અયૂબ
૩૦ “હવે મારાથી નાની ઉંમરના લોકો મારી ઠેકડી ઉડાવે છે,+
અરે, મારી નજરે તો તેઓના પિતાઓ એટલા નકામા છે કે
હું તેઓને મારાં ટોળાંની ચોકી કરતા કૂતરાઓ સાથે પણ ન મૂકું.
૨ તેઓના હાથની તાકાત મારા શું કામની?
તેઓનું જોમ તો નષ્ટ થયું છે.
૩ તંગી અને ભૂખને લીધે તેઓ સાવ સુકાઈ ગયા છે;
ઉજ્જડ અને વેરાન થઈ ચૂકેલી,
સૂકી જમીનને તેઓ ખોતરીને ખાય છે.
૪ તેઓ ઝાડી-ઝાંખરાંમાંથી ખારી ભાજી ભેગી કરે છે;
તેઓનો ખોરાક ઝાડનાં* કડવાં મૂળિયાં છે.
૫ જેમ ચોરને જોઈને બૂમો પાડે, તેમ લોકો તેઓને જોઈને બૂમો પાડે છે;
તેઓને નાત બહાર કરવામાં આવ્યા છે.+
૬ તેઓ ખીણોના ઢોળાવો પર રહે છે,
હા, જમીન અને ખડકોની બખોલમાં રહે છે.
૭ ઝાડી-ઝાંખરાંમાંથી તેઓ પોકાર કરે છે,
અને કુવેચ* નીચે ટોળે વળે છે.
૮ તેઓ મૂર્ખ અને નકામા લોકોના દીકરાઓ છે,
તેઓને માર મારીને દેશમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે.
૧૧ ઈશ્વરે મારા ધનુષ્યની દોરી ઢીલી કરી દીધી છે અને મને કમજોર બનાવ્યો છે,
એટલે, તેઓ મારી સાથે ગમે તેમ* વર્તે છે.
૧૨ તેઓ હુમલો કરવા ટોળું બનીને મારે જમણે હાથે ઊભા થાય છે;
તેઓ મને ભાગી જવા મજબૂર કરે છે,
મારો વિનાશ કરવા રસ્તામાં અવરોધો મૂકે છે.
૧૪ તેઓ જાણે દીવાલમાં ગાબડું પાડીને આવે છે;
વિનાશની સાથે સાથે તેઓ પણ ધસી આવે છે.
૧૫ આતંક મારા પર છવાઈ જાય છે;
મારું ગૌરવ પવનની જેમ ઊડી જાય છે,
મારું તારણ વાદળની જેમ ગાયબ થઈ જાય છે.
૧૯ ઈશ્વરે મને કાદવમાં ફેંકી દીધો છે;
હું ધૂળ અને રાખ થઈ ગયો છું.
૨૦ હું મદદ માટે પોકાર કરું છું, પણ તમે જવાબ આપતા નથી;+
હું ઊભો થાઉં છું, પણ તમે તો બસ મારી સામે તાકી રહો છો.
૨૧ નિષ્ઠુર બનીને તમે મારી વિરુદ્ધ થયા છો;+
તમારા હાથના પૂરા બળથી તમે મારા પર હુમલો કરો છો.
૨૨ ફોતરાની જેમ તમે મને હવા સાથે ઉડાવી દો છો;
પછી વાવાઝોડામાં આમતેમ ફંગોળો છો.*
૨૩ હું જાણું છું કે તમે મને મોતને સોંપી દેશો,
એ ઘરમાં લઈ જશો, જ્યાં આખરે બધાએ જવાનું છે.
૨૪ પણ જે માણસ તૂટી ગયો હોય,
જે આફતમાં મદદનો પોકાર કરતો હોય, તેને કોણ મારે?+
૨૫ કપરા સંજોગોમાં આવી પડેલા લોકો માટે શું મેં આંસુ વહાવ્યાં નથી?
શું ગરીબો માટે મેં વિલાપ કર્યો નથી?+
૨૬ મેં તો સારાની આશા રાખી હતી, પણ ખરાબ આવી પડ્યું;
અજવાળાની આશા રાખી હતી, પણ અંધારું આવી પડ્યું.
૨૭ મારું અંતર વલોવાય છે અને શાંત થતું નથી;
મારા માથે દુઃખના દહાડા આવી પડ્યા છે.
૨૮ હું ઉદાસ થઈને ચાલું છું,+ પ્રકાશનું એકેય કિરણ નજરે પડતું નથી.
ભરસભામાં હું ઊભો થાઉં છું અને મદદની ભીખ માંગું છું.
૩૧ મારી વીણા શોકની ધૂન વગાડે છે,
અને મારી વાંસળી વિલાપના સૂર રેલાવે છે.