વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ઉત્પત્તિ ૨૧
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ઉત્પત્તિ મુખ્ય વિચારો

      • ઇસહાકનો જન્મ (૧-૭)

      • ઇશ્માએલ ઇસહાકની મશ્કરી કરે છે (૮, ૯)

      • હાગાર અને ઇશ્માએલને કાઢી મૂકવામાં આવે છે (૧૦-૨૧)

      • ઇબ્રાહિમનો અબીમેલેખ સાથે કરાર (૨૨-૩૪)

ઉત્પત્તિ ૨૧:૧

એને લગતી કલમો

  • +ઉત ૧૮:૧૦

ઉત્પત્તિ ૨૧:૨

એને લગતી કલમો

  • +હિબ્રૂ ૧૧:૧૧
  • +ઉત ૧૭:૨૧; ૧૮:૧૦, ૧૪; રોમ ૯:૯

ઉત્પત્તિ ૨૧:૩

એને લગતી કલમો

  • +ઉત ૧૭:૧૯; યહો ૨૪:૩; રોમ ૯:૭

ઉત્પત્તિ ૨૧:૪

એને લગતી કલમો

  • +ઉત ૧૭:૧૨; લેવી ૧૨:૩; પ્રેકા ૭:૮

ઉત્પત્તિ ૨૧:૬

ફૂટનોટ

  • *

    અથવા કદાચ, “મારા પર હસશે.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો,

    ૨/૨૦૨૦, પાન ૬

ઉત્પત્તિ ૨૧:૯

એને લગતી કલમો

  • +ઉત ૧૬:૪, ૧૫
  • +ઉત ૧૫:૧૩; ગલા ૪:૨૨, ૨૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧૫/૨૦૦૧, પાન ૨૬

ઉત્પત્તિ ૨૧:૧૦

એને લગતી કલમો

  • +ઉત ૧૫:૨, ૪; ગલા ૪:૩૦

ઉત્પત્તિ ૨૧:૧૧

એને લગતી કલમો

  • +ઉત ૧૭:૧૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો,

    ૨/૨૦૨૦, પાન ૭

ઉત્પત્તિ ૨૧:૧૨

એને લગતી કલમો

  • +ઉત ૧૭:૧૯; રોમ ૯:૭; હિબ્રૂ ૧૧:૧૮

ઉત્પત્તિ ૨૧:૧૩

એને લગતી કલમો

  • +ગલા ૪:૨૨
  • +ઉત ૧૬:૯, ૧૦; ૧૭:૨૦; ૨૫:૧૨, ૧૬

ઉત્પત્તિ ૨૧:૧૪

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +ઉત ૨૫:૫, ૬
  • +ઉત ૨૨:૧૯

ઉત્પત્તિ ૨૧:૧૬

ફૂટનોટ

  • *

    અથવા, “જેટલે દૂર તીર મારી શકાય એટલા અંતરે.”

ઉત્પત્તિ ૨૧:૧૭

એને લગતી કલમો

  • +ઉત ૧૬:૧૧
  • +ઉત ૧૬:૭, ૮

ઉત્પત્તિ ૨૧:૧૮

એને લગતી કલમો

  • +૧કા ૧:૨૯-૩૧

ઉત્પત્તિ ૨૧:૨૦

એને લગતી કલમો

  • +ઉત ૧૬:૧૬

ઉત્પત્તિ ૨૧:૨૧

એને લગતી કલમો

  • +ગણ ૧૦:૧૨

ઉત્પત્તિ ૨૧:૨૨

એને લગતી કલમો

  • +ઉત ૨૦:૧૭, ૧૮; ૨૬:૨૬, ૨૮

ઉત્પત્તિ ૨૧:૨૩

ફૂટનોટ

  • *

    અથવા, “અતૂટ પ્રેમ.”

એને લગતી કલમો

  • +ઉત ૨૦:૧૪, ૧૫

ઉત્પત્તિ ૨૧:૨૫

એને લગતી કલમો

  • +ઉત ૨૬:૧૫, ૨૦

ઉત્પત્તિ ૨૧:૩૧

ફૂટનોટ

  • *

    કદાચ એનો અર્થ, “સમનો કૂવો” અથવા “સાતનો કૂવો.”

એને લગતી કલમો

  • +ઉત ૨૬:૩૨, ૩૩

ઉત્પત્તિ ૨૧:૩૨

એને લગતી કલમો

  • +ઉત ૨૬:૨૬, ૨૮
  • +ઉત ૧૦:૧૩, ૧૪; ૨૬:૧

ઉત્પત્તિ ૨૧:૩૩

ફૂટનોટ

  • *

    મૂળ, “યહોવાને નામે પોકાર કર્યો.”

એને લગતી કલમો

  • +ગી ૯૦:૨; યશા ૪૦:૨૮; ૧તિ ૧:૧૭
  • +ઉત ૧૨:૮, ૯; ૨૬:૨૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો,

    ૨/૨૦૨૦, પાન ૭-૮

ઉત્પત્તિ ૨૧:૩૪

ફૂટનોટ

  • *

    મૂળ, “ઘણા દિવસો.”

  • *

    અથવા, “પરદેશી તરીકે રહ્યો.”

એને લગતી કલમો

  • +હિબ્રૂ ૧૧:૮, ૯

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ઉત. ૨૧:૧ઉત ૧૮:૧૦
ઉત. ૨૧:૨હિબ્રૂ ૧૧:૧૧
ઉત. ૨૧:૨ઉત ૧૭:૨૧; ૧૮:૧૦, ૧૪; રોમ ૯:૯
ઉત. ૨૧:૩ઉત ૧૭:૧૯; યહો ૨૪:૩; રોમ ૯:૭
ઉત. ૨૧:૪ઉત ૧૭:૧૨; લેવી ૧૨:૩; પ્રેકા ૭:૮
ઉત. ૨૧:૯ઉત ૧૬:૪, ૧૫
ઉત. ૨૧:૯ઉત ૧૫:૧૩; ગલા ૪:૨૨, ૨૯
ઉત. ૨૧:૧૦ઉત ૧૫:૨, ૪; ગલા ૪:૩૦
ઉત. ૨૧:૧૧ઉત ૧૭:૧૮
ઉત. ૨૧:૧૨ઉત ૧૭:૧૯; રોમ ૯:૭; હિબ્રૂ ૧૧:૧૮
ઉત. ૨૧:૧૩ગલા ૪:૨૨
ઉત. ૨૧:૧૩ઉત ૧૬:૯, ૧૦; ૧૭:૨૦; ૨૫:૧૨, ૧૬
ઉત. ૨૧:૧૪ઉત ૨૫:૫, ૬
ઉત. ૨૧:૧૪ઉત ૨૨:૧૯
ઉત. ૨૧:૧૭ઉત ૧૬:૧૧
ઉત. ૨૧:૧૭ઉત ૧૬:૭, ૮
ઉત. ૨૧:૧૮૧કા ૧:૨૯-૩૧
ઉત. ૨૧:૨૦ઉત ૧૬:૧૬
ઉત. ૨૧:૨૧ગણ ૧૦:૧૨
ઉત. ૨૧:૨૨ઉત ૨૦:૧૭, ૧૮; ૨૬:૨૬, ૨૮
ઉત. ૨૧:૨૩ઉત ૨૦:૧૪, ૧૫
ઉત. ૨૧:૨૫ઉત ૨૬:૧૫, ૨૦
ઉત. ૨૧:૩૧ઉત ૨૬:૩૨, ૩૩
ઉત. ૨૧:૩૨ઉત ૨૬:૨૬, ૨૮
ઉત. ૨૧:૩૨ઉત ૧૦:૧૩, ૧૪; ૨૬:૧
ઉત. ૨૧:૩૩ગી ૯૦:૨; યશા ૪૦:૨૮; ૧તિ ૧:૧૭
ઉત. ૨૧:૩૩ઉત ૧૨:૮, ૯; ૨૬:૨૫
ઉત. ૨૧:૩૪હિબ્રૂ ૧૧:૮, ૯
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
  • ૩૧
  • ૩૨
  • ૩૩
  • ૩૪
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ઉત્પત્તિ ૨૧:૧-૩૪

ઉત્પત્તિ

૨૧ યહોવાએ કહ્યું હતું તેમ તેમણે સારાહ પર ધ્યાન આપ્યું. યહોવાએ પોતાના વચન પ્રમાણે સારાહ માટે કર્યું.+ ૨ સારાહ ગર્ભવતી થઈ.+ ઈશ્વરે વચન આપ્યું હતું તેમ ઠરાવેલા સમયે સારાહે ઇબ્રાહિમના ઘડપણમાં તેને દીકરો આપ્યો.+ ૩ ઇબ્રાહિમે સારાહથી જન્મેલા દીકરાનું નામ ઇસહાક પાડ્યું.+ ૪ ઇસહાક આઠ દિવસનો થયો ત્યારે, ઈશ્વરની આજ્ઞા પ્રમાણે ઇબ્રાહિમે તેની સુન્‍નત કરી.+ ૫ ઇસહાકનો જન્મ થયો ત્યારે ઇબ્રાહિમ ૧૦૦ વર્ષનો હતો. ૬ સારાહે કહ્યું: “ઈશ્વરે મને હસતાં હસતાં જીવવાનું કારણ આપ્યું છે. જે કોઈ એ વિશે સાંભળશે, તે મારી સાથે હસશે.”* ૭ તેણે એ પણ કહ્યું: “એવું કોણે વિચાર્યું હતું કે ઇબ્રાહિમની પત્ની સારાહ બાળકોને ધવડાવશે? પણ જુઓ, મેં તેમના ઘડપણમાં તેમને એક દીકરો આપ્યો છે!”

૮ હવે ઇસહાક મોટો થયો. તેણે ધાવણ છોડ્યું એ દિવસે ઇબ્રાહિમે મોટી મિજબાની રાખી. ૯ ઇજિપ્તની દાસી હાગારથી+ ઇબ્રાહિમને જે દીકરો થયો હતો, તે ઇસહાકની મશ્કરી કરતો હતો.+ સારાહ એ બધું જોતી હતી. ૧૦ તેણે ઇબ્રાહિમને કહ્યું: “આ દાસીને અને તેના દીકરાને અહીંથી કાઢી મૂકો. કેમ કે એ દાસીનો દીકરો મારા દીકરા ઇસહાક સાથે વારસદાર નહિ થાય!”+ ૧૧ સારાહે ઇશ્માએલ વિશે જે કહ્યું એનાથી ઇબ્રાહિમને બહુ ખોટું લાગ્યું.+ ૧૨ પણ ઈશ્વરે ઇબ્રાહિમને કહ્યું: “એ છોકરા વિશે અને તારી દાસી વિશે સારાહ તને જે કહે છે, એનાથી ખોટું ના લગાડીશ. તેનું સાંભળ, કેમ કે વચન પ્રમાણે તારો વંશજ ઇસહાકથી ગણાશે.+ ૧૩ એ દાસીના દીકરાથી+ હું એક પ્રજા ઉત્પન્‍ન કરીશ,+ કેમ કે તે પણ તારો વંશજ છે.”

૧૪ સવારે વહેલા ઊઠીને ઇબ્રાહિમે રોટલી અને પાણીની મશક* લઈને હાગારને આપી. તેણે એ બધું હાગારના ખભા પર મૂક્યું અને તેને છોકરા સાથે ત્યાંથી રવાના કરી.+ હાગાર ત્યાંથી નીકળી અને બેર-શેબાના+ વેરાન પ્રદેશમાં ભટકતી રહી. ૧૫ આખરે મશકનું પાણી ખતમ થઈ ગયું અને તેણે છોકરાને એક ઝાડવા નીચે છોડી દીધો. ૧૬ તે ત્યાંથી ગઈ અને થોડે દૂર* જઈને બેઠી. તેણે કહ્યું: “હું મારા દીકરાને મરતો નહિ જોઈ શકું.” પછી તે પોક મૂકીને રડવા લાગી.

૧૭ હાગારનો છોકરો પણ રડતો હતો. ઈશ્વરે તેનો અવાજ સાંભળ્યો+ અને ઈશ્વરના દૂતે હાગારને આકાશમાંથી બૂમ પાડીને કહ્યું:+ “હાગાર, શું થયું? ગભરાઈશ નહિ, કેમ કે ઈશ્વરે છોકરાનો અવાજ સાંભળ્યો છે. ૧૮ ઊઠ, છોકરાને ઊભો કર અને તેને સહારો આપ, કેમ કે તેનામાંથી હું એક મોટી પ્રજા ઉત્પન્‍ન કરીશ.”+ ૧૯ પછી ઈશ્વરે હાગારને એક કૂવો દેખાડ્યો. તે ત્યાં ગઈ અને મશકમાં પાણી ભરીને છોકરાને પિવડાવ્યું. ૨૦ ઈશ્વર એ છોકરાની+ સાથે હતા. તે મોટો થઈને વેરાન પ્રદેશમાં રહ્યો અને તીરંદાજ બન્યો. ૨૧ તે પારાનના વેરાન પ્રદેશમાં+ રહેવા લાગ્યો. પછી તેની માએ ઇજિપ્ત દેશની સ્ત્રી સાથે તેને પરણાવ્યો.

૨૨ એ સમયે, અબીમેલેખ પોતાના સેનાપતિ ફીકોલને લઈને ઇબ્રાહિમ પાસે ગયો. અબીમેલેખે ઇબ્રાહિમને કહ્યું: “તું જે કરે છે, એ બધામાં ઈશ્વર તારી સાથે છે.+ ૨૩ હવે મારી આગળ ઈશ્વરના સમ ખા કે તું મને, મારા વંશજને અને આવનાર પેઢીઓને દગો નહિ દે. જેમ મેં તને પ્રેમ* બતાવ્યો છે, તેમ તું મને અને તું રહે છે એ દેશને પ્રેમ બતાવીશ.”+ ૨૪ ઇબ્રાહિમે કહ્યું: “હું સમ ખાઉં છું.”

૨૫ અબીમેલેખના ચાકરોએ એક કૂવો જુલમથી છીનવી લીધો હતો.+ એટલે ઇબ્રાહિમે અબીમેલેખને એ વિશે ફરિયાદ કરી. ૨૬ અબીમેલેખે કહ્યું: “મને ખબર નથી એવું કોણે કર્યું છે. એ વિશે તેં પણ મને કશું કહ્યું નહિ. આજે જ મને એ વિશે ખબર પડી.” ૨૭ ત્યારે ઇબ્રાહિમે અબીમેલેખને ઘેટાં અને ઢોરઢાંક આપ્યાં અને તેઓ બંનેએ કરાર કર્યો. ૨૮ જ્યારે ઇબ્રાહિમે ટોળામાંથી ઘેટાંનાં સાત માદા બચ્ચાં અલગ કર્યાં, ૨૯ ત્યારે અબીમેલેખે ઇબ્રાહિમને પૂછ્યું: “તેં શા માટે ઘેટાંનાં આ સાત બચ્ચાં અલગ કર્યાં?” ૩૦ ઇબ્રાહિમે કહ્યું: “તમે મારા હાથે આ સાત બચ્ચાં લો. એ સાક્ષીરૂપ થશે કે આ કૂવો મેં ખોદ્યો છે.” ૩૧ પછી તેણે એ જગ્યાનું નામ બેર-શેબા* પાડ્યું,+ કેમ કે ત્યાં તેઓ બંનેએ સમ ખાધા હતા. ૩૨ આમ તેઓએ બેર-શેબામાં કરાર કર્યો.+ અબીમેલેખ અને સેનાપતિ ફીકોલ ત્યાંથી નીકળીને પલિસ્તીઓના દેશમાં પાછા ગયા.+ ૩૩ પછી ઇબ્રાહિમે બેર-શેબામાં એશેલ વૃક્ષ વાવ્યું અને ત્યાં તેણે સનાતન ઈશ્વર+ યહોવાના નામની સ્તુતિ કરી.*+ ૩૪ ઇબ્રાહિમ લાંબા સમય* સુધી પલિસ્તીઓના દેશમાં રહ્યો.*+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો