વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • હઝકિયેલ ૩૪
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

હઝકિયેલ મુખ્ય વિચારો

      • ઇઝરાયેલના ઘેટાંપાળકો વિરુદ્ધ ભવિષ્યવાણી (૧-૧૦)

      • યહોવા પોતાનાં ઘેટાંની સંભાળ રાખે છે (૧૧-૩૧)

        • ‘મારો સેવક દાઉદ’ તેઓની સંભાળ રાખશે (૨૩)

        • “શાંતિનો કરાર” (૨૫)

હઝકિયેલ ૩૪:૨

એને લગતી કલમો

  • +યર્મિ ૨૩:૧; મીખ ૩:૧, ૧૧; સફા ૩:૩; ઝખા ૧૧:૧૭; માથ ૨૩:૧૩
  • +યશા ૪૦:૧૧; યોહ ૨૧:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૧/૧/૧૯૮૮, પાન ૨૨

હઝકિયેલ ૩૪:૩

એને લગતી કલમો

  • +૨રા ૨૧:૧૬; યર્મિ ૨૨:૧૭; મીખ ૩:૩; ઝખા ૧૧:૪, ૫
  • +યશા ૫૬:૧૧

હઝકિયેલ ૩૪:૪

એને લગતી કલમો

  • +લૂક ૧૫:૪
  • +યર્મિ ૨૨:૧૩

હઝકિયેલ ૩૪:૫

એને લગતી કલમો

  • +યર્મિ ૨૩:૨; ૫૦:૬; માથ ૯:૩૬

હઝકિયેલ ૩૪:૮

ફૂટનોટ

  • *

    મૂળ, “મારા જીવના સમ.”

હઝકિયેલ ૩૪:૧૦

ફૂટનોટ

  • *

    અથવા, “હું મારાં ઘેટાં તેઓના હાથમાંથી પાછાં માંગીશ.”

એને લગતી કલમો

  • +યર્મિ ૫૨:૨૪-૨૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    યહોવાની ભક્તિ!, પાન ૯૦, ૧૦૧

    ચાકીબુરજ,

    ૧૧/૧/૧૯૮૮, પાન ૨૨

હઝકિયેલ ૩૪:૧૧

એને લગતી કલમો

  • +૧શ ૧૭:૩૪, ૩૫; ગી ૮૦:૧; યશા ૫૬:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    યહોવા પાસે પાછા આવો, પાન ૪-૫

હઝકિયેલ ૩૪:૧૨

એને લગતી કલમો

  • +યશા ૪૦:૧૧
  • +યોએ ૨:૧, ૨; સફા ૧:૧૪, ૧૫

હઝકિયેલ ૩૪:૧૩

એને લગતી કલમો

  • +યર્મિ ૨૩:૩; હઝ ૧૧:૧૭; આમ ૯:૧૪; મીખ ૭:૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    યહોવાની ભક્તિ!, પાન ૧૦૫-૧૦૬

હઝકિયેલ ૩૪:૧૪

એને લગતી કલમો

  • +યશા ૨૫:૬; ૩૦:૨૩; યર્મિ ૩૧:૧૨
  • +યર્મિ ૩૩:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    યહોવાની ભક્તિ!, પાન ૧૦૫-૧૦૬

    યહોવા પાસે પાછા આવો, પાન ૫

હઝકિયેલ ૩૪:૧૫

એને લગતી કલમો

  • +યર્મિ ૩:૧૫
  • +સફા ૩:૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    યહોવાની ભક્તિ!, પાન ૧૦૭

હઝકિયેલ ૩૪:૧૬

એને લગતી કલમો

  • +મીખ ૪:૬; માથ ૧૫:૨૪; લૂક ૧૫:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    યહોવાની ભક્તિ!, પાન ૧૦૭

    યહોવા પાસે પાછા આવો, પાન ૫

    ચોકીબુરજ,

    ૩/૧૫/૧૯૯૬, પાન ૨૪

    ૧૧/૧/૧૯૮૮, પાન ૨૨

હઝકિયેલ ૩૪:૧૭

એને લગતી કલમો

  • +ઝખા ૧૦:૩

હઝકિયેલ ૩૪:૧૮

ફૂટનોટ

  • *

    એટલે કે, નર ઘેટા, નર બકરા અને તાજાં-માજાં ઘેટાંને રજૂ કરતા માણસો.

હઝકિયેલ ૩૪:૨૨

એને લગતી કલમો

  • +યશા ૪૦:૧૧; યર્મિ ૨૩:૩

હઝકિયેલ ૩૪:૨૩

એને લગતી કલમો

  • +યશા ૧૧:૧; યર્મિ ૩૦:૯
  • +યોહ ૧૦:૧૧; હિબ્રૂ ૧૩:૨૦; ૧પિ ૫:૪; પ્રક ૭:૧૭
  • +હઝ ૩૭:૨૪; હો ૩:૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    યહોવાની ભક્તિ!, પાન ૮૯, ૯૦-૯૧

    ચોકીબુરજ,

    ૪/૧/૨૦૦૭, પાન ૨૭

    ૧/૧/૧૯૯૩, પાન ૧૨

    ૧૧/૧/૧૯૮૮, પાન ૨૨

    ૫/૧/૧૯૮૬, પાન ૧૦

હઝકિયેલ ૩૪:૨૪

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૯:૪૫; યર્મિ ૩૧:૧
  • +ગી ૨:૬; યશા ૯:૬; યર્મિ ૨૩:૫; મીખ ૫:૨; લૂક ૧:૩૨; પ્રેકા ૫:૩૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૫/૧/૧૯૮૬, પાન ૧૦

હઝકિયેલ ૩૪:૨૫

એને લગતી કલમો

  • +હઝ ૩૭:૨૬
  • +લેવી ૨૬:૬; યશા ૧૧:૬-૯; ૩૫:૯; ૬૫:૨૫; હો ૨:૧૮
  • +યર્મિ ૨૩:૬; ૩૩:૧૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    યહોવાની ભક્તિ!, પાન ૯૦-૯૧, ૧૦૯-૧૧૧

હઝકિયેલ ૩૪:૨૬

ફૂટનોટ

  • *

    અથવા કદાચ, “આશીર્વાદ બનાવીશ.”

એને લગતી કલમો

  • +યશા ૫૬:૭; હઝ ૨૦:૪૦; મીખ ૪:૧
  • +ઉત ૧૨:૨, ૩; પુન ૨૮:૧૨; ઝખા ૮:૧૩

હઝકિયેલ ૩૪:૨૭

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +લેવી ૨૬:૪; ગી ૮૫:૧૨; યશા ૩૫:૨; હઝ ૩૬:૩૦
  • +લેવી ૨૬:૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧/૧૯૯૩, પાન ૧૨

હઝકિયેલ ૩૪:૨૮

એને લગતી કલમો

  • +યર્મિ ૩૦:૧૦; ૪૬:૨૭

હઝકિયેલ ૩૪:૨૯

એને લગતી કલમો

  • +હઝ ૩૬:૨૯
  • +હઝ ૩૬:૧૫

હઝકિયેલ ૩૪:૩૦

એને લગતી કલમો

  • +હઝ ૩૭:૨૭

હઝકિયેલ ૩૪:૩૧

એને લગતી કલમો

  • +ગી ૭૮:૫૨; ૧૦૦:૩; યશા ૪૦:૧૧

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

હઝકિ. ૩૪:૨યર્મિ ૨૩:૧; મીખ ૩:૧, ૧૧; સફા ૩:૩; ઝખા ૧૧:૧૭; માથ ૨૩:૧૩
હઝકિ. ૩૪:૨યશા ૪૦:૧૧; યોહ ૨૧:૧૫
હઝકિ. ૩૪:૩૨રા ૨૧:૧૬; યર્મિ ૨૨:૧૭; મીખ ૩:૩; ઝખા ૧૧:૪, ૫
હઝકિ. ૩૪:૩યશા ૫૬:૧૧
હઝકિ. ૩૪:૪લૂક ૧૫:૪
હઝકિ. ૩૪:૪યર્મિ ૨૨:૧૩
હઝકિ. ૩૪:૫યર્મિ ૨૩:૨; ૫૦:૬; માથ ૯:૩૬
હઝકિ. ૩૪:૧૦યર્મિ ૫૨:૨૪-૨૭
હઝકિ. ૩૪:૧૧૧શ ૧૭:૩૪, ૩૫; ગી ૮૦:૧; યશા ૫૬:૮
હઝકિ. ૩૪:૧૨યશા ૪૦:૧૧
હઝકિ. ૩૪:૧૨યોએ ૨:૧, ૨; સફા ૧:૧૪, ૧૫
હઝકિ. ૩૪:૧૩યર્મિ ૨૩:૩; હઝ ૧૧:૧૭; આમ ૯:૧૪; મીખ ૭:૧૪
હઝકિ. ૩૪:૧૪યશા ૨૫:૬; ૩૦:૨૩; યર્મિ ૩૧:૧૨
હઝકિ. ૩૪:૧૪યર્મિ ૩૩:૧૨
હઝકિ. ૩૪:૧૫યર્મિ ૩:૧૫
હઝકિ. ૩૪:૧૫સફા ૩:૧૩
હઝકિ. ૩૪:૧૬મીખ ૪:૬; માથ ૧૫:૨૪; લૂક ૧૫:૪
હઝકિ. ૩૪:૧૭ઝખા ૧૦:૩
હઝકિ. ૩૪:૨૨યશા ૪૦:૧૧; યર્મિ ૨૩:૩
હઝકિ. ૩૪:૨૩યશા ૧૧:૧; યર્મિ ૩૦:૯
હઝકિ. ૩૪:૨૩યોહ ૧૦:૧૧; હિબ્રૂ ૧૩:૨૦; ૧પિ ૫:૪; પ્રક ૭:૧૭
હઝકિ. ૩૪:૨૩હઝ ૩૭:૨૪; હો ૩:૫
હઝકિ. ૩૪:૨૪નિર્ગ ૨૯:૪૫; યર્મિ ૩૧:૧
હઝકિ. ૩૪:૨૪ગી ૨:૬; યશા ૯:૬; યર્મિ ૨૩:૫; મીખ ૫:૨; લૂક ૧:૩૨; પ્રેકા ૫:૩૧
હઝકિ. ૩૪:૨૫હઝ ૩૭:૨૬
હઝકિ. ૩૪:૨૫લેવી ૨૬:૬; યશા ૧૧:૬-૯; ૩૫:૯; ૬૫:૨૫; હો ૨:૧૮
હઝકિ. ૩૪:૨૫યર્મિ ૨૩:૬; ૩૩:૧૬
હઝકિ. ૩૪:૨૬યશા ૫૬:૭; હઝ ૨૦:૪૦; મીખ ૪:૧
હઝકિ. ૩૪:૨૬ઉત ૧૨:૨, ૩; પુન ૨૮:૧૨; ઝખા ૮:૧૩
હઝકિ. ૩૪:૨૭લેવી ૨૬:૪; ગી ૮૫:૧૨; યશા ૩૫:૨; હઝ ૩૬:૩૦
હઝકિ. ૩૪:૨૭લેવી ૨૬:૧૩
હઝકિ. ૩૪:૨૮યર્મિ ૩૦:૧૦; ૪૬:૨૭
હઝકિ. ૩૪:૨૯હઝ ૩૬:૨૯
હઝકિ. ૩૪:૨૯હઝ ૩૬:૧૫
હઝકિ. ૩૪:૩૦હઝ ૩૭:૨૭
હઝકિ. ૩૪:૩૧ગી ૭૮:૫૨; ૧૦૦:૩; યશા ૪૦:૧૧
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
  • ૩૧
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
હઝકિયેલ ૩૪:૧-૩૧

હઝકિયેલ

૩૪ ફરીથી યહોવાનો સંદેશો મારી પાસે આવ્યો: ૨ “હે માણસના દીકરા, ઇઝરાયેલના ઘેટાંપાળકો વિરુદ્ધ ભવિષ્યવાણી કર. ભવિષ્યવાણી કરીને ઘેટાંપાળકોને જણાવ કે ‘વિશ્વના માલિક યહોવા કહે છે: “ઇઝરાયેલના ઘેટાંપાળકોને અફસોસ!+ શું ઘેટાંપાળકોએ ઘેટાં-બકરાંની સંભાળ રાખવી ન જોઈએ?+ તેઓ તો ફક્ત પોતાનું જ પેટ ભરે છે! ૩ તમે ચરબી ખાઓ છો, ઊનનાં કપડાં પહેરો છો અને તાજા-માજા પ્રાણીની કતલ કરો છો.+ પણ તમે ઘેટાં-બકરાંની સંભાળ રાખતા નથી.+ ૪ તમે કમજોરને બળવાન કર્યાં નથી, બીમારને સાજાં કર્યાં નથી, ઘવાયેલાંને પાટાપિંડી કરી નથી, ભટકી ગયેલાંને પાછાં લાવ્યાં નથી કે પછી ખોવાયેલાંની શોધ કરી નથી.+ એના બદલે તમે તો તેઓ પર બળજબરી અને જુલમથી સત્તા ચલાવી છે.+ ૫ તેઓનો કોઈ ઘેટાંપાળક ન હોવાથી તેઓ વિખેરાઈ ગયાં છે.+ તેઓ વિખેરાઈ ગયાં અને જંગલી જાનવરોનો શિકાર બન્યાં. ૬ મારાં ઘેટાં બધા પર્વતો પર અને ઊંચા ઊંચા ડુંગરો પર આમતેમ ભટકી ગયાં છે. મારાં ઘેટાં આખી ધરતી પર વિખેરાઈ ગયાં છે. કોઈને તેઓની પડી નથી કે કોઈ તેઓને શોધતું નથી.

૭ “‘“ઓ ઘેટાંપાળકો, યહોવાનો સંદેશો સાંભળો: ૮ ‘વિશ્વના માલિક યહોવા કહે છે: “હું મારા સમ* ખાઈને કહું છું કે હું જરૂર પગલાં ભરીશ. મારાં ઘેટાં શિકાર થઈ ગયાં છે અને જંગલી જાનવરોનો કોળિયો બની ગયાં છે, કેમ કે તેઓનો કોઈ ઘેટાંપાળક નથી. મારા ઘેટાંપાળકોએ મારાં ઘેટાંની શોધ કરી નથી. મારાં ઘેટાંનું પોષણ કરવાને બદલે, તેઓ પોતાનું જ પેટ ભરે છે.”’ ૯ ઓ ઘેટાંપાળકો, યહોવાનો સંદેશો સાંભળો. ૧૦ વિશ્વના માલિક યહોવા કહે છે: ‘હું ઘેટાંપાળકોની વિરુદ્ધ છું. હું તેઓ પાસેથી મારાં ઘેટાંનો હિસાબ માંગીશ.* હું તેઓ પાસેથી મારાં ઘેટાંની સંભાળ રાખવાનું કામ લઈ લઈશ.+ પછી ઘેટાંપાળકો પોતાનું પેટ ભરી શકશે નહિ. હું મારાં ઘેટાંને તેઓનાં મોંમાંથી બચાવી લઈશ અને મારાં ઘેટાંને તેઓનો કોળિયો થવા નહિ દઉં.’”

૧૧ “‘વિશ્વના માલિક યહોવા કહે છે: “જુઓ, હું પોતે જ મારાં ઘેટાંને શોધી કાઢીશ અને હું પોતે જ તેઓની સંભાળ રાખીશ.+ ૧૨ જેમ એક ઘેટાંપાળકને પોતાનાં વિખેરાઈ ગયેલાં ઘેટાં પાછાં મળે અને તે તેઓનું પાલન-પોષણ કરે, તેમ હું મારાં ઘેટાંની સંભાળ રાખીશ.+ ઘનઘોર વાદળના દિવસે, અંધકારના દિવસે+ તેઓ જ્યાં જ્યાં વિખેરાઈ ગયાં હશે, ત્યાં ત્યાંથી હું તેઓને બચાવી લઈશ. ૧૩ હું તેઓને બીજી પ્રજાઓમાંથી બહાર કાઢી લાવીશ અને તેઓને દેશોમાંથી ભેગાં કરીશ. હું તેઓને પોતાના દેશમાં પાછાં લાવીશ. ઇઝરાયેલના પર્વતો પર ઝરણાઓ પાસે અને દેશની વસ્તીવાળી જગ્યાઓ પાસે હું તેઓનું લાલન-પાલન કરીશ.+ ૧૪ હું તેઓને ચરાવવા સારી જગ્યાએ લઈ જઈશ. તેઓ ઇઝરાયેલના ઊંચા ઊંચા પહાડો પર ચરશે.+ તેઓ લીલીછમ જગ્યાએ આરામ કરશે.+ ઇઝરાયેલના પર્વતોની સૌથી સારી જમીન પર તેઓ પોષણ મેળવશે.”

૧૫ “‘વિશ્વના માલિક યહોવા કહે છે: “હું પોતે મારાં ઘેટાંની સંભાળ રાખીશ+ અને તેઓને આરામ આપીશ.+ ૧૬ હું ખોવાયેલાંને શોધી કાઢીશ,+ ભટકી ગયેલાંને પાછાં લાવીશ, ઘવાયેલાંને પાટાપિંડી કરીશ અને કમજોરને બળવાન કરીશ. પણ તાજાં-માજાં અને તાકતવરોનો હું વિનાશ કરીશ. હું તેઓનો ન્યાય કરીશ અને યોગ્ય સજા આપીશ.”

૧૭ “‘હે મારાં ઘેટાં, વિશ્વના માલિક યહોવા કહે છે: “હું ઘેટા ઘેટાની વચ્ચે, નર ઘેટા અને નર બકરાની વચ્ચે ન્યાય કરીશ.+ ૧૮ શું એટલું પૂરતું નથી કે તમે* સૌથી સારો ચારો ચરો છો? તો પછી બાકીનો ચારો તમે પગ નીચે શું કામ કચડી નાખો છો? તમે એકદમ ચોખ્ખું પાણી પીઓ છો, તો પછી બાકીનું પાણી તમારા પગથી શું કામ ડહોળી નાખો છો? ૧૯ શું મારાં ઘેટાં હવે તમારા પગ નીચે કચડાયેલો ચારો ચરે? શું તેઓ તમારા પગથી ડહોળાયેલું પાણી પીએ?”

૨૦ “‘વિશ્વના માલિક યહોવા તેઓને કહે છે: “જુઓ, હું પોતે તાજાં-માજાં ઘેટાં અને કમજોર ઘેટાં વચ્ચે ન્યાય કરીશ. ૨૧ તમે બીમાર ઘેટાંને તમારાં પડખાં અને ખભાથી ધક્કા મારો છો, શિંગડાંથી ગોદા મારો છો. તેઓ બધાંને તમે દૂર દૂર સુધી વિખેરી નાખ્યાં છે. ૨૨ પણ હું મારાં ઘેટાંને બચાવીશ. હવેથી તેઓ કોઈનો શિકાર નહિ બને.+ હું ઘેટા ઘેટાની વચ્ચે ન્યાય કરીશ. ૨૩ હું મારા સેવક દાઉદને+ તેઓનો ઘેટાંપાળક બનાવીશ.+ તે તેઓનું પાલન-પોષણ કરશે. હા, તે પોતે તેઓની સંભાળ રાખશે અને તેઓનો ઘેટાંપાળક બનશે.+ ૨૪ હું યહોવા પોતે તેઓનો ઈશ્વર થઈશ.+ મારો સેવક દાઉદ તેઓનો આગેવાન બનશે.+ હું યહોવા પોતે એવું બોલ્યો છું.

૨૫ “‘“હું તેઓ સાથે શાંતિનો કરાર કરીશ.+ હું દેશમાંથી જંગલી જાનવરોનો નાશ કરીશ.+ પછી તેઓ વેરાન પ્રદેશમાં સલામત રહેશે અને જંગલોમાં ઊંઘી જશે.+ ૨૬ હું તેઓને અને મારા ડુંગરની આસપાસની જગ્યાને આશીર્વાદ આપીશ.*+ હું ત્યાં યોગ્ય સમયે વરસાદ વરસાવીશ. ત્યાં પુષ્કળ આશીર્વાદોનો વરસાદ થશે.+ ૨૭ વાડીનાં વૃક્ષો ઘણાં ફળ આપશે. ભૂમિ એની ઊપજ આપશે.+ તેઓ દેશમાં સલામત રહેશે. હું તેઓની ઝૂંસરીઓ* તોડી નાખીશ.+ તેઓને ગુલામ બનાવનારાઓના હાથમાંથી હું તેઓને છોડાવી લઈશ ત્યારે, તેઓએ સ્વીકારવું પડશે કે હું યહોવા છું. ૨૮ હવેથી બીજી પ્રજાઓ તેઓને શિકાર નહિ બનાવે. ધરતીનાં જંગલી જાનવરો તેઓને ફાડી નહિ ખાય. તેઓ સલામત રહેશે અને તેઓને કોઈ ડરાવશે નહિ.+

૨૯ “‘“હું તેઓ માટે એવી વાડી બનાવીશ, જે ખૂબ જાણીતી થશે. દુકાળને લીધે હવેથી તેઓએ મરવું નહિ પડે.+ તેઓએ બીજી પ્રજાઓ આગળ નીચું જોવું નહિ પડે.+ ૩૦ ‘તેઓએ સ્વીકારવું પડશે કે હું તેઓનો ઈશ્વર યહોવા તેઓની સાથે છું. ઇઝરાયેલના લોકો મારા લોકો છે,’+ એવું વિશ્વના માલિક યહોવા કહે છે.”’

૩૧ “‘તમે મારાં ઘેટાં છો+ અને હું તમારી સંભાળ રાખું છું. તમે મામૂલી માણસો છો અને હું તમારો ઈશ્વર છું,’ એવું વિશ્વના માલિક યહોવા કહે છે.”

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો