ કિસ્સામાં તમે બીજાં મંડળો કરતાં અલગ છો. બોજ ન બનીને શું મેં કોઈ ભૂલ કરી?+ જો એમ કર્યું હોય, તો મને માફ કરી દો.

૧૪ જુઓ! આ ત્રીજી વાર હું તમારી પાસે આવવા તૈયાર છું અને હું બોજ બનીશ નહિ. કેમ કે હું તમારી ચીજવસ્તુઓને નહિ,+ તમને મેળવવા ચાહું છું. બાળકો+ પોતાનાં માબાપ માટે બચત કરે એવી આશા રાખવામાં નથી આવતી, પણ માબાપ પોતાનાં બાળકો માટે બચત કરે એવી આશા રાખવામાં આવે છે. ૧૫ મારી વાત કરું તો, હું તમારા માટે બધું ખુશીથી ખર્ચી નાખવા, અરે, પોતે પણ પૂરેપૂરો ખર્ચાઈ જવા તૈયાર છું.+ જો હું તમને આટલો બધો પ્રેમ કરતો હોઉં, તો શું મને એનાથી ઓછો પ્રેમ મળવો જોઈએ? ૧૬ ગમે એ હોય, મેં તમારા પર બોજો નાખ્યો નથી.+ તેમ છતાં, તમે કહો છો કે હું “કપટી” હતો અને મેં તમને “ચાલાકીથી” ફસાવ્યા હતા. ૧૭ મેં જેઓને તમારી પાસે મોકલ્યા હતા, તેઓ દ્વારા શું મેં તમારો ફાયદો ઉઠાવ્યો છે? ૧૮ મેં તિતસને અરજ કરી અને તેની સાથે એક ભાઈને મોકલ્યો. શું તિતસે કોઈ રીતે તમારો લાભ ઉઠાવ્યો છે?+ શું અમારા ઇરાદા એકસરખા ન હતા? શું અમે એક જ માર્ગે ચાલ્યા ન હતા?

૧૯ શું તમે એવું વિચારો છો કે અમે તમારી આગળ પોતાના બચાવમાં બોલીએ છીએ? અમે તો ખ્રિસ્તના શિષ્યો તરીકે ઈશ્વર આગળ એ બધું કહીએ છીએ. પણ વહાલા ભાઈઓ, અમે જે કંઈ કરીએ છીએ, એ તમને દૃઢ બનાવવા કરીએ છીએ. ૨૦ કેમ કે મને ડર છે કે હું આવું ત્યારે તમારું વર્તન એવું ન હોય જેવું હું ચાહું છું અને મારું વર્તન એવું ન હોય જેવું તમે ચાહો છો. મને ડર છે કે કદાચ તમારામાં ઝઘડા, અદેખાઈ, ક્રોધ, પક્ષાપક્ષી, નિંદા, ચાડી-ચુગલી, ઘમંડ અને ધાંધલ-ધમાલ જોવા મળે. ૨૧ કદાચ એવું બને કે હું ફરીથી આવું ત્યારે, મારા ઈશ્વર મને તમારી આગળ શરમમાં નાખે. તેમ જ, મારે એવા લોકો માટે દુઃખી થવું પડે, જેઓ પાપના માર્ગે ચાલતા હતા, પણ હજુ સુધી પસ્તાવો કર્યો નથી. તેઓએ પોતે અગાઉ કરેલાં કામો, એટલે કે અશુદ્ધ કામો, વ્યભિચાર* અને બેશરમ કામો* માટેના પોતાના વિચારોમાં હજુ ફેરફાર કર્યો નથી.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો